જો સ્વપના રાતે પણ ન આવતા હોય તો દિવસે આવે એ વાત શક્ય જ નથી. છતાં પણ
દિવાસ્વપ્ન ઉપર લખવા માટે હિંમત કરી છે.
સ્વપના સાચા પડતાં જોયા છે , સાંભળ્યા પણ છે. દિવા સ્વપ્ન, ખુલ્લી આંખે જોયેલું સ્વપનું
જ્યારે સાચું પડે છે ત્યારે ,પેલો ઉપરવાળો છે એન તેના પર શ્રદ્ધા અનેકગણી વધી જાય છે.
તેના પર સંપૂર્ણ શ્રદ્ધા છે એમાં બે મત નથી. જેને કારણે આ હાથ તેના હાથમાં સોંપ્યો છે.
જ્યારે તે છોડશે ત્યારે સાથ છૂટશે.
“હું તો નથી છોડવાની”.
સ્વપ્નો જોવા અને પૂરા કરવા તત્પર રહેવું. જીવન જીવવાની એ જડીબુટી છે. સાચુ કહું
ભલે મને સ્વપના ઝૂઝ આવે છે. આવે પણ મોટા ભાગના સવારે નિંદમાંથી જાગું ત્યારે
ભૂલાઈ જાય છે. તો પછી દિવસે સ્વપના કઈ રીતે આવે ? હા, શેખચલ્લીના વિચારો ઘણા
કરું છું. જો એ ‘દિવાસ્વપ્ન’ કહેવાતું હોય તો માની લઉં છું. દિવા સ્વપ્ન ઘણા જોયા છે.
તેમની પાછળ આંધળી દોટ પણ મૂકી છે. માનો યા ન માનો મોટા ભાગના ‘દિવા સ્વપ્ન’
હકિકતમાં ફેરવાયા છે.
સમય પસાર કરવા ‘સિરેમિકના’ વર્ગમાં દાખલ થઈ. તમે જાણો છો,’અરમાની’ની સુંદર
પૂતળીઓ ૩૦૦થી ૪૦૦ ડોલરમાં મળે છે. દર વખતે લેવા જાંઉં અને પાછી આવું. સિરેમિકના
વર્ગમાં બનાવી. વગર પૈસે સ્વપનું પુરું કર્યું. અમેરિકામાં સરકાર દ્વારા વર્ગો ચાલે છે. જેને
“કમ્યુનિટિ સેંટર’ કહેવાય ત્યાં બધા વર્ગમાં મફત જઈ શકાય. માત્ર જે સામાન વાપર્યો હોય
તેના પૈસા આપવાના. મારી શિક્ષિકાને પૂછ્યું ,’કેટલા પૈસા ભંડોળમાં આપું’?
મને કહે ‘એક ડોલર’ . એવી પાંચ પૂતળીઓ મેં બનાવી. સ્વપનું સાકાર થયું. ઘર સોહી ઉઠ્યું.
ખર્ચ માત્ર
‘૫ ડોલર’. દિવા સ્વપ્ન જ્યારે હકિકત બને ત્યારે દિલ અને મન પુલકિત થઈ જાય. એની પાછળ
જહેમત પડે. દિલ દઈને કામ કરવું પડે. પરિણામ જોઈને એ બધું દર્દ વિસરાઈ જાય.
કોઈક વાર દિવા સ્વપ્ન મિત્ર દ્વારા પણ હકિકતમાં ફેરવાય ! સત્ય કહું છું. બંગાળી મિત્ર કહે .
‘આપકે લિખે હુએ ભજન આપ ગાઓગે, આપ બજાઓગે’. આનો અર્થ ન સમજું એવી મૂર્ખ
નથી. મારે કહેવું પડ્યું, ‘આપ ઈસકા મતલબ જાનતી હૈ’?
‘હાં’.
મને કહે ‘ આપકે લિખે હુએ ભજન હૈ. આપકી આવાજમેં ભાવ હૈ. ગાનેકી ધુન ભી આપને
બનાઈ હૈ. અબ ઔર ક્યા ચાહિએ. ભગવાન આપકે ભાવ્સે પ્રસન્ન હોંગે. ‘
એ મિત્ર સંગિતમાં માસ્ટર્સ હતી. મને શિખવાડીને મારું સ્વપનું સાકાર કર્યું. ૭૦ વર્ષની ઉંમરે
‘કી બોર્ડ’ પર આજની તારિખમાં દસથી બાર સ્વના લખેલા ભજન ગાઈને વગાડું છું. મારા
અવાજ વિશે કાંઈ નહી લખું, તમે સમજુ છો. મને કહે,’ ભગવાનકે આગે કોઈ ફર્ક નહી પડતા’!
દિવા સ્વપનો કોઈ પણ ઉંમરે જોઈ શકાય. લગન હોય તો તેનું પરિણામ પણ નજર સમક્ષ
હાજર થાય. માત્ર ઉમંગ અને ધગશની આવશ્યકતા છે. જીંદગીનો અંતિમ શ્વાસ ક્યારે છે તેની
ન તમને જાણ છે, ન મને. તેથી તો અમૂલ્ય માનવ દેહ મળ્યો છે તેને એળે ન જવા દેવાય.
દિવા સ્વપ્ન જોવાનું કદી બંધ થયું નથી . બહુ મોટા સ્વપના ન હોય કે જેની પાછળ દોડતાં થાકી
જવાય. હા, તેમને પામવા દિલથી મહેનત કરવી પડે . કહેવાય છે ને ‘પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું
છે’. તેમાં કોઈ પણ જાતની અંચાઈ ન ચાલે. બીજું એ દિવા સ્વપ્ન સ્વની પ્રગતિ માટે છે. કોઈની
વાહ,વાહ કે પ્રશંશાની આવશ્યકતા નથી. જો પાપ્ત થાય તો તેમાં સર્જનહારની કૃપા સમજવી.
દિવા સ્વપ્ન જોવા એ કોઈ જાતની બિમારી નથી. હા તેની પાછળ પાગલોની જેમ ભાગવું યોગ્ય નથી.
એવું હોવું જોઈએ કે જે પ્રયત્ન દ્વારા હકિકતમાં ફેરવી શ્કાય. દિવા સ્વપ્ન જીવનમાં ઉમંગ ટકાવે છે.
એક જીવન જીવવાનું છે તેને એળે ન જવા દેવાય.
સ્વપના હશે તો તેને પામવા મહેનત કરવી પડશે. કોઈ ધ્યેય નક્કી કરવો પડશે. જે અથાગ પ્રયાસ
માગે છે.
બસ એક વાત કહ્યા વગર રહી નહી શક્તી, સ્વપના જોવા એ આપણો ‘જન્મ સિદ્ધ અધિકાર છે’.
તેના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ ગરીબ નથી કોઈ તવંગર નથી’.
સ્વપના ન જોઈએ તો જીવન નિરર્થક છે.
પના જોવા એ આપણો ‘જન્મ સિદ્ધ અધિકાર છે’.તેના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ ગરીબ નથી કોઈ તવંગર નથી’.સ્વપના ન જોઈએ તો જીવન નિરર્થક છે.
સત્ય વાત…મા નવ મસ્તિષ્ક અગાધ શક્તિથી ભરેલું રહસ્યમય શારીરિક સંસ્થાન છે. એમાં ઉદ્ભવતા સ્વપ્નો પણ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા સ્વપ્નો અને દિવા સ્વપ્નો ભવિષ્યની ઘટનાનું પૂર્વ નિદર્શન કરનારા એટલે કે પૂર્વાભાસી હોય છે. મનોવિજ્ઞાાન જી. એચ. મિલરે એમના પ્રસિદ્ધ ુપુસ્તક ‘ધ ડિક્શનેરી ઓફ ડ્રીમ્સ’માં દસ હજાર સ્વપ્ન સંકેતોનું વિશદ વિશ્લેષણ કર્યું છે. એ જ રીતે મનોવિજ્ઞાાની સિગમણ્ડ ફ્રોઇડ, કાર્લ ગુસ્તાવ જુંગ અને નેરિયસ જેવા અનેક મનોવિજ્ઞાાનીઓએ એના પર સંશોધનો કર્યા છેઅને સ્વપ્ન કેમ આવે છે, તે કયા પ્રકારના હોય છે અને એમના જીવનમાં શું મહત્ત્વ છે તેના પર પ્રકાશ પાથરવાનો પ્રયાસ કર્યો છે. માનવ સભ્યતાના વિકાસમાં સ્વપ્નોનું પોતાનું એક આગવું પ્રદાન છે.
દિવા સ્વપ્ન, ખુલ્લી આંખે જોયેલું સ્વપનું
જ્યારે સાચું પડે છે ત્યારે ,પેલો ઉપરવાળો છે એન તેના પર શ્રદ્ધા અનેકગણી વધી જાય છે
દિવા સ્વપ્ન સ્વની પ્રગતિ માટે છે. કોઈની
વાહ,વાહ કે પ્રશંશાની આવશ્યકતા નથી. 👌✅👍🙏