૨૦૨૩ ભારત યાત્રા**૨

લગભગ દોઢ મહિનો ભારતમાં ફરી. મોટી બહેનના અવસાન પછી બે ભાઈ ભારતમાં છે. બન્ને ભાઈ ખૂબ નરમ તબિયતના છે. ગયા વર્ષે કોરોના પછી ખાસ તેમને મળવા ભારત ગઈ હતી. આ વર્ષે મારા પતિની પ્યારી બહેનના પૌત્રનું લગ્ન હતું એટલે ભારત જવાનું થયું. બન્ને બાળકો અને મોટી વહુરાણી પણ લગ્નમાં આવ્યા હતા. મારા નણદોઈ જેમને હુંવાંચન ચાલુ રાખો “૨૦૨૩ ભારત યાત્રા**૨”

પરણ્યા એટલે પત્યું **૨

ખોટા ભ્રમમાં ન રહેવું કે પરણ્યા એટલે ગંગા નાહ્યા. જી, ના ! પરણ્યા એટલે ફસાયા. કહેવાય છે ‘પરણેલાને એમ છે કે વગર પરણેલા સુખી છે. જ્યારે વગર પરણેલા રાહ જુએ છે ક્યારે તેમનો વારો આવશે ?’ તમારી સ્વતંત્રતા ગુમાવી એ નક્કી છે. તમારી દિનચર્યામાં ઉઠો ત્યારથી ધરખમ ફેરફાર. આ બધું સ્વીકારવાની તૈયારી હોય તો પરણજો.વાંચન ચાલુ રાખો “પરણ્યા એટલે પત્યું **૨”

કાગળ અને કલમ

કાગળ અને કલમ ! ભલે તારી મારી રાશી એક મિથુન . આપણા બન્નેના કામમાં આસમાન જમીનનો ફરક ! ભલેને તું ગમે તે કહે પણ મારા વગર તારી શું કિમત ? મારે ને તારે કરવા કામ સંગે . તારીને મારી જોડી કેવી સુહાની ! આપણ બંનેની અમર કહાની ! કાગળ અને કલમ વચ્ચેનો સંવાદ ગમ્યો ?વાંચન ચાલુ રાખો “કાગળ અને કલમ”

૩૦ જાન્યુઆરી, ૨૦૨૩

પૂજ્ય બાપુનો નિર્વાણ દિવસ એટલે ૩૦, જાન્યુઆરી ૧૯૪૮. સમગ્ર દેશમાં અરે સમગ્ર વિશ્વમાં સન્નાટો છવાઈ ગયો હતો. ભારતના દરેક નાગરિકના મુખે બાપુનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. વિશ્વભરમાં તેમના નામના ડંકા વાગે છે. ” દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ સાબરમતિકે સંત તુને કર દિયા કમાલ”. એ વાત આજે સહુને ગળે ઉતરતી નથી.વાંચન ચાલુ રાખો “૩૦ જાન્યુઆરી, ૨૦૨૩”

ખાલીપણાને આમંત્રણ

ભરેલાથી ખાલીપણાનો અહેસાસ’. ‘નજદિક હોવા છતાં દૂર’ ચિત્તની દશા. ‘છે, છે ને નથી, નથી’ નો અવિરામ અટૂટ ખ્યાલ. આપણા સહુના જીવનમા  ડર તેમ જ દ્વિધા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો તેમાં શંકાનું આરોપણ થાય તો હર્યાભર્યા સંસારને વિરાન થતાં સમય લાગતો નથી. શકાનું બીજ રોપાય અને તેને અંકુર ફૂટે  તે પહેલાં તેનો નાશ થાયવાંચન ચાલુ રાખો “ખાલીપણાને આમંત્રણ”

ઓહ, એમ વાત છે !

પ્યાર થયો ત્યારે અવનવી લાગણીઓ ઉદભવી હતી. જીવનમાં પહેલીવાર થયો હોય તેની મજા કંઈ ઔર છે. તેમાં ઉંડા ઉતરવાને બદલે રાચવાની મજા આવતી હતી. જેની સાથે લગ્ન થવાના હતા એનો પ્યાર એ આનંદની વાત હતી. ૨૦ વર્ષની ઉમર અને પ્રેમનું પાંગરવું. જોગાનું જોગ કહેવાય. આજે માધવી ભૂતકાળમાં ડૂબી, તેમાં ડચકાં ખાઈ રહી હતી. હવે રહીવાંચન ચાલુ રાખો “ઓહ, એમ વાત છે !”

શોધ

માધવીએ મોટી દીકરીનું નામ મધુ રાખ્યું. નાની દીકરીનું નામ રાખ્યું સુધા. સુધીર અને માધવીએ પ્રેમ લગ્ન કર્યા હતાં. બન્ને એ નક્કી કર્યું હતું જો દીકરી આવે તો કયા નામ રાખવા અને દીકરો આવે તો કયા નામ રાખવા. કહેવાય છે,’ પ્રેમ લગ્ન માત્ર આંધળુકિયા હોય છે. ‘ એ વાત સો ટકા સાચી નથી. આમ તો માતાવાંચન ચાલુ રાખો “શોધ”

દૃશ્ય

માર્થાને શિયાળાની ઠંડીમાં બે બાળકો સાથે દૂધ લેવા નિકળવું પડ્યું. ફ્રિજમાં દૂધ તો હતું પણ ગરમ કરવા ગઈ ત્યારે ફાટી ગયું. હવે બાળકોને દૂધ વગર ન ચાલે. બાજુની ગલીમાં ‘વોલગ્રીન્સમાં’ લેવા ગઈ. નાનાને બરાબર સ્વેટર અને મોજા પહેરાવ્યાં. ઉપર શાલ ઓઢાડી. મોટી દીકરી પાંચ વર્ષની પોતાની મેળે જેકેટ બૂટ અને કેપ પહેરીને તૈયાર થઈ ગઈ.વાંચન ચાલુ રાખો “દૃશ્ય”

ધીરી ચાલ

મા, તમે  ખૂબ ધીરે ચાલો છો.  જરા જલદી ચાલો ?  મારાથી જલદી નહી ચલાય.  તું જા હું ધીરે ધીરે ઘરે પહોંચીશ.  આ સંવાદ રોજનો હતો. જુવાન સલોની સમજવા માગતી જ નહોતી કે મા, હવે ખૂબ ઝડપથી ચાલી ન શકે ! સલોનીને જુવાની હતી ૩૫ વર્ષની ઉમર હતી.. મા, લગભગ ૭૫ની આસપાસ હતી. સલોની ઝડપથી ચાલીને ઘરે પહોંચી.વાંચન ચાલુ રાખો “ધીરી ચાલ”

પાછી આવ

શુભમ ફોન ઉપર પુણ્યાને કરગરી રહ્યો હતો. સવારે નોકરી પર જવા નિકળ્યો ત્યારે થોડી રકઝક થઈ હતી. આટલી નાની વાતમાં કોઈ ઘર છોડીને જતું હશે ? ‘તું પાછી આવ. તને કદી વઢીશ નહી. ‘ પુણ્યા એક શબ્દ મોઢામાંથી બોલતી ન હતી. શુભમનો ઊભરો ઠલવાઈ ગયો એટલે ફોન મૂકી દીધો. પુણ્યા દરેકનું કામ પ્રેમથી કરતી. કોઈનેવાંચન ચાલુ રાખો “પાછી આવ”