‘અરે, અત્યારે કોણ’ ?
આરામ ફરમાવી રહેલી ઉમંગ બારણું ખોલવા ઊઠી .
આ સમયે કોઈ આવે નહી. એ પણ ફોન કર્યા વગર !
જે હશે તે ?
બારણું ખોલ્યું તો પગ જમીન સાથે જડાઈ ગયા ! આંખો પહોળી થઈ ગઈ. મોઢું ખુલ્લું
રહી ગયું.
આવકાર આપવાનું પણ વિસરી ગઈ. ગાલ પર ચુંટી ખણી રહી, ‘ શું આ સ્ત્ય છે’ ?
બાર વર્ષ પહેલા ભારત ‘યોગ’ શિખવા ગઈ હતી ત્યારે સાથે ભણતો, સુહાસ દરવાજામાં
ઉભો હતો.
અરે ન ખબર, ન ફોન તું અત્યારે ક્યાંથી ?
‘આંટી, મને ઘરમાં આવવાનું તો કહો’.
હા, હા, આવ. ‘કેટલા વર્ષે મળ્યા. યોગની કોલેજમાં ભણ્યા પછી આમ તું અચાનક મારે ત્યાં ?
અમેરિકા આવીશ એવો તો સ્વપને પણ ખ્યાલ ન હતો.
‘તું હ્યુસ્ટન આવ્યો ક્યારે ? આંટીને ત્યાં કેમ ન ઉતર્યો ? હોટલમાં રહેવાય ?
‘આંટીજી આપ શાંત હો જાઈએ. મૈં આપકો સબ બતાતા હૂં.’
ઘણીવાર અચાનક આવું જોવા મળે ત્યારે સંયમનો બંધ ટૂટી જાય. જેનો સ્વપને પણ વિચાર
ન કર્યો હોય એ વ્યક્તિને બારણામાં જોઈ દિમાગ કામ કરતું અટકી જાય.
૨૦૦૮માં યોગની શિક્ષા લેવા ભારત ગઈ હતી. ઉંમર તે વખતે ૬૩ વર્ષની અને મારી સાથે વર્ગમાં
મોટા ભાગના વિદ્યાર્થી ૨૧થી ૨૨ વર્ષના. એક વર્ષ ખૂ્બ મજા આવી હતી. ભણવાની સાથે જુવાન
છોકરા અને છોકરીઓ સંગે દોસ્તી થઈ ગઈ. કેંટીનમાં લેક્ચર બંક કરીને ચા અને ભજિયા ખાવા
જઈએ. તે વખતે મારે ત્રણ પૌત્ર અને બે પૌત્રી હતાં .
ભારતિય સંસ્કાર પ્રમાણે જુવાનિયા ખૂબ પ્રેમ અને આદર કરતાં. મને જિંદગીમાં પહેલી વાર
હોસ્ટેલમાં રહેવાનો લહાવો મળ્યો હતો. જીવનનું યાદગાર વર્ષ બન્યું હતું.
હ્યુસ્ટનમાં તેને પોતાના કામના અર્થે ચાર દિવસ રોકાવાનું હતું. તેની પાસે સરનામું હતું. ફોન
કરીને આવે તો આંટી ધમાલ કરે એટલે કહ્યા વગર આવી પહોંચ્યો.
સરસ મજાની ચા પીવડાવી અને પછી સારામાં સારી મેક્સિકન રેસ્ટોરંટમાં જમવા ગયા.
હવે એ સમયે સાથે ભણનાર સુહાસને બારણામાં જોઈ વિસ્મય ન થાય તો નવાઈ લાગે.
‘ આંટી આપ વૈસી હી દિખતી હો ‘.
મારે પરાણે કહેવું પડ્યું , આંટી હવે ૮૦ની નજદિક આવી ગઈ છે. કેમ તને બુઢ્ઢી નથી લાગતી’ ?
જે હોય તે જમવાના ટેબલ પર ‘યોગ’ની કોલેજની વાતો કરી રહ્યા હતાં. એની જીંદગીની વાતો
સાંભળી. સામે સુહાસ બેઠો હતો પણ દિલ કબૂલ કરતું ન હતું. આખરે મનને સમજાવ્યું ,’જીવનમાં
ક્શું અશક્ય નથી’.
એક વર્ષના રોકાણ દરમ્યાન જે પ્રીત ભર્યો સંબંધ બંધાયો હતો તેની મધુરી સુવાસ આખા ઘરમાં
પ્રસરી રહી હતી. આગ્રહ કરીને રાતના મેક્સિકન ખાવા ગયા. ખૂબ આનંદ થયો.
‘બેટા તેરેકો બાહરકા ખાના ખિલાયા’ હજુ એક દિવસ રહેવાનો છે તો કાલે રાતના આંટી પાણીપુરી
અને સમોસા ખવડાવશે. એણે હા પાડી. આંટી ખુશ ખુશ થઈ ગઈ.
આવા અચાનક આવી પડેલા મહેમાન ખૂબ પ્રિય લાગે એમાં શી નવાઈ.
This is your own experience of life. It was so nice that you could mix with students who were half of your age. It was your loving personality, which Suhas remembered and came to see you.
Smita
નિરળી આંટીજી ની વાતે મજા આવી ધન્યવાદ
Very good stories. Sweet and short.