હંમેશા સંગે

Image result for me with myself

હું મારી સંગે , સંયોગ. હું મારી સંગે મનથી સો જોજન દૂર, મારો વિયોગ, વિચિત્ર લાગશે

પણ હકિકત છે. “હું અંહી છું પણ અંહી નથી’ કેવું વિચિત્ર ભાસે છે. જરા પણ શંકા વગર

માનજો એ સત્ય છે !

શામાટે ‘ હું, મારાથી ખુશ નથી’.

શામાટે ‘ હું, સ્વમાં પરિપૂર્ણ નથી”.

શામાટે ‘મારું વર્તન બેહુદું લાગે છે ‘ ?

શામાટૅ ” સ્વાર્થ ન હોવા છતાં સ્વાર્થી ‘ જણાઉં છું ?

શામાટે ‘ પરિચિતોમાં અપ્રિય અને અપરિચિતોમાં પ્રિય’ લાગું છું ?

ખુશ થવું યા રહેવું એ મારા હાથની વાત છે. કોઈ મને ખુશ યા નાખુશ મારી મરજી વગર

કરવા શક્તિમાન નથી. જીવન છે ચાલ્યા કરે, લોકો છે બોલ્યા કરે ! અંતરમાં ડોકિયું કર્યું કેમ

મારા અવગુણ દેખાતાં નથી. સહુને રિઝવવાનો સતત પ્રયાસ નિષ્ફળતામાં પરિણમે છે. મારે

કર્યા કાર્યોની ચકાસણી કરવી છે.

ધીમે ધીમે સમજાય છે કે જ્યારે મુખ ખૂલે છે ત્યારે બધા કર્ય પર પાણી ફરી વળે છે. એમાં પણ

બે મત છે. સામેવાળી વ્યક્તિ તમને કઈ દૃષ્ટીથી નિહાળે છે ! કોઈ પ્રસંશા કરે છે, કોઈ તમને

દુશ્મનથી રતિભર કમ ગણતા નથી.

આ સંસારના તખ્તા પર અભિનય તરત કરવો પડૅ એમાં બે મત નથી. એ અંક ફરી ભજવાતો

નથી. એ અંક માટે તૈયારી કરવાની આવશ્યક્તાને જગ્યા નથી. પરીક્ષાનું પરિણામ તરત જાહેર

થાય છે. તાળીઓનો ગડગડાટ સંભળાય યા ‘થૂ, થૂ’ થઈ જવાય.

અંહી ‘ગીતા’ નું સ્મરણ થાય એ સ્વભાવિક છે. ‘કર્મ કર ફળની આશા ન રાખ’. કિંતુ ‘ગીતા’ સહુનું

પ્રિય પુસ્તક નથી. ૨૧મી સદીમાં ‘ગીતા’નો અર્ક પણ સહુ સુધી પહોંચ્યો નથી. ખેર, ‘તને તો ખબર’

છે ને ?

સંયોગ અને વિયોગ એ જોડિયા ભાઈ છે. જેમને કોઈ પણ જાતના વાઢકાપથી છૂટા પાડી

ન શકાય. સંયોગ થયો ને ખુશીના માર્યા પાગલ થઈ ગયા. ત્યારે જરા પણ વિચાર નથી

આવતો વિયોગ પાછળ ચીલ ઝડપે આવી રહ્યો છે.

સંયોગ હોય કે વિયોગ હરએક માનવીએ સંયમ ધરવો આવશ્યક છે. એ મુમકિન નથી

પણ પ્રયત્ન દ્વારા ગુણ કેળવવો અઘરો પણ નથી. દીકરીને સાસરે વળાવી. સાસરીમાં

સમાઈ ગઈ. પહેલી વાર છ મહિને પિયર આવી. યાદ રહે પતિ અને સાસરીનો વિયોગ થયો

હતો. પિયરમાં સહુને મળવાનો આનંદ દિલમાં સમાતો ન હતો. હવે એ દીકરી કાયમ તો

પિયર રહેવાની નથી.

તેના પાછા જાવા ટાણે પિયરના માતા, પિતા, ભાઈ, બહેન સહુનો વિયોગ ચોક્કસ. સાસરીમાં

પતિ સાસુમા, સસરાજી દિયર નણંદ સહુ સંગે પાછો મળવાનો સંયોગ.

જેમ ભરતી પછી ઓટ, દિવસ પછી રાત ,સવાર પછી સાંજ આ કુદરતનો નિયમ છે. તેમાં કોઈનું

કશું ચાલતું નથી. સ્વીકાર્યે જ છૂટકો છે. ચડતી પડતી જીવનમાં આવે છે.

એ જ પ્રમાણે સમાજ કે કુટુંબમાં આજે તમે પ્રિય અને કાલે અપ્રિય થવાના એ નક્કી છે. મધ્યાહ્ને

સૂરજ ગમે તેટલો તપે, સંધ્યાકાળે નરમ અને સુહાનો લાગવાનો એમાં શંકાને સ્થાન નથી. હવે

ચડતો સુરજ ગુમાનમાં માર્ગ ભૂલે તો આથમતો ઠેકાણે આવવાનો !

કોઈ દિવસ સંયોગ પ્રાપ્ત થયો હોય તો વિચાર કરવા રોકાવું નહી. હાથમાં આવેલી તક ક્યારે

હાથતાળી દેશે તેનો ખ્યાલ નહી રહે. સંજોગ વશાત નીનાને અમેરિકા જવાનો મોકો મળ્યો.

હોંશિયાર હતી એટલે ભણવાનો કોઈ પણ જાતનો ખર્ચ હતો નહી. હવે જવાની ટિકિટ ભાડાના

પૈસાના વાંધા હતા. નીનાની સહેલીઓ તેને મદદ કરવા તૈયાર હતી. પપ્પાએ એ મદદ લેવાની

ના પાડી. નીનાએ કહ્યું ‘પપ્પા ભણ્યા પછી મને તે પૈસા કમાતા વાર નહી લાગે !’

પપ્પાની જીદની ઉપરવટ જઈ નીના ટિકિટ લઈ અમેરિકા પહોંચી ગઈ. ભણીને કમાવાનું ચાલુ

કર્યું. બે મહિનામાં પૈસા પાછા આપી દીધા. પિતાને પણ જોઈતા પૈસા મોકલતી. નીના અંહી

પણ મિત્રો સાથે રહેતી. કરકસર ત્રીજો ભાઈ છે. સંયોગોની સામે કેવી રીતે સોદો કરવો એ પણ

કળા છે.

રમીલાના પતિ મોટર અકસ્માતમાં નાની ઉંમરે ગયા. કપાળે કાયમ માટેના વિયોગની છાપ પડી

ગઈ. કિંતુ એ વિયોગ સહ્ય બનાવવા પતિનો ધંધો રમીલાએ સંભાળ્યો. બાળકોને મનગમતું

ભણાવ્યા. આજે બાળકો સ્થાયી થઈ ગયા છે. રમીલા પોતે પણ એકલી હોવાને કારણે સમાજ

સેવામાં ગળા ડૂબ રહે છે. ખોટા ખર્ચા રાખ્યા નથી. એટલે વિયોગને પચાવ્યો અને જીવનમાં

સાચી મંઝિલ પામી.

” જીવન સુંદર વહે સદા પ્રભુજી તારી માગું સહાય

સ્થળ સંજોગ ભલે બદલાય પ્રભુજી તારી માગું સહાય

તારું સુમિરન અહર્નિશ થાય પ્રભુજી તારી માગું સહાય’.

2 thoughts on “હંમેશા સંગે

  1. ખૂબ સ રસ

    સાચી મંઝિલ પામી.

    ” જીવન સુંદર વહે સદા પ્રભુજી તારી માગું સહાય

    સ્થળ સંજોગ ભલે બદલાય પ્રભુજી તારી માગું સહાય

    તારું સુમિરન અહર્નિશ થાય પ્રભુજી તારી માગું સહાય’.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: