અહંકાર જીવનમાં અંધકાર ફેલાવે છે
ૐકાર જીવનને અલંકૃત કરે છે
**
અહંકાર માનવની પ્રગતિમાં અવરોધકારક છે
ૐકાર જીવનમાં પથદર્શક છે.
**
અહંકાર, શરીર જે પ્રભુ પાસે લઈ જવાનું પાત્ર છે તેને દુષિત કરે છે.
ૐકાર શરીરને પવિત્રતા અર્પે છે.
**
અહંકાર, વિદ્યાનો યા લક્ષ્મીનો વિનાશ નોતરે છે
ૐકાર વિનમ્રતાનું પ્રદાન કરે છે.
**
અહંકાર સંસ્કારના દામન પર દાગ છે .
ૐકાર સંસ્કાર પર ચાર ચાંદ લગાડે છે.
**
અહંકારના ભિતરમાં અ સંતોષનું દુઃખ છુપાયેલું છે.
ૐકારના ભિતરમાં શાંતિ સમાયેલી છે.
**
અહંકારના આવેશમાં જીંદગીની ગતિ તેજ હોય છે.
ૐકારથી ભરપૂર જીવન સરળતાથી વહે છે.
તાજેતરની ટિપ્પણીઓ