

જીવન સુખમય બનાવવાની ચાવી દરેક
પાસે છે . પણ તેને વાપરવાની કળા
સહુને વરી નથી. જો કે આ ઉત્તરમાં અર્ધ
સત્ય છે. કળા તો છે, કારિગરી પણ છે
કિંતુ તેને અમલમાં મૂકવાની તૈયારી
કેટલાની છે ?
પરણ્યા એટલે પત્યું નહી ! ખરી રામકહાણિ તો હવે શરુ થાય.
લગ્ન કરવા તો આપણી દેશી કન્યા સાથે. ભલેને અમેરિકામાં પેદા થયો. તો શું થઈ ગયું ?’
મારી મમ્મી જો કેવી પપ્પાને બધી રીતે સહાય કરે છે’.
પટેલભાઈ રહ્યા જનમ્યા, ભણ્યા અને ઉછર્યા અમેરિકામાં પણ પેલા’પટેલ’ વર્તુળની બહાર
ન નિકળ્યા. શાળાએથી આવે ને ગલ્લા પર બેસે. કોઈ ચાર કલાક તો કોઈ બે દિવસ માટે
રૂમ ભાડે રાખે. ગામડામાંથી આવેલાં, ચૂલા પર પાણી ગરમ કરી તાંબા કુંડીમાં નાહ્યા હોય
તેને અમેરિકાની ચમક દમક આંજી નાખે.
કુણાલ ખૂબ હોંશિયાર હતો. પટેલ કુટુંબની સઘળી રીત રસમ લોહીમાં હતી. ભારતથી કન્યાને
પરણે તો અમેરિકાની દોમદોમ સહ્યબી તેને મળે ! બસ એક જ રઢ ” પરણવા ભારત જઈશ,
સરસ મજાની ભણેલી પરીને લાવીશ”.
અમેરિકાથી પરણવા ઉપડ્યા. છોકરી મનગમતી મળી. મધ્યમ વર્ગની. ત્રણ દીકરીઓનો બાપ
ભલે પોતાને કમભાગી માને પણ અંતે તેના જેવો સુખી દીકરાઓનો બાપ નથી હોતો એ અંદરથી
જાણતો. એક દીકરી પૈસાવાળા પાત્રને પરણે અને અમેરિકા જાય પછી જોવું ,બસ ચમન ! ઘરમાં
ત્રણ દીકરીઓ. મોટી અમેરિકા જાય તો નાની બહેનોને સારું મળે.
કેતકીના લગ્ન ખૂબ ધામધુમથી લેવાયા. પટેલ અને તે પણ મોટેલવાળા પૈસાની કમી ન હોય.
હોય તો સંસ્કારની અને રીતભાતની. મુંબઈમાં જન્મેલી ભલે મધ્યમ વર્ગ પણ હોંશીલી.ઉમંગથી
ઉછળતી. હનીમુન નૈનિતાલ અને કુલુ મનાલીમાં મનાવ્યું. કેતકીને રિઝવવા પૈસા પાણીની જેમ
વાપર્યા. કેતકી ખુશ હતી.
મુંબઈમાં રહેતા પટેલ તેમની ગામડાની વર્તણુક ગામડે મૂકીને આવ્યા હોય. કેતકી એકદમ મુંબઈની
રહેવાસી હતી. તેની અદા અને રુપ પર કુણાલ દીવાનો થયો હતો.
કેતકી પ્લેનમાં જીંદગીમાં પહેલી વાર બેઠી પણ જાણકારી બધી હતી.. લાગ્યું જીવન સુખમય છે.
અમેરિકાની ધરતી ઉપર પગ મૂક્યો. કુણાલને એમ કે કેતકી તેના કહ્યામાં રહેશે. મુંબઈમાં બે
રુમમાં રહેલી કેતકીમાં શું દમ હોઈ શકે. કેટલા ખોટા ભ્રમમાં હતો ? મુંબઈનું પાણી તેના નસિબમાં
ક્યાંથી, જ્યાં તેને આખેઆખી કેતકી મુંબઈગરી સાંપડી હતી.
કેતકી હતી ભુલેશ્વરની પણ દેખાવને કારણે ભલભલાને પાણી પિવડાવે તેવી હતી. આ તો અમેરિકાનો
મૂરતિયો હતો એટલે પરણી ગઈ. મોટલમાં રહેવાનું, નવી પરણેલી હતી એટલે બોલી કાંઇ નહી પણ
ધીરે ધીરે બધો તાલ જોઈ રહી. રસોડું તેનું પ્રિય સ્થળ ન હતું. માને કહેતી ‘ હું તો મહારાજ હોય એવા
વરને પસંદ કરીશ’. અંહી તો નોકર પણ ન હતો. પટેલ ખાલી ડોલર કમાઈ જાણે બાકી કામ બધું હાથે
કરવાનું. અમેરિકા આવ્યા, થોડો વખત જલસા અને પાર્ટીઓ ચાલી કોઈ તેને કશું કહેતું નહી. ત્રણેક
મહિના તો ચમનમાં નિકળી ગયા. નોકરી કરવી હતી. પતિને રિઝવ્યો અને પરવાનગી મળી ગઈ.
ભણેલી ગણેલી કેતકી નોકરી મેળવવામાં સફળ થઈ. તેની સ્ટાઈલ, બોલવાની છટા અને હોંશિયારી
કામમાં આવ્યા.
મુંબઈનું પાણી હતું. કુણાલ પણ કશું બોલતો નહી. તાલ જોતો હતો. પટેલભાઈ મોટેલ ચલાવવામાં
પાવરધા હતા. કેતકી ઘરમાં સહુની આમન્યા જાળવતી. હસમુખી સહુને ગમતી પણ ખરી. માત્ર
કામ પોતાનું ધાર્યું કરતી.
મોટલ હતી હાઈ વે પર. શહેર માત્ર દસ માઈલ દૂર હતું. નોકરી પર તરક્કી મળતી ગઈ. કેતકી મા
બનવાની હતી. ખુશીના પ્રસંગે તેના માતા અને પિતા આવ્યા. દીકરીને સુખી જોઈ બન્ને રાજી
થયા.
દીકરો આવ્યો એટલે સાસુમા ખુશ, કેતકીનો પડ્યો બોલ ઝિલાતો. કુણાલને પોતાની જીંદગીમાં
કશી કમી લાગતી ન હતી. લગ્નજીવનમાં ખૂબ સંતોષ હતો.
વધુ આવતા અંકે
****************
રાહ..વધુ આવતા અંકે—
યાદ આવે રમુજ
એક ડૉક્ટર એને ત્યાં કાયમ દવા લેવા આવતી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. શું કરવું તે ન સમજાવાથી એણે એના મિત્રને એ બાબતમાં સલાહ પૂછી.
‘એમાં શું ?’ મિત્રે કહ્યું, ‘એને પરણી જા, એટલે પત્યું !’
‘પરણી જાઉં કેવી રીતે ? એ તો મારી સૌથી વધુ આવક આપતી દર્દી છે. એને પરણું તો પછી મારે મફત જ દવા આપવી પડે ને ?’
પરણ્યા એટલે પત્યું નહી ! ખરી રામકહાણિ તો હવે શરુ થાય.✅✅✅
વધુ આવતા અંકે—ની રાહ.
After marriage this doctor shoul put her to work with you in your office like some boomers’ generation doctors / MBBS who came here from India do! Problem solved. Free labor in return for medicine.