ધીરી ચાલ

Image result for old mom walking with stick young daughter walking together

મા, તમે  ખૂબ ધીરે ચાલો છો. 

જરા જલદી ચાલો ? 

મારાથી જલદી નહી ચલાય. 

તું જા હું ધીરે ધીરે ઘરે પહોંચીશ. 

આ સંવાદ રોજનો હતો. જુવાન સલોની સમજવા માગતી જ નહોતી કે મા, હવે ખૂબ

ઝડપથી ચાલી ન શકે ! સલોનીને જુવાની હતી ૩૫ વર્ષની ઉમર હતી.. મા, લગભગ

૭૫ની આસપાસ હતી. સલોની ઝડપથી ચાલીને ઘરે પહોંચી. સુપલનો ઘરે આવવાનો

સમય થાય એ પહેલા ઘરે પહોંચે જેથી રાતના વાળુની તૈયારી કરી શકે.  

સોહિણી ધીરે ચાલીને ઘરે પહોંચી.  સોહિણી, સુપલની મા હતી અને તે પણ અપરમા.

સુપલને તેણે બાળપણથી મોટો કર્યો હતો. ક્યારેય તેને લાગવા દીધું ન હતું કે સુપલ

તેનો પુત્ર નથી. સલોની સાસુમાને ખૂબ ઈજ્જત અને પ્યાર આપતી. સોહિણીને દીકરી

હતી પણ તે અમેરિકા રહેતી હતી. બે કે ત્રણ વર્ષે એક વાર આવે અને પંદર દિવસ રહીને

પાછી જાય.

સુપલ અને સોહિણી, બહેન તથા જીજાને ખૂબ પ્યાર આપતા. આ વખતે સોના આવી, મા

સાથે ગુસપુસ કરતી હતી. સલોનીને તેના તેવર બદલાયેલા લાગ્યા. સોનાને તેને સાસરે સંપીને

રહેતાં આવડ્યું નહી. જેને કારણે બાળકોની પરવરિશ તેને માથે આવી. તેનો ઈરાદો માને

અમેરિકા લઈ જવાનો હતો. બાળકો સચવાઈ જાય અને ‘બેબી સિટર’ના પૈસા બચે. એવું તો

ખુલ્લં ખુલ્લું કહેવાય નહી.

માને ફોસલાવીને લઈ ગઈ. સુપલ અને સલોનીએ કહ્યું, ‘મમ્મી તમને ન ગમે તો કહેજો, પાછાં

આવવાની ટિકિટ તરત મોકલાવી દઈશ’. શરુમાં થોડા દિવસ રજાઓ હતી એટલે સોના

ઘરે હતી. રજાઓ પૂરી થઈ.

બીજે દિવસે નોકરી પર જતા પહેલાં સોનાએ મમ્મીને બધું સમજાવ્યું. સોહિણીને જરા અડવું

લાગ્યું પણ કાંઈ બોલી નહી. નોકરી પર પહોંચીને પહેલો ફોન કર્યો, “મમ્મી મેં તને નિકળતા

પહેલાં આખા દિવસનું ટાઈમ ટેબલ આપ્યું હતું એ પ્રમાણે કરજે” વાંધો નહી આવે.

સોહિણીને થોડા દિવસ તો બાળકો સાથે ગમ્યું. પણ પછી આ રોજનું થઈ ગયું. બપોરે આરામ

પણ મળતો નહી. દીકરીને કહ્યું તો મીઠું બોલીને ફોસલાવતી. મા માટે બે ચાર વસ્તુઓ નોકરી

પરથી ઘરે આવતા બજારમાંથી લાવતી.

સોહિણીને કામ કરવાની આદત ન હતી. બાળકોને બપોરે જમાડવાના. રાતની રસોઈની

તૈયારી કરવાની. નાના હતાં એટલે છી, પીપીના ડાઇપર બદલવાના. સોહિણી ભારતમાં

આ બધા કામ કરવાને ટૅવાયેલી ન હતી. સોનાને માની ઉંમર દેખાતી ન હતી. એને તો

બસ પૈસા કમાવા અને પોતાના બાળકો સચવાઈ જાય એ જ જણાતું હતું. . માંડ બે

મહિના નહી થયા હોય ને એક વાર રાતના જમવાના ટેબલ પર બોલી, ‘મારે ભારત

પાછાં જવું છે’. સોના અને જમાઈબાબુ બંને ચમક્યા. સોહિણી એકની બે ન થઈ.

સુપલે ત્રણ મહિનાની ટિકિટ કઢાવી હતી. ફરી ટિકિટ લેવી ન પડી. સોહિણીને આનંદ

થયો કે પાછા ઘરે જવાનો દિવસ નજી આવી ગયો. મુંબઈ પાછા આવીને સલોનીના

ખોળામાં માથું મૂકીને રડી.

દીકરી જમાઈનું ખરાબ ન દેખાય એટલે કશું બોલી નહી. છતાં પણ સોહિણીએ કહ્યું,

‘બેટા, તું વહુ થઈને પણ મારી ઇજ્જત અને મર્યાદા પાળે છે. પેટની જણીને કંઇ કહી ન શકી’.

જમાઈબાબુ દેખતાં કેવી રીતે કહેવાય. મારાથી આ ઉંમરે જવાબદારીવાળા કામ નથાય.

સલોની થોડામાં બધું સમજી શકે તેવી હતી. કાંઈ પૂછવાનું વ્યાજબી ન લાગ્યું. બસ મા

ઘરે આવી ગયા અને ઘર પાછું ચહકતું થઈ ગયું.

2 thoughts on “ધીરી ચાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: