
‘મમ્મી, પપ્પા કેમ આજે ઢીલા લાગે છ’?
કામમાં વ્યસ્ત મમ્મી ક્યારેય ધ્યાન ન આપતી કે રવી કેમ આટલા થાકેલા જણાય છે.
છેલ્લા બે અઠવાડિયાથી તેની તબિયતમાં ગરબડ હતી. જો કાંઇ પણ બોલે તો રોમા
કાગનો વાઘ કરે . એટલે જબરદસ્તીથી મુખ પર હાસ્ય પહેરી ફરતો. જ્યારે રીના બોલી
ત્યારે રોમાનું ધ્યાન ગયું.
રવી દવાખાને અને હોસ્પિટલે નિયમિત જતો. રીના પંદર દિવસે હોસ્ટેલમાંથી ઘરે આવતી.
મમ્મી બનાવે તે ખાવાનું સાથે લઈ જતી અને કપડાંનો ઢગલો ધોવા માટે મૂકી જતી. ઘરમાં
સગવડ બધી સારી હતી. જેને કારણે તેની ડોક્ટરીની પઢાઈમાં કોઈ બાધા ન આવતી.
રોહનનું, રેસિડંસીનું છેલ્લું વર્ષ હતું. રોમાની કાર્યદક્ષતાને કારણે સહુનું કામકાજ નિયમિત
એક ગતિએ ચલતું. રોમાના મુખ પર ક્યારેય થાક કે કંટાળો ન જણાતા. સહુની જરુરિયાત
સાચવવામાં તેનો દિવસ પૂરો થઈ જતો.
આજે જ્યારે રવી ઘરે આવ્યા ત્યારે બોલી, ‘ તમે થાકેલા જણાવ છો. ચા પીને આરામ કરો. તમારી
ડોક્ટરની એપોઈંટમેંટ લીધી છે. પાંચ વાગે નિકળવાનું છે’.
‘કેમ મને શું થયું છે’ ?
‘અરે ભૂલી ગઈ તમે તો ડોક્ટર છે, તમને કશું ન થાય,’ કહીને હસવા લાગી.
ડોક્ટર પાસે જવાનું રવીને જરા પણ ગમતું નહી. આજે રોમા એકની બે ન થઈ.
‘ડ્રાઈવર ગાડી નિકાલો’, કહીને રવીને બોલાવવા ગઈ. રવીએ આનાકાની કરી પણ રોમા આગળ
કાંઈ ચાલ્યું નહી. ડોક્ટર રવીનો મિત્ર હતો.
‘અરે, રવી તારા હાલ તો જો ? આવી આળસ સારી નહી’. કહીને ટેબલ પર સુવાનું કહ્યું. ડોક્ટરને
તપાસતાં જરા ગડબડ લાગી. સાથે હોસ્પિટલ પણ હતી.
‘રવી આજે રાતના રોકાઈ જા, તારી બધી ટેસ્ટ કરી લઈએ.’ રવીને પણ થયું ચાલને ભાઈ રોમાની
શંકા દૂર થઈ જશે. સવારે જ્યારે ડોક્ટર મિશ્રા એ કહ્યું, હજુ એક દિવસ વધારે રહેવું પડશે ત્યારે, રવી
બોલ્યો, ‘યાર શું છે, વાત તો કર’.
ડોક્ટર મિશ્રા એ વાત કરવાને બદલે રવીને રિપોર્ટ બતાવ્યા. રવી પોતે પણ ડોક્ટર હતો. પછી તો
તેની દીકરી અને દીકરો પણ આવ્યા. રોમાને વાતની ગંભિરતાનો ખ્યાલ ન હતો. વાત એકદમ
નાજુક હતી. સહુના મુખ પર ગંભિરતા નિહાળી રોમાને લાગ્યું ગરબડ મોટી છે. જો પૂછે તો
છણકા સાંભળવા પડે. બસ રવીની બાજુમાં રહી તેનો હાથ પંપાળી રહી. રવી, રોમાને કશું પણ
કહી ચિંતા કરાવવા માગતો ન હતો. માત્ર સ્મિત આપી ખુશ કરી.
રીના અને રોહન વાતે વળગ્યા. કઈ રીતે પપ્પા માટે ‘કિડની’ મેળવવી તેના વિશે વાત કરી રહ્યા.
ડોક્ટર મિશ્રાએ પણ તપાસ આદરી દીધી. રવીને ઘરે લઈ જવાની કોઈ વાત જ કાઢતું નહી. સારું
થયું સિધા મિશ્રા પાસે આવ્યા હતા. મિત્ર તેમજ સ્પેશ્યાલિસ્ટ હતો.
રોહન અને રીનાએ મસલત કરી. રોહન બોલ્યો, ‘પપ્પાને મારી એક કિડની આપવામાં મને જરા
પણ વાંધો નથી.’
રીના ખચકાતી હતી. ડોક્ટર મિશ્રાને પણ તેમાં વાંધો ન લાગ્યો. રોહન આ વાત પોતાની
વાગદત્તાને કરવા મારતી ગાડીએ નિકળ્યો. તેને થયું જેની સાથે લગ્ન થવાના છે, એને
જણાવવું એ મારી ફરજ છે. રોશનીને કોઈ વાંધો ન હતો. રોહનને પાછું હોસ્પિટલ પહોંચવું
હતું. આપણે ભલે ગમે તેટલું સાચવીને ગાડી ચલાવતા હોઈએ. બીજા ડ્રાઈવરની કોઈ ખાત્રી
આપી શકાય નહી. રસ્તામાં એ જ બન્યું. સાંકડા રસ્તા ખૂબ ઝડપથી આવતી ટ્રક રોહનની
ગાડી સાથે ભટકાઈ. સામેથી આવતી મોટી ટ્રક જોઈ રોહનના હાંજા ગગડી ગયા. અકસ્માત
કોઈ રીતે અટકાવાય તેવી સ્થિતિ કે સંજોગ ન હતાં.
રોહનની કાગને ડોળે રાહ જોવાતી હતી. રીનાએ સેલ ફોન પર પ્રયત્ન કર્યા, કોઈ જવાબ ન
મળ્યો. ડોક્ટર મિશ્રા પણ પ્રયત્ન કરીને થાકી ગયા હતા. કોઈની ‘કિડની’ મેળવી ન શક્યા.
ત્યાં રીનાના ફોનની ઘંટડી વાગી.
‘શું આ રીના મોટા બોલે છે. ‘
‘જી’.
‘તમે હાલને હાલ દાદર શિવાજી પાર્ક પાસે આવો’.
રીના ગભરાઈ ગઈ, છતાં ‘હા’ નો જવાબ આપીને મમ્મીની ડ્રાઈવરવાળી ગાડી લઈને નિકળી.
મમ્મી અને ડોક્ટર મિશ્રા શું થઈ રહ્યું છે તેનો અંદાઝ ન લગાવી શક્યા. રીનાને પહોંચતા પોણો
કલાક થઈ ગયો. ઘટના સ્થળ પર પહોંચતા બેભાન જેવી થઈ ગઈ. આ વર્ષ તેનું અંતિમ વર્ષ
હતું. સંજોગની અગત્યતા ન સમજી શકે એવી નાદાન ન હતી.
સીધી પોલિસ પાસે ગઈ અને સમગ્ર પરિસ્થિતિનું બયાન કર્યું. રોહન હવે હયાત ન હતો. કિંતુ એની
‘કિડની’ પપ્પાનો જાન બચાવી શકવાની સ્થિતિમાં હતી. રોહનને એંબ્યુલંસમાં મૂકી તેની સાથે રીના
હોસ્પિટલમાં પહોંચી. સહુ પ્રથમ ડોક્ટર મિશ્રાને બધી વાત કરી.
ડોક્ટર મિશ્રા કહે, ‘બેટા તારી મમ્મીની રજા મેળવવી જરુરી છે. પપ્પા તો ભાનમાં નથી. રીના ખૂબ
પ્રેમથી મમ્મી પાસે પહોંચી. તેને હળવેથી બધી પરિસ્થિતિ સમજાવી’.
‘મા, ભાઈ તો હવે રહ્યો નથી. તું એનું શરીર જોઈ નહી શકે. થોડી વાર પછી તને ભાઈ પાસે લઈ
જઈશ. મા. બસ તું હા પાડ તો પપ્પાનું ઓપરેશન ચાલુ થઈ જાય. મારા વહાલા પપાને બચાવવાનો
આ એક માત્ર ઉપાય છે’.
રોમા કશું પણ સમજી શકાવઈ સ્થિતિમાં ન હતી. છતાં પણ ડોકું ધુણાવ્યું.
ડોક્ટર મિશ્રા આ પળનો ઈંતજાર કરી રહ્યા હતા. ઓપરેશન સફળ થયું. રવી ભાનમાં આવ્યો. ત્રણે
જણા એકદમ અવાચક હતા !
વાહ
ખૂબ સ રસ
શું વાર્તાનો પ્લોટ છે!
વાહ વાહ👏👏👏
Thanks Raksha take care . you are frequent visitor. Love it