સમય * કસમય

ધ્યાનથી જુઓ, વાંચો અને વિચારો ! ન કાનો, ન માત્રા, ન હ્રસ્વ ઇ , ન દીર્ઘ ઈ, ન હ્રસ્વ ઉ ન દીર્ઘ ઊ, ન અનુસ્વાર, જોડાક્ષર. આ બન્ને શબ્દમાં છતાં પણ તેનો પ્રભાવ અવર્ણનિય.  સમય ક્યારેય અટકતો નથી. સદા વહેતો રહે છે. શું એને થાક નહી લાગતો હોય ? ક્યારેય તેની ફરિયાદ સાંભળવામાં આવી છેવાંચન ચાલુ રાખો “સમય * કસમય”

ભલે ઉગ્યો ભાણ , ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯.

રોજ ઉગે છે. આજે શું નવું છે ? અરે આજે તો મારા મનના મોરલાને નાચવાનો અધિકાર છે. જેમની યાદોના સહારે આ જીંદગી ગુજારી રહી છું, તેમનો “જન્મ દિવસ” છે. ભલેને  વરસોના વહાણા વાયા, હજુ કેટલા ? તે પણ એક પ્રશ્ન છે ? જેનો ઉત્તર પામવો મુશ્કેલ છે ! ખેર એક , જીંદગી જીવવાની છે. જીવ્યાવાંચન ચાલુ રાખો “ભલે ઉગ્યો ભાણ , ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯.”

દશેરા ૨૦૧૯

‘અરે મમ્મી ગયે વર્ષે,’રાવણ દહન’ જોવા ગયા હતા. પાછું આ વર્ષે રાવણ દહન જોવા જવાનું ?’ ટીકલુનો આ સવાલ સાંભળી મમ્મીને ખૂબ નવાઈ લાગી. કઈ રીતે આ બાળકને સમજાવવું કે ‘રાવણ દહન’ તો માત્ર પ્રતિક રૂપે દર્શાવવા માટે છે. એનો ગર્ભિત અર્થ જાણવો જરૂરી છે. વાર્તાના સ્વરૂપે સમજાવવામં મમ્મી સફળ થઈ. ‘બેટા, યાદ છે નેવાંચન ચાલુ રાખો “દશેરા ૨૦૧૯”

નવરાત્રીના નવ દિવસ (૨૦૧૯)

નવરાત્રી આવે એટલે યાદ આવે વચ્ચે મૂકાતો ગરબો. ગરબો બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં ૨૭ છિદ્ર હોય છે. ૯ છિદ્રની ૩ લાઈન. એટલે ૨૭ છિદ્ર, તે ૨૭ નક્ષત્ર છે.  દરેક નક્ષત્રને ચાર ચરણ હોય છે. ૨૭ ને ૪ વડૅ ગુણીએ એટલે થાય ૧૦૮. નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી રમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળેવાંચન ચાલુ રાખો “નવરાત્રીના નવ દિવસ (૨૦૧૯)”

“અ” આગગાડીનો “અ” !

  અણમોલ’ અક્ષરની સવારી શરૂ થઈ. **** ‘આગગાડી’ ઉપડી ‘અછતના’ પ્રદેશમાં આવીને ઉભી રહી. **** ‘અભાવા’ને કારણે આજુબાજુનું વાતાવરણ ગમગીન હતું. **** ‘અરાજકતા’ સઘળે ફેલાઈ અઈ ! ******** ‘અણગમો’ વ્યક્ત કરવાનો સમય ન સાંપડ્યો ! **** ‘અચાનક’ કોઈ કાનમાં સંદેશો કહી ગયું. **** ‘અણધાર્યા’ સમાચારે હવાનો રૂખ બદલાઈ ગયો ! **** અંધશ્રદ્ધા ન પ્રવેશે, સજાગવાંચન ચાલુ રાખો ““અ” આગગાડીનો “અ” !”

શ્રાધ્ધ (એકાદશી)

  આજના પવિત્ર દિવસે વિરહીજનોના ગુણોનું ગાન કરી, તેમને સમરીએ. કોઈ પણ જાતના પુણ્યની આશા રાખવી નિર્થક છે. માત્ર, જીવનમાં યાદની “જ્યોત” જલાવી, તેમની સાથે માણેલા સમયની “જ્યોત” ઝળહળતી રાખવી. આપણે સહુ એ પથના પ્રવાસી છીએ. એકાદશીના પવિત્ર દિવસે સહુ વિદાય પામેલને  “હ્રદય પૂર્વક અંજલિ’.

અનુષ્કા- અમલના પપ્પા

મમ્મી, આજે સાંજે હું ઘરે જમવાની નથી .’ ‘બેટા ગઈ કાલે રાતના પણ તું જમી ન હતી’. ‘મમ્મી, મેં તને એટલે જણાવ્યું કે, તું મારી ભાવતી રસોઈ બનાવવાની મહેનત કરે ને હું જમું નહી’. મમ્મી, હવે ટેવાઈ ગઈ હતી. આમ તો તેની દીકરી ખૂબ ડાહી હતી. બસ એક વસ્તુ ન ગમે , તેને કશું કહેવાનુંવાંચન ચાલુ રાખો “અનુષ્કા- અમલના પપ્પા”

બદ્રિનાથ અને કેદારનાથની યાત્રા****૧

  મિત્રો જે સ્થળના નામ રોમાંચક હોય એ સ્થળની યાત્રા કેટલી ભવ્ય હોઈ શકે. ૪થી જૂન , ૨૦૧૯ મિત્રનો ફોન આવ્યો. ‘પ્રવિણાજી હમ બદ્રિનાથ ઔર કેદારનાથ જા રહે હૈ, આપકો સાથ ચલના હૈ. સબ તૈયારિયાં હો ગઈ હૈ, માત્ર આપ ટિકિટ ખરીદલો’. આવી સુંદર રજૂઆત, જે સ્થળે જવાનું સ્વપનું પણ નહોતું આવ્યું. હા, પંદરેક વર્ષવાંચન ચાલુ રાખો “બદ્રિનાથ અને કેદારનાથની યાત્રા****૧”

જન્માષ્ટમી ૨૦૧૯

અરે, મહોલ્લામાં જન્માષ્ટમીની તૈયારી થઈ કે નહી ? ઘરે ઘરેથી ફંડફાળૉ એકઠો કરીને ભવ્ય જન્માષ્ટમીનો મહોત્સવ મનાવવાનું નક્કી કર્યું હતું. મુંબઈમાં રાતના દસ વાગ્યા પછી સહેલાણીઓને બહાર ફરવા જવાનો સમય હોય છે. હવે એવા સમયે ક્યાં દૂર મંદિરોમાં દર્શન કરવા જવું એના બદલે પોતાના રહેવાના સ્થળે ભવ્ય મડંપ બનાવીને કૃષ્ણ જન્મ ઉજવવાનું નક્કી કર્યું હતું.વાંચન ચાલુ રાખો “જન્માષ્ટમી ૨૦૧૯”

હું એમની દીકરી

સવારના પહોરમાં કૂકડો બોલે કે ના બોલે અનુ, ટહુકા કરતી આવી પહોંચે. હંસા માસી પાડોશમાં રહેતી અનુ રાતના સૂવા પોતાને ત્યાં જતી. બાકી હંસા માસીનું ઘર એટલે એનું પોતાનું ઘર. હંસા માસીને દીકરી હતી નહી, અનુએ  ખોટ પૂરી પાડી. જોએ સવારના ન દેખાય તો હંસા માસી કિસનને કહેશે, ‘જો તો અનુ ઉઠી કે નહી જોઈવાંચન ચાલુ રાખો “હું એમની દીકરી”