ઓળખી આપો તો સો રુપિયા ઈનામ. ટિખળી ઈના અને મીના હંમેશા સાથે હોય. બંને જણા
માત્ર બે મિનિટના અંતરે જનમ્યા હતા. ભલભલા ચમરબાંધી તેમને ઓળખી શકતા નહી. શાળામાં
પણ મસ્તી ઈના કરે અને સજા મીના ભોગવે. મીનાના સારા કામનો ડંકો આખી શાળામાં વાગે
અને માન સમ્માન ને ઈનાને પ્રાપ્ત થાય. બેમાંથી એક પણ ક્યારે દાવો ન કરે કે ‘મારા બદલે ઈનાને
કેમ માન આપો છો?’ મીના ચૂપચાપ જોયા કરે અને મલકાય.
ઈના બહેન હોંશિયાર આરામથી જલસો કરે. જ્યા મીના, ઈનાને બદલે સજા ભોગવે ત્યારે વહારે
ન ધાય. મીના ઉદાર દિલની ઈનાની શેતાનિયત સહન કરે. તે બે મિનિટ મોટી હતી ને ! ઘણિવાર
મમ્મી અને પપ્પા પણ ભૂલ કરી બેસતાં. બંને વચ્ચે પ્રેમનો તાર ખૂબ મજબૂત હતો. આમ મસ્તી
તોફાનમાં બાળપણ વિદાય થયું.
૧૪ વર્ષના થયા ત્યારે ઈનાને થયું, ‘આ જે થાય છે તે ખોટું થઈ રહ્યું છે’. પોતાની ભૂલ સમજાઈ. મીનાને
કોઈ ફરક પડતો ન હતો. ઈના, મીનાના ઉદાર વ્યક્તિતવના વખાણ કરતી.છતાં કોઈવાર ભૂલ કરી
બેસતી. જો મીના કાંઈ પણ બોલવા જાય કે ઈના બે હાથ જોડી માફી માગી લેતી. સ્વભાવની સરળ
મીના ઈનાને જવા દેતી.
૧૦મું ધોરણ પાસ કરી જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે ઈનાએ બહુ ધાડ મારી ન હતી. તેણે એવી
કોલેજ પસંદ કરી કે દાખલો મળવામાં મુશકેલી ન પડે. ‘હોમ સાયન્સ’માં ગઈ અને મજા માણવા
લાગી. મીના જયહિંદ કૉલેજમાં ગઈ. તેને ડોક્ટર થવું હતું. ભણવામાં હોંશિયાર મીના ખૂબ સુંદર
રીતે આગળ વધી રહી હતી. ઈના ત્યાર પછી ‘ જહાંગીર આર્ટ ગેલેરી’માં ચિત્રકળામાં પાવરધી
બની. આ બધા વર્ષો પસાર થઈ ગયા. મીના ‘ગાયનેકોલોજિસ્ટ’ થઈ ગઈ.
નસિબ જોગે બંને બહેનો બે જોડિયાભાઈને પરણી. હવે તો બન્નેના ક્ષેત્ર અલગ હોવાને કારણે
ઘરમાં બહુ તકલિફ પડતી નહી. મીનાની કમાણી જોરદાર હતી. ઈના ઘરકામમાં અને સજાવટમાં
પાવરધી. સાસુમાને ઈનાએ મુઠ્ઠીમાં બંધ કરી લીધા હતા. કોને ખબર કેમ મીના કમાતી, ઘરમાં નોકર
ચાકર સાહ્યબી હતી પણ મીનાને જોઈએ એટલા આદર અને સન્માન મળતા નહી. ઈનાને ખૂબ દુઃખ
થતું. વિચારી રહી આનો કોઈ પણ રીતે ઈલાજ કરવો પડશે. સાસુમાને સમજાવવાનો પ્રયત્ન કરે
પણ તેમાં સફળતા મળી નહી. અંતે ઈનાને જણાવ્યા વગર એક કિમિયો અજમાવ્યો. સહુથી ખાનગી.
જો સફળ થાય તો પોતાના પતિને જણાવવાનો નિર્ણય કર્યો. ત્યાંસુધી કોઈને કશું કહ્યું નહી. ઈના વર્ષો
સુધી મીનાનો પ્રેમ પામી હતી. બહેન મીનાના નામ પર ખૂબ ચરી ખાધું હતું. એ બહેનની વહારે ધાવા
ઈનાએ જુગાર ખેલ્યો હતો,
ઈના કોઈ પણ સારું કાર્ય કરે તો યશ મીનાને મળે એવી રીતે કરતી. સમય લાગ્યો પણ ચાલાક ઈના
એ સફળતા પ્રાપ્ત કરી. મીના તો કાર્યમાં ડૂબેલી હોવાથી આવી બધી બાબતોમાં માથું મારતી નહી.
ઈના એની જ નાની બહેન હતી. જેને તે ખૂબ પ્યાર કરતી.
આજે રવીવારને દિવસે સહુ મસ્ત ભોજન આરોગી રહ્યા હતા ત્યારે સાસુમાએ ‘એટમ બોંબ’ ફોડ્યો.
” આજ સુધી મને એમ હતું કે ઈના વહુ ખૂબ હોંશિયાર અને વ્યવહારુ છે. એ મારી માન્યતા હતી.
મીના વહુ આવડી મોટી ડોક્ટર છે. ખૂબ સુંદર કમાણી છે. એના પણ કરું એટલા વખાણ ઓછાં
છે’. મીનાને ખૂબ નવાઈ લાગી. તેનો પતિ પણ આ વાત માનવા તૈયાર ન હતો, મીનાએ ઈના સામે
જોયું
આદત પ્રમાણે ઈનાએ બે હાથ જોડ્યા હતાં.
યાદ આવે ફીલ્મની વાર્તા
ડીકા બેંક લૂંટ સહિત અનેક ગુનાઓમાં જેલમાં છે. જ્યારે તેની જેલની સજા પૂરી થાય છે, ત્યારે તે સીધા જ જવાનો નિર્ણય કરે છે. કમનસીબે, જ્યારે બેંકમાં હોય, ત્યારે તે બેંક લૂંટારો, ઈન્દર અથવા ઈનાનો શિકાર બને છે, જેને તેની માતાની તબીબી સારવાર માટે પૈસાની જરૂર હોય છે. જ્યારે પોલીસ આવે છે, ત્યારે તેઓ કુખ્યાત બેંક લૂંટારો સાથે ઈનાને સાક્ષી આપે છે, અને નિષ્કર્ષ પર આવે છે કે ડીકા તેના ગુનાહિત માર્ગો પર પાછો ગયો છે. તેમને સમજાવવાના તેના પ્રયત્નો નિરર્થક છે, અને તેણે હમણાં માટે ઇના સાથે ભાગી જવું જોઈએ, અને તે આમ કરે છે. પોલીસ ડીકાની પાછળ છે, અને તેણે ગુનાની કબૂલાત કરવા માટે ઈનાને મળવી જોઈએ અને તેથી તેનું નામ સાફ કરવું જોઈએ. ઈના કબૂલ કરવા તૈયાર નથી, અને ડીકાથી ભાગી જાય છે. ડીકાએ ડીસીપી ઉજ્વલ રાજા બુલીની પુત્રી મીનાનું અપહરણ કર્યું. બાદમાં ઈના અને મીના પ્રેમમાં પડે છે. તે બહાર આવ્યું છે કે ડીકા એ ઈનાનો લાંબા સમયથી ખોવાયેલો ભાઈ છે જેનું બાળપણમાં ભુજંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જે ગુનેગાર તેના પુત્ર શનિને મીના સાથે લગ્ન કરવા માંગે છે. અંતે, ભુજંદ અને તેના પુત્રોની ધરપકડ કરવામાં આવે છે, ડીકા તેના પરિવાર સાથે ફરી જોડાય છે અને ઈના અને મીના લગ્ન કરે છે.