પાનખર

Image result for fall color

‘નવોઢા’ જેવી લાગતી આ પાનખરની વનરાજી !

“પીપળ પાન ખરંતા હસતી કુંપળિયા

મુજ વિતી તુજ વિતશે ધીરી બાપલિયા”

મારી મમ્મી આ હંમેશા ગાતી. જ્યારે સોયમાં દોરો પોરવે ત્યારે પાંચથી સાત વાર દોરો સોયના

કાણામાં નાખવાનો પ્રયત્ન કરે. પછી મારી સામે જુએ, એટલે સમજી જાય કે એનું કામ થઈ જશે.

‘મમ્મી તને કાણું દેખાતું નથી ? સોય ચીરેલા કાણાની છે. ‘ મમ્મી હસીને ના પાડે અને પછી આ

ગાય.

હું મમ્મી પર ખૂબ હસતી.’ મમ્મી ચીરેલા કાણાની સોય છે.’

‘મા, ખાનગી વાત કહું, આજે એ દિવસો મારા આવ્યા છે.’

પાનખર આવે એટલે શિકાગો અને બોસ્ટન બાજુ રહેતાં લોકોમાં ચિંતા પગ પસેરો કરે. તમને

થશે આ પાનખર ના રંગો માણવાને બદલેઆમ કેમ ?

કારણ જાણશો તો તમે પણ સંમત થશો.

‘ હવે પછી ચારથી પાંચ મહિના બરફ ( સ્નો) સિવાય કશું બારીની બહાર નજરે ન પડે.

શરુના ચાર પાંચ દિવસ ગમે પછી સફેદ રંગ જીંદગીમાંથી ઉમંગ અને ઉત્સાહને છૂટાછેડા

આપે. ત્યાંના રહેવાસી પાનખરને માણવાને બદલે સ્નોના આગમનથી નિરાશ થવા લાગે.

આવી ઠંડીમાં આઠ વર્ષ ગાળ્યા છે. છતા પાનખરના રંગો મને આહલાદક લાગે છે. ખરું

પૂછો તો આજમાં જિવન માણતા શીખવું આવશ્યક છે.

ઠંડી અને સ્નોની ચિંતામાં પાનખરમાં ખરતા પાંદડા જોવા, કુદરત કેવી સુંદર રંગોળી પૂરે છે.

પાંદડાને ખરવાનો રતિભર શોક નથી. એ તો તાજા માજા થઈ વસંતમાં પૂરબહારથી ખિલવાની

તૈયારીમાં ઝાડથી વિખૂટા પડવાનું દર્દ વિસરી જાય છે. ફરી તાજા માજા થઈ આવશે તેની તૈયારીમાં

મગ્ન થઈ જાય છે. જિવન જીવવા માટે આ વાત ખાસ સમજવા જેવી છે.

પાનખરમાં કુદરત કેવી ખીલે છે તેનો અંદાઝ તમને કદાચ નહી હોય. કિંતુ અમેરિકામાં ધરતીનો

લાંબો પટ શણગાર કરે છે. જોઈને આંખડી ઠરે અને અંતર ‘ઉમંગથી નાચી ઉઠે. ‘ જાત અનુભવ

છે. જરા પણ અતિશયોક્તિ નથી. હંમેશા મારા પતિદેવને કહેતી ‘ ચાલોને ફોલના કલર’ જોવા જઈએ.

બેથી ત્રણ કલાક તમે ગાડીમાં જતા હો તમારી નજર કુદરતની આ કરામત નિહાળતા ધરાય નહી.

આવા દૃશ્ય દર વર્ષે માણવા મળે. ધરતી જાણે નવી નવેલી દુલ્હન હોય તેવી સુંદર લાગે. આંખો એ

વનરાજીને જોતાં ધરાય નહી.

એ માનવ જાતને શું સંદેશો આપે છે. બાળપણ ગયું ખૂબ લહેર કરી, જુવાનીની મોજ માણી અને

જીવનને બે હાથે ભોગવ્યું. હવે વાનપ્રસ્થ આવી પહોંચ્યું. ‘ માનવ તું પૂર બહારમાં જીવનની

બાકીની યાત્રા પૂરી કર. હવે વિરામ સ્થળે પહોંચવાનો સમય નજીક આવતો જણાય છે.

બસ, આખરી વર્ષો એવું જીવ કે જ્યારે ‘ખરી પડે ત્યારે પાછી સુંદર બીજી જિંદગી પ્રાપ્ત થાય’.

આ બધિર કાન કુદરત પાસેથી શિખવા માટે તૈયાર નથી. એને તો બસ એમ છે,

“હું કરું તે ખરું ” જુવાનીની બૂરી આદતો વધારે વિકૃત બનાવે છે. દારુ પીવો, જુગાર રમવો

તેમાં માઝા મૂકે છે. ભૂલી જાય છે, જ્યારથી આ પૃથ્વી પર પહેલો શ્વાસ લીધો ત્યારથી એ

દિશામાં પગલાં ભરી રહ્યો છે. વિરામ સ્થળે પહોંચવાનું છે. બસ ક્યારે એ ઉત્તરથી સંપૂર્ણપણે

અનજાન છે.

કુદરત જે સોહામણો માર્ગ સૂચવે છે તેને અવગણે છે. મિત્રો પાનખરના ખરતાં પાનને ઝાડથી

વિખૂટા પડતાં જે અહેસાસ થાય છે તેને નજદિકથી નિહાળો, તમારી આંખો ખૂલશે. સંઘરાયેલા

ધનનો સદઉપયોગ કરવાની લાલસા જન્મ પામશે.

કુટુંબ અને મિત્ર મંડળ સાથે પ્રેમ સભર વર્તન કરવાની ઉત્કંઠા થશે. બસ થોડામાં ઘણું

સમજવાની કળા આપણને વરી છે. ” ચલ શુરુ હો જા’.

પાનખરમાં નિરાશ ન થાવ

ઉલ્લાસ અને આનંદપૂર્વક

સજી ધજીને સ્વાગત કરતાં

વૃક્ષોની રમણિયતા માણો !

આંખોને પરમ તૃપ્તિનો અનુભવ કરવા દો !

2 thoughts on “પાનખર

  1. પાનખર:વસંતના આગમનના એંધાણ.

    મુજ વિતી તુજ વિતશે ધીરી બાપલિયા”

    મારી મમ્મી ((નહીં પણ ‘મારી બા’) આ હંમેશા ગાતી  તે હવે સમજાય છે,અનુભવાય છે.

  2. મનમા ગુંજે
    પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
    પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ
    સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી
    ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ
    છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
    ધારણા રેતી બની પથરાય આસપાસ
    દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
    ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: