જેવી છે તેવી

21 11 2019

 

અરે, શું કહું તું જેવી છે તેવી સ્વિકાર્ય છે

*

ફરિયાદ કરવી શાને ? નતિજો સાફ છે

*

‘તું ખુશ’ તો પછી દુનિયા જખ મારે છે

*

મારી નાવની સુકાન સિર્ફ તારે હાથ છે

*

પ્રસંશા યા ટીકા શાને તું બેકરાર છે

*

સહુને રિઝવવાનો તે શું ઠેકો લીધો છે

*

નિયત સાફ રાખજે ઉન્નતિ નક્કી છે

*

માર્ગ પર ફુલ યા કાંટા આવે હકિકત છે

*

કદમ સાચવીને મૂકજે ધ્યેય દેખાય છે

*

નજર નીચી વિચાર ઉંચા દૃઢ ઈરાદા છે

*

જીંદગી તારા સઘળા આહવાન માન્ય છે

 

ખુલ્લું મેદાન

7 11 2019

આવ પકડ આ ખુલ્લા મેદાનમાં

થોડું દોડું થોડું ચાલુ તારી સંગમાં

*

પણે ગુલાબના છોડને વાયુ લહેરાવે

અંહી મોગરો જો મસ્તીમાં લહેરાયે

દિલની ધડકનની ધક ધક સુણિએ

આંખોની મસ્તીમાં  ડૂબી જઈએ

આવ પકડ આ ખુલ્લા મેદાનમાં

**

ઉગતા સૂરજને સંગે નિહાળિએ

સૂર્ય કિરણોની સંગે ગેલ કરીએ

ભરબપોરે મીઠા રોટલાને શાક

સાથે છાશનો ગટક ગટક અવાજ

આવ પકડ આ ખુલ્લા મેદાનમાં

**

ખુલ્લુ મેદાન નીલ આકાશ તળે

કુદરતની મહેર સાથી ગમતો મળે

જીવનની વાટ લાંબી સુની ન લાગે

ક્યારે આંખ મિંચાય કોને ખબર

આવ પકડ આ ખુલ્લ મેદાનમાં

મેરે દેશકી મિટ્ટી

22 08 2019

મેરે દેશકી મિટ્ટીસે ગદ્દાર નિપજે નિપજે કોંગ્રેસકે ચમચે
મેરે દેશકી મિટ્ટી
**
ક્યા કરે ઇસ ભારતકે વિરોધિયોંકો ચૈનસે ન જીને દેતે
વિકાસકે રાસ્તે પર દેખો પથ્થર કૈસે ફેંકે
મેરે દેશકી મિટ્ટી
**
બી.જે.પી દેખો હરદમ વિકાસકે રાસ્તે પર કદમ બઢાએ
જન સામાન્યકા હિત દિલમેં પાલે
મેરે દેશકી મિટ્ટી
**
આજ નહી તો કલ સુનેંગે અપની ભારત ‘મા’કી પુકાર
પાવન મિટ્ટી દિખાયેંગી એક દિન ચમત્કાર
મેરે દેશકી મિટ્ટી
સંજોગની મારી

28 06 2019

એક નારી નમણી ચાલે છે

તેનાં પગલાં ભારે લાગે છે

તેણે નજર્યું નીચી ઢાળી છે

પાલવમાં પારેવડું પોષાણું છે

તેનો પતિ દારૂપીને સતાવે છે

તેને ઢોર માર મારે છે

કલંકીની કહીને પોકારે છે

સંજોગોની તે મારી છે

તેના નસીબની બલિહારી છે

જગત પાપ નામ આપે છે

મનનો માનેલ હૈયે ચાંપે છે

વિરહનાં અગ્નિમાં તે સળગે છે

આંખોમાં કામણ છુપાયું છે

ગૌરવભેર દુખ તે ઝેલે છે

જનની થવાની વેળા આવી છે

પારેવડાનું ચીં ચીં ગુંજે છે

બ્લોસી

7 02 2019

બ્લોસી

 

‘બ્લોસી’ મારી ઢિંગલી

કેવી રૂપાળી લાગે

તેના વગર મુજને

નિંદ ના આવે

*************

‘બ્લોસી રે બ્લોસી’ તું શાને રડે ?

તને આપુ પિપરમિંટ તને આપું ચોક્લેટ

તારા પપ્પાજી આવે છે

મોટર ગાડી લાવે છે.

મમ્મીને બેસાડે છે

હોર્ન વાગે પમ પમ

બ્લોસી નાચે ઢમ ઢમ

********************

આજે મારી ‘બ્લોસી’ શાળાએ ગઈ

પાણીની બાટલીને દફતર લઈ

પાટીમાં લખ્યો “ક’ કમળનો

બ્લોસીનો ‘બ’ આવડી ગયો

*********

‘બ્લોસી’ ના કર ચાપલુસી

ઝટપટ ઝટપટ તૈયાર થા

મારી પાસે આવી જા

**********************

‘બ્લોસી’ પોતાનો રૂમ સુઘડ રાખે.

મસ્તી તોફાનમાં પહેલો નંબર

કામ કરતા આવે તમ્મર

ઉડા ઉડ કરે જાણ્ર ભ્રમર

આંકડા ગણે એકથી શંબર.

( શંબર = ૧૦૦)

**********************

 

 

 

 

 

 

 

તારી દિલાવરી

20 11 2018

 

દરિયા તારી દિલાવરી અખૂટ જળની રાશી

તુજને પૂજુ ખુશ મારે ન જાવું કાબા કે કાશી઼

*

તારી વિશાળતા ને ગહરાઈ ના કોઈ અંદાઝ

માનવ નિરખે ખુશીથી અને બજાવે પખવાજ

*

દિલાવરીનો જોટો નહી ભિતરે મબલખ ભંડાર

ભામાશાને કર્ણ શિખ્યા તારો માનું હું ઉપકાર

*

તારી અનેરી અદા જીવતે જીવ માનવી ડુબાડે

નોખો કેવો શ્વાસ ખૂટે ત્યારે કિનારે પહોંચાડે

*

ઓરો આવે આઘો જાય મસ્તક પછાડે કોતરે

તું બને વિકરાળ સુનામી દ્વારા વિનાશ નોતરે

*

તારી મારી પ્રિત અનેરી દરિયા શું કરું હું વાત

તુજને નિરખું શાંતિ પામું હરદમ દિનને રાત

*

મલબાર હિલના દરિયા કિનારે મોટી થઈ છું.

દરિયા સાથે ખૂબ પ્રિતડી છે.

તેને નિહાળતા દિલ ક્યારેય ભરાતું નથી.

 

 

“એ તું હતો “૩૧મી ઓક્ટોબર ૨૦૧૮

31 10 2018

પહેલા પ્યરની સોડમ માણી, એ તું હતો

દિલ ધબકી ઉઠ્યું જેનાથી, એ તું હતો

પ્યારની પરિભાષા સમજાવી, એ તું હતો

નવજીવનના પંથે હાથ ઝાલ્યો, એ તું  હતો

મંડપમાં જીવવાના કૉલ દિધા, એ તું હતો

જીવનનો મર્મ શું સમજાવ્યો, એ તું  હતો

મને નિંદરેથી જગાડી સંભાળી, એ તું હતો

સ્વમાં દૃઢ વિશ્વાસ મૂકનાર,  એ તું હતો

મૈત્રીની મધુર સોગાદ દેનાર, એ તું હતો

ઠંડીમા ઠુઠવાતી ઉષ્મા દીધી, એ તું હતો

પૂનમની રાતે પ્રેમે પસવારી એ તું હતો

નિર્જન રસ્તે ઉંચકી લીધી, એ તું હતો

ગાંડીતૂર નદી તુજમા ભળી, એ તું હતો

પ્રેમાળ બાળુડાંની મા બની, એ તું હતો

દરિયાવ દિલે ભૂલો ભુલનાર, એ તું હતો

જીંદગીની વિણાનું સંગીત, એ તું  હતો

હાથ તરછોડી વિદાય લીધી, એ તું  હતો

મન ગુનગુનાતું એ તું હતો, એ તું હતો

તારા વિના સંસાર સુનો હતો સુનો હતો

જન્મ દિનની ખૂબ ખૂબ વધાઈ

***************************