
પતંગ ચગાવવાના દિવસો છે. જલસા કરો જયંતિલાલ. લોકો પતંગ કાપે
ત્યારે બૂમો પાડે, કાઈપો છે. આજે અભિષેકને બૂમો પાડવાનો અવસર
સાંપડ્યો, “કપાયો છે”.
દુનિયા કરતાં અવળું વિચારે તેનું નામ ‘અભિષેક’.
નાનો રુપો દોડતો દોડતો આવ્યો. મા, મને કપાયેલો પતંગ મળ્યો. હું
ટાંકી પર ચડીને ઉડાવીશ. કંકુ, રુપાને ખુશ જોઈ હરખાઈ. સવારથી
રડતો હતો પતંગ અને માંજા માટે. કંકુ વિચારી રહી પૈસા હોત તો
ખીચડીનો સામાન ખરીદવો હતો. દીકરાને પતંગ ક્યાંથી અપાવે?
કંકુ અમારા મકાન નીચે નાની ખોલીમાં રહેતી હતી. બે જણાના ઘરકામ
કરી પોતાનું, દીકરાનું અને પતિનું ગુજરાન કરતી. ગઈકાલે રાતના એનો
પતિ ઢોર માર મારીને બધા પૈસા લઈ ગયો હતો. મકાનવાળા કંકુનું ખૂબ
ધ્યાન રાખતાં. કંકુ હાથની ચોખ્ખી હતી. કોઈ દિવસ ચોરી ન કરતી. જો રુપા
માટે જોઈતું હોય તો માગીને લઈ જતી. સ્વમાની ઔરત હતી. પતિ નકામો
મળ્યો એટલે તેની નજર હંમેશા ઝુકેલી રહેતી.
અભિષેકનો દુકાને જવાનો સમય થઈ ગયો હતો. ગાડીમાં બેસતાં રુપાના
હાથમાં પતંગ જોયો. જે હમણાં અગાસી ઉપરથી ચગાવતા કપાયો હતો.
સિધો અગાસી પરથી ઉતરી દુકાને જવા ગાડીમાં બેઠો હતો એટલે એનું
ધ્યાન ગયું.
‘અરે આ તો હમણાં માર દીકરાનો કપાયો હતો એ પતંગ છે.’ ફરીથી ચિલ્લાયો,
‘ કપાયો છે.’
સાચું કહું, અભિષેકને અંતરમાં ખૂબ આનંદ થયો. એ કપાયેલો પતંગ રુપાએ પકડ્યો
હતો. ગાડીમાં બેસી દુકાને જવાને બદલે પાછો ઘરે ગયો. અનુજ પાસે બે ફિરકી હતી.
ગયા વર્ષની ફિરકી અનુજને કોઈ કામની ન હતી. હાથમા લીધી બીજા અડધો ડઝન
પતંગ સાથે તલના લાડુ લઈને નીચે આવ્યો. રુપાને બોલાવ્યો.
‘લે બેટા આજે ઉતરાણ છે. પતંગની મોજ માણ અને લાડુ ખા’.
ખબર હતી અનુજને આ કાર્ય કરવું ગમતે પણ પતંગ ઉડાવવામાં મશગુલ હતો. વિચાર્યું
બપોરે અમે બાપ બેટા સાથે જમવા બેસીશું ત્યારે એને વાત કરીશ, દુકાને જવાનું મોડું
પણ થતું હતું. ભલે આવ્યો હતો દુકાને પણ મન તેનું અનુજ અને રુપાના વિચારોમાં
અટવાયેલું હતું.
ત્રણેક મહત્વના ચેક પર સહી કરી. આજનો બધો માલ નિકળી ગયો છે કે નહી, તેની
ગનુ સાથે વાત કરી. ગનુ તેને ત્યાં સોળ વર્ષનો હતો ત્યારથી નોકરી કરતો હતો ખૂબ
વિશ્વાસુ માણસ હતો. તે કદી ગનુને , ગનુ ન કહેતાં ગનુ આત્યા કહેતો .
ગનુ નોકરીએ રહ્યો ત્યારે અભિષેક ૧૦ વર્ષનો હતો. આજે બે દીકરાનો બાપ છે.
પિતાજીના ગયા પછી ગનુએ ધંધો તેમજ અભિષેક બન્નેને સંભાળ્યા હતા.
‘गनु आत्या मी घरी जातो. संध्याकाळी नाय येनार.’
‘बरा’.
ઘરે આવ્યો ત્યારે અનુજ પપ્પાની રાહ જોતો હતો. પપ્પા આજે બે પતંગ કપાયા. ત્રણ મેં
કાપ્યા. અભિષેક હસવા લાગ્યો અને સવારવાળી વાત કરી.
અનુજ કહે’ પપ્પા, હું રુપાને ઉપર લઈ જાંઉ છું. એ ફિરકી પકડશે અને અમને બન્નેને પતંગ
ચગાવવાની મજા આવશે’.
અભિષેક જાણતો હતો. કંકુને કહ્યું ,’જા રુપાને લઈ આવ, અનુજ સાથે અગાસી પર જશે’.
કંકુ ખુશ થઈ ગઈ. રુપો તો દોડતો આવી પહોંચ્યો. અનુજ સાથે અગાસી પર ગયો. સરસ
મજાની તલની ચીક્કી, ધાણી અને સમોસા ખાવાની મજા માણી.
એવામાં અનુજ બોલ્યો, ‘રુપા ફિરકી બરાબર પકડજે, પેચ લાગવાનો છે.’
રુપો મોટેથી બોલી ઉઠ્યો ” અનુજભાઈ, આપણો પતંગ કપાવો ન જોઈએ !’
‘कंकू खुश झाली. रुपो धावत आली. अनुजसोबत आगासीवर गेलो. छान
चवदार तीळ चिक्की, धने आणि समोसे खाण्याचा आनंद घ्या.
तेवढ्यात अनुज म्हणाला, ‘रूपा फिरकी, नीट पकडा, पॅच लावणार आहे.’
रुपो जोरात बोलली “अनुजभाई, आमचा पतंग कापू नये”.
व्वा
एक मजेदार मकर संक्रांती उत्सव