ધર્માંતર

Image result for conversion of religion by force

સંસ્કૃતિના પાયા હલાવી નાખવાનું એક માત્ર શસ્ત્ર ” ધર્માંતર”. જે ખૂબ ખતરનાક છે. જેના

પરિણામ ભોગવવા પડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. ધર્માંતરને નાનું મોટું યુદ્ધ સમજવાની

ભૂલ ન કરશો. આ વિશ્વયુદ્ધ કરતા પણ ભયંકર છે. ધીરે ધીરે અસહાય વ્યક્તિઓની તકલિફ

દૂર કરવાને બદલે તેમને લાલચની જાળમાં ફસાવે છે.

જે ધર્મમાં જન્મ પામ્યા છો એ ધર્મ તમારા સમસ્ત અસ્તિત્વમાં વણાયેલો છે. ખરું પૂછો તો

બધા ધર્મનો સૂર એક જ છે.

‘સારા બનો. ‘

‘સારા કૃત્ય કરો. ‘

‘સત્યના પંથ પર કદમ આગળ વધારો. ‘

હા, દરેકના રસ્તા અલગ લાગશે. દરેકની શ્રદ્ધા અલગ અલગ ભગવાન પર હશે. શું ફરક પડે છે ?

ધર્મ બદલવાનું કારણ આપશો ? શું તમને મફતમાં અનાજ અને રહેઠાણ મળશે એટલે ? શું

ભગવાને તમને બે હાથ નથી આપ્યા ? વિચારવા માટે બુદ્ધિ નથી આપી ? શામાટે મફતનું

મળે એટલે ધર્મ બદલવો. જો તમને સમાજમાં અન્યાય સહન કરવો પડતો હોય તો અવાજ

ઉઠાવો. સમાજની સામે થાવ. શું તમે હાથમાં ચુડીઓ પહેરી છે ? ભગવાને સહુને વિચાર

કરવા દિમાગ આપ્યું છે. ઉપયોગ કરો !

“બાયલાની જેમ ધર્માંતર કરવાનું ” ?

“ઝમકુ આપે મુસલમાન થઈ”. લારીવાળો શાક વેચવા આવે એટલે ઝમકુ દોડીને પહોંચી જાય.

રોજ તાજા શાક લાવે, ઝમકુની મા રસોડામાં વ્યસ્ત હોય એટલે ઝમકુને થેલી તેમજ પૈસા આપે.

અબ્દુલ ચાલાક હત્પ. ઝમકુને છૂટા પૈસા આપે ત્યારે આંગળીઓ તેની હથેળીમાં ફેરવે. પંદર

વર્ષની ઝમકુ કંઈ સમજે નહી પણ તેને ગમે. હવે ઝમકુ મોટી થઈ ગઈ. અબ્દુલ ખૂબ ચાલાકીથી

હાથ ફેરવતો.

ઝમકુને ગમવા લાગ્યું. શાક લેવાને બહાને રોજ મળતા, એક દિવસ અબ્દુલ તેને ફોસલાવીને

લાપતા થઈ ગયો. મમ્મી અને પપ્પા જોતા રહી ગયા. હવે ઝમકુને સત્ય જાણવા મળ્યું. મોડું

થઈ ગયું હતું. પાછી ફરી ત્યારે એક બાળકીને લઈને આવી હતી. અબ્દુલના અત્યાચાર વધવા

લાગ્યા. ધર્માંતરનો આ સત્ય બનેલો દાખલો છે. ઝમકુ જાતે મુસલમાન થઈ હતી. હવે દીકરી

સાથે એકલી જીવન ગુજારે છે. મમ્મી અને પપ્પા સહારો આપે છે. ઘરમાં તો રાખવાની ચોખ્ખી

ના પાડી દીધી.

આ બહુ ચિંતન માગી લે તેવો વિષય છે. “ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે

“पर धर्मे भया वः”. પોતાનો ધર્મ આચરતા મૃત્યુ આવે તો પણ વાંધો નહી. ધર્મ સાથે માનવી

જન્મતાની સાથે સંકળાયેલો છે. તેના બાળપણના સંસ્કાર અને ઉછેર માનવીના ઘડતરમાં

અગત્યનો ભાગ ભજવે છે.

લોભ અને લાલચને વશ થઈ અન્ય ધર્મ અપનાવવો એ એક ઘૃણાજનક કૃત્ય છે. તેમાં આચાર,

વિચાર માન્યતા અને અથથી ઈતી સુધી બધું જ જુદું હોય છે. જે અપનાવવા સહેલા નથી. ઈશ્વરે

આપણને બુદ્ધિ આપી છે. તેનો પ્રયોગ કરવો આવશ્યક છે.

હિંદુ થઈને, મુસલમાન અથવા ખ્રિસ્તી થાય અને દરરોજ સવારે ઈંડા અને માંસ ટેબલ પર

પિરસવામાં આવે તો શું કોળિયો ગળે ઉતરે ખરો ? આતો સામાન્ય વાત થઈ ખોરાકની.

પહેરવેશથી માંડીને બધું અલગ !

ધર્મ પરિવર્તન કરતાં પહેલાં લાખ વાર વિચારવાનું. ભલેને તમે નાસ્તિક કેમ ન હો ? જે તમારા

લોહીમાં બાળપણથી વણાયું છે એનો તમે ઈનકાર નહી કરી શકો. મિશનરી આવીને તમને

પૈસા આપે એટલે ખ્રિસ્તી થઉં. મુસલમાન સાથે પ્રેમ લગ્ન કરીને બુરખો પહેરવો !

આ વિચાર હજમ થાય એવો નથી. આજકાલની યુવતીઓ અને યુવાનો ૨૧મી સદીમાં દિમાગ

વાપરો. કોઈ પણ ષડયંત્રના શિકાર ન બનો. મહેનત કરો પૈસા પ્રાપ્ત થશે. વિદ્યા મેળાવા માટે

ઉત્સુક રહો. ભલે તમે મંદીરે ન જતા હો. કિંતુ તમારા મનમાં હિંદુત્વના બીજ રોપાયેલા છે.

જાણે અનજાણે તે વટવૃક્ષ થઈને ફાલે છે.

બીજો ધર્મ અપનાવ્યા પછી પડતી મુશ્કેલીઓનો વિચાર કરો. પ્રેમના ઓઠા હેઠળ ખોટું પગલું ન

ભરો. એકવાર ખોટું પગલું ભર્યુ પછી પરિણામ ભોગવવા તૈયાર રહો. યાદ રહે ‘ગીતામાં વારંવાર

ચેતાવણી આપી છે કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી “.

” હાથના કર્યા હૈયે વાગ્યા’ એવી પરિસ્થિતિમાંથી બચવાનો એક માત્ર ઉપાય. જે ધર્મમાં જન્મ પામ્યા

છીએ તેને વફાદારી પૂર્વક વળગી રહો. ‘ ધર્મ, આચરણ છે. ધર્મ જીવન જીવવાનો સરળ, સહજ અને

સાનુકૂળ માર્ગ છે. ”

3 thoughts on “ધર્માંતર

  1. “पर धर्मे भया वः”. પોતાનો ધર્મ આચરતા મૃત્યુ આવે તો પણ વાંધો નહી. ધર્મ સાથે માનવી

    જન્મતાની સાથે સંકળાયેલો છે. તેના બાળપણના સંસ્કાર અને ઉછેર માનવીના ઘડતરમાં

    અગત્યનો ભાગ ભજવે છે.
    બધાને આ વાત રટાવવી જરુરિ

  2. “કહેવાય છે, જાગતાને ન ઊઠાડી શકાય. તેમ ‘આપણિ બહેરી અને અંધશ્રદ્ધાથી પ્રેરાયેલી પ્રજાને આ સનાતન સત્ય સમજાવવું કઠિન છે.”👍🙏🙏🙏ટુકું ને ટચ..“पर धर्मे भया वः”.✅✅✅

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: