
પૂજ્ય બાપુનો નિર્વાણ દિવસ એટલે ૩૦, જાન્યુઆરી ૧૯૪૮. સમગ્ર દેશમાં અરે સમગ્ર
વિશ્વમાં સન્નાટો છવાઈ ગયો હતો. ભારતના દરેક નાગરિકના મુખે બાપુનું નામ
ખૂબ આદરપૂર્વક લેવાય છે.
વિશ્વભરમાં તેમના નામના ડંકા વાગે છે.
” દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ સાબરમતિકે સંત તુને કર દિયા કમાલ”.
એ વાત આજે સહુને ગળે ઉતરતી નથી. શું આપણને આઝાદી ચાંદીની થાળીમાં પિરસેલી
મળી હતી ? જવાબ છે ના ! શું નૌઆખલીમાં બનેલી ઘટના સત્ય નથી ? આઝાદીની લડતમાં
કેટલા વીરો શહીદ થયા હતાં ? આંકડો છે તમારી પાસે ?
સ્ત્રીઓ પણ આઝાદીની લડતમાં શામિલ હતી.
આજના દિવસે આ પ્રશ્નનો જવાબ જોઈએ છે ! પૂજ્ય બાપુ માટે ખૂબ આદર છે એમાં બે મત
નથી. બાપુએ આઝાદીની લડતમાં ખૂબ અગ્રિમ ભાગ ભજવ્યો હતો તેમાં શંકાને સ્થાન નથી.
આખા વિશ્વમાં તેમને જે ઈજ્જત અને પ્રેમ પ્રાપ્ત કર્યા છે તેનો જોટો જડે તેમ નથી.
ભારતમાં સહુ ગર્વથી મસ્તક ઉન્નત કરી તેમનું નામ લે છે. આજની ૨૧મી સદીમાં ઘણિવાર તેમના
વિષે અયોગ્ય વાતો સાંભળવા મળે છે તે યોગ્ય નથી લાગતું.
આપણા દેશની પ્રજા બુદ્ધિશાળી છે તેમાં બે મત નથી. તમારી જેમ પરદેશ જઈ ભણીને બેસુમાર
કમાય છે. તે આનંદ તેમજ ગૌરવવંતા સમાચાર છે. ‘હેં બાપુ, તમે પણ પરદેશ ખેડ્યું હતું. બેરિસ્ટર
થયા હતા. તમારામાં દેશ પ્રત્યે ભાવના જાગવાનું મૂળ હું શોધીને થાકી. ક્યાંય નરી આંખે દેખાતું
નથી ‘?
જ્યાં સુધી હું માનું છું ,જેઓ બાપુને ચાહતા નથી યા તેમના પ્રત્યે દ્વેષ અને ઈર્ષ્યા ધરાવે છે તેમનું
આ કાર્ય છે. કિંતુ સૂરજની સામે ધુળ ઉડાડવાથી તેના તેજમાં કોઈ ફરક જણાતો નથી. એનો
પ્રકાશ હરહંમેશ પૃથ્વી પર આવે છે. સમગ્ર માનવજાતિ, પશુ, પક્ષી, વનરાજીને જીવન પુરું પાડે
છે.
બાપુ તમને અંતરથી પ્રણામ. તમારી મહાનતાના શું ગુણ ગાવા. ભારતના “બાપુ” તમને અમસ્તા
નથી કહ્યા. આજના દિવસે પ્રાર્થના, સહુ માનવજાતને કશુંક શિખવા મળે !
બાપુ તમને વંદન. તમારી અમી ભરી નજરોની અપેક્ષા. સહુના દિલમાં રામ વસે તેવી શુભ કામના.
હ્યુસ્ટન, ટેક્સાસ
આઇન્સ્ટાઇને ગાંધીજી માટે કહેલું કે ‘લોકો વિશ્વાસ નહી કરે કે હાડ-માંસનો આવો માનવી ખરેખર જીવતો હતો’. અર્થાત, આવા મુલ્યો સાથે જીવાય તેવું લોકો માની પણ નહી શકે. એ કથનને આજે આપણે એક સદી કરતા પણ ઓછા સમયમાં સાચુ સાબિત કરી દીધું.
માભોમની સ્વતંત્રતા અને ખુશહાલી માટે કુરબાની આપનાર તમામ નામી-અનામી શહીદોને કોટી કોટી વંદન કરી દેશના સામાન્ય જન તરીકે આવો આપણે સૌ ‘શહીદ દિવસ’ ને મન, કર્મ અને વચનથી સાર્થક કરવાનો સંકલ્પ કરીએ.
આઈંસ્ટાઈનની વાત વાંચી હતી. સમાજમાં ” આધુનિક વિચારસરણીના વિચારોનું તાંડવ ” નિહાળી દિમાગ ચકરાવે ચડે છે, હા, તેની અસર ઝાઝી ટકતી નથી. ભારત માતાની આઝાદી માટે ખપી ગયેલા અને હજુ પણ જાનની પરવા કર્યા વગર સરહદ સુરક્ષિત રાખનાર સર્વે જવાનોને પ્રણામ. જય હિંદ બાપુને પ્રણામ
અરે વાહ પ્રવિણાબેન, તમે તમે તો ખૂબ સુંદર લખ્યું છે. બધાજ લેખ તમારા એકલાના છે? સુંદર મજબૂત ભાષા સાથે સુંદર વિચાર. ધન્યવાદ સાથે આભાર 🪷❤️