કોને ખબર ?

ન હતી ખબર મુજને ઘડપણ એક દિન આવી જશે આયનામાં મુખ નિહાળતાં નયનો ચાડી ખાઈ જશે જુવાની તું જવાની વાત સમજાઈ જશે ** મુખ પર ચમકતી લાલી એકાએક અદ્રશ્ય થઈ જશે કરચલીઓની સાથિયો સમગ્ર મુખ પર ફેલાઈ જશે જુવાની તું જવાની વાત સમજાઈ જશે ** પરોઢિયે ઉઠતાંની સાથે સ્ફૂર્તિ ગાયબ થઈ જશે ‘ઓય મા’ના ઉચ્ચારેવાંચન ચાલુ રાખો “કોને ખબર ?”

ભેટ ધરી

આજે વર્ષગાંઠ હતી. સવારના ઉઠતાંની સાથે મા અને પપ્પાને પગે લાગી ઓફિસે જવા નિકળ્યો. હજુ તો મૂછનો દોરો ફૂટ્યો હતો. ગધા પચ્ચીસી આવી ન હતી. કમપ્યુટર ભણ્યો હતો અને બાળપણથી તેમાં પારંગત હતો એટલે માસ્ટર્સ ભણ્યા પછી સારી નોકરી મળી ગઈ હતી. હોંશિયારીને કારણે નોકરી અમેરિકન કંપનીમાં મળી. રહેવાનું ભારતમાં અને પગાર મળે અમેરિકાના ડોલરમાંવાંચન ચાલુ રાખો “ભેટ ધરી”

ચીંથરેહાલ

કથીર જેવું રૂપ છે તારૂં કથળી ગયેલાં હાલ એક મારી દૃષ્ટી એવી મુજને લાગે તું ધનવાન વહાલી દિલથી હું ધનવાન ** ચીંથરેહાલ ભલે તારી સાડીને પોલકાની બાંય જવાની તારી ડોકિયા કરતી માંહી ના સમાય વહાલી દિલથી હું ધનવાન ** ખૂબીઓથી એવી ભરપૂર કે મ્હોંમાં નાખશો હાથ આંખ થશે કોડા જેવી નિહાળી ટપકી પડશે લાળ વહાલીવાંચન ચાલુ રાખો “ચીંથરેહાલ”

વાસી

વાસી, પ્રવાસી, રહેવાસી, વ્રજવાસી, સ્વર્ગવાસી પંચ મહાભૂતની માફક આ પાંચે એકબીજાને વળગીને રહ્યા છે. દરેક શબ્દમાં માત્ર ‘સી’ અંતે આવે છે એટલી જ સામ્યતા છે. બાકી જોવા જઈએ તો દરેકના અર્થમાં આસમાન અને જમીન જેટલો તફાવત જણાશે. ‘વાસી’ શબ્દ સાંભળતા હાથની આંગળી નાક પાસે પહોંચી જાય. જાણે શબ્દમાં દુર્ગંધ ન સમાઈ હોય. આ શબ્દ આપણાવાંચન ચાલુ રાખો “વાસી”

એ, સાચા હતા

‘અરે કોણ આવ્યું છે ? “ ‘જરા બારણું ખોલ તો ‘! આવનાર બારણામાં ખોડાઈ ગયું. ન આવકાર, ન નયનોમાં પ્યાર. મનમાં થયું શું આજે ભૂલી પડી ગઈ? આ એ જ ઘર છે ? શું હું બદલાઈ ગઈ કે ઘરમાં રહેનાર વ્યક્તિ ! સાથે મારા બે નાના બાળકો પણ હતા. તેઓ તો મારો હાથ છોડી ઘરનાવાંચન ચાલુ રાખો “એ, સાચા હતા”

રહસ્ય

ખિલખિલાટ હસતી કુંદન આખા ઘમાં દોડતી દેખાય. જાણે એના પગ નીચે પૈડાં ન હોય ? એક પળ પણ તે શાંતિથી બેસી ન શકે. અરે શાળાનું ઘરકામ પણ તેને ચાલીને કરવાની આદત હતી. માત્ર ગણિતના દાખલા કરવ એ ઝંપીને બેસે. તેમાં મગજ દોડાવવાનું હોય. ભૂગોળ, વિજ્ઞાન,ઈતિહાસ કે અંગ્રેજીના શબ્દો ચાલતા ચાલતા જ યાદ કરે. નવાઈ તોવાંચન ચાલુ રાખો “રહસ્ય”

ખાલીપણાનો અહેસાસ *૨

શંકા અને તે પણ પોતાના પ્યારા પતિ પર ? સ્નેહ શિશિરને ખૂબ પ્યાર કરતી હતી. મન મર્કટ છે. ભૂલી ગઈ કે મિત્રતામાં લક્ષ્મણ રેખા હોવી જરૂરી છે. છતાં પણ સોના પર આંધળો વિશ્વાસ મૂક્યો. સોના તેની સખી ખોટું કહે, તેવું તેના માનવામાં કદી ન આવે ! સોના પોતે છૂટાછેડા લીધા હતા, તેથી દરેક પુરૂષને ખોટાવાંચન ચાલુ રાખો “ખાલીપણાનો અહેસાસ *૨”

માવલડી

હે મા તુજને કરું વંદન તારા ચરણોમાં શીશ ઝુકાવું જનમ આપીને આ ધરતી પર પહેલું ડગલું ભર્યું તારી ગોદમાં વહાલ પામી અમૃતનું સિંચન કર્યું તારી સુંદર શિક્ષા તારા સંસ્કારે જીવન સંવર્યુ મા તું મારી જગમાં સુંદર તુજને સદા સમરું તારી સલાહ શિખામણ સદા ઉરે સંઘરું આ જીવન છે કૃપા તારી તુજને કેમ વિસારું તારા સામ્રાજ્યમાંવાંચન ચાલુ રાખો “માવલડી”

દેખતી માની ‘ ધા’ સુણો

મધર્સ ડે પહેલાં ચેતવું છું. ** મા માટે સમય કાઢજો ! * જો દુનિયામાં સ્વર્ગ પામવું હોય તો તે માના ચરણોમાં મળશે. * ભગવાન જોયા નથી, ‘મા’ ને નિહાળો ******************************* સ્નેહ ભરેલું અંતર જેનું હૈયે ભરી હેતની હેલ કમપ્યુટર પર આજે માવડી લખતી દીકરાને ઈ મેઈલ **** ‘ગગો’ એનો અમેરિકા દેશે ‘નવા જમાનાની’ બૈરી સંગેવાંચન ચાલુ રાખો “દેખતી માની ‘ ધા’ સુણો”

ખાલીપણાનો અહેસાસ. **૧

શિશિર અને સ્નેહ કોલેજમાં સાથે ભણતા હતાં. પૂછીને પ્રેમ ન થાય. એ તો થઈ જાય. ખુલ્લા મનવાળા પરિવારમાંથી આવતા હતા. જુદી જ્ઞાતિના હોવા છતાં મોકળા મને માતા અને પિતાનિ સંમતિ મેળવી. ખૂબ ધામધૂમથી લગ્ન ઉજવાયા. હનીમૂન પર નૈનીતાલ જવાનું પહેલેથી નક્કી હતું. દસ દિવસ સ્વર્ગમાં વિહાર કરીને પાછા ઘરે ફર્યા. ઘરે આવ્યાને શુભ સમાચાર મળ્યા.વાંચન ચાલુ રાખો “ખાલીપણાનો અહેસાસ. **૧”