
આજે સવારથી મન ઘરમાં ગોઠતું ન હતું. એકલા રહેવા ટેવાયેલી અવની આજે કેમ અસ્વસ્થ જણાતી
હતી. ભારેલો અગ્નિ ક્યારેક સ્મૃતિમાં ફરી વળતો અને સમસ્ત અસ્તિત્વને દઝાડતો. આજનો દિવસ જ
એવો હતો કે ભૂલ્યો ભુલાય નહીં. અવનીશને હોસ્પિટલમાંથી બે દિવસ પહેલાં ઘરે લાવી હતી.
૩૧મી ડીસેંબરે કાયમ પાર્ટીમાં જતા. મિત્રો સાથે મજા માણતા. ઘરે આવતા રાતના ત્રણ થઈ જતા.
સવારે ઉઠવાનું મોડું અને મન પસંદ ‘પેન કેક ખાવાની”.
હવે એ ક્રમ તો વિસરાઈ ગયો હતો. અવનીશ યાદોમાં આવીને થોડી પળ ધુમ મચાવતો. બારણાની
ઘંટડી વાગી રહી હતી. અમોલ દરવાજામાં ઘંટડી વગાડીને થાક્યો. એટલે ફોન કર્યો. અવનીએ ફોન
ઉપાડ્યો.
‘મમ્મી તું ઘરમાં છે’?
‘તો બીજે ક્યાં હોંઉ બેટા’.
‘ બારણું ખોલ ને ‘?
‘હા’.
મમ્મી કેટલો બેલ માર્યો. તે બારણું ખોલ્યું નહી એટલે મને ચિંતા થઈ.
મમ્મીનું મોઢું જોઈને અમોલ બોલ્યો, કાંઈ વાંધો નહી.
મમ્મી ચા પીવડાવીશ.
પીવડાવીશ નહી આપણે બંને સાથે બેસીને પીશું. સાથે ચાર ગરમા ગરમ ‘પપ્પાજીના” ભાવતા
મરચાના ભજીયા પણ બનાવીશ.
મમ્મી આજે પપ્પાજી ખૂબ યાદ આવે છે?
હા, બેટા તારા પપ્પાજીને હું ભૂલી જ ક્યારે હતી.
સારું થયું, રાતની પાર્ટીમાં જતા પહેલા તું મારી પાસે આવ્યો.
‘મમ્મી તને કહેવા જ આવ્યો હતો કે કાલે બપોરે એક વાગે તને લેવા આવીશ આપણે સહુ, ૧લી
જાન્યુઆરીએ લંચ લેવા સાથે બહાર જઈશું.
આજે અવની ઉદાસ હતી. આમ તો પ્રવૃત્તિમાં ગળા ડૂબનારી અવની એકલતાને પચાવી ગઈ હતી.
ખાલિપો તેમની યાદોથી સદા મઘમઘતો હોય. જીવનમાં ઉમંગ લહેરાતું દેખાય, કારણ તે જાણતી
હતી.
“પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય , એ છે નિશાની ઈશની રે કેમ વેડફી દેવાય !.
અમોલ, મમ્મી તને શાની કમી છે. ‘ જેનો જવાબ બંને જાણતા હતાં.
અમોલ અને આરતીનું જોડું નજર ઠારે તેવું હતું. દીકરો હતો, માની લાગણી સમજતો હતો. એટલે
તો ખાસ આવ્યો હતો. મા સાથે રહેવું જરૂરી છે. આરતીને કહ્યું, ‘તું તૈયાર રહેજે, લગભગ ૧૦ વાગે
આવીશ સિધા નવા વર્ષની પાર્ટીમાં જઈશું. કપડા અંહી મમ્માને ત્યાં છે. તું ચિંતા કરતી નહી. ‘
બીજે દિવસે આરતી, મમ્મીને ઘરે લઈને આવી. સાથે ચા પીધી. બપોરે નિરાંતે મા અને બાળકો સાથે
લંચ લેવા ગયા. બીજે દિવસે નોકરીપર જવાનું હતું એટલે આખો દિવસ સાથે ગુજાર્યો અને રાતના
મમ્મીને મૂકવા નિકળ્યા.
પપ્પાને ભાવતો આઈસક્રિમ સહુએ સાથે ખાધો. ઘરે આવીને અવની બોલી ‘ તમારો દીકરો છે, પછી
તમારે કોઈ ચિંતા કરવાની જરુર નથી’.
સોફા પર ક્યારે આંખ મિંચાઇ ગઈ, ખબર પણ ન પડી.
સરગમ’ જેવા શબ્દનો માધુર્ય સભર પ્રવાસ
આપનો આભાર. માધુર્ય ભર્રી સરગમમાં આપનો અનેરો સાથ અને સહકાર,
આપ સહુના પ્રત્યુત્તર રોજ લેખનીમાં સહીની ગરજ સારે છે.
ખૂબ ખૂબ આભાર
૨૦૨૩નું વર્ષ સહુને શુભ નિવડે
પ્રણામ
જય શ્રી કૃષ્ણ