અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ:

27 03 2010
     

 :
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ

 

મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથીઘાયલ
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

 

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;

 

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું

કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ

આ મારી શાયરી તો સંજીવની છેઘાયલ
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

 

નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

પુછી પુછીને થતો હશે પ્રેમ.

1 12 2009

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,
તુ જો આવીને મને સજીવન કરે,
તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.

દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ,
એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ,
મળ્યા કેટલાય મોકા બદલાવાના પણ,
તમને યાદ કરવાની આદત કદી ના બદલાઈ.

જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું,
ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું,
ના વિચારો કે ભુલી જઈસું તમને,
નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું.

વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
યુવાન હૈયાની આ મજબુરી છે આ પ્રેમ,
ના માનો તો કાંઈ નથી પણ માનો તો,
દ્વારકાધીશની પણ મજબુરી છે આ પ્રેમ.

સંબંધો આપણા સચવાય એવું કરજો,
વફાના ફુલો ના કરમાય એવું કરજો,
બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો,
પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.

કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,
જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,
માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,
ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.

જાણે કેમ અમારી યાદ જુની થઈ ગઈ,
તમારી યાદ માં અમારી આંખ ભીની થઈ ગઈ,
એવી તે કઈ વાથ થઈ ગઈ,
કે તમને અમારી યાદ આવતી જ બંધ થઈ ગઈ.

સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
રેતી મનમાં રોઈ પડી, આમ કંઈ

પુછી પુછીને થતો હશે પ્રેમ.

કોઈને પ્રેમની ખબર નથી હોતી,
તો કોઈને પ્રેમની અસર નથી હોતી,
બહુ થોડાને મળે છે સાચો પ્રેમ,
પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી.

સમય સાથે બધુજ વહી જશે,
માત્ર પ્રેમભરી યાદો રહી જશે,
હોઠો પર ના લાવો તો કંઈ નહીં,
અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે.

પંખીની જેમ એક દિવસ ઉડી જાસુ,
સાથે વિતાવેલી પળો સમેટીને લઈ જાસુ,
ભીંજવીને તમારી આ સુંદર આંખો,
ફક્ત સોનેરી યાદો છોડીને જાસુ.

દરેક શબ્દમાં બહુ ફરક હોય છે,
ટૂંકા વાક્યોને પણ ઘણા અર્થ હોય છે,
એક પણ સવાલ સહેલો હોતો નથી,
અને આપેલા જવાબમાં પણ પ્રશ્નાર્થ હોય છે.

ક્યારેક આ જીંદગી હસતા મુકી દે છે,
ક્યારેક આ જીંદગી રડતા મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મુકી દે છે.

Unknown Writer


નવી યાત્રા

5 11 2009

ઢુંઢુ તને બહાર ને ભીતર

પામું તને સમક્ષ ને અંદર

નવી મંઝિલ નવી યાત્રા

નથી સાથી નથી તારા

લાગણીની હોડીના હલેસા ધબકાર

પામીશ કિનારો ? જીવન ભંગાર

ગાઢ જંગલ છે ને હરિયાળી લહેરાય છે

જીવન મંગલ છે ને સુગંધ  ફેલાય  છે

નાનો શો પ્રયાસ

23 09 2009

લાગણીની માગણી ઝાંઝવાના જળ

પામોના છિપાયના અમંગળ પળ

 

ઢુંઢુ તને બહાર ને ભીતર

પામું તને સમક્ષને અંદર

 

નવી મંઝિલ નવી યાત્રા

નથી સાથી નથી તારા 

 

ગાઢ જંગલ છે ને હરિયાળી લહેરાય છે

જીવન મંગલ છે ને સુગંધ  ફેલાય  છે

ગ ગઝલનો ગ

23 01 2008

****
વાંચવા લાગી આ ગઝલ હું આંખથી
ચાંચ ના ડૂબી ના ઉડી શકી પાંખથી

શાંતિની શોધમાં હું ક્યાં ક્યાં ભટકી
વગડે વડની ડાળે ભાળી ઉંધી લટકી

ટૂટેલી ક્ષણોને જોડવાની જફા ન કર
પાણીમાંથી પોરા ખોટી વાત ન કર

મુખેથી વેણ નિકળે ત્રાજવેશાને તોલે
દિવાલો પર મૌનના પડઘા જોને બોલે

દિલના તાર તડ તડ શામાટે સદા ટૂટે
વહાલા વેરી બને ત્યારે સાથ કેમ છૂટે

તારા વગર જીવનમાં જરાય મઝા નથી
શું આ આચરેલ કર્મની સીધી સજા નથી ?????????

 

 

ત્યારે ગઝલ સરજાય છે

15 09 2007

images23.jpg

      કૈંક  પીડા ઓગળે  ત્યારે ગઝલ  સર્જાય છે
      આંસુ જ્યારે ઓગળે ત્યારે ગઝલ સર્જાય છે

      આહ દિલથી નિકળે ત્યારે ગઝલ સર્જાય છે
      જામ ચીસોના ઢળે  ત્યારે ગઝલ સર્જાય છે

      જખ્મ જૂનાં સળવળે ત્યારે ગઝલ સર્જાય છે
      ભીતરે કૈં  સળવળે  ત્યારે ગઝલ સર્જાય છે

      વેદના ટોળે  વળે ત્યારે  ગઝલ  સર્જાય છે
      સેંકડો  સપના બળે ત્યારે ગઝલ સર્જાય છે

      ડૂસકાં સૌ  ટળવળે ત્યારે  ગઝલ સર્જાય છે
      હોય  કાં  ડુમો ગળે ત્યારે ગઝલ સર્જાય છે

       ઠોકરો જ્યારે મળે ત્યારે  ગઝલ સર્જાય છે
       શબ્દમાં લોહી ભળે ત્યારે ગઝલ સર્જાય છે

       જીંદગી ખુદને છળે ત્યારે ગઝલ સર્જાય છે
       મોત આવે અટકળે ત્યારે ગઝલ સર્જાય છે

મોંઘી પડી

15 09 2007

images44.jpg     

      દૂરતા    કોઈ   વખત   મોંઘી  પડી
       પણ નિકટતા તો સતત મોંઘી પડી

       જીવવા   જેવું  જ  જિવાયું   નહી
       જીવવાની  આવડત  મોંઘી પડી

       મ્હેક તારા  શહેરમાં  સારી હતી
       શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી

      આમ તો ઘરમાં  કશું નહોતું છતાં
      બહાર રહેવાની શરત મોંઘી પડી

       શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો
       શબ્દ  સાથેની  રમત મોંઘી  પડી

           જવાહર બક્ષી