મારે આંગણ

આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર  જો તોરણ બાંધ્યા દીવડાં પ્રગટાવ્યા અંતરે થયો ઉજાસ જો નંદકુંવરને પાયે રૂમઝુમ ઝાંઝરનો રણકાર  જો મોરમુગટ માથે ને  સંગે  સોહે  મોરપીંછ  જો કાળી કામળી હાથમાં લાકડી ગાયો ચારવા જાય જો ગોપબાળોની સંગે નટવર  નટખટ  સોહાય  જો મહીડાં માખણ ચોરી લાલો બેઉ  હાથે  મંડાણો જો મધુરી મીઠી વાંસલડીનાં  સૂરમાં ભાનવાંચન ચાલુ રાખો “મારે આંગણ”

અજવાળા

   અંધારા ઉલેચીને        હે પ્રભુ  અજવાળાં ફેલાવો, ફેલાવો        મનની અટારીએથી માયા મૂકાવી         હે પ્રભુ મહેકાવો , મહેકાવો         દિલનાં દુખડા દૂર કરી         હે પ્રભુ દર્દથી સજાવો, સજાવો         વાણીની સરિતા દ્વારા          હે પ્રભુ વહાલને વરસાવો, વરસાવો          કર્મની કુંપળોને સત્કર્મથી           હે પ્રભુ સોહાવો, સોહાવો           વર્તન સુંદર ને વિનયથીવાંચન ચાલુ રાખો “અજવાળા”

ઓરા આવો**

ઓરા આવો તો વહાલાં નિરખું શ્રીનાથજી આંખલડી મારી પાવન થાયે શ્રીનાથજી તમ સાથે જોડી પ્રિતડી શ્રીનાથજી હૈયું હાથ રહ્યું જાય ના શ્રીનાથજી  ઓરા આવો— કાનમાં કહેવી તમને વાતડી શ્રીનાથજી મંગલ આશિષ વરસાવો શ્રીનાથજી  ઓરા આવો—- તમ ક્રૂપાએ જીવનમાં ભાત છે શ્રીનાથજી ભક્તોનો સંગ રૂડો પામી શ્રીનાથજી  ઓરા આવો—- બંસીના નાદે થઈ ઘેલી શ્રીનાથજી રાસલીલામાં ભાનવાંચન ચાલુ રાખો “ઓરા આવો**”

તું શ્રીજી**

  તારા દર્શનની ઝલકે મારા દિલમાં આનંદ ઉભરાણો તારા સાંનિધ્યે શ્રીજી મારા નયનોમાં પ્યાર છલકાણો તુજને મળવા આતુરતાથી આવી ઊભી હું નાથદ્વારા તારી શોભા હું શું વરણું મારી તુચ્છ વાણી દ્વારા તારું સુંદર પુલકિત મુખડું હરી ગયું મારા સાન અને ભાન તારા નેણ કટાક્ષે ઘાયલ વિસરી ગઈ હું મધુરું ગાન તારી સંગે મુરલીમનોહર મોરપીંછ મસ્તકેવાંચન ચાલુ રાખો “તું શ્રીજી**”

શ્રીજી

  જીવવું તારા સાંનિધ્યે શ્રીજી    આનંદ મંગલ દેનાર શ્રીજી    શ્રીજી વિનાનું આ જગ ખારું    શ્રીજી સુમિરને બને સુહાનું    સહુ સંબધ સ્વાર્થના જગમાં    તું એક ના કોઈ કામના    તુજમાં મારું મન પરોવાયે    જીવન ધન્ય બને સોહાયે   પ્રેમ સહુનો વધતો ઘટતો   તારા પ્રેમનો માણ્યો ચટકો    હરહંમેશ સમાનવાંચન ચાલુ રાખો “શ્રીજી”

સાંભળ

અંતરથી કાના તને પાડું છું સાદ હળવેથી સાંભળ મારી વાત * મીરાંને માધવ રૂપે મળ્યો તું નરસિંહની માણેકનું પૂર્યું મામેરું વાંક ગુનો મારો બતાવ હળવેથી સાંભળ મારી વાત * રામ પ્રતાપે શીલા અહલ્યા થઈ સુદામાના તાંદુલની મિઠાશ મધુરી વાંક ગુનો મારો બતાવ હળવે થી સાંભળ મારી વાત * ભરી સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા દુધપી પુતનાનોવાંચન ચાલુ રાખો “સાંભળ”

વાલમ**

હું તો વાલમ ને વિનવીને થાકી સાજન તું મારે સ્વપને નથી રસ્તે જતાં મારી છેડતી કરતો વાયદા મારા સદાને નિભાવતો શાને કાજે તું પજવતો સાજન તું મારે સ્વપને નથી સવાલો કરીને સરકી જતો તું જવાબો મારા કાને ન ધરતો શાને તું મુંઝવણમાં નાખતો સાજન તું મારે સ્વપને નથી મિલનની ઘડીઓમાં મૌઝથી મહાલતો વિયોગમાં આંસુડા મુજનેવાંચન ચાલુ રાખો “વાલમ**”

વિનંતી

    ઓ કનૈયા મુરલી બજૈયા સાંભળ વિનતી દાઉ ભૈયા આવી દ્વારે હાથ પસારે કૃપા તારી અહર્નિશ માંગે નિર્મળ મનવા સ્વાર્થને ત્યજવા શરણે તારે ભક્તિ  માગે સુમિરન તારું ચિત્તમાં પ્યારું માન અપમાને સમતા રાખે વાણી મધુર વર્તન સુંદર ‘પમી’ની અરજી કરજો મંજૂર