યમુના મહારાણી

12 04 2019

 

 

યમુને મહારા્ણીની જય
*************************

આજ યમુનાજીને તીરે વાગ્યા હૈયામાં તીર
તટ પર આવીને સખી વેદના થઈ

યમુનાજી રીઝે તો દોષો વિલિન થાય
યમુના પાનથી પાવન થઈ
તટ પર આવીને સખી વેદના થઈ.

યમુના સમીપે ભાન ભૂલી આજ
હૈયામાં મધુરી હલચલ થઈ
તટ પર આવીને સખી વેદના થઈ

યમુનાનું તીર અ્ને સ્થળ છે વંદનીય
મહિમા અપાર ને વળી પૂજનીય
તટ પર આવીને સખી વેદના થઈ

યમુના મહારાણીની આંગળી ઝાલી
શ્રીજીની સમીપ  પહોંચી ગઈ
તટ પર આવીને સખી વેદના થઈ

પુષ્ટિ જીવોનો ભાગ્યોદય જે કરે
વલ્લભની સેવાની પ્રાપ્તિ થઈ
તટ પર આવીને સખી વેદના થઈ

ગુરૂ એપ્રિલ,૨૦૧૮

13 04 2018

આચાર્ય ચરણકમલેભ્યો નમઃ

 

गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः

गुरूःसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरूवे नमः

***********************************

 

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

હૈયામાં બિરાજો મુજને સત્ય સમજાવો — શ્રી મહાપ્રભુજી

 

સત્ય સમજાવી મારા હાથ  લેજો ઝાલી

હૈયામાં બિરાજી જ્ઞાનનો પેટાવજો દીવી —શ્રી મહાપ્રભુજી

 

રાહ બતાવ્યો સાદ સુણી દોડી દોડી આવી

કંઠી પહેરી પુષ્ટીમાર્ગે આંખ મુંદી આવી– શ્રી મહાપ્રભુજી

 

તમારા દર્શન કાજે આજે ચંપારણમાં આવી

અભિલાષા પૂરી થઈને શિતળતાને પામી —શ્રી મહાપ્રભુજી

 

યમુનાષ્ટકની ઘેલી આજે શરણે તમારે આવી

શ્રી કૃષ્ણ શરણં મમનો મંત્ર રહી ઉચ્ચારી     —શ્રી મહાપ્રભુજી

 

સેવાની હું રીત ન જાણું દાસી છું અજ્ઞાની

વિનવું તમને શીશ નમાવી કરો કૃપા તમારી —શ્રી મહાપ્રભુજી

 

તમારો મહિમા પેલા વૈષ્ણવજન સહુ જાણે

કરૂણાના સાગરે ડૂબી તેની કૃપા પ્રેમે માણે—શ્રી મહાપ્રભુજી

***

પુષ્ટિમારગના પ્રણેતા

કંઠી દઈ બ્રહ્મસંબંધ બંધાવનારા

‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’  અષ્ટાક્ષરનો મંત્ર આપનારા

શ્રી વલ્લભને વારંવાર પ્રણામ

 

અગ્નિકુંડનું તેજ

22 04 2017

 

 

 

 

 

 

 

*********************************

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

હૈયામાં બિરાજો મુજને સત્ય સમજાવો

અગ્નિકુંડમાંથી પ્રગટ્યા તમે ભુતલ સોહાવો

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

*

ભવસાગરમાં ભૂલી પડી હું આવી તારે દ્વારે

જીવન નૈયા મારી, તારી કૃપા પાર ઉતારે

અષ્ટાક્ષરનું સુમિરન સદા વસતું મારે ઉરે

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

*

પુષ્ટિમારગનું પાન કરવા આવી ઉભી બારણિયે

હાથ ઝાલી મહાપ્રભુજી  પ્રવેશ દેજો આંગણિયે

વિનતી મારી સ્વિકારજો  પડું  હું તારે પાયે

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

*

બ્રહ્મસંબંધની દીક્ષા આપી શરણે તારે લીધી

પુષ્ટિમાર્ગની રીત શિખવી સેવા અમને દીધી

તારે શરણે મહાપ્રભુજી પ્રેમની પ્યાલી પીધી

*

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

હૈયામાં બિરાજો અમને સત્ય સમજાવો

શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો

 

 

 

 

 

તુજને મળવા

19 11 2016

 

કૃષ્ણ ભગવાનની કૃપાથી ભારત દર વર્ષે આવવાનું ‘વ્યાજબી બહાનું’ સાંપડે છે.

ગોકુળ યા શ્રીનાથદ્વારા જવાનું મન થાય !

એ પ્રાર્થના પણ ફળે છે.

જુઓ શ્રીજીને મળવા જઈ રહી છું.

માનું છું તે હ્રદયમાં છે, સાથે છે, સર્વત્ર છે છતાં પણ આ જીવ માનતો નથી !

 

lord

 

 

 

 

 

 

****************************************************************************************************************

હું આવી છું દોડીને મળવા તુજને

કૃપા કરીને શ્રીજી આજે અપનાવી લે તું મુજને

**

તારા દર્શને પ્યાસું હૈયું મારું તૃપ્ત થયું

અપનાવી લે દાસને આજે જીવન મારું સફળ થયું

**

તારું સુમિરન હરદમ આ દિલમાં વસ્યું

શરણે આવી મોહ, માયાને આસક્તિ વિસરી ગયું

**

વણમાગે તેં દીધું ઘણું એ કેમ કરી વિસરી શકું

તારા દીધેલ આ જીવનને સતકર્મે સાર્થક કરું

**

તારો ઝાલ્યો પ્રેમે હાથ, સુનહરો સાથ  પામું

માર્ગ ચીંધી ઈશારો કરજે આંખ મીંચી ચાલી આવું

 

**********************************************************

 

ક્યાં શોધું ?

3 11 2016

look

 

 

 

 

 

 

*****************************************************************************************************************************************************

શ્રીજી આ તારી સૃષ્ટિમાં શોધું ક્યાં તને વહાલા

નજર જ્યાં જ્યાં ઠરે મારી દીસે તારા  નજારા

**

તું વ્યાપક છે સઘળે છતાં શોધું તને વહાલા

મતિ મારી સુધારી સીધે માર્ગે વાળ સાકારા

**

તું સદા જાગ્રત તારી નોખી રીત છે વહાલા

સૌંદર્ય માણવા હરદમ આંખ મારે પલકારા

**

ૐ કારા માંહી માણું તારો નાદ હું વહાલા

અસ્તિત્વ તારું અંગે રેલાય ઉચ્ચારું અકારા

**

ઉકારા માંહી તારો સ્પર્શ શ્વાસે મળે વહાલા

પરમ શાંતિને સદા પામું જ્યારે ગુંજે મકારા

**

તુજને પામવાની ઠાની ઉરે હો શ્રીજી વહાલા

પૂરજે આશ અંતરની કદી ના દઈશ જાકારા

**********************

श्रीजी मेरो सांवरियो

और मैं श्रीजीकी हो गई

दर्शन पाया भान भूली

आंख मेरी पावन हुई

**

मुझमें समाये आप श्रीजी

भाग्य मेरा निखर गया

जगकी चिंता दूर हुई

आंख मेरी पावन हुई

**

तुम बिन श्रीजी मोको न  भाये

सुबह शाम मैं ढुंढ रही

सामने पाया आपको श्रीजी

आंख मेरी पावन हुई

**

हाथ पकडना मेरो श्रीजी

राह दिखाना जो भटक गई

अंत समय श्रीजी शरणमें लेना

ये दासी  तेरी हो गई

 

 

 

એક તારો આધાર***

28 05 2016

 

darshan

 

 

 

 

 

 

*******************************

એક જ છે આધાર શ્રીજી એક જ તારો સાથ

એકની એક આ દુનિયામાં તું છે તારણહાર

શ્રીજી એક જ છે આધાર

એકલા આવ્યા એકલા જવાના કોઈ ન દે સાથ

તારો હાથ મળે તો શ્રીજી ના રહે ફરિયાદ

શ્રીજી એકજ છે આધાર

એક જ તું મળે તો લાગે આ દુનિયા ભેંકાર

તારો  સંગ  એવો  મધુરો  દુ્જો લાગે  બેકાર

શ્રીજી એક જ છે આધાર

તારા મધુરા સહવાસે  લાગે દુનિયા અપરંપાર

એકતારો તુન તુન બોલે મારા કર્ણને આસ્વાદ

શ્રીજી એક જ છે આધાર

તારી લગની એવી  કાયાને ડોલાવે વારંવાર

એક તું. એક તું, એક તું તુજને પામવા બેકરાર

શ્રીજી એક જ છે આધાર

 

 

શરણે સરી જવાય

6 12 2015

trinity

 

 

મારા શ્રીનાથજીને સોહતું મોરપીંછ

હવાની લહેરખીમાં ઝુલતું મોરપીંછ

હાલતા જાય, ચાલતા જાય હાથ હલાવી બોલાવતા જાય

 

મારા કનૈયાની મધુરી મોરલી

મોરલીના તાનમાં ગોપી બની ઘેલી

વગાડતો જાય,  સુર રેલાવતો જાય  સહુના સાનભાન ભુલાવતો જાય

 

મારા મહરાણીમાની લાલ ચટક ચુંદડી

ચુંદડીને ચુડીઓથી શોભા છે નિખરી

પાવનતાના નીર પાતાં જાય, વાયુ વાયે લહેરાતાં જાય

 

મારા મહાપ્રભુજીની શિક્ષા અનેરી

પુષ્ટિમારગની દિશા છે સુનહરી

અષ્ટાક્ષરનો મંત્ર દેતા જાય, સેવાનો મારગ સમજાવતા જાય

 

આવો સર્વે વૈષ્ણવો ઝાંખી કરવા આવો

દર્શનને સત્સંગનો માણીએ લહાવો

વાણી ને વર્તન નિર્મળ થાય શરણે શ્રીજીને સરી જવાય.