ઓટલો અને રોટલો

આ બંને વગર જીવન અશક્ય છે. જો તેનો સુમેળ હોય તો જીવન હર્યું ભર્યું લાગે. ઓટલો

હોય અને રોટલો ન હોયતો કેવી દશા થાય ? રોટલો મળે પણ સુવાને ઓટલો ન હોય તેના

હાલ પૂછી જો જો. રોટલા પર ભલે ઘી ન હોય, છતાં પણ ભૂખ ભાંગી શકે. ઓટલો, સૂવા

માટે ગાદલું ન હોય, શેતરંજીથી પણ ચલાવી શકાય.

તમે જાણતા હશો માનવી આખી જિંદગી રોટલા અને ઓટલા પાછળ ગાંડાની જેમ દોડે

છે. ઘણિવાર એ દોડમાં તબિયતનું ધ્યાન રાખવું વિસરી જાય છે. જ્યારે બંને મળે ત્યારે

ભોગવવાનો સમય હાથમાંથી સરી ગયો હોય છે.

“અબ પછતાએ ક્યા હુઆ જબ ચિડિયા ચુગ ગઈ ખેત ” !

ગામડામાં હતા ત્યારે રસ્તે જતા આવતાનો વિસામો હતો ઓટલો. હવે શહેરમાં આવ્યા.

પૈસા રળવા. અજાણ્યાને પોતાની ચાલીમાં ઉભા પણ ન રહેવા દે. જો કોઈ સગાને ત્યાં

આશરો લો તો, રોટલો આપે અને સૂવાને ચાલીમાં શેતરંજી ! ઘરમાં જગ્યા હોય તો

તમને સૂવાડે ને ?

અમીરોને ત્યાં જશો તો કૂતરાને સરસ મજાનો ખાટલો દેશે. સગાને નહી. સગાનો શો

ભરોસો ? વખત આવે આશરો આપેલો સગો તમને દગો દેશે. કૂતરો તો વફાદાર પ્રાણી છે !

મજૂરી કે કોઈ પણ નાના મોટા કામ કરશો તો શહેરમાં રોટલો તો પામશો. કાંઈ નહી તો

૧૦ રુપિયાનો પાંઉ અને ૧૦ રુપિયાની ચાથી પેટ ભરાશે. પણ સૂવા ક્યાં જશો?

એક વાત કહ્યા વગર નથી રહી શકતી, બાળપણમાં સાચું માર્ગદર્શન પામ્યા હો અને ચોટલી

બાંધીને ભણ્યા હોત તો? આ દિવસ જોવાને ન મળે ! એક સુંદર કહેવત છે, ‘જ્ઞાન એ અપાર

શક્તિ છે.’ ભણતર, ડીગ્રી એ બધું ખાલી બોલવાની વાત નથી. આજે ઝાડુવાળાનો દીકરો કે

દીકરી મોટી મોટી નોકરી કરતા ભાળ્યા છે.

અમીરોના બાલકો પહેલેથી બધું મળ્યું હોય એટલે ભણતર પ્રત્યે બેદરકારી બતાવે છે. પૈસો

હોવો અને સાચવવો એ કુશળતા માગે છે.

“ઓટલો માગો તો કદાચ મળશે રોટલો

શહેરમાં બંને મેળવવા મચી પડો “

નાતાલના દિવસો નજીક આવી રહ્યા છે. પૈસાની રેલમછેલ વાળા રોટલો અને ઓટલો બંને

આપવા સક્ષમ છે. તેમના અંતરને ઢંઢોળવાની જરૂર છે. શું બધું બાળકોને આપી જશો ?

યાદ રહે બાળકો આળસુ બનશે, ગેરરસ્તે ચડી જશે. તેમને મહેનત કરવા દો.

તમે ભણ્યા તમારા બાળકો ભણ્યા, જરુરિયાત મંદ લોકોના બાળકોને આગળ લવો. આખરે

તમારે જીવનમાં શાની કમી છે ? “જરા હટકે” વિચારો. તહેવારના દિવસોમાં દિલ અને દિમાગ

પ્રસન્ન થઈ જશે.

આ બંને શબ્દો ખૂબ નાજૂક છે. જેની મહત્વતા તેને સમજાય જે વંચિત છે. માનવીના જિવનનો

પહેલો ધર્મ જ રોટલો છે. કદાચ ઓટલો તો મંદિરની પરસાળ, પણ મળી રહે. ખોટા કાર્ય કરવા

તે જ પ્રેરાય જેને ‘ભૂખ’ સતાવતી હોય. એના જેવું અસહ્ય દુઃખ આ જગે બીજું કોઈ નથી.

તમે મુંબઈના હો અને ગરીબને ચા પીતા જોયા છે? પાંચ રુપિયામાં એક ઘુંટડો ચા આપે છે. મારી

તો આંખમાંથી આંસુ સરી ગયા, આટલી બધી લાચારી ! એક પ્યાલો ચા ખરીદીને પિવડાવવાનો

નિત્ય ક્રમ જેવું બીજું કોઈ સત્કાર્ય નથી.

આ વિષય ખૂબ નાજૂક છે. જેણે જીવનમાં બેમાંથી એકની પણ કમી અનુભવી ન હોય એ આ વિષયને

કઈ રીતે ન્યાય આપી શકે ? બસ એક સાદો અને સરલ ઉપાય છે. જો ઈશ્વર શક્તિ આપે અને સત્કર્મ

કરવા પ્રેરાવ તો ” ભૂખ્યાને રોટલો અને બેઘરને ઓટલો’ મળે તેવી વ્યવસ્થા જરુર કરવી.

એમાં લાખો રુપિયાની આવશ્યકતા નથી. માત્ર પ્રયાસ પૂરતો છે.

2 thoughts on “ઓટલો અને રોટલો

  1. “તમારે જીવનમાં શાની કમી છે ? “જરા હટકે” વિચારો.”

    ” ગરીબને ચા પીતા જોયા છે? પાંચ રુપિયામાં એક ઘુંટડો ચા આપે છે”🤔

    ” ભૂખ્યાને રોટલો અને બેઘરને ઓટલો’ મળે તેવી વ્યવસ્થા જરુર કરવી.

    એમાં લાખો રુપિયાની આવશ્યકતા નથી. માત્ર પ્રયાસ પૂરતો છે.”🙏🙏🙏

  2. કહેવાય છે ને કે, ઊંઘ ન જોવે ઓટલો અને ભૂખ ન જોવે રોટલો
    સ્વમાનનો રોટલો અને ઓટલો – પ્રેરણાદાયી વાત
    પણ કેટલાક મફત નો રોટલો,, નવરાશનો ઓટલો શોધતાને સાથે મળે છે -રોગનો ખાટલો.
    આ ત્રણેય સગા ભાઈઓ છે.
    આપણા સંસ્કારમા સાંપ્ર્તસમયે પણ-અલખ નો ઓટલો,ગોરખ નો રોટલો
    મફત રહેવા-જમવાનુ શક્ય બન્યું છે !

    એક સૂકો રોટલો
    અને સુવા માટે ફક્ત ઓટલો
    કેટલાક ને નસીબ હશે ખાટલો
    તો કેટલાક ને ધરતી નો ખોળો।

    આ બધું આપ ને સામાન્ય લાગશે
    કદાચ વાંચી ને કોઈ ભાવ નહિ આપશે
    પણ એક ટંક ભીજ્ન ને પામવું
    અને પ્રભુ ને બે હાથ જોડી વીનવવું।

    કદી પણ આહાર નો વ્યય ના કરીએ
    એક રોટલી ને કચરા ને હવાલે કરતા પહેલા સો વિચાર કરીએ
    ભગવાને આપણ ને ખાવા આપ્યું
    આને આપણે તેનું અપમાન કર્યું।

    એક વખત આપણ ને ખાવા નહિ મળે
    ધરતીકંપ કે પછી નદી ના પ્રલય થી આપણ ને પરચો મળે
    પણ ગયેલો સમય જેમ પાછો આવતો નથી
    તેમ વ્યર્થ કરેલો અન્નબગાડ પાછો મળતો નથી।

    કેટલા લોકો ભૂખ્યા સુતા હશે!
    કેટલા રોગ થી પીડાતા અને કુપોષણ નો શિકાર હશે
    આપણે ફક્ત બગાડ જ નથી કરવાનો
    આપણો ઉદ્દેશ ખાલી જરૂરતમંદ લોકો ને જ છે પહોંચાડવાનો।

    ભગવાન રાજી તમારા કાર્ય માં
    હંમેશા આશીર્વાદ તમારા કર્મ માં
    કેટલાના યે આશીર્વાદ અને છુપી દુઆઓ
    તમને કદાચ પાછળ થી સમજ માં આવે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: