સામાન્ય

કેટલો સુંદર અને હૈયા સોંસરવો ઉતરી જાય તેવો શબ્દ એટલે ‘સામાન્ય’. જીવન સામાન્ય હોય. સ્વભાવ સામાન્ય હોય ! દેખાવ સામાન્ય હોય! ભણવામાં સામાન્ય. ઈતર પ્ર્વૃત્તિઓમાં સામાન્ય ! જો કે જીવનમાં સામાન્ય હોવું એ સદગુણ છે, ‘મારા મત પ્રમાણે !’ જિંદગીમાં ક્યારેય પણ ઉત્તેજનાનો અભાવ હોય, તો એ જિંદગી સરળ રીતે વહે. ઉમંગ ભારોભાર હોય માત્રવાંચન ચાલુ રાખો “સામાન્ય”

આ જીવન **********

રોજ સવારે નોકરી પર જવાનું. સાંજના છ વાગે છૂટીને સિધા ઘરે આવવાનું. છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ નક્કી હતો.સૂરજને થતું ,ધરતી આખો દિવસ ઘરમાં એકલી હોય. હું ઘરે પહોંચુ અને અમે બન્ને સાથે બેસીને ચા પીએ. તેની આંખોમાં આનંદનો સમુદ્ર હિલોળાં લેતો જણાય. સૂરજને પણ ,જાણે ધરતીને જુએ ને દિવસ ભરનો બધો થાક તેમજ કંટાળોવાંચન ચાલુ રાખો “આ જીવન **********”

દોસ્તી

ક્રિના અને કેતુ પહેલા ધોરણથી બાળમંદિરમાં સાથે ભણતા હતા. ચોથું ધોરણ પાસ કરીને બન્ને ફેલોશિપ સ્કૂલમાં પણ સાથે દાખલ થયા. બન્ને બાજુમાં બેસતા તેથી મૈત્રી થઈ ગઈ. વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ પણ હોય તો ખરા જ ને ! ક્રિનાની બહેનપણિઓ મજાકમાં  કહેતી . ‘કેતુ સાથે ખૂબ દોસ્તી થઈ ગઈ છે’? ક્રિના પણ કહેતી મને એની સાથેવાંચન ચાલુ રાખો “દોસ્તી”

જીભ અને જાતે

વર્ષો પહેલાંની વાત છે ઘરે ભારતથી મહેમાન આવ્યા હતાં. અંહીની રોજીંદગી જીંદગી જોઈ એક સલાહ આપી હતી. ” બેટા જીભ હલાવવી એના કરતાં જાત હલાવવી સારી” . કોને ખબર કેમ એ સુવર્ણ સલાહ હૈયે કોતરાઈ ગઈ છે. શીર્ષક જોઈને થશે આ શું છે ? ખરું કહું તો જીવનની સચ્ચાઈ છે. જાત અને જીભ બન્ને શરીરનાવાંચન ચાલુ રાખો “જીભ અને જાતે”

‘જી અને હા’ અક્ષરનો પ્રતાપ !

‘બે અક્ષર’. તેની તાકાત જો માપવા જઈશું તો અચંબો થશે. જો જીવનમાં ખુશ રહેવું હોય, ઉલઝનોથી દૂર રહેવું હોય, આનંદ પ્રમોદનો ભરપૂર ઉપભોગ કરવો હોય તો આ બે શબ્દોને હૈયામાં કોતરી રાખવા જરૂરી છે. આ શબ્દોનો ઉપયોગ જો થોડો વખત કરીશું તો જીવનભર તેના મધુર ફળ ચાખવા મળશે. જેની મિઠાશ પૂરી જિંદગી ચાખવા મળશે. ‘જી વાંચન ચાલુ રાખો “‘જી અને હા’ અક્ષરનો પ્રતાપ !”

પાઠ ભણાવ્યો

આજે એ દિવસ નજર સમક્ષ તરવરે છે. મારા માતા અને પિતા જાત્રા કરવા જઈ રહ્યા હતા. ૪૫ દિવસની લીલી વ્રજની પરિક્રમા. તેમની ઈચ્છા હતી પિતાના ખાસ મિત્ર શાંતિકાકા અને કમળાકાકી પણ સાથે આવે. હવે શાંતિકાકા અને કમળાકાકી સંયુક્ત કુટુંબમા રહેતા હતા. ધંધામાં પણ તેમનો દીકરો સાથે હતો. ધંધો શાંતિકાકાએ જમાવ્યો હતો તેથી ચલણ બધું તેમનુંવાંચન ચાલુ રાખો “પાઠ ભણાવ્યો”

હલચલ

આજે સવારથી ઘરમાં હલચલ થઈ રહી હતી. મોના વિચારી રહી, આજે ખાસ શું છે ? અરે, સૂરજ તો પૂર્વમાંથી જ ઉગ્યો છે ! પેલો કાગડો કા કા કરતો બારીએ આવીને રોટલીની આશાએ બેઠો છો. નાનો પૌત્ર કબૂતરને ચણ નાખી તાળીઓ પાડીને ઉછળી રહ્યો છે. પેલી ઢીંગલી જેવી દીકરી પોતાનું કૂતરું બગલમાં દબાવી ઘરમાં દોડા દોડવાંચન ચાલુ રાખો “હલચલ”

ન જાન્યું જાનકી નાથે

******************************************************************* મીનાની નજર સમક્ષ આખું જીવન પસાર થઈ ગયું. ભૂતકાળ પસાર થાય તેમાં શું ફરક પડૅ ? આજ અને આવતી કાલથી મીના હવે તંગ આવી ગઈ હતી. જીંદગી સફળતા પૂર્વક જીવવાના બધા પાસા અવળા  પડતા હતા. ખબર છે જીવન એક દિવસ પુરું થશે. પણ ક્યારે ? એ પ્રશ્ન અનઉત્તર હતો.  જીવન વિષે ફરિયાદ નથી, કિંતુવાંચન ચાલુ રાખો “ન જાન્યું જાનકી નાથે”

૫૫મી વર્ષગાંઠ

**************************************************************************************************************************************************** શું સંબોધન કરું ? દિલને ખાત્રી છે યોગ્ય સ્થળે સાચી વ્યક્તિને જ સંદેશો મળશે. શંકાને ત્યાં સ્થાન નથી. આજે મન અને કલમ બન્ને વશમાં નથી. પ્રિયે, આજે ૫૫ મી લગ્ન તિથિ. સવારથી તમારી યાદ સતાવી રહી છે. કાનમાં ભણકારા વાગે છે હમણાં તમે હાથમાં ફુલોનો ગુલદસ્તો લઈને આવશો.  આ વિચાર પણ અસ્ત્યાંથાને છે. તમેવાંચન ચાલુ રાખો “૫૫મી વર્ષગાંઠ”

વિરહની વેદના 17th March

તારા વિના “રામ બાણ વાગ્યા હોય તે જાણે. વિરહની વેદના અનુભવીને જ ખબર હોય. બાકી વાતો તો ઘણી કરી શકાય. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય તે ઘરમાં આજે વાવાઝોડું ઘુસી ગયું હતું. કેવી હાલત થાય ? ઘરનાને જ ખબર પડે ! ખેર, એ ઈતિહાસ ઉખેળવામાં હવે કોઈ ફાયદો નથી ! તારા વિના હવેવાંચન ચાલુ રાખો “વિરહની વેદના 17th March”