નાતાલની ભેટ

મિસ્ટર સ્મિથ ખૂબ અપસેટ હતાં. ખબર નહોતી પડતી શું કરવું?  પોતાને સાચવે કે માતાને? થેંકસ્ગિવિંગ ઉજવીને બધા સાથે ઘરે આવી રહ્યા હતા. નાતાલ પર શું કરવું તેની ચર્ચા ચાલતી હતી.  સ્મિથ એકનો એક દીકરો હતો. તેની પત્ની લીન્ડાને સ્મિથની મા ખૂબ વહાલી હતી. દર વર્ષે થેંક્સગિવિંગ પર બધા સાથે મળતાં. સ્મિથ જુનિયર લવ્ડ હિઝ ગ્રાન્ડમૉમ.વાંચન ચાલુ રાખો “નાતાલની ભેટ”

ઉપલો માળ ખાલી

માતા અને પિતાની છત્રછાયા વગર સોમો ઉછર્યો હતો. બે ભાઈઓમાં સોમો નાનો. સોમાને મોટોભાઈ ખૂબ ચાહતો અને હરખાતો. બન્ને વચ્ચે ઉમરમાં ઝાઝો ફરક હતો. ઘણાં વર્ષે સોમાની માને દિવસ ચડ્યાં  હતાં. તેથી માએ મુખ ભાળ્યું ન ભાળ્યું ત્યાં તો ગામતરે ગઈ. “આ સોમો છે ને તેનો ઉપલો માળ ખાલી છે.”  નાનપણથી આ વાક્ય સાંભળીને સોમો મોટોવાંચન ચાલુ રાખો “ઉપલો માળ ખાલી”

પાછી મમ્મી ગુસ્સે થઈ !

“મમ્મી હું રાતના મોડી આવીશ . “પુણ્યા મોડી આવે એટલે મમ્મી તેના જમવાની રાહ જુએ. “ પહેલા પુણ્યા અઠવાડિયામાં એકાદ દિવસ રાતના મોડી આવતી હતી. હમણાંથી ચાર દિવસ મોડી આવે છે. મમ્મીને ચાર દિવસ રાહ જોવાનું આકરું લાગતું. મમ્મી બોલે કંઈ નહી પણ દિલમાં હંમેશા શંકા કરે. જુવાન છોકરી રાતના શું કરવા મોડી આવે છે.વાંચન ચાલુ રાખો “પાછી મમ્મી ગુસ્સે થઈ !”

“સફળતા”

મારી મમ્મી હંમેશા કાંઇને કાંઈ કામ કરતી હોય. હંમેશા તેના હાથની આંગળીઓ કામમાં વ્યસ્ત હોય. કમપ્યુટર પર મારું કામ પણ કાયમ ચાલતું હોય. કંટાળો આવે ત્યારે હાથને રજા. એક દિવસ મમ્મીના હાથ હાથમાં લઈ પંપાળતી હતી. કેટલી સુંવાળપ હતી. કામ કરતી છતાં હાથ ખૂબ નાજુક લાગતાં. જો એ કાંઈ ન કરતી હોય તો મને નવાઈવાંચન ચાલુ રાખો ““સફળતા””

બારણાની પાછળ

બંધ બારણા ખૂલે તો, સ્વર્ગ નજરે પડે, ધરતી કંપ થાય કે વાવાઝોડું આવે. એ તો બારણા પાછળ શું ચાલી રહ્યું છે તેના પર આધાર છે. માનવીના મનમાં શું ચાલે છે એ કળવું મુશ્કેલ છે. થોડે વત્તે અંશે એ બારણાની પાછળ શું ચાલે છે એ પણ કળવું મુશ્કેલ છે. ઘણિવાર સારી પ્રક્રિયા પણ ચાલતી હોય છેવાંચન ચાલુ રાખો “બારણાની પાછળ”

સા. બુ. ( સાબુ)

શબ્દ એક છે. માત્ર પહેલાં શબ્દમાં સા અને બુ પછી પૂર્ણ વિરામનું ચિન્હ છે. સાબુથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ સવારે તેના વગર તાજા અને ચોખ્ખા થવાતું નથી. પછી ભલેને તમે ‘લક્સ’ વાપરો. ‘મોતી’ વાપરો. ‘પિયર્સ’ વાપરો. અરે ‘હમામ કે લાઈફ બોય’ પણ ચાલે. શિયાળો હોય તો સાબુને બદલે ચણાનો લોટ લગાવી મોઢું સાફ કરો.વાંચન ચાલુ રાખો “સા. બુ. ( સાબુ)”

આજનો યાદગાર દિવસ

આજે ‘હલોવીન ‘ છે. ‘હા’ આજે લોખંડી પુરુષ ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ નો જન્મ દિવસ છે. ‘હા’. અને આજે મારા’ પ્રાણથી પ્યારા પતિ’નો જન્મ દિવસ પણ છે. વર્ષોના વહાણા વાય હાથ છૂટ્યો, સાથ છૂટ્યો પણ દિલમાંથી તમે સાથે છો એનો અહેસાસ નથી છૂટ્યો. આ જનમમાં લેણું હતું એટલો સંગ માણ્યો. હવે આપણિ યાદગીરી સમાન બાળકોનો અનેવાંચન ચાલુ રાખો “આજનો યાદગાર દિવસ”

અવાચક

‘મમ્મી, પપ્પા કેમ આજે ઢીલા લાગે છ’? કામમાં વ્યસ્ત મમ્મી ક્યારેય ધ્યાન ન આપતી કે રવી કેમ આટલા થાકેલા જણાય છે. છેલ્લા બે અઠવાડિયાથી તેની તબિયતમાં ગરબડ હતી. જો કાંઇ પણ બોલે તો રોમા કાગનો વાઘ કરે . એટલે જબરદસ્તીથી મુખ પર હાસ્ય પહેરી ફરતો. જ્યારે રીના બોલી ત્યારે રોમાનું ધ્યાન ગયું. રવી દવાખાને અનેવાંચન ચાલુ રાખો “અવાચક”

ભાઈ બીજ

યાદ નથી છેલ્લી ભાઈબીજ ક્યારે ભાઈઅઓના સાંનિધ્યમાં ઉજવી હતી. આ દિવસ દર વર્ષે આવે છે. બંને ભાઈ ૮૦ ઉપરના થઈ ગયા છે. નાનપણના એ દિવસોમાં રાચવું ખૂબ ગમે છે. ભાઈ માટે એ જ લાગણિ આજે છે. સદા તેમની કુશળતાની પ્રાર્થના હ્રદયથી કરું છું. પણ નાઈલાજ છું. બસ એક ચિંતા સતાવે છે, તેમને કષ્ટ ઓછું પડે.વાંચન ચાલુ રાખો “ભાઈ બીજ”

નૂતન વર્ષાભિનંદન

આજનો દિવસ નૂતન પણ છે. અનેક અભિનંદનોને પાત્ર પણ છે. સૂરજ હંમેશની જેમ પૂર્વથી જ પ્રગટ થતો જણાયો છે. આશા અને ઉમંગના કિરણોની ઝડી વરસી રહી છે. તેમાં સ્નાન કરવા આવો. ભલે તમે મને સ્વાર્થી કહો પણ સત્યથી વેગળું નથી. ભારતનો ધ્વજ આજે નીલ ગગન તળે મુક્ત પણ વિહરી રહ્યો છે. સદા લહેરાય છે. જરાવાંચન ચાલુ રાખો “નૂતન વર્ષાભિનંદન”