
આજનો મંગલકારી દિવસ ભારતની જનતાને હૈયે રમે છે. સહુને
આજના દિવસની શુભેચ્છા. આપણે ૧૯૪૭ પછી ક્યાંથી ક્યાં
સુધીની મુસાફરી કરી અને હજુ ચાલુ છે. ૨૬ જાનુઆરી ૧૯૫૦
ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો.રાહમાં રોડાં આવ્યા.
કેટલા યુદ્ધ થયા ? છતાં આપણે હરણફાળ ભરી આગળ ધપી રહ્યા
છીએ.
“વૈવિધ્યતામાં એકતા” એ આપણા દેશનો મહાન ગુણ છે. તેનો કોઈ
ઈંકાર નહી કરી શકે.
એક વાત કહીશ, ભલે આપણે વ્યક્તિગત ફાળો બહુ ન આપ્યો હોય
કિંતુ ભારતની પ્રજા હોવાને કારણે વફાદારી તો હોવી જ જોઈએ.
એમાં શંકાને સ્થાન નથી.
દુઃખ સાથે કહીશ આપણા દેશમાં “અમીચંદોનો” તોટો નથી. સાથે
ગર્વથી કહીશ, વફાદાર, દેશ પ્રત્યે અંતરની લાગણિ ધરાવનારની પણ
કમી નથી. આપણું યુવા ધન મહેનતું અને તેજસ્વી છે.
બાળપણ નજર સમક્ષ તરવરે છે, શાળામાં ધ્વજ વંદન કરવા જતી
હતી. આઝાદીના ગીત ઉન્નત મસ્તકે ગાતી હતી. એ દિવસે શાળામાં
રજા હોય, સરસ મજાનો નિબંધ લખી વર્ગમાં વાંચતી.
ભરતનું સંતાન હોવાની લાગણી સમસ્ત અસ્તિત્વમાં જણાતી. આજે
ભારતથી દૂર હોવા છતાં, દેશ પ્રત્યેના પ્રેમમાં તસુભાર ફરક નથી જણાતો.
સાચું કહું તો બન્ને દેશ પ્રત્યે વફાદારી એ યોગ્ય નિર્ણય છે.
ભારત માતા જન્મભૂમિ અને અમેરિકા કર્મભૂમિ એમાં શંકાને સ્થાન નથી.
આજના પ્રજાસત્તાક દિવસે ગર્વથી મસ્તક ત્રિરંગાને નમન કરે છે. જે રીતે
આપણા દેશની સરકાર દુનિયાભરમાં નામના અને કિર્તી ફેલાવી રહી છે એ
ખરેખર પ્રસંશનિય છે.
દેશમાં ચાલતી બિન સામાજિક પ્રવૃત્તિ વખોડવા જેવી છે. યાદ રહે, “ઘઉં હોય
તો કાંકરા” રહેવાના. તક સાધુ તેનો લાભ ઉઠાવવાના. ગેરકાનૂની પ્રવૃત્તિએ
માઝા મૂકી છે. લાંચરૂશ્વત એ સામાન્ય વાત બની ગઈ છે. કોમી વિખવાદા વગર
કારણે ઉગ્ર રૂપ ધારણ કરે છે. આ બધું ક્યાં સુધી ચાલવા દઈશું.
એક સનાતન સત્ય છે. ૧૨ માણસના કુટુંબમાં એક રાગતા લાવવી મુશ્કેલ છે !
આ તો અબજોની સંખ્યામાં અને તેમની વચ્ચે સમાધાન જાળવવું ખરેખર દાદ
માંગીલે તેવું કાર્ય છે.
છતાં પણ આપણી સરકાર તેમાં દિવસ, રાત કાર્યરત છે. તેમને ધન્યવાદ અને
તાળીયોના ગડગડાટથી વધાવવી આપણા સહુની ફરજ બને છે.
આવો આજના આ મહત્વના પર્વ પર સહુ સાથે મળીને કદમ ભરીએ. ભારતની
આન, બાન અને શાન જગમાં પ્રસરે તેવી મનોકામના કરીએ.
વિનાશ નોતરે એવી ડામાડોળ પ્રવૃત્તિઓનો વોરોધ કરીએ. તન, મન, વચન અને
કાર્યથી પ્રજાસત્તાક ભારતની પ્રગતિ માટે કટિબદ્ધ થઈએ.
૨૦૦૧માં ભુજમાં આવેલા ધરતીકંપને કેમ ભુલાય. સહુ વિરહી જનોના આત્માને ઈશ્વર
શાંતિ આપે.
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. રાજધાની, નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિનાં દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણીની શરૂઆત હંમેશા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી આપીને જ કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાનાં અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઇનામ તથા પદક આપે છે.
આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજધાની દિલ્હીમાં, રાજઘાટથી વિજયપથ સુધીમાં થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એન.સી.સી કેડેટ ને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. અને રાજધાનીમાં આવેલી શાળાઓં માંથી પણ પસંદ કરેલા બાળકો ને અહી આમંત્રણ આપવામાં આવે છે.
અમારી પ્રાર્થના
વહો નવોદિત અંતરનાદો,
પ્રાત થયો ; મુજ આતમ ! જાગો !
રૈન ગયી , પરભાત પ્રકાશ્યું ,
અવનિ-નભમાં હાસ્ય વિલાસ્યું ,
સુપ્ત પ્રાણ અવ આળસ ત્યાગો ,
જાગો , જાગો , આતમ ! જાગો .
જાગ્યાં તરુવર , પંછી જાગ્યાં ,
જાગી ધરા , અંબરતલ રાજ્યાં ;
શેં ના જાગે આતમ મારો ?
જાગો , પ્યારા આતમ ! જાગો !
શીત સમીરણ અવ રે વિદારો
લહરલયે મમ અંતર-રાગો ,
વિમલ વહો ઉર જાગૃતિ-સાદો,
એ સુરસાદે આતમ જાગો !
મનમંદિરનાં બંધ દુવારો ,
અંતરતરના જીર્ણ જુવાળો ,
મુક્ત બની નવપ્રાણ પ્રસારો ;
જાગો , વ્હાલા આતમ ! જાગો !
દુઃખ સાથે કહીશ આપણા દેશમાં “અમીચંદોનો” તોટો નથી. સાથે
ગર્વથી કહીશ, વફાદાર, દેશ પ્રત્યે અંતરની લાગણિ ધરાવનારની પણ
કમી નથી. આપણું યુવા ધન મહેનતું અને તેજસ્વી છે
.આવો આજના આ મહત્વના પર્વ પર સહુ સાથે મળીને કદમ ભરીએ. ભારતની
આન, બાન અને શાન જગમાં પ્રસરે તેવી મનોકામના કરીએ.
વિનાશ નોતરે એવી ડામાડોળ પ્રવૃત્તિઓનો વોરોધ કરીએ.👌❤