પાછી આવ

Image result for husband begging wife please  come home

શુભમ ફોન ઉપર પુણ્યાને કરગરી રહ્યો હતો. સવારે નોકરી પર જવા નિકળ્યો ત્યારે થોડી

રકઝક થઈ હતી. આટલી નાની વાતમાં કોઈ ઘર છોડીને જતું હશે ?

‘તું પાછી આવ. તને કદી વઢીશ નહી. ‘

પુણ્યા એક શબ્દ મોઢામાંથી બોલતી ન હતી. શુભમનો ઊભરો ઠલવાઈ ગયો એટલે ફોન

મૂકી દીધો. પુણ્યા દરેકનું કામ પ્રેમથી કરતી. કોઈને ફરિયાદ કરવાનો મોકો છેલ્લા દસ

વર્ષમાં આપ્યો ન હતો. સાસુમા અને સસરાજીને માતા અને પિતાથી અધિક ચાહ્યા હતા.

કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે અભિ અને આર્યાને ત્યાં પુણ્યાનો જન્મ થયો હતો. એ ભલે

ગોરી ચીટ્ટી ન હતી પણ નાજુક અને નજાકતથી છલકાતી હતી. એનું મોહક હાસ્ય રસ્તે

જનારનું પણ ધ્યાન ખેંચતું. પુણ્યા બે વર્ષની થઈ અને પાર્થિવનો જન્મ થયો. હટ્ટો કટ્ટો

પાર્થિવ અને નાની ઢિંગલી જેવી પુણ્યા સદા સાથે જણાય. પુણ્યા તેના સરળ સ્વભાવને

કારણે સહુની લાડલી હતી.

તેના વઢવા માટે કોઈ પ્રસંગ દેખાતો નહી. જો કદાચ તેની ભૂલ થઈ હોય તો સામે જઈને

માફી માગી આવતી. અહંનો સંપૂર્ણ અભાવ હતો.

નાનપણમાં પુણ્યા માસીના દીકરા, પાવન સાથે ખૂબ રમતી. આમ પાવન માસીનો અને

કાકાનો દીકરો ભાઇ થતો હતો. પાર્થિવ નાનો હતો. લાડમાં પાવનને ‘લુચ્ચો’ કહેતી. કોલેજ

પૂરી કરી અમેરિકા ભણવા ગયો પછી તે ક્યારેય પાછો ન આવ્યો.

પુણ્યામાં અહંકારનો છાંટો પણ ન હતો. કિંતુ જ્યાં પ્રશ્ન આત્મ સમ્માનનો આવ્યો ત્યાં

પુણ્યા કોઈ પણ રીતે સમંત થવા તૈયાર ન થાય.

શુભમ ને ખૂબ પસ્તાવો થયો. પુણ્યાને પામી તે પોતાની જાતને ભાગ્યશાલી માનતો હતો. આ

પળે પુણ્યા વાત કરવા માગતી ન હતી. શુભમ કરગરી રહ્યો, ‘પુણ્યા એકવાર મળ તારા બધા

પ્રશ્નોના જવાબ આપીશ. તારી ગેરસમજ દૂર કરીશ’.

એવું તું શું બની ગયું કે પુણ્યા કોઈ પણ રીતે માનતી ન હતી. તેના હ્રદયને એવી ઠેસ પહોંચી હતી

કે કળ વળવાનું નામ ન લેતી’.

સ્ત્રી ખૂબ સંવેદનાશિલ હોય છે. તે જાત ઘસીને પરિવારના સહુનું ધ્યાન રાખે છે. પુણ્યા જેવી સ્ત્રી

હંમેશા પ્યારથી પોતાનો ધર્મ બજાવતી હતી. કુટુંબમાં આદર અને પ્રેમથી સહુ તેને ભિંજવતા.

પુણ્યા ક્યારેય તેનો આગ્રહ ન રાખતી. સહુના દિલ જીતવામાં તે સફળ નિવડી હતી.

આજે સવારે એવું તો શું બની ગયું કે પુણ્યા અચાનક આવું પગલું ભરી બેઠી ?

સવારના પહોરમાં સહુ ચા નાસ્તો કરવા ડાઈનિંગ રુમમાં બેઠા હતાં. સહુ શાંતિથી અને પ્રેમથી

નાસ્તો કરવામાં મશગુલ હતા. બાળકો શાળાએ જવા તૈયાર ઉભા હતા. ક્યારે શુભમ નાસ્તો

પૂરો કરે એટલે નિકળવાનું હતું. એટલામાં દરવાજાની ઘંટડી વાગી. કોઈ ૪૦ વર્ષની આસપાસનો

યુવક ઘરમાં આવ્યો અને પુણ્યાને ઉંચકી ફુદરડી ફરવા લાગ્યો. પુણ્યા શરમાઈ ગઈ અને એટલું

જ બોલી ‘લુચ્ચા તું ક્યારે આવ્યો”.

કેટલી સામાન્ય વાત હતી. શુભમના મમ્મી અને પપ્પા અવાચક થઈ ગયા. શુભમ પૂતળાની જેમ સ્થિર

ઊભો હતો. બાળકો બે હાથે તાળી વગાડતા હતા.

‘ મને નીચે મૂક, લુચ્ચા’.

પુણ્યાના માસીનો દીકરો ૨૦ વર્ષ પછી અમેરિકાથી આવ્યો હતો. બંને નાનપણમાં સાથે મોટા થયા

હતા. પુણ્યાથી પાંચ વર્ષ મોટો હતો. પાવનની, પુણ્યા વહાલસોયી બહેન હતી. અમેરિકા ગયો ત્યારે

૧૫ વર્ષની ૩૫ની થઈ હતી. બે બાળકોની મા હતી.

શુભમ ક્યારેય ગુસ્સે ન થાય તે એકદમ બરાડ્યો, ‘આ શું કરે છે’?’

પાવન ઝંખવાણો પડી ગયો.પુણ્યાને ચોંકાવી દેવા કહ્યા વગર આવ્યો હતો. એને જોઈને ભાન ભૂલ્યો.

નાની ઢિંગલી જેવી પુણ્યા આજે આવી જાજવલ્યમાન યુવતી થઈ ગઈ હતી. ધીરેથી પુણ્યાને નીચે

મૂકી બે હાથ જોડી બોલ્યો. ” આપ સહુની માફી માગું છું. પુણ્યા મારી નાની વહાલી બહેન છે.

૨૦ વર્ષ પછી તેને મળીને ખુશીના આવેશમાં ઉંચકી લીધી.’

શુભમને માત્ર પાવન વિશે વાતો ખબર હતી. આજે પહેલીવાર મળી રહ્યો હતો. શુભમના માતા

અને પિતાના ચહેરા પરના ભાવ પુણ્યા કળી ગઈ.

સહુએ સાથે બેસીને ચા નાસ્તો કર્યો. શુભમ ઓફિસે જવા વિદાય થયો. પાવન પણ થોડીવાર બેસી

નિકળી ગયો. પુણ્યાએ મનોમન કંઈક નક્કી કર્યું.

‘શું શુભમને મારા પર વિશ્વાસ નથી ?’

આવનાર આંગતુકની સામે રાડ પાડીને અપમાન કર્યું. કોઈ વાત જાણ્યા વગર આવું વર્તન શોભાસ્પદ

નથી.

રસોઈ કામ પતાવીને બજાર જવાને બહાને ઘર છોડીને ચાલી ગઈ !

આશા રાખીએ આવી સુંદર વ્યક્તિ, આમ છેલ્લું પગલું ન ભરે !

પુણ્યા તારા પુણ્ય ઘણા છે. તારા સંસ્કાર સહુને માફી આપે એવા છે. હા, તારું હ્રદય ઘવાયું છે. વિચાર

કરજે , પાવન ખૂબ દુઃખી થશે. તને ગમશે ?

અંતમાં “તું શુભમ વગર જીવી નહી શકે”.

“પાછી જા”!

One thought on “પાછી આવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: