કે. બી. સી

આ ત્રણ અક્ષર ભલે તેનું આખું નામ શું છે, ખબર નહી હોય પણ ભારતના નાના મોટા

સહુ આ ખેલ ( શો ) પ્રેમથી જુએ છે. અને ઘણી શિક્ષા પણ પ્રાપ્ત કરે છે. અવારનવાર

આખો તો નહી પણ કટકે કટકે મને પણ જોવો ગમે છે. ભારતના હોનહાર નાગરિક

પોતાની બુદ્ધિની તેજસ્વિતાથી પૈસા કમાઈ પોતાની તેમજ માતા અને પિતાની મનની

ઈચ્છા સંતોષવા શક્તિમાન બને છે.

કહેવાય છે ” વિદ્યા એક અમોઘ શક્તિ છે “. બાળપણમાં તેને મેળાવાની સુવર્ણ તક ન

ગુમાવવી જોઈએ. મિત્રો આજે હું ભાષણ આપવા નથી માંગતી. મારો દ્રષ્ટિકોણ જરા

અલાગ છે. એક ખાનગી વાત કહું, જે રીતે સહુ વિચારે તેના કરતાં મને વિરુદ્ધ વિચારવાની

ખોટી આદત છે. ( ખોટી યા સાચી ? ) જ્યારે આખી દુનિયા ટુંકા રસ્તે ડાબી બાજુથી જતી

હોય ત્યારે હું જમણી બાજુથી લાંબે રસ્તે કુદરતને માણતી નિશ્ચિત સ્થાને પહોંચું.

આજે વાત કરીશ આપણી સદીના નાયક અમિતાભ બચ્ચનની. એમની અને મારી ઉંમર

સરખી છે. અમિતાભ બચ્ચન માટે આદર છે. ઘણાને થશે તેમને વિશે લખવાની મારી હેસિયત

કેટલી ? આ તો માત્ર મારા મનમાં ઉઠતાં તરંગ અને તુક્કા ગણી લેજો.

જે ખુરશી પર બેસી, જે રીતે આ ખેલનું સંચાલન કરે છે તે દાદ માગી લે તેવી વાત છે. એમને

મનમાં થતું હશે ભારતની સામાન્ય પ્રજા કેટલી સક્ષમ અને વિદ્વાન છે. તેમને આખી દુનિયાભરનું

જ્ઞાન છે.

બાકી આ ખેલમાં કરોડો કે લાખો રુપિયા જીતવા એ ખાવાના ખેલ નથી.

હા, આ ખેલના શરુઆતના પ્રશ્નો ખૂબ સાધારણ હોય છે. જેથી રમતમાં ભાગ લેનારનો ઉત્સાહ

વધે. અમિતાભ બચ્ચનની સામે બેસનાર વ્યક્તિ તેની આભાથી જરા પણ વિચલિત થતો જણાતો

નથી. તે વ્યક્તિ પોતાનામાં વિશ્વાસ મૂકીને નિર્ભય થઈને રમે છે. જેને જોવા લોકોનો ટોળેટોળાં

ધક્કા મુક્કી કરતા હોય ત્યાં અંહી શાંતિથી સામાન્ય વ્યક્તિની જેમ સહુ વર્તે છે.

અમિતાભ બચ્ચન પોતાની અદાકારીથી આગળ આવ્યા છે એ જગજાહેર છે. પણ એમાં ૧ ટકો જીવન

વિશે સત્યને દર્શાવતો નથી. માત્ર અભિનય છે. હા કાન પકડીને કબૂલ કરીશ ,’અભિનયની કળા

તેમને વરી છે’.

ભારતની સામાન્ય પ્રજાને પડતી હાડમારીનો તેમને અંદાઝ પણ નથી. જેને કારણે ખેલ રમતી વખતે

કેટલી સાવચેતી રાખી ઉમદા રીતે વ્યક્તિ આ ખેલમાં રમે છે. દરેક જણ પોતાની કાબેલિયત પ્રમાણે

આ ખેલ રમી સાવ થોડા સમયમાં લાખો યા કરોડો રુપિયા કમાઈ પોતાના સ્વપનો પૂરા કરે છે.

આ ખેલ રમાડવામાં અમિતાભ બચ્ચન પોતાની તિજોરી પણ છલકાવે છે. જે કાબેલિયત દ્વારા

પડદા પર છાયા પ્રસ્તુત કરી એ તેને આ પૈસા કમાવવામાં મદદ રુપ થઈ. સંપર્કમાં આવનાર

વ્યક્તિ મારફત તેમને જીવનના પાસા જોવા મળે છે. સામાન્ય માનવીની અસામાન્ય ભાવના

તેમના અંતરને ઝંઝોળે છે.

કચકડાના પડદા કરતાં આ ઉંમરે તેમને વાસ્તવિકતાની નગ્નતા ચક્ષુ સમક્ષ જોવાનો અણમોલ

અવસર પ્રાપ્ત થયો છે. જેમ આ ખેલમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ અમિતાભ બચ્ચનની બીજી

બાજુ માણી શકે છે.

એ જ રીતે અમિતાભ બચ્ચન પોતે પણ આવનાર વ્યક્તિમાં રહેલા ગુણોથી પ્રભાવિત થતા

જોવા મળે છે. જીવનમાં માતા, પિતા, ભાઈ બહેન કેટલી અગત્યતા ધરાવે છે, એ પાસુ વ્યક્ત

થાય છે. કુટુંબમાં છલકાતો પ્રેમ અનુભવાય છે. માતા અને પિતા પૈસાને ગૌણ સમજી બાળકના

ભવિષ્ય માટે કુરબાની આપતા જોવા મળે છે.

સ્વાર્થ સભર દુનિયાનું આ ઉજળું પાસુ દર્શક તેમજ ખેલમાં ભાગ લેનાર સમક્ષ છતું થાય છે.

મારા મત પ્રમાણે આ દુનિયા એટલે તો જીવવા લાયક રહી છે. બાકી ચારેકોર, ગોળીઓની

બૌછાર, સ્વાર્થ અને ધર્માંધતા ભરેલા વાતાવરનમાં આવા કમલ જોઈને દિલ હરખાય છે.

અંતમાં એક વાત જે અત્યાર સુધી કોઈને કહી નથી એ કહેતા સંકોચ અનુભવતી નથી. યાદ

છે વર્ષો પહેલાં આમિરખાનનો શો ” સત્યમેવ જયતે ” સહુએ વખાણ્યો હતો. મેં તેનો એક પણ

શો જોયો ન હતો. તેની વાણી અને નજર કાંઈ જુદું ચિતરતી હતી. જેમાં તે કામિયાબ થયો હતો.

એની સરખામણિમાં આ ‘અમિતાભ બચ્ચબ’ સંચાલિત ખેલ દાદ માગી લે તેવો છે.

જે પણ ખેલાડી આ ખેલમાં આવે હોંશિયારીથી રમી મનપસંદ ધનરાશી જીતીને જાય તેવી

મંગલકામના.જેને કારણ એતેમને જીવનમાં પડતી હાડમારીનો સામનો ન કરવો પડે !

4 thoughts on “કે. બી. સી

  1. ‘ કે.બી.સી.ના નામે છેતરપિંડી કરતી ગેંગ કાર્યરત…
    છેતરપિંડી અને કૌભાંડ કરનારાઓએ એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. આઘાતજનક વાત એ છે કે, હવે ‘કૌન બનેગા કરોડપતિ’ કાર્યક્રમના નામે પણ લોકોને ખંખેરી લેવા એક ગેંગ કાર્યરત થઇ છે. રાજકોટના એક નાગરિકને એ અનુભવ થયા બાદ તેમણે આપેલી વિગતો પરથી અન્ય કોઇ છેતરાઇ ન જાય તે માટે આ ઘટના અત્રે રજૂ કરવામાં આવી છે અને એક પ્રૌઢ અને તેના તરૂણ પુત્રને અજાણ્યા શખ્સોએ કે.બી.સી.માં લોટરી 25 લાખની લોટરી લાગી હોવાનું કહી કટકે કટકે કુલ 8.41 લાખ રૂપિયા ખાતામાંથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે ફરિયાદ થતા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    આવી અનેક ઘટના ઘટનાઓ પ્રકાશમા આવી છે છતા જે રીતે કેસીબીમા રસપૂર્વક રજુઆતથી ઘણી વાતો જાણવા મળી.અમને બીજી અનેક ચેનલોમા સંગીત,નૃત્ય અને આ કો બ ક ગમે છે

  2. તમારી ટિપ્પણી બદલ આભાર. તેમાં ૧૦૦ ૦/૦ સત્ય છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એ વાત ધ્યાનમાં રાખી કોઈ એવા વચેટિયાનો વિશ્વાસ ન કરવો. કોઈ પણ એવું ક્ષેત્ર નથી જ્યાં ભ્રષ્ટાચાર ન હોય. કે.બી.સી. માં પાછલે બારણે હશે. છતાં જોવા જેવો શો છે. એવા બીજા બે ચાર છે. સાંભળ્યું છે દરેકમાં લાગવગ, ટેબલ નીચે વ્યવહાર ચાલતા હોય છે.
    ,

  3. ભારતના હોનહાર નાગરિકપોતાની બુદ્ધિની તેજસ્વિતાથી પૈસા કમાઈ પોતાની તેમજ માતા અને પિતાની મનની
    ઈચ્છા સંતોષવા શક્તિમાન બને છે.❤

    અમિતાભ બચ્ચન પોતે પણ આવનાર વ્યક્તિમાં રહેલા ગુણોથી પ્રભાવિત થતા
    જોવા મળે છે.✅

    કૌન બનેગા કરોડપતિ’ કાર્યક્રમના નામે પણ લોકોને ખંખેરી લેવા એક ગેંગ કાર્યરત થઇ છે. સાચી વાત.   અમિતાભ બચ્ચન પોતે પણ આ અંગે ચેતવણી આપતા રહે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: