સવા મણનું તાળુ

See the source image

કેટલું ભારે હશે ? ચાવી કોની પાસે હશે ? ક્યારે ખોલવામાં આવશે ? બજારમાં કોની દુકાને મળશે ?

વિચિત્ર લાગે છે. મને પણ એવો જ ભાસ થયો હતો. વર્ષો પછી આ શબ્દો નજર સમક્ષ આવ્યા. જાણે

મારા મુખ પર ‘સવા મણનું તાળુ’ વસાઈ ગયું.

વર્ષોથી એકલા રહેવાની આદત પડી ગઈ છે. સારું છે એકલતા સતાવતી નથી. એકલતામાં સાથ

દેનાર, શ્રીનાથજીનો સંગ માણું છું. બોલવાની આદત લગભગ નહિવત થઈ ગઈ છે. લેખન કળામાં

પ્રવૃત્ત હોંઉ તેથી સમય સુહાનો દીસે છે. હવે આ તાળાની જરુરિયાત જણાતી નથી.

કિંતુ સત્ય કહીશ, જીવનમાં ચારે તરફ દેખાતા દૃશ્યો નિહાળી, મુખ પર સવા મણનું તાળું લગાવ્યું

છે. બોલીને કોઈ ફાયદો નથી. બસ નજર ફેરવી લેવાની. સાચુ કહું , બાળપણમાં આવું કદી વિચાર્યું

ન હતું કે ‘જીવન આવું પણ હોઈ શકે’ ! નિર્દોષતાથી છલકાતું બાળપણ ક્યારે હાથતાળી દઈ ગયું,

સંસાર માંડ્યો! ઈશ્વર કૃપાથી પ્રેમાળ અને સરળ દાંપત્યજીવનની શુભ શરૂઆત કરી. ભલે ધનની

રેલમછેલ ગેરહાજર હતી પણ હેતના હિલોળે ઝુલી હતી. તે સમયે દુનિયાની બીજી બાજુથી અજાણ

હતી. વર્ષોના વહાણા વાયા .

જીવનની યાત્રાએ અવનવા રંગો બતાવ્યા, ભાતભાતના લોકો અને તેમના વિચિત્ર સ્વભાવથી પરિચિત

બન્યા. કદાચ આપણો સ્વભાવ તેમને વિચિત્ર લાગે એ સ્વભાવિક છે. ઘણિવાર તો અન્યાયની હદ થઈ

જતા જોઈએ છતાં મુખ પર ” સવા મણનું તાળુ” લટકાવી જીવવું પડે. મન મનાવું કે ભલે મને અન્યાય

લાગે સહન કરવાવાળી વ્યક્તિને નહી લાગતું હોય. કારણ દરેક સિક્કાની બીજી બાજુ હોય છે.

એવું ન માનશો કે અન્યાય સામાન્ય યા ગરીબ ઘરોમાં થાય છે. અરે અન્યાય ઉપલો વર્ગ માનતા

લોકો ખુલ્લે આમ આચરતા જોવા મળે છે. આજે ફરિયાદ કરાવાની લેશ માત્ર ઈચ્છા ન હતી, પણ

દિલમાં ધુંધવાયેલા વિચારો શબ્દ બનીને વહેવા લાગ્યા.

સમાજ, સમાજ, સમાજ આ કયા પ્રાણીનું નામ છે. મારા અને તામારા જેવા વ્યક્તિઓને ‘સમાજ’

નામ પ્રાપ્ત થયું છે. માનવીની સ્વાર્થ વૃત્તિ ૨૧મી સદીમાં મર્યાદાના બધા બંધન તોડી બેફામ બની

ગઈ છે. આ સવા મણનું તાળું મારી બે હોઠ સાથે ન રાખીએ તો સમાજ તમને જીવવા નહી દે !

કિંતુ શું આવું જીવન જીવી શકાય ખરું ? ખૂબ તકલિફ થાય. સામજને બદલી નાખોની વરાળ

દિલમાં એકઠી થાય ! એ ક્યારે બોંબ બનીને ફાટશે એ કહેવું મુશકેલ છે.

જો હું ફરિયાદ કરવા બેસીશ તો આખી રાત પૂરી થઈ જશે. થોડામાં ઘણું કહી જાય એવો આ નાનો લેખ

અંતરની વ્યથા વ્યક્ત કરવા માટે સક્ષમ છે.

One thought on “સવા મણનું તાળુ

  1. .
    ‘ માનવીની સ્વાર્થ વૃત્તિ ૨૧મી સદીમાં મર્યાદાના બધા બંધન તોડી બેફામ બની . કિંતુ શું આવું જીવન જીવી શકાય ખરું ? ‘વાતે … આ સવા મણનું તાળું મારી બે હોઠ સાથે ન રાખીએ તો સમાજ તમને જીવવા નહી દે !’એ ઉપાય નથી.સમાજમા અતિમા જીવવાનુમ છે તેમા સૌએ પોતાનો ઉપચાર શોધવાનો છે
    ‘રોમીઓ એન્ડ જુલિયેટ’માં શેક્સપિયરે ફાધર લૉરેન્સ દ્વારા ‘અતિ’ના સંદર્ભમાં એક પ્રેરક સંદેશો પ્રસ્તુત કરાવ્યો છે ‘વાયોલન્ટ ડિલાઇટ્સ હેવ વાયોલન્ટ એન્ડસ’ – બેફામ આનંદનો અંત પણ બેફામ રીતે આવે છે. સંબંધમાં પણ ‘અતિ’ નિકટતા સંબંધ તૂટવાનું નિમિત્ત બને છે. એટલે જ કહેવાય છે કે
    ‘અતિ કા ભલા ન બરસના,અતિ કી ભલી ન ધુપ્પ,
    અતિ કા ભલા ન બોલના,અતિ કી ભલી ન ચુપ્પ…’
    આ અંગે શાંત ચિતે વિચારશોજી

Leave a comment