અપાકર્ષણ

alone

અવાજ અને પડછાયો, બે આંખની માફક કદી એકબીજાનો સંગ માણી શકતા નથી.

આવાજને પડછાયો દેખાતો નથી. પડછાયો અવાજને સાંભળી શકતો નથી અને સમજી

પણ શકતા નથી. જેમ લોહચુંબકમાં સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ હોય છે તેમ ‘અવાજ

અને પડછાયો ક્યારેય આકર્ષાતા નથી. બંનેના ગુણધર્મ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.

પડછાયો શાંત ધ્યાનમાં બિરાજેલા મુની જેવો હોય. અવાજને અને શાંતિને બાપે માર્યા વેર.

પડછાયો હંમેશા સાથ નિભાવે, એ દૃશ્યમાન હોય કે અદૃશ્ય કોઈ ફરક પડતો નથી. ટાઢ

તડકો તેને ચલાયમાન ન કરે. સવાર કે સાંજ શું ફરક પડે છે ? હા, તેના કદમાં હર હંમેશ

ફરક જણાય. તેના કદમાં સદા ભિન્નતા જણાય કિંતુ સાથ તમારો જ નિભાવે.

ભલભલા જીવનની રાહ પર મળ્યા. કદમ બે કદમ સાથે ચાલ્યા, અરે પાંચ દસ વર્ષ સાથ

નિભાવ્યો ! પણ પડછાયો સૂતા જાગતા તમારી સંગે. વિશ્વાસઘાત ન કરે, મરણ પથારી

સુધી સંગે ! ત્યાં સુધી કે જો તે દ્રશ્યમાન ન હોય તો તમારી પોતાની સંગે ઐક્ય અનુભવે.

અવાજ, બહાર નિકળતા પહેલાં કેટલો વિચાર કરે. જો વિચાર્યા વગર જાહેરમાં બોલે તો

વાતનું વતેસર થતા વાર ન લાગે. જીવનમાં તેની ભૂમિકા અગત્યની છે. સ્થળ અને સંજોગ

પ્રમાણે તેનું વર્તન હોયતો તે અમૂલ્ય બની જાય. તેનામાં મીઠાશના ઘોડાપૂર ઉમટે જો ખુશ

હોય અને વ્યક્તિ પસંદ હોય ! રણકે તો ઘંટડી જેવો મધુર લાગે.

ઘણિવાર તલવાર કરતાં તેનો ઘા જોરદાર હોય. અવાજ જ્યારે શબ્દમાં પરિણમે ત્યારે વ્યક્તિની

સાચી ઓળખ થાય. તેને કર્કશ થતાં વાર નથી લાગતી. નારાજગી કે ખુશી પળભરમાં અવાજ

દ્વારા જાણી શકાય છે.

દરેક વ્યક્તિનો પડછાયો હોય અને અવાજ દ્વારા સંપર્ક સાધે. મજાની વાત છે, અવાજનો પડછાયો

ન હોય. પડછાયો મુંગોમંતર હોય. બન્નેનું રહેવાનું સ્થળ આપણું શરીર ! કોઈ જાતની સમજૂતી નહી.

કોઈ વિરોધને અવકાશ નહી. જોઈ માનવીની સલૂકાઈ. બન્ને જોડે ગાઢ રિશ્તો હોય. અવાજ વિનાનો

માનવ બેસૂરો. પડછાયા વિનાનું જીવન અસંભવ. મારી સંગે સદા વિહરતો “હું ને મારો પડછાયો”. મારી

હાજરીની ગવાહી પૂરતો ,’ મારો અવાજ”. જીવન રસમય બનાવે, તેમાં જીવન વહેતું રાખે.

પડછાયા સાથે અલિપ્તતા કેળવે. તેની મોહ માયામાં ન ફસાય. તે દેખા દે છે. અવાજનો ચાહે તો ગુલામ

બને યા ચાહે તો માલિક. ગુલામ બને તો ભોગ ભોગવવા પડે. માલિક બને તો જીંદગી સરળ અને

સુગમ બને.

3 thoughts on “અપાકર્ષણ

  1. જયારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો,વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટેના બીજા વિકલ્પો ન હોય કે અપૂરતા હોય,શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓ ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે, ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર કહે છે. આવા ગંભીર વિષયની આ વાત ખૂબ ગમી…’અવાજ વિનાનો
    માનવ બેસૂરો. પડછાયા વિનાનું જીવન અસંભવ. મારી સંગે સદા વિહરતો “હું ને મારો પડછાયો”. મારી
    હાજરીની ગવાહી પૂરતો ,’ મારો અવાજ”. જીવન રસમય બનાવે, તેમાં જીવન વહેતું રાખે.
    પડછાયા સાથે અલિપ્તતા કેળવે. તેની મોહ માયામાં ન ફસાય. તે દેખા દે છે. અવાજનો ચાહે તો ગુલામ
    બને યા ચાહે તો માલિક. ગુલામ બને તો ભોગ ભોગવવા પડે. માલિક બને તો જીંદગી સરળ અને સુગમ બને.’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: