એક ડગ ધરા પર

foot

foot

 

નવલકથા   રૂપે પ્રસ્તુત થઈ ગઈ  છે.

આશા છે આપ સહુ ઉમળકાભેર આવકારશો.

આભાર.

ઉદરે અવતરણ

***********

સુહાગરાતની માદકતા હતી, ચંદ્ર આભમાં સોળે કળાએ ખીલ્યો હતો.

પ્રથમ રાત અને પ્રિયતમનો સાથ જો માનવી પાગલ ન બને તો જ અજુગતું લાગે.

ઘર શણગારેલું તથા મહેમાનોથી શોભતું, ચારે તરફ ખુશીનું સામ્રાજ્ય છવાયેલું હતું.

સોનમને આ વાતની ખબર હતી તેથી તેણે પિયુને મનાવી ‘સોહાગરાત’ તાજમાં

માણવાનું નક્કી કર્યું હતું.  ઘર આમંત્રિત મોંઘેરા મહેમાનોથી ગુંજી રહ્યું હતું. સાહિલના

કાકા અને કાકી અમેરિકાથી લગ્ન માટે આવ્યા હતાં.  ફઈબા બેંગ્લોરથી તથા નાના

અને નાની સૂરતથી. મહેમાનો વિદાય થયા પછી વરઘોડિયા,’મધુરજની’ માણવા

નૈનિતાલ જવાના હતાં.

અરબૂ સમુદ્ર ઘુઘવતો હોય, પાલવા તથા રેડિયો ક્લબ આડી અડીને હોય એવા માદક

અને મોહક મુંબઈમાં તાજની અગાસી પરથી સોનમ સાહિલનો સંગ માણી પોતાની જાતને

ભાગ્યશાળી માની રહી હતી. ચાંદ પણ લજવાઈને વાદળ  પાછળ લપાઈ ગયો. ઉજ્જવલ

ચાંદનીમાં સોનમ, સાહિલની પ્રથમ રાત ક્યાં પૂરી થઈ ગઈ તેનું પ્રેમી પંખીડાને ભાન પણ

ન રહ્યું. બે દિવસ પછી તેઓ ઘરે આવ્યા. સાહિલના મમ્મીનો આગ્રહ હતો કે મહેંદીનો રંગ

ન ઉતરે ત્યાં સુધી નવોઢા રસોઈ ઘરમાં પગ ન મૂકે. રસોડું એ સ્ત્રીના જીવનનું અભિન્ન અંગ છે.

મહેમાનો બધા ગયા. સોનમ અને સાહિલ ‘રાજધાનીમાં’ સવાર થઈ પહેલાં દિલ્હી ગયા. ખાનગી

ટેક્સીની વ્યવસ્થા કરી હતી.દિલ્હી તો રાજધાની અને ખૂબ સુંદર શહેર, પ્રિતમની સોડમાં બેસીને

માણવાનું હોય તો મજા જ આવે ને! ત્યાંથી ટેક્સી આગ્રા આવી પહોંચી. પૂનમની રાતમાં તાજમહાલ

નિહાળવો એ તો જીવનનો અમૂલ્ય લહાવો છે.સોનમ તો ઘેલી બની હતી.બે દિવસ અને રાત દૂધે

નિતરતી ચાંદનીમાં તાજને નિહાળી બન્ને જણા નૈનિતાલ જવા રવાના થયા.  ‘અલકા હોટલનો’

સુંદર સજાવટવાળો રૂમ નવપરણિત યુગલ ક્યાં દિવસો પસાર થઈ ગયા ખબર જ ન પડી.

સાંજ પડે નૈની લેકમાં સહેલગાહે નિકળવાનું. આ દિવસોમા સોનમ સાહિલની ખૂબ નજદીક

સરી. બે મળીને એક થયા. બંને જણા એકમેકને ભાગ્યશાળી માનવા લાગ્યા. નવજીવનની

શુભ શરૂઆતના કોલ આપી સુખી જીંદગીના સ્વપના સજાવી બંને ઘરે પાછાં ફર્યા. લગ્ન થયાને

ચાર વર્ષ પૂરા થયા. સાહિલ તથા સોનમ બંને હવે બાળક માટે તૈયાર હતાં. દાદા અને દાદી તો રાજી

હોય, પણ સહુ પહેલાં જવાબદારી નિભાવવા પતિ તથા પત્ની તૈયાર હોય એ વધારે જરૂરી છે.

ત્યાં તો એક દિવસ સોનમ સાહિલના કાનમાં કાંઇ ગણગણી ઉઠી.

સોનમ કહે, ‘સાહિલ તું જરા પણ સમજતો નથી’.

સાહિલ બોલ્યો,’પણ જરા મોટેથી બોલ તો ખબર પડે.’

સોનમ નજર્યું નીચી ઢાળીને કહે,’અરે પાગલ મને શરમ આવે છે’.

સાહિલ, ‘તો એમ કર જા સાડી પહેરીને આવ અને માથે લાજ કાઢ તો તને શરમ નહી આવે. ‘

સોનમ, ‘અરે મારા પાગલ પતિદેવ આ વખતે મને ૪૦ દિવસ થઈ ગયા ને______’

સાહિલને હવે બત્તી થઈ. જોરથી સોનમને બાથમાં લીધી અને બોલ્યો, ‘ઓહ,

ત્યારે એમ વાત છે.’

હજુ તો મારું અસ્તિત્વ ખૂબ જ નાજુક છે. જનનીના જઠરે પળ પહેલાં

મેં જીવન પ્રાપ્ત કર્યું. આ અંધારી કોટડીમાં નવ માસ ગાળીશ.  પરમ શાંતિ

નો પહેલો અનુભવ. ભલે ને સૂર્યનું પ્રથમ કિરણ મને દૃષ્ટિ ગોચર નથી થતું,

કશો વાંધો નહી. જે સ્નેહ અને મમતાની ગાંઠે હું બંધાઈ તે અલૌકિક છે. આ

પાવન સ્થળે  ખૂબ જતન પૂર્વક મારું લાલન પાલન થાય છે. મારી ખુશીનો

પાર નથી. મારા માતા અને પિતા બંને ખુશ છે.  સમાજ, નાના, નાની, દાદા કે

દાદીના પ્રત્યાભાવ મને ખબર નથી. જીવનની આ ધન્ય ક્ષણ અને સુંદર મજાનું

આ રહેઠાણ મને પ્રિય છે.

હજુ કોઈને ખબર નથી કે ઉદરે પોષાઈ રહેલું પારેવડું દીકરો છે કે

દીકરી. માત્ર મને જ જાણ છે કે હું ‘લક્ષ્મી’ છું. તે સહુનો આનંદ મને ખૂબ

શાંતિ તથા ઉત્સાહ પ્રેરે છે. ધીરે ધીરે મારો વિકાસ થઈ રહ્યો છે.  મારી માતા

ખૂબ સંસ્કારી તથા કુશળ હોવાને કારણે મને સુંદર ભોજન દ્વારા તંદુરસ્તી

તથા સારા વિચારોનું પોષણ આપી રહી છે.  સમય તો પાણીના રેલાની જેમ

વહી રહ્યો છે. મારી પ્રગતિ ખૂબ સંતોષકારક જણાઈ રહી છે.  પ્રથમ બાળક

હોવાને નાતે મારી જનનીને થોડી ઘણી તકલિફ આપી રહી છું . તે આ મીઠા દર્દને

પ્રેમ પૂર્વક માણી રહી છે.  મારા માતા તથા પિતાના પ્રેમની હું નિશાની છું.

અનૂકૂળ સમય પાકી ગયો. ડોક્ટર પાસે દર મહિને મારી મા તબિયતની અને મારી

પ્રગતિની ભાળ કઢાવવા આવતી. ડોક્ટરે આપેલી બધી સુચનાઓનું પાલન કરતી.

ખરું પૂછો તો ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓને જે ગમે તે ખાવાની છૂટ્ટી હોય છે. વજન

વધે તેમ તે વધુ સુંદર જણાતી હોય છે. સારું પૈષ્ટિક ખાવાનું, નિયમિત સાંજના સમયે

પતિના હાથમાં હાથ થમાવી સહેલ કરવા નિકળવાનું. આ વખતે જ્યારે તે ડોક્ટરને

મળવા આવી ત્યારે ખૂબ આતુર હતી. આજે ડોક્ટર ભેદ ખોલવાના હતા.

ડોક્ટર માને તપાસી, પ્રથમ વાર તેને શુભ સમાચાર આપશે કે  આવનાર બાળક ‘દીકરી’

છે. મને ગભરામણ થાય છે. મને ખબર નથી માતા તથા પિતા ને શું અનુભવ થશે? બરાબર

તબિયતની તપાસ થઈ ગઈ.  પડદા ઉપર મારી ફરતી તસ્વિર નિહાળી માના અંગ અંગમાં

રોમાંચ થયો.  તે સ્પંદનો મને બહુ ગમ્યા.

આજે તો પિતા પણ સાથે આવ્યા હતા. રહસ્ય છતું થવાનું હતું. મોનિટરના પડદા પર

મને જોઈને બંને જણા ખૂબ ખુશ થયા. બંને જણા હાથમાં હાથ પરોવી ઈંતજારની

ઘડીઓ ગણી રહ્યા હતાં. live

ડોક્ટરે આવીને શુભ સમાચાર આપ્યા.

મમ્મી અને પપ્પા ખુશીથી ઝુમી ઉઠ્યા.

પપ્પાએ મમ્મીને બાથમાં લઈ મસ્તક પર

મીઠું ચુંબન આપ્યું.  પ્રથમ પ્યારની, પ્રથમ મહેક

સમાચાર સાંભળીને તેમની ખુશીનો પાર ન રહ્યો. ઉદરમાં મને પણ અતિ આનંદનો

અહેસાસ માણવા મળ્યો. બન્નેને પ્રથમ સંતાન દીકરી હોય તેવી અભિલાષા હતી.જે

મનોકામના સમાચાર સાંભળીને પૂર્ણ થઈ. હવે હું રાહ જોતી હતી કે ક્યારે નવ માસ

પૂરા કરી મારું અવતરણ ધરતી પર થાય.

ક્યારે  માના સ્તનમાંથી પ્રાપ્ત થતા મધુરા દુધનું પાન કરું?  ક્યારે તેની અંગુલીઓ મારા મસ્તક

પર પ્રેમ પૂર્વક પસારે.  ક્યારે મારા પિતા મને હાથમા લઈ ગૌરવભેર નિહાળે. ક્યારે

બને જણા વચ્ચે મીઠો વિવાદ થાય કે હું કોના જેવી દેખાઉ છું.   હજુ તો સારો એવો

સમય માતાના ઉદરે પોઢવાનો છે.  તેને ઉદરમા હિલચાલ દ્વારા આનંદની અનુભૂતિ

માણવાની છે.  મારે તેને અહેસાસ કરાવવાનો છે કે,’હે મા હું તારા ઉદરે પોષાઈ રહી છું’.

તારા અને મારા પ્યાર ભર્યા સંબંધની આ શુભ શરૂઆત છે. જનનીના જઠરમાં નવ માસ

કેવા આહલાદક છે. એક વખત હું ધરતી પર ઉતરાણ કરીશ પછી તારી સાથે પ્યારનો નાતો

બંધાશે. આત્યારે તો હું ઈશ્વરનો અને તારો સંગ સંપૂર્ણ પણે માણી રહી છું.

જ્યારે મારા પગની હિલચાલ દ્વારા તેના મુખમાંથી સરી પડતી ‘ઓય

મા’ના ઉદગાર સાંભળવાના છે. મારા પિતા જ્યારે માના પેટ ઉપર કાન મૂકી, મારો

અનુભવ કરે છે તે ધન્ય ક્ષણને મારે હૈયે જડવાની છે.

આજે માતા પિતાની ખુશીનો પાર ન હતો. એક તો હું પ્રથમ બાળક.

બીજું બંનેને પહેલું સંતાન પુત્રી જોઈતી હતી. થોડીક તેમેના મનમા

ગડમથલ હતી કે તેઓ બંનેનો વડીલ વર્ગ આ સમાચારને  કેવી રીતે

વધાવશે.   મમ્મીને ચિંતા હતી તેના પ્રાણ પ્રિય પતિના માબાપની. ઉંઘ

તેની વેરણ થઈ ગઈ હતી જેથી મને પણ થોડી પરેશાની વેઠવી પડી.

રાતના સમયે હું શાંતિથી ઉદરમાં પોઢી  મારા સ્વાસ્થ્યના અણુઓ સાથે

ગેલ કરતી. કિંતુ માની મુંઝવણ મને પણ ડોલાવી ગઈ.

સવારે નાસ્તાના ટેબલ પર સહુ સાથે બેસીને ચાપાણીની લિજ્જત

માણી રહ્યા હતા. મમ્મી પ્રોટિનેક્સ વાળું દુધ પીતી હતી. પપ્પા એ ધીરે

રહીને વાતનો દોર હાથમા લીધો. ડોક્ટર પાસે ગયા હતા. મમ્મીની તથા

બાળકીની તબિયત સારી છે. છાપું વાંચતા દાદા અને ચા હલાવતી દાદી

બંને સાથે બોલી ઉઠ્યા શું આવનાર બાળક ‘લક્ષ્મી” છે. તેઓના આનંદનો

પાર ન રહ્યો.  દાદા, દાદીને ઘરના આંગણમા દિકરી ને રમતી જોવાની

અભિલાષા જાણે મેં પૂરી કરી. માનું માથું ચુમ્યું અને તેના ઉદર પર હાથ

ફેરવી મને સ્પર્શ કર્યાનો આનંદ માણ્યો. હું ભલે આ કશું સમજી શક્તી ન

હતી. દાદીના સ્પર્શનો આનંદ મારા રોમરોમ પુલકિત કરી ગયા. નાના, નાની

દિકરી જમાઈની ખુશી એ ખુશી હતા.

હાશ, મારે હૈયે ટાઢક થઈ. મારું આગમન સહુને રુચ્યું.  હરખ ઘેલી થઈ, ભાન

ભૂલી હું હાથ પગ હલાવવા મંડી પડી. મમ્મીથી હળવો સિસકારો નિકળી ગયો. મને

પંપાળી (ઉદર ઉપર હાથ ફેરવી)  શાંત કરી.  ક્યારે નિંદર આવી ગઈ ખબર પણ ન

રહી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. કાંઈ આખી જીંદગીતો મા મને રાખવાની

ન હતી. પછી તે હું હોંઉકે આવનાર બાળક ‘દેવનો દીધેલ’ હોય. માતા પિતાને એક

સરખું કષ્ટ સહન કરવાનું હોય છે.  એ જ સનાતન સત્ય છે.  બાળકની  પરવરિશમાં

પણ સમાન મહેનત તેમને પડે છે. નવ મહિના જોતજોતામા પૂરા થયા.  હવે મારે

ધરતી પર પગરણ માંડવાનો સમય પાકી ગયો. માતા પિતાના પ્યારભર્યા અહેસાસમા

મેં વિચાર્યું ‘હું મમ્મીને ઓછી તકલિફ આપીશ’. બને ત્યાં સુધી કુદરતી રીતે બહાર આવી

સ્વતંત્રતા પૂર્વક શ્વાસ લઈશ. હા, જે દર્દ માને થશે તેનો તો મારી પાસે કોઈ ઉપાય નથી.

એ તો તે સહન કરશે !.

ટેબલ ઉપર ઓજારોનો રણકાર સાંભળી હું તૈયાર થઈ ગઈ. ચાલ, જીવ આ અંધારી

સુંવાળી ઓરડીમાંથી બહાર નિકળ, રડીને જગને તારા આગમનની જાણ કર. માતા સાથે

તું જે ‘નાળ’થી જોડાઇ છે તેનાથી વિખૂટા પડવાનો સમય પાકી ગયો છે. હવે તું માતા પિતા

સાથે લોહીના અને લાગણીના બંધનથી બંધાઈશ.  સરજનહારે તારા લલાટે જેટલા વર્ષ,

મહિના, દિવસ, કલાક અને ક્ષણ લખી હશે તે ધરા પર ભોગવવા તૈયાર થઈ જા.

હું રડી નહી તેથી ડોક્ટરે મને એક હાથમાં પકડી અને બીજા હાથે મારી નાની ધગડી પર

હળવેથી થાપટ મારી. ઉંઆ, ઉંઆ ચાલુ થઈ ગયું.  મારા રડવાનો અવાજ સાંભળીને માતાના

મુખ પર ખુશીની લહેર દોડી ગઈ. મને ટુવાલમાં લપેટી માના હાથમાં આપી. હે પ્રભુ કેટલો

અદભૂત હતો તે પ્રથમ સ્પર્શ. હું પોષાઈ તો માના ઉદરે જ હતી કિંતુ આ અનુભવ અમારા બન્ને

માટે પહેલો હતો. મને પ્રથમ વાર ગોદમા લીધીને તેનું સઘળું દર્દ ગાયબ.  આવી ગઈ હું આ ધરા

પર. હું તેનું પ્રથમ બાળક અને મારી ‘મા’નો જન્મ પણ મારી સાથે.

મંગલ ઘડી અને મંગલ અવસર મા અને પુત્રીનું પ્રથમ મિલન. મનમાં પ્રશ્ન થયો ધરતી પર

અવતરણ ધીરે ધીરે આ કોમળ અને નાજુક પગ ધરા પર ડગ માંડશે અને જીવનની શુભ

શરૂઆત કરશે. મા સખત થાકેલી હતી. નર્સ મને સાફ કરીને લાવી. પિતાએ વહાલથી

હાથમાં લીધી. આ તેમનો અને મારો બન્નેનો પ્રથમ અનુભવ હતો. મને ખૂબ રોમાંચ થયો.

પિતા અને પુત્રીનું સુભગ મિલન જોઈ મમ્મી ધીમું હસી.અવર્ણનિય આનંદનો અહેસાસ

અમે સહુ માણી રહ્યા હતાં. ત્યાં પપ્પાને યાદ આવ્યું દાદા અને દાદી બહાર રાહ જોતાં

બેઠાં છે. મને લઈને બહાર આવ્યા. દાદીએ મારા ઓવારણાં લીધાં. દાદાનું મુખ મંડલ

ખુશીથી ચલકાઈ રહ્યું.

******************************

ધરા પર આગમન ****૨

 

મારા આગમને મારી દાદીમાએ જલેબી વહેંચી. હું ખૂબ શુભ પગલાની

ગણાઈ. સારા નસીબે, મામ્મી અને પપ્પા બંને ને જલેબી ખૂબ જ ભાવે છે.

અમારામા પહેલી પ્રસુતિ સાસરે જ થાય તેથી મમ્મી મારા દાદીના રાજયમા

સરસ મજાનું ખાવાનું પામતી. માના સ્તનને વળગી હું સંતોષ પૂર્વક અમીનું

પાન કરતી. પ્રથમ બાળક તરીકેના બધા લાડ પ્યાર અને કાળજી મને મળી.

સારા સંસ્કાર પામું તેથી મમ્મી દુધ પીવડાવતી વખતે ભજનની કસેટ સાંભળતી.

હું ખુબ ભાગ્યશાળી હતી . મને આવું સુંદર કુટુંબ તથા આવા પ્યારા માતાપિતા

મળ્યા.

મળવા આવનારની વાતો સાંભળવાની મને મઝા પડતી. એમ ન માનતા કે

હમણાં જ ધરા પર ડગ માંડ્યું છે તેથી મને શું ખબર પડે. હા, હું માત્ર માતાનું દુધ

પીંઉ છું. નથી બેસતી કે બોલતી કે ચાલતી. પણ ખાનગી વાત કહું છું મને સમઝ

બધી પડે છે. મારૂં નામ રાખ્યું “શાન”.  સગા વહાલાની વણઝાર ઉમટતી. જેને

પહેલે ખોળે દિકરો જોઈતો હોય એવા મને જોઈને નિરાશ થતા. છતાં પણ મારા

મુખારવિંદની નિર્દોષતા તેમના હૈયાને સ્પર્શી જતી.  ઘરમા મળેલી અનોખી

સરભરા મારા હૈયાને અડી હતી.  મનમા સરજનહારનો આભાર માનતી કે

માગ્યા વગર મને કેટલું બધું આપ્યું હતું.

યાદ હશે અભિમન્યુ માતાના ગર્ભમાં કોઠા જીતવા વિષેનું જ્ઞાન પામ્યો હતો. છેલ્લા

કોઠા વખતે સુભદ્રાની આંખ મળી ગઈ હતી તેથી તેને કોઠો કેમ જીતવો તેનો ખ્યાલ

ન હતો.

દિવસે દિવસે મારી પ્રગતિ સુંદર રીતે થઈ રહી હતી. બેશક તેમાં ભાગ ભજવતો

હતો, મારી માતાનો પ્યાર અને દાદીની ચીવટ પૂર્વકની કાળજી. સંસ્કારી હોવાને

નાતે મારી માતા દાદીની રોકટોક મનમા ન લેતાં તેમા રહેલા પ્યાર ને  પિછાનતી.

કહેવાય છે કે દિકરી દિવસે ન વધે તેના કરતા રાતે  વધારે વધે.

મને લાગે છે આ ઉક્તિ મને બરાબર બંધ બેસતી હતી.  જો કે મને સાપનો ભારો નહી

પણ “લક્ષ્મી” માનવામા આવી હતી. ખરેખર મારા પિતાની ચડતી મારા આગમનથી

શરૂ થઈ હતી. પણ બધો જશ ખાટું એવી સ્વાર્થી હું નથી.  મારા દાદા દાદીના પ્રતાપે

મારા પિતા સુંદર વિદ્યા વર્યા હતા.  ભણતર અને વિદ્યાતો જીવનની મૂડી છે નહી કે

લાખો રૂપિયા.

માના દુધનો મધુરો સ્વાદ માણતી હું ક્યારે છ મહિનાની થઈ ગઈ ખબર પણ ન પડી.

સારી માવજત અને તંદુરસ્તીને કારણે હું રડતી ખૂબ ઓછું. હસમુખી કહીને  પપ્પા

મને બોલવતાં. મમ્મી જ્યારે કામમાં હોય ત્યારે દાદાના ખોળામાં મને બહુ ગમતું. દાદી

તો મને ઉંચકે ત્યારે ગીતડાં ગાતી હોય. ઘરમાં વર્ષો પછી ઘોડિયું બંધાયું હતું. જોતજોતામાં

બેસતા શિખી અને મને મમ્મીએ ધીરે ધીરે વાટકીથી દુધ પિવડાવવાનું શરું કર્યું.  જેથી

બાટલી ધોવાની જફામાંથી તેને છૂટકારો મળ્યો.  રમકડાનો તો મારી ચારે બાજુ મેળો

જામેલો હોય. રંગબેરંગી રમકડા મને ખૂબ આનંદ આપતા. હાથપગ ઉલાળી હું મારા

આનંદની અભિવ્યક્તિ કરતી.  ધીરે ધીરે દાંત આવ્યા અને પકડીને ચાલતી થઈ ગઈ.

મને ખીચડી અને શીરો ખૂબ ભાવતાં.મમ્મી તેની અંદર બધા શાક નાખીને સ્વાદિષ્ટ

ખીચડી બનાવતી.દાદીના હાથનો શીરો તો સુગંધ આવેને હું હાથ ઉલાળવા મંડી પડતી.

મમ્મી સમજી જતી,’કહે બહેન તું તો ખૂબ ઉતાવળી’.

‘હા, તને ભાવે છે પણ જરા ઠરવા તો દે નહીતર તારું મોઢું દાઝી જશે’. મોસંબીનો રસ

તો હું ચપ ચપ પી જતી. સહુથી વધારે ભાવે મને કેળું.મમ્મી તેમાં ‘સિરિયલ’ ઉમેરી એવું

સ્વાદિષ્ટ બનેવે કે બસ શું કહેવું?

ખબર પણ ન પડીને મારી વર્ષગાંઠ આવી ગઈ. ઘરમાં તો જાણે આનંદ અને ઉત્સવ હતો.

દાદા મારા માટે સુંદર સોનાની કંઠી લાવ્યા. પપ્પાએ મમ્મીને કાનમાં કાંઈ કીધું અને મમ્મી

શરમાઈ ગઈ. મને ખબર ન પડી પણ લાગ્યું કે કશુંક મમ્મીને ગમતું જ કહ્યું હશે.શું કહ્યું કહું?

પાપા મમ્મીને મારા માટે ,નાના ભાઈલાની ભેટ આપવાના હતાં. બોલો મમ્મી શરમાઈ જ

જાય ને ?

પહેલી વર્ષગાંઠ આવી અને ઘરમા સરસ મજાના ફુગ્ગા દ્વારા સજાવટ કરી. મારા માટે પરીનો

સુંદર પોષાક આવ્યો. સફેદ મઝાના સેંડલ અને તેને અનુરૂપ માથાનું બક્કલ. બધાના આવતા

પહેલાં મારા એકલીના અનેક ફોટા પાડ્યા. પછી મમ્મી સાથે, પપ્પા સાથે,દાદા, દાદી ,નાના,

નાની અને માસી સાથે ઢગલા બંધ ફોટા પાડ્યા.

રાતના સમયે જ્યારે આમંત્રિત મહેમાનો આવે ત્યારે હું થાકી ન જાંઉ અને રડું નહી એટલે મમ્મીએ

મને સરસ જમાડીને પ્યારથી સુવડાવી દીધી. રાતના સમયે વારાફરતી  બધાના હાથમાં જતી અને

પ્યાર પામતી. દરેક જણ મને જુએ અને પહી કહે,’ભગવાને શાનને ફુરસદે ઘડી છે”.

આમંત્રિત મહેમાનો આવ્યા. ખાવાપીવાની મઝા માણી. મારા માટે કેટલાં બધા રમકડા આવ્યા

હતા. હણાતો મારી પાસે હતા પણ ખરાં.ઘરમાં મેળો જામ્યો હતો. હું બધા પાસે પ્રેમથી જતી હતી.

રડવાનું તો નામ જ ન લેતી. પારટી લગભગ ત્રણ કલાક ચાલી હતી. હવે મને ભૂખ લાગી હતી.અને

ઉંઘ પણ આવતી હતી.મમ્મીએ મહેમાનોની રજા માંગી. મારા કપડા બદલાવ્યા. દૂધ પિવડાવ્યું અને

બરાબર સુવડાવી દીધી. મમ્મી પાછી મહેમાનોની સરભરામાં ચાલી ગઈ.

ચાલો ત્યારે તમને આમંત્રણ મળ્યું  હતું તેથી તમે આવ્યા, મને રમાડવાનો લહાવો લીધો. મને પણ

ખૂબ આનંદ થયો. કેમ ન થાય? મારી તો પહેલી વર્ષગાંઠ હતી. હું તો કદાચ મારા નિયમિત સમયે સૂઈ

પણ ગઈ હોંઉ.  તમે મમ્મી પપ્પાની સાથે આનંદ માણજો. મારા નાના નાની અને મામા માસીને

પણ મળજો જરૂર.

વર્ષગાંઠમા મને તો ખૂબ મઝા આવી.  સુંદર સુંદર ભેટ પણ આવી.  મારા મમ્મીએ

મારો ફોટો અને લ્ક્ષ્મીની નાની મૂર્તી બધાને ભેટમા આપી.  કિંતુ મમ્મી, પાપા અને દાદા

દાદી ખૂબ થાકી ગયા હતા.  અચાનક મેં રડવાનું ચાલુ કર્યું.  મમ્મી દોડતી આવી મારા

પારણામા પ્લાસ્ટિકનો ઘુઘરો જે મને વાગતો હતો તે દૂર કર્યો. મારું રડવાનું બંધ થઈ

ગયું.  ગઈકાલે મમ્મીની ખાસ સહેલી આવી શકી ન હતી તે આજે ખાસ મને રમાડવા

આવી.  શરૂઆતમા તો બને સહેલી વાતે વળગી પણ થોડીવાર પછી મારા દાદી સૂઈ

ગયા ત્યારે મમ્મીના કાનમા એક વાત કરી. મારી મમ્મીથી રાડ નિકળી ગઈ.

મારી ઉંઘ ઉડી ગઈ ને મેં કાન સરવા કર્યા. મમ્મીના માનવામા વાત જ ન

આવી તેતો ગુસ્સાથી કહી રહી હતી, વીની, તે હા કેવી રીતે પાડી. તને ખબર છે

તેં કેવું ભયંકર પગલું ભર્યું.   હું વિચારમા પડી ગઈકે એવું તો વીની માસીએ શું કર્યું

હશે.  ધીરે ધીરે મારાથી  વાતનો દોર પકડાયો. મારું હૈયું ધબકારો ચૂકી ગયું.  બાપરે,

આવું પણ થઈ શકે?

વાત એમ હતી કે વીની માસીને બે દિકરીઓ હતી.  કુળદીપકની આશાએ  ત્રીજી

વખત દિવસ ચડ્યા, ને ત્રીજી પણ દિકરી છે તેની જાણ થતા તેનો નિકાલ કરી આવ્યા.

હું તો ડરની મારી થર થર કાંપતી હતી.  મમ્મી મને વહાલથી પકડી ચૂમી લેતી હતી.

ખબર નહી તેને મારામાં સ્પંદનનો અનુભવ થયો હશે.

આજે મને અહેસાસ થયો કે દિકરી થઈને અવતરે તો આવું પરિણામ પણ ભોગવવું

પડે. જો બે દિકરા હોત અને ત્રીજીવાર પણ દિકરો હોતતો શું તેનું પરિણામ આવું આવત

ખરું?  હજુ તો મારા પગ ધરા પર ટકતા પણ  નથી. ઘણીવાર ચાલતા ચાલતા પડી જવાય

છે.  આ અનુભવે મને હચમચાવી મૂકી. પ્રથમ વાર આવા સમાચાર સાંભળીને મને ‘દિકરી’

છું તેનો અહેસાસ થયો. જો કે હું તો ખૂબ લાલન પાલન પામી રહી હતી.

નવા રમકડાંથી રમવાની મઝા માણી રહી હતી. અંદરના ડંખને કારણે થોડી ઢીલી

થઈ ગઈ હતી. બહુ વિચાર કરતા આવડતું નહતું. મમ્મીની હાલત પણ જોવા જેવી હતી.

પોતાનો ગભરાટ છુપાવવા મને વારે વારે વહાલ કરતી. મને ખૂબ ગમ્યું.  પપ્પાની પાસે

રાતના એકાંતમા રડી પોતાનું હૈયું હળવું કર્યું. પપ્પાની વાત પરથી લાગ્યું કે તેઓ પણ

નારાજ થયા. ખરેખર મને સુંદર કુટુંબ મળવાનો દિલે ઉમંગ હતો.  વિચારમા માનું દુધ પીતા

પીતા હું ક્યારે સૂઈ ગઈ ખબર પણ ન પડી. સ્વપનામા ચાંદનીની શિતલતા માણી રહી હતી.

ફૂલોથી શણગારેલ ઝુલા પર ઝુલવાની   અને પરીઓની સાથે રમવામા મસ્ત હતી–

 

શાન રમત ગમતમાં ક્યાં મોટી થઈ ગઈ ખબર પણ ન પડી. અઢી વર્ષની શાનને શાળામા

મૂકવાનો દિવસ આવી પહોંચ્યો. ‘નવચેતન બાળ મંદિર’મા દરરોજ સવારે નવ વાગે મમ્મી તેને

મૂકવા જતી. સવારે વહેલા ઉઠવામા તેને વાંધો ન હતો.  તૈયાર થવાનો કંટાળો આવતો. મમ્મી શાન

માટે તેની પસંદના પાંચ જોડી કપડા રાખ્યા હતા.  તેથી રકઝક ઓછી થતી. પહેલે દિવસે મમ્મી સાથે

બેઠી હતી તેની બાજુમા રીયા હતી. જે બે બહેનો હતી. રીયાને અને શાનને સાથે રમવાની મઝા આવી

ગઈ. દોસ્તી થતા મહિનો નિકળી ગયો. એ સમયમા શાનની મમ્મી સોનમ અને રીયાની મમ્મી રોમા ખાસ

બહેનપણી બની ચૂક્યા હતા.

ઢીંગલી જેવી શાન અને પરી જેવી રીયા રજાના દિવસોમા એકબીજાને ત્યાં જતા.  પ્રેમથી રમતા

તેથી બંનેની મમ્મીને શાંતિ રહેતી. રીયાની મોટી બહેન નેહા મનમા આવે ત્યારે રમાડે નહીતો બંનેથી દૂર

રહે.  નેહા સમય કરતા એક મહિનો વહેલી જન્મી હતી તેથી તેની પ્રગતિ થોડી ધીરી હતી.  શાનની ચકોર

બુધ્ધિને તે પારખતા વાર ન લાગી. તેને નેહા પ્રત્યે પ્યર આવતો.  જેમ જેમ શાન મોટી થતી ગઈ તેમ તેમ

તે નેહાની તરફદારી કરતી. રીયાને અદેખાઈ આવતી કિંતુ શાન સહેલી હતી અને નેહા બહેન તેથી ચૂપ રહેતી.

મોરના ઈંડા ચીતરવા ન પડે  . એ ઉક્તિ શાનને બરાબર લાગુ પડતી. એવામા સમાચાર સાંભળ્યા કે

મમ્મી ફરીવાર ‘મા’ બનવાની છે. શાનની ખુશીનો પાર ન રહ્યો. દિકરી તરીકેના લાડપાડમા દિવસો, વર્ષો

વહી રહ્યા.  સોહમને લઈને મમ્મી જ્યારે ઘરે આવી ત્યારે નાચીને ભાઈનું સ્વાગત કર્યું .

દાદીમા પૌત્રને લાડ કરતા તે શાન દૂરથી જોયા કરતી. જેવી બંનેની નજર મળતી ત્યારે આંગળીને

ઇશારે દોડીને દાદીના ખોળામા લપાઈ જતી.  પપ્પા ઘણીવાર સોહમના વખાણ કરતા ત્યારે મમ્મી શાનની

વાત ચાલુ કરતી. નાના બાળકમા ઈર્ષ્યાના બીજ ન રોપાય તેથી સતત પ્રયત્નશીલ રહેતી .

સગા વહાલા આવતા અને દેવના દીધેલની તારીફ કરી પુત્રીતો પારકી થાપણ છે. આવી બધી વાતો

સોનમને ગમતી નહી તે તરત શાનને લઈ બીજા ઓરડામા જતી યાતો તેની સાથે રમવામા પડી જતી.

શાનને મમ્મીની રીત પસંદ આવતી પણ ‘દિકરી’ હોવું એ ગુન્હો ન હોય એવા ભાવને નજીક સરવા ન દેતી.

બાળ માનસ સમજી નશક્તું કે છોકરો હોય કે છોકરી બંનેમા તફાવત શું?  શાનને થતું સોહમને પણ બધું જ

મારા જેવુ છે. બે આંખ,બે કાન, બે હાથ , બે પગ , મોઢું વિ. વિ. ખેર વિચારમા ગરકાવ થવાને બદલે રમકડા

રમવમા મશગુલ થઈ જતી.  જે પણ રમત રમતી તેમા તે પારંગત થતી. સોનમની ચકોર આંખો તેની નોંધ

અચૂક લેતી. ઘરકામમા પરોવાયેલી હોય કે સોહમની સાથે, માતાને ભગવાને ચાર આંખ, ચાર હાથ અને ૪૮

કલાકનો દિવસ આપ્યો હોય છે.

આજે શાન થોડી શાંત લાગી. સોનમ ઘણો પ્રયત્ન કર્યો પણ જવાબ આપતી ન હતી.  શાળામા મૂકવા ગઈ

ત્યારે રીયાની મમ્મી સાથે વાત કરતા ખબર પડી. નેહાને લોહીમા ગાંઠ પકડાઈ અને દાકતરી તપાસમા ખબર

પડી કે તેને લોહીનું કેન્સર છે.  શાનને વાત એટલીજ સમજાઈ હતી કે નેહા ગંભીર રીતે બિમાર છે.  પાંચ વર્ષની

શાન ‘મોત’ શબ્દથી અજાણ હોય તે સ્વભાવિક છે.   પાંચ વર્ષની કુમળી વયે શાન ઘણું બધું જાણતી થઈ.

ધરા પર જ્યારે ડગ માંડ્યા છે જ્યાં એક ઉઠાવીને બીજું કેટલી સાવચેતીથી મુકવું પડે છે તે પાઠ ભણી

રહી હતી. બાળ માનસ મોતનો કરુણ ઘા સહી માતાને ભેટી પડી. આંખમા પ્રશ્ન ડોકિયા કરતો સોનમ નિહાળતી.

જવાબ આપવાની જરૂરત ન જણાતા ‘નેહા ક્યાં ગઈ’ ?  તેનો જવાબ શાનને વહાલથી નવડાવી વિસરાવતી.

શાન પણ વધું પુછવુ ઉચિત ન સમજતા માતાની ગોદની હુંફ માણતા નિંદરરાણી ને શરણે પહોંચી સપનાના દેશની

સહેલગાહે ઉપડી જતી.

શાન સૂઈ ગઈ પણ મન અશાંત હતું તેથી વારે વારે પડખાં બદલતી હતી. બાળ માનસ સમજવા માટે તૈયાર ન હતું. નેહાની

નરમ તબિયતને કારણે શાન તેના પ્રત્યે આકર્ષાઈ હતી. રીયાને શાળામાં દરરોજ મળતી પણ નેહા વિષે પૂછી ન શકતી.  રીયાને પણ જવાબ

આપવામાં તકલીફ જ પડત. એ પોતે અણ દ્વિધામાં હતી કે ‘દીદી’ ઘરમાંથી કેવી રીતે ગાયબ થઈ ગઈ? મમ્મી અને પપ્પાની

સિકલ જોઈ પૂછવાની હિમત ન કતી શકતી. આખો વખત મા રડતી હોય અને પપ્પા તેને સાચવવાની ગડમથલમાં હોય ત્યાં

પ્રશ્ન પૂછવો તેને ઉચિત ન લાગતો.

શાનને થયું હું મમ્મીને પૂછું, બીજે દિવસે શાળામાં મમ્મી લેવા આવી હતી. ચાલતાં ચાલતાં અમ્મીને કહે,’મા મને કહે ને નેહાને શું થયું હતું.’?

હવે તો તેનો છૂટકો ન હતો.

કહે, ‘ચાલ આઈસક્રિમ અપાવું પછી તને કહીશ, ધીરે રહીને કહે ,’બેટા નેહા બિમાર હતી.’ડોક્ટર પાસે લઈ ગયા. તે સાજી ન થઈ એટલે

પછી સ્વર્ગમાં  પરીઓ સાથે રમવા   ચાલી ગઈ. હવે એ કોઈ દિવસ પાછી નહી આવે. મ્ર્ત્યુ શબ્દ બાળક માટે ખૂબ ગહન હતો.——–

 

વર્ષો પાણીના રેલાની માફક સરી રહ્યા હતા. રમત ગમતમાં મોટી થતી

શાન ને ભગવાને ફુરસદે ઘડી હતી. એમાંય પાછા સુંદર સંસ્કાર, જાણે સોનામાં

સુગંધ ભળી. સ્વભાવે શાંત શાન, જોતાની સાથે વહાલ ઉપજે તેવી શાન. ખરેખર

ખોટા વખાણ કરવાની આદત નથી. શાન મમ્મી, પાપા તથા સર્વે કુટુંબી જનોની

આંખનો તારો બની ગઈ. સોહમ તેનો વહાલો ભાઈલો મઝાનો હતો. બંને વચ્ચે પાંચ

વર્ષનો તફાવત હતો. મામ્મીને ખૂબ રાહત રહેતી. શાન મ્મ્મી બતાવે તે બધું કામ

કરતી.

દાદી વિચાર કરતી આટલી અમથી છોકરી કેટલી મમ્મીને મદદ કરે છે. ભાઈ

સાથે કેવી સરસ રીતે રમે છે. પહેલે ખોળે દિકરી ને તેમાંય પાછી વહાલના દરિયા

સમાન. બંને બાળકો લાડકોડમા ઉછરી રહ્યા હતા. ક્યાંય દિકરા કે દિકરી વચ્ચે ભેદ

જણાતો ન હતો. હવે તો શાન પાંચમા ધોરણમા આવી ગઈ.

*******************************************************************************************

શાળા જીવન **૩

બાળમંદિર છોડીને મોટી શાળામા. શાળાનો ગણવેશ પહેરીને નિકળ્તી ત્યારે મમ્મી ઓવારણા અચૂક લેતી.

વર્ગની બહેનપણીઓની સાથે રમત ગમતમાં જોડાતી. ભણવામા ખૂબ તેજ

હંમેશા નવું જાણવાની ઈંતજારી. શાન ઘણાંની ઇર્ષ્યાનો ભોગ પણ બનતી. કિંતુ તેનો

સ્વભાવ જ એવો હતો કે સહુ તેને સામે ચાલીને બોલાવતા. જે બહેનપણીને તકલિફ

હોય તો શાન દોડીને મદદ કરતી. તેને જુઠ્ઠુ બોલવા સમક્ષ ખુબ નફરત હતી. નિર્દોષ

બાળકો કેમ અને કેવી રીતે ખોટી ટેવોના શિકાર બનતા હશે?

૨૧મી સદીમા જો કોઈ શત્રુ હોય તો તે ટેલીવિઝન છે. શાનની મમ્મી તેનો ખૂબ ધ્યાન રાખતી. સોનમ, શાનને

અમૂક શો જ જોવા દેતી. તેને લીધે  સોનમ તથા સાહિલ વિચારીને ટી વી જોતાં. સાહિલ

પપ્પા, શાન અને સોહમને સમય મળ્યે વહાલની ગંગામા સ્નાન કરવતા.

પાંચમા ધોરણની વાર્ષિક પરીક્ષામા શાનને ગણિતમા ઓછા માર્ક્સ મળ્યા. તેની બાજુમા

બેઠેલો કુમાર ઉંચો થઈ થઈને તેના પેપર પર નજર નાખતો અને જાણી જોઈને પેંન્સિલ પાડી

વારે વારે વાંકો વળતો. શાન પોતાનું ધ્યાન કેંન્દ્રિત કરી શકતી નહી. જેથી બે દાખલા કરી ન

શકી અને ત્રણેક ખોટા પડ્યા. પાસ થવા માટે જોઈતા માંડ માંડ મેળવી શકી. રડી રડી ને

અધમૂઈ થઈ ગઈ . ખેર નપાસ ન થઈ તેની સાંત્વનાને પામી. પપ્પા પણ ગુસ્સે થયા.

મમ્મીએ બાજુમા બેસાડી વિગત જાણી તેથી જરા દુખ ઓછું થયું. પણ શાને મનમાં

ગાંઠ વાળી હવે પછી મારે ચેતીને ચાલવું પડશે.

શાનના વર્ગમાં એક છોકરો હતો તેનું નામ કિશન. નરમ તબિયતને કારણે વર્ગમાં બહુ

નિયમિત આવતો નહી.  બરાબર તેની આગળની પાટલી પર બેસતો તેથી શાનને તેની

હિલચાલની બધી ખબર પડતી. છેલ્લા બે અઠવાડિયાથી વર્ગમાં દેખાતો ન હતો. કોઈને પૂછાય

પણ નહી. વર્ગ શિક્ષકને પૂછ્યું તો કહે, ‘તેની તબિયત નરમ રહે છે’.નાની કુમળી ઉમરના બાળકને

‘કેન્સર’ નામથી ડરાવવાની શિક્ષકની મરજી ન હતી. અચાનક એક દિવસ કિશન વર્ગમાં પાછો આવ્યો.

તેને જોઈને શાન છળી મરી. તેના ચહેરા ઉપર ગભરાટ સ્પષ્ટ જણાઈ આવ્યો.બાળકો કોઈવાર

નિષ્ઠુર આચરણ નાદાનિયતમાં કરતાં હોય છે.બે તોફાની બારકસો તેને જોઈને જોરથી હસ્યા.

કિશન રડવા લાગ્યો.શાનને થયું તેને મનાવું પણ પોતે  અસંમજસમાં હતી. ઘરે જઈને શાંતિથી

વિચાર કરવા લાગી.તેનું હ્રદય કિશનની હાલત જોઈ દ્રવી ઉઠ્યું.

કેન્સરમા કીમો લેવાથી વાળ બધા જતા રહ્યા તેની જાણ તેને થઈ.અશક્તિ પણ આવે. બાળકને ઘરમાં

ગમે નહી તેથી શાળાએ આવવાની રઢ પકડી. .

એક દિવસ ખૂબ રડી રહ્યો હતો. શાનથી જોઈ ન શકાયું. તેની પાસે જઈ પ્રેમથી પૂછ્યું

ને વાત જાણી.  કિસનને દોસ્તો પજવતા હતા. બાળકો નિર્દોષ હોય છે. કિંતુ ઘણીવાર

ક્રૂર મશ્કરી કરી હેરાન પણ કરતાં હોય છે. શાને મનમાં ગાંઠ વાળી. બાળ માનસ અજબ રીતે કામ

કરતું હોય છે. જેમ કોઈ બાળક શેતાનિયત કરતું હોય, તો કોઈ બાળક  હમદર્દી પણ જતાવી શકે.

ઘરે જઈને પપ્પાને કહે. “પાપા તમને ખબર છે, મને ખીચડી નથી ભાવતી. જો હું તે ખાંઉ તો મને મારી

મનગમતી વસ્તુ કરવા દેશો?” પાપાને એમ કે કદાચ આઈસક્રીમ ખાવા લઈ જાવ યા

સિનેમાની માગણી કરશે તેથી હા પાડી. શાને બીજીવાર પૂછી ખાત્રી કરી વચન માંગ્યું.

છઠ્ઠા ધોરણમા ભણતી છોકરી વધારેમા વધારે શું માગશે?

શાને કહ્યું પપ્પા મારે બધા વાળ કપાવવા છે. પપ્પાની હાલતતો કાપોતો લોહી ન

નિકળે તેવી થઈ ગઈ. પણ વચનથી બંધાયેલા હતા. શાનની વાત મંઝુર કરી. સોમવારે

શાળામા મૂકવા ગયા ત્યારે તેમની બાજુમા કિસનની મા આવી અને કહે ‘તમારી દિકરી

ભગવાનનું રૂપ લઈને આવી છે.’   જુઓ મારા કિસનની સાથે કેટલા પ્રેમથી વર્તે છે, પાપા

જોઈને દંગ થઈ ગયા. કિસનના માથા પર પણ વાળ ન હતા. તેમને સમજતા વાર ન લાગી

શામાટે શાને વાળ કપાવ્યા.****************************************************************************************

તે એના માટે ખૂબ સહજ કાર્ય હતું. શાન અને કિસન હસતા હસતા વર્ગ તરફ જઈ રહ્યા હતા.

શાળાના બીજા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને તરફ અચરજથી જોઈ રહ્યા. કિસનને

માથે વાળ ન હતા એ તો જગજાહેર વાત હતી. કિંતુ શાન, શામાટે વાળ વગર

શાળામા આવી હશે?  એકાદ બે જણાએ તો હાથથી ઈશારો કરીને પૂછ્યું?

શાન સમજી ગઈ અને હસીને આગળ વધી.  વર્ગ શિક્ષક અચંબામા પડી

ગયા. પ્રાર્થના પછી શાનને પોતાની પાસે બોલાવી, બેસાડી ધીરે રહીને

જાણવાનો પ્રયત્ન કર્યો. શાન નિર્ભયતાથી કહે, કિસનની બધા છોકરા છોકરી

મશ્કરી કરતા હતા તેથી તેને સાથ આપવા મેં વાળ  કઢાવી નાખ્યા.  મારા

પપ્પા અને મમ્મી બંને એ મારી લાગણીને માન આપ્યું.  અરે મારા વાળતો

પાછા આવી જશે. ત્યાં સુધીમા કિસન પણ સામનો કરતા શીખી જશે.

વર્ગ શિક્ષકતો શાનને મનોમન વંદી રહ્યા. તેની લાગણીનો અંદાઝ

કરવો તેમને માટે મુશ્કેલ હતો.  ખેર કિસનની મમ્મી, રવિવારની રજાને દિવસે

શાનના માતા, પિતા, ભાઈ અને  ઘરના વડિલોને મળી.  શાનને આમા કોઈ

મોટી ધાડ મારી હોય એવું ન લાગ્યું. બાળ માનસ કેટલું નિખાલસ હોય છે!

સર્વેને તેની પ્રતીતિ થઈ.   ગુરૂ દત્તાત્રયે ૨૪ ગુરૂ કર્યા હતા. બાળક ગુરૂનું

સ્થાન ગ્રહણ કરવાને શક્તિમાન છે.

શાનના વાળ તો ધીરે ધીરે આવી રહ્યા હતા. કિસન મનથી મજબૂત

બની ગયો. કહેવાની આવશ્યકતા નથી કે શાન અને કિસન જીગરી દોસ્ત

બની ગયા.  વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી. શાનને ભણવાનું ખૂબ

પસંદ હતું. રીયા તેની પ્રિય સખી કોઈ વાર કંટાળતી તો કહેતી,”પરીક્ષા પછી

રજાઓ પડે છે. રમીશું અને મઝા કરીશું”.  હમણાતો સારા ગુણ લાવી પાસ

થવું છે. વાળ નથી એ વાત તો તે સાવ વિસરી જ ગઈ હતી.

સુંદર પરવરિશ અને સંસ્કારનો જીવતો જાગતો નમૂનો એટલે શાન. વહાલા

ભાઈ સોહમને રમાડવો, સૂવાના સમયે હિંચકા નાખવા તેને બહુ ગમતા. દિકરા કે

દિકરી વચ્ચે કોઈ ભેદ દૃષ્ટિગોચર થતો ન હતો.  દિકરીઓને દૂધપીતી કરતા સમજમા

આવા સુંદર પરિવાર પણ જોવા મળે છે. છોકરી હોવાને નાતે સહેવી પડતી અવહેલના

હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.  હજુ પણ રડ્યા ખડ્યા એવા કિસ્સા જોવા મળતા

હોય છે, જ્યાં વિદ્યા અને સંસ્કારનો અભાવ વરતાતો હશે.

શાનનો યુવાનીમાં પ્રવેશ ****૪

 

હવા ને પકડી શકાય? ખળખળ વહેતા નદીના પાણીના પ્રવાહને અટકાવી શકાય?

સૂર્યનો પ્રકાશ ડબ્બામાં ભરી શકાય? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા, હોય તો સમયના

વેગની સાથેવધતી જતી શાનની ઉંમર અને સૌંદર્યને પિછાણી શકાય. ઉનાળાની રજા

પડી ગઈ દર વર્ષની જેમ શાન સાર ગુણાંક મેળવી આગલા ધોરણમા આવી.

અરે શાન હવે ‘હાઈસ્કૂલમા” આવી ગઈ સોનમ અને  સાહિલ વાતો કરી રહ્યા હતા.

બાજુના કમરામા   શાન અને સોહમ રમવામા મશગુલ હતા.  દિકરી મોટી થાય તેમ

માબાપ પણ ચેતતા જાય. દિકરા અને દિકરીમા ત્યાં જ ફરક જણાય. દિકરીઓના ભય

સ્થાન માબાપની નિંદ હરામ કરતા હોય છે. સુસંસ્કારી માબાપની દિકરી તેનો ખ્યાલ

હંમેશ રાખતી હોય છે. શાનના અંગ અંગમાંથી યૌવન ડોકિયા કરી રહ્યું  હતું. લીંબુ ને

મરચા દરવાજે લટકાવવા યા તો શાનને કાળું ટીલુ કરી મોકલવાને બદલે સોનમ

તેની સાથે, શાનની ઉમરને લક્ષ્યમા રાખી વાત કરી તેને સમજાવતી. સમજુકો

ઈશારા કાફીની ઉક્તિ પ્રમાણે શાન થોડામા ઘણું સમજતી. ‘મા, તું બેફિકર રહેજે’

કહી માને વિશ્વાસમા લેતી.————————–

એક ડગ ધરા પર —-૮

       શાન હાઈસ્કૂલમા આવી . ઉંમર ઉમરનું કામ કરે છે. નાની નિર્દોષ બાળકી

હવે કન્યમાં રૂપાંતરીત થઈ રહી હતી. દરમહિને વેઠવી પડતી અગવડ ગમતી

ન હતી. કિંતુ સોનમ તેને પ્યારથી સમજાવી સહ્ય બનાવતી. શરીરમાં થતા

ફેરફાર નિહાળી શાન લજવાતી અને રોમાંચ પણ અનુભવતી. તેને ખબર પડતી

ન હતી કિંતુ જે અનુભવમાંથી પસાર થઈ રહી હતી તે ગમતું હતું.  સોનમ ચૂપકીદિથી

તેની નોંધ લેતી અને રાતના એકાંતમાં સાહિલને બધી વાતથી વાકેફ કરતી.

હવે  સોનમ વિચારતી કે ઉનાળાની રજાઓ છે. થોડું ઘણું  શાન ને રસોઇકામ

અને સિવણમાં રસ લેતી કરવી છે. તેના વાંચનમા પણ વૈવિધ્યતા આવવી જરૂરી છે.

શાનને ઘરપાસેના પુસ્તકાલયમાં સભ્ય બનાવી. પહેલા થોડોક વખત તેની સાથે ગઈ.

હિંદના ઈતિહાસ્ના પુસ્તકો,  વિજ્ઞાનને લગતાં, ધાર્મિક વિ. વિ. બતાવ્યા. તેને પહેલા જોવું

હતું શાનને શું વાંચવાથી આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે.  સોહમને દાદી પાસે મૂકી

મા-દિકરી બહાર જતાં. શાનને પણ મમ્મી સાથે ખૂબ મઝા આવતી. રજાને દિવસે આખો

પરિવાર સાથે બહાર જતો. સાહિલ એક પણ તક જવા ન દેતો. રવીવારની કાગ ને ડોળે

રાહ જોતો. સુંદર પરિવાર , સુખી પરિવારની ઉક્તિ બરાબર બંધબેસતી હતી.  રજા

ના દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા.  સોનમને તેના માતા પિતા

તેડાવતા ત્યારે હંમેશા કોઈના કોઈ કારણસર તે જઈ શકતી નહી.

સોનમ પિયર ખૂબ ઓછું જઈ શકતી. વિચાર આવ્યો લાવને શાનને નાના નાની

પાસે મોકલું.  થોડા દિવસ શાન, નાના નાની ત્યાં રહેવા આવી. ઘરનું વાતાવરણ

શરૂમાં શાનને થોડું જુદું લાગ્યું કિંતુ વાંધો ન આવ્યો.   નાના,નાની શહેરથી દૂર રહેતા

હતાં. વાતાવરણ શાંત હતું પણ હવામા પ્રસરતી મહેક મનભાવન હતી. શહેર કરતાં

મોટું ઘર. ઘરમાં માણસ બે પણ કામ કરવા વાળા ત્રણ. આજુબાજુ મઝાનો બગીચો,

બગીચામાં ઝુલો.  ઘરની પાછળ કૂવો. જોકે હવે પાણી કાઢવાનું ન હતું. શહેરની જેમ

નળ હતા.   શાનને કુદરતને ખોળે રમવાની મઝા આવતી. આજુબાજુથી નાની નાની

છોકરીઓ તેની સાથે રમવા આવતી. શાન તેમની ઘણી બધી રમત રમતાં શીખી.

પોતે શાળામા જે રમતી તે તેમને બતાવતી અને રમતા શીખવાડતી.

 

કંકુ******૫

*

એક દિવસ તેની સાથે રમતી કંકુ આવી. ખૂબ શાંત જણાતી હતી. શાન તેને

પોતાની સાથે ઉપર લઈ ગઈ. કંકુ બન્ને જણ એકલા હતા તેથી, તેનામા હિંમત આવી

ને કહે , શાન દીદી હું ચૌદ વર્ષની થઈ મને મારી મા ભણવાની ના પાડે છે. મને

ખૂબ ભણવું છે. અમે સુથાર જાતના છીએ. અમારામાં દિકરીઓને બહુ ભણાવે નહી.

પંદર કે સોળની થાય ત્યાં પરણાવી દે. હજુ તો તેનુ બાળપણ ગયું ન હોય ત્યાં બે

નાના બાળકની મા થઈ જાય. બાકીની જીંદગી ઘરકામ, પતિ અને બાળકો સાથે પુરી

કરવાની. આજે ૨૧મી સદીમા જ્યાં સ્ત્રી અવકાશમાં જતી હોય, દરેક ક્ષેત્રમાં પ્રવિણતા

પામી હોય ત્યાં દીદી મારા હાલ જુઓ.

શાન કંકુની અવિરત વાણી સાંભળીને ચકિત થઈ ગઈ. નાના ગામમા રહેતી કંકુ જગની

વાતોથી વિદિત છે. તેને પોતાને પણ કાંઈ કરીને, બનીને જીવવું છે. ઘરના વડિલનેતો

સમજાવાય કિંતુ નાના નાની કે દાદા દાદી તોબા રે તોબા. તેમનેતો હળાહળ કળિયુગ

દેખાય.  કંકુને શાંત કરી પાણી પિવડાવ્યું. આમ પણ શાન હતીજ એવી કે કોઈને પણ

તેની પાસે આવીને વાત કરવાનું મન થાય. પરિચય ખૂબ ઝૂઝ હતો . લાગણી અને પ્રેમ

સમયના બંધનમા નથી. જ્યાં દિલના તાર જોડાય ત્યાં સમય ટૂંકો યા લાંબો એ અતિ

મહત્વનું નથી. શાન વિચારમાં ડૂબી ગઈ. તેને માટે તો આ એકદમ નવી પરિસ્થિતિ હતી.

કંકુએ પોતાના તથા પોતાના ભાઈના જુદા જુદા નિયમો પંણ ટુંકમા કહી બતાવ્યા.

શાન  કાપોતો લોહીન નિકળે એવી અવસ્થામા હતી.  આમ તો તે પણ બાળક

હતી. જુવાનીમા પ્રવેશ કરી ચૂકી હતી. છતાંય આવી વાત સાંભળીને કાંઇ ઉત્તર ન આપતા

કંકુને વિશ્વાસમા લીધી.  કહે, તું શાંત થા, ઘરે જા આપણે કાલે વાત કરીશું. કંકુ ઘરે ગઈ.

આશા બંધાઈ કે શાન દીદી તેને જરૂર કોઈ માર્ગ બતાવશે.——————

 

          કંકુ તો ઘરે ગઈ  પણ શાનની નિંદર સાથે લેતી ગઈ. ઘણા પ્રયત્ન

કર્યા શાને અને વિચારમા ગરકાવ થઈ ગઈ કે આવું પણ બની શકે. શહેરમા

રહેલી, જન્મેલી, મોટી થયેલી શાનની કલ્પના બહારની વાત હતી.  વિચારમા

ને વિચારમા ક્યારે ઉંઘ આવી ગઈ તેની ખબર પણ પડી નહી. રાતના નિંદર

મોડી આવી તેથી સ્વાભાવિક છે સવાર પણ મોડી પડી. નાની સવારની ચા

પી રહ્યા હતા ‘આજે મારી દિકરી ખૂબ શાંતિથી સૂતી છે.’ તેમને ક્યાં ખબર

હતી કે શાનના દિમાગમાં શું ગડમથલ ચાલે છે.

સવારે ઉઠી મોં સાફ કરીને આવી શાન નાનીના ખોળામા લાડ કરવા આવી.

નાનીને અચરઝ તો થયું પણ કાંઈ બોલ્યા વગર તેના માથામા વહાલથી હાથ

પસવારવા લાગ્યા. ધીરે રહીને ગરમ કેસર બદામવાળા દૂધનો ગ્લાસ પકડાવ્યો.

દૂધ પીતા શાન કહે હેં નાની પંદર વર્ષની ઉંમરે લગ્ન થાય ખરા? હવે નાની

ચમક્યા. શું વાત કરે છે બેટા!

હા, કાલે કંકુ કહેતી હતી. હવે તેણે ભણવાનું છોડવું પડશે અને તેના માતા પિતા તેને

પરણાવી દેશે. નાની શાનને સમજાવવા લાગ્યા. બેટા સુથાર જાતિમા દિકરીઓને ભણાવે

ઓછું. તેઓ દિકરીઓને ‘સાપનો ભારો ગણે.’ બોલતાતો બોલાઈ ગયું પણ પછી શાનને

સમજાવતા નેવના પાણી મોભે ચડ્યા. નાનીને પસ્તાવો થયો પણ તીર કમાનમાંથી

છૂટી ગયું. પરિણામ જગજાહેર છે.    ખૂબ પ્રેમથી નાની શાનને સમજાવી રહ્યા હતા.

શાન વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. જીવનમા પહેલીવાર તેના ડગ થરક્યા.

તે ખૂબ નાની પણ ન હતી તેમ જ મોટી પણ નહી. કિંતુ તેના માનસ પર ઉંડી છાપ

પડી. હવે કંકુ ને શું કહી સમજાવવી. નાની કહે બેટા આ તેના ઘરની વાત છે. આપણાથી

કાંઈ ન કહેવાય. કિંતુ શાન તે માનવાને તૈયાર ન હતી.

કંકુ આવી તેને શાન ઉપર ભરોસો હતો . શાન દીદી શહેરની છે, સુંદર છે. કુશળ છે.

શાન કહે ચાલ ને આપણે તારા માતા પિતા પાસે જઈએ. બંને કંકુને ઘરે આવ્યા. શાનની

પ્રતિભા અસરકારક નિવડી. ધીરે ધીરે કંકુની મા જમનાને વિશ્વાસમા લીધી. શહેરની વાતો

કરી. વિનમ્રતા અને સાલસતા જમનાને જચી ગયા. શાન પછી શાળાની પોતાની ડોક્ટર

બનવાની મહેચ્છા વિગેરે વિગેરે જનાવી રહી હતી. એકદમ જમના પણ બોલી ઉઠી, અરે

મારી કંકુને પણ ડોક્ટર થવું છે. બસ શાન સાવધ થઈ ગઈ. હા, માસી કંકુ ભલે નાના

ગામમા રહે છે. પણ ખૂબ હોંશિયાર છે. હવે તો ગામમા પણ કોલેજ શરૂ થઈ ગઈ છે.

વડોદરા તો ૩૦ કિલોમિટર દૂર છે. એસ.ટી. બસની સગવડ છે. હું પણ કદાચ વડોદરા

ભણવાની છું.   વાતોનો દોર બંધાતો ગયોને કંકુની મા સ્વપનામાં ડૂબતી ગઈ. તીર

નિશાના પર બરાબર લાગ્યું હતું. જમનાને વિશ્વાસમા લીધી. પચાસ ટકા કામ થઈ ગયું.

શાનને ખબર હતી પોતાને ત્યાં મમ્મી પપ્પાને કેવી રીતે પટાવી શકતી હતી.

રાતના કંકુના પિતા જગાભાઈ વખારેથી ઘરે આવ્યા. જમનાએ તેમની ભાવતી

વાનગી પીરસી. કામકાજ પરવારીને આવીને વત છેડી. આજેતો બાજુવાળા શારદાબહેનની

ભાણી આવી હતી. આપણી કંકુને તેની જોડે બેનપણા થઈ ગયા છે.  ભણવામા આપણી કંકુ

શહેરની છોકરીની બરાબરી કરે તેવી છે. અરે, સાંભળો છો?  કંકુને ભણવું છે. શામાટે પરણાવવાની

ઉતાવળ કરવી. ટી.વી. માં જુઓ છો ને છોકરી હવે છોકરાઓની હારોહાર બધા કામ કરે છે. ભગવાને

આપણને એક છોડી આપી છે. ભલેને તેનું ગમતું કરે. પૈસે ટકે તો આપણે સુખી છીએ. ન્યાતમા

છોડીઉ જલ્દી પરણે તેથી આપણે પણ તેમ કરવું શું જરૂરી છે. તમને પણ હતુંને કે હું બેચોપડી

વધારે ભણી હોતતો તમને હિસાબ કિતાબમા સહાય કરત. પણ લગન પછી બાર મહિનામા

કાનો આવ્યો ને બીજે વરહે કંકુડી.  તમારી મનની મનમા રહી ગઈ. એ તો ભગવાને હારો

દી દેખાડ્યો અને આપણે બે પાંદડે થયા.

જગાને જમના પર ખૂબ વહાલ. કેમ ન હોય. કાના ને કંકુ જેવા બે સુંદર બાળકો દીધા હતા.

જગાના માબાપને ખૂબ આબરૂભેર સાચવતી.  તેને પણ થયું કંકુ દીકરી છે તેથી કાંઇ ગુન્હો

કર્યો. ભલેને જીવન પોતાની મરજી મુજબ બનાવતી. જગો નવા જમાનાની હવાથી વાકેફ

હતો. તે સમજતો હતો કે સ્ત્રી હવે માત્ર રસોડાની રાણી નથી રહી. તેને પણ અરમાન હોય

છે. હિંદી ચલચિત્ર જોતો હતો.  જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે.  પોતાની આવી સુંદર

દિકરી ભલેને ભણતી. કહ્યાગરી, ઘરકામમા પાવરધી પણ છે. તેનું હૈયું ઠારીશ તો તના

આશિર્વાદ પામીશ. જમનાની કેળવણી અને સંસ્કાર પર તે મુસ્તાક હતો. જમનાને સાતે

કોઠે ટાઢક થઈ. સવારે કંકુ ઉઠે ત્યારે સારા સમાચાર આપવા તલપાપડ થઈ રહી અને

વિચારમા આંખો મીંચાઈ ગઈ.

કંકુને તો કાંઈ જ ખબર ન હતી. ભણવા મળશે કે પરણવું પડશે તેની દ્વિધામા

આકાશના તારા ગણતી રહી.—————– શાન ને ઢાઢસ બંધાઈ હતી. તેને વિશ્વાસ

હતો કે  કંકુની મા જમનામાસી જરૂર કાંઈક કરશે—–

 

શાનનો આનંદ માતો ન હતો.  કંકુના માતાપિતા તેને ભણાવશે તે જાણીને

ખુશ હતી. બસ હવે શાળા ખુલવાના બહુ દિવસો બાકી ન હતા તેથી ઘરે જવા

ઉંચીનીચી થઈ રહી હતી. નાનીમાને શાને બધી વાત વિસ્તાર પૂર્વક કહી. નાની

શાનથી ખૂબ પ્રભાવિત થઈ. કંકુ પણ દિવસ ચડતા આવી પહોંચી. શાનને ગળે

વળગી  અને ખુશી વ્યક્ત કરી. આગળ ભણવા મળશે તે વાત તેની કલ્પનાની

બહાર હતી. જે શાનના વાક્ચાતુર્યથી હકિકતમાં ફેરવાઈ ગઈ.

આજે શાન પાછી પોતાને ત્યાં જવાની હતી. નાના નાનીને ગળે વળગી.

કંકુની આંખો બોલી રહી હતી. આંસુને સંતાડવાની લાખ કોશીશ કરી પણ તે સરી

પડ્યા. શાનને વચન આપ્યું કે મહેનત કરીને સારા ગુણાંક મેળવીશ.  શાન હવે ઘરે

જવા માટે તૈયાર હતી. નાના, નાની અને કંકુની સંગતમા રજાના દિવસો સરસ રીત

પસાર થયા.

ઘરે આવી મમ્મી , પાપા ,ભાઈ દાદા, દાદી બધાને મળી ખૂબ ખુશ થઈ. મમ્મીને

કંકુની વાત વિગતે જણાવી. મમ્મીના માનવામા ન આવ્યું. વહાલથી શાનને ભેટી તેની

આવડતની તારિફ કરી. બસ આજે રવીવાર હતો. કાલથી શાળા શરૂ થવાની હતી. શાળાનું

છેલ્લું વર્ષ, સારા ગુણાંક મેળવવા, સારી કોલેજમાં જવું બધા મનસૂબા કરતી શાન સૂઈ ગઈ.

 

માતા પિતાનો અકસ્માત઼઼઼઼૬

***************************

શાળા નિયમિત ચાલુ થઈ ગઈ.  દાદા, દાદી રજા ગાળવા મહાબળેશ્વર જવાનો

વિચાર કરતા હતા. શાન કુટુંબ સાથે શનિ, રવી જવાની હતી. પાપાએ ગાડી અને ડ્રાઈવર

આપ્યા. મહાબળેશ્વર ખૂબ સુંદર જગ્યા છે. રસ્તામા ઘાટ પરથી ગાડી જઈ રહી હતી ત્યાં

સામેથી આવતી લોરીનો ડ્રાઈવર પીધેલો હશે. કાબૂ ગુમાવ્યો અને દાદા, દાદી તથા

ડ્રાઈવર સહિત ગાડી ખીણમા ગઈ. આખા ઘરમા સન્નાટો છવાઈ ગયો.  પાપા તો પાગલ

જેવા થઈ ગયા.

આવી રીતે અકસ્માતમાં મૄત્યુ થયા પછી જે કનડગતમાંથી પસાર થવું પડે છે તે હાલત

નું વર્ણન કરવાની શક્તિ મારામાં નથી. વહાલા માતાપિતાના અવસાનનું દુઃખ અને સાથે

પોલિસખાતાની તુમારશાહી. સહુ ત્રાસી ગયા. માંડ માંડ તેમના શરીરના છૂટાછવાયા અસ્થિ

મેળવી સહુ ઘરે આવ્યા અને અંતિમ ક્રિયાપાણી કર્યા. ચારે તરફ ગંભીર વાતાવરણ છવાઈ

ગયું હતું. આશાનો સૂરજ વાદળ પાછળથી ડોકિયા કરતો હતો. હજુ તેની પણ હિંમત ચાલતી

ન હતી. યંત્રવત સવાર અને સાંજ થતા હતા. ઘર મંદિરમાં ફેરવાઈ ગયું હતું. માતાપિતાનો

પ્રેમ, તેમની યાદો, તેમનું અચાનક ચાલી જવું સઘળે ફેલાયા હતા. શું બોલવું , શું કરવું કાંઈ

સમઝમાં આવતું ન હતું. જીંદગી શું? એ પ્રશ્ચ ચારે તરફ ઘુમરાઈ રહ્યો હતો———-

 

ભર જુવનીમા, મા અને બાપ બંને ગુમવવા અને તે પણ આવી રીતે

અકસ્માતમા એ આઘાત જીરવવો ઘણો કપરો છે. સોનમ અને સાહિલ બંને

હતપ્રભ થઈ ગયા.  બાળકોને સંભાળે કે પોતાની જાતને. કહેવાય છે પ્રભુના

દરબારમા ન્યાય પ્રવર્તે છે. કયા પાપ કર્મોની આ સજા હતી. હા, જન્મ છે

તેનું  મૃત્યુ ચોક્કસ છે. પણ આ રીતે! ખેર જો બેમાંથી એક પાછળ રહ્યું હોત અને

તે પણ પાછી અપંગ હાલતમાં તો શું દશા થાત! એ એક જ આશ્વાસન આપી

શકાય. બાવરો સાહિલ અને બેબાકળી સોનમની વહારે ધાયા સોનમના માતાપિતા.

લગ્ન થયાને સોળ વર્ષના વહાણા વાયા હતા. દુધમા સાકર ભળે તેમ સોનમ

સાહિલની જીંદગીમા ઓતપ્રોત થઈ ગઈ હતી. સાહિલના માતાપિતાની તેણે કદીય

અવહેલના કરી ન હતી. ૨૧મી સદીની હતી પણ પ્યાર આપવામા ‘સીતા’ અને ‘રાધા’

તેના આદર્શ હતા. સાહિલ તેના પર જાન છિડક્તો .તેણે ખરેખર સાહિલની અર્ધાગંના

બની જીવન સફળ પૂર્વક જીવવાનો પ્રયત્ન  કર્યો હતો. આવા સુંદર કાર્યમા તેને સહુનો

સોનેરી સંગાથ  સાંપડ્યો હતો.  શાન મમ્મીની વ્યથા સમજી શકતી હતી. દાદા દાદી તેને

પણ ખૂબ વહાલા હતા. દાદીનો પ્રેમાળ વહાલ નિતરતો ચહેરો યાદ આવતા આંખમાંથી

આંસુ સરી પડતા.

શાળામા તેની એક સહેલી જેની સાવકીમા હતી તેણે શાનને સંભાળી. શાન તેને

હંમેશા ઘરે લાવતી, દાદી તેને પ્રેમે જમાડતી. સુલુ જ્યારે પણ શાનને ત્યાં આવે ત્યારે

દાદીનો પ્રેમ પામવા ભાગ્યશાળી બનતી. દાદી તેને સાચી સલાહ આપતા. સુલુ જાણતી

હતીકે સગી મા પણ બાળક્ને વઢે યા મારે. પણ તે એ પણ જાણતી કે પછી મા મનાવી

ખવડાવે પણ ખરી. કિંતુ તેની ‘મા’ જેકહે તે જ કરે. મારે ને રડતા રડતા સૂઈ જાય તો

આખી રાત ખૂણામા ગાળે.

જીંદગી ધીરે ધીરે પાટા પર ચડી રહી હતી. માબાપ ગુમાવ્યાનું દુઃખ વિસરવું સહેલું

નથી. પણ જનાર પાછળ કોઈ ગયું નથી! દુનિયા તો ચાલ્યાજ કરે. દુઃખને હૈયામા સંઘરી

જીવવું એ નાનુ સુનું કામ નથી. સાહિલની ઉદાસી સોનમની છાતી ચીરી નાખતી હતી.

અસહાયતા તેને ચૂભતી પણ ઈલાજ જડતો ન હતો.  નાના નાની ખૂબ ધિરજ પૂર્વક

સમયની નાજુકતા પારખીને મદદ રૂપ થયા. જેને લીધે સહજતા આવી માત્ર ઉપરછલ્લી.

શાન સુલુની સહાયથી શાળાનું કાર્ય કરતી. કોલેજમા જવાનું હતું. આગળ ભણીને

મનની મુરાદ પૂરી કરવી હતી. પોતાને તો કોઈ કઠીન પરિસ્થિતીનો સામનો કરવાનો ન હતો.

પણ બહેનપણીને જો કોઈ મુશ્કેલી જંણાય તો શાન ખડે પગે ઉભી રહી તેને ઉકેલવામા મદદ

કરતી. શાન, સુલુ અને નેહાની ત્રિપુટી ઘણાની આંખમા આવતી. ગણકારે તે બીજા. આમ પાછી

ભણવામા ચિત્તને પરોવી વાત વિસારે પાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. દાદા, દાદી વગર ઘર સુનુ

લાગતું હતુ. પણ કોઈ ઈલાજ ન હતો! નાના, નાની પાછા પોતાને ઘરે જતા રહ્યા.

સોહમને બહુ ખબર પડતી નહી. પોતાના દિલની વ્યથા કેવી રીતે પ્રદર્શિત કરવી તેની

ગતાગમ પડતી ન હતી. શાન ભાઈલાને સાચવી લેતી. સોનમ, સાહિલને સાચવવા માટે હરપળ

તૈયાર રહેતી. માતા અને પિતા સાથે ગુમાવવા એ ઘા ભલભલાને હલાવી નાખવા પૂરતા છે.

કહેવાય છે “જે દુઃખ આપે છે , તે દુઃખ સહન કરવાની શક્તિ પણ આપી રહ્ર છે.”———-

         સઘળા દુઃખની એક જ દવા છે. તે છે ‘સમય’. સમય ભલભલું કઠીન દર્દ મિટાવવા સમર્થ છે.

માતા પિતાની જગ્યા કોઈ પણ વ્યક્તિ પૂરવાને સમર્થ નથી. તેમની મધુરી યાદ અને શીળી છાયાના

સંભારણા  જીંદગી જીવવા માટે પૂરતા હોય છે. દરેકને એ રસ્તે વહેલા કે મોડા જવાનું છે. સોનમ અને

સાહિલ જીવનની ઘટમાળમા પરોવાઈ ગયા.

શાન કોલેજમા આવી અને પ્રગતિને પંથે ચાલવા લાગી તેની સહેલી સુલુ, જેને સાવકીમા હતી એક

દિવસ કહે મારા લગ્ન નક્કી થઈ ગયા. સુલુ પણ ભણવામા ખૂબ હોંશિયાર હતી. શાન તો સાંભળીને

છળી પડી. કહે શું વાત કરે છે? કોની સાથે? ક્યારે? કેમ આટલા જલ્દી? સુલુ બિચારી શું બોલે! એનું

રડવું માતુ ન હતું. એને ભણીને પોતાની જીંદગી સુંદર રીતે જીવવી હતી. તેના પિતાજીનું કશુંજ નવી

મા પાસે ચાલતું ન હતું.

 

શાનનો કોલેજ કાળ઼઼઼઼઼૭

**********************************

સુલુની ઉંમર હજુ માંડ સત્તર વર્ષની હતી. જેની સાથે લગ્ન થવાના હતા એ બીજવર હતો. નવી માને

પૈસામા રસ હતો. નહી કે સુલુ સુખી થાય તેમા. શાન, નેહા અને સુલુની ત્રિપુટી મસલત કરવા માંડી.

સોળે સાન આવે એ ઉક્તિ મુજબ તેમની વિચાર શક્તિ ખીલી હતી. ૨૧મી સદીની છોકરીઓ ઘણી

ચબરાક અને સારા નરસાનું ભાન ધરાવતી હોય છે.

શું કરે તેના વિચારોમા ખોવાઈ ગયા. ૧૭ વર્ષ એ તો કાંઈ પરણવાની ઉમર ગણાય? આજે સમાજમા

ચારેકોર નજર ફેરવો. ૩૦ થી ૩૫ વર્ષની છોકરીઓ જણાશે. ઘંઉ વીણું કાંકરા વીણું માં કુંવારી રહી

ગઈ હોય છે. શરૂઆતના ૨૫ વર્ષના થાય ત્યારે તેમનો જવાબ હોય છે “અમે પરણવા માટે તૈયાર નથી”.

શું તેના માટે લાલ કે લીલા સિગ્નલ ઝબુકતા હોય છે? અમારે અમારું ભવિષ્ય બનાવવું છે. ત્યાં સુલુ ને જુઓ.

કાંઈક તરકીબ કરવી પડશે જેથી પરણવા આવનાર મૂરતિયો હા પડી જ ન શકે. સુલુને પોતાની બંને કીકી

વચમા લાવવાની ફાવટ હતી.  સુમનભાઈ મોટી ફાંદવાળા જ્યારે તેને મળ્યા ત્યારે વાતો કરતા સુલુ ચાલાકીથી

તેમે કરતી. ‘બાંડામાં બોંતેર ” લક્ષણ હોય સુમનભાઈએ તો ધસીને ના પાડી દીધી. શાને તેના માનમા સુલુ

અને નેહાને પારસી ડેરીનો મસ્ત આઈસ્ક્રિમ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો.

શાનને હવે ભણવાની સાથે સાથે આ બધી વાતોમાં ઉંડો રસ લેવા માંડ્યો. તેને થયું જેટલું ભણવું જરૂરી છે

તેટલુંજ સાથે ભણતી સહેલીઓના જીવનમા આવતા નાનામોટા અવરોધોને સુલઝાવવાનું પણ તેટલું જ

અગત્યનું છે. શાનનું શાણપણ તેની બહેનપણીઓના પ્રમાણમા ખૂબ ચડિયાતું હતું. તેમા મુખ્ય ભાગ માતાનો

પ્રેમ, સમયસૂચકતા અને દાદા, દાદીની સુંદર કેળવણી  હતા.ચાલો હાલ પૂરતો સુલુનો વિકટ પ્રશ્ન ઉકલી ગયો.

પાના નમ ૫૬

 

****************************************************************************

 

હિના અને હરિશ *****૮

પાના ન, ૬૦

 

******

તેવામાં શાનની બહેનપ્ણી નેહાની કાકાની દિકરી હિના લગ્ન કરીને બે વર્ષમા પિયર પાછી આવી. કારણ તો

કહે પૈસાવાળાનો નબીરો ખોટી આદતોમા ગળાડૂબ હતો. ઉપરથી ઘરે આવીને હિનાને મારે તે નફામા.  સારું હતું

કે બાળકની ઝંઝટ હતી નહી. તેને બરાબરનો પાઠ ભણાવવાનું આ ત્રિપુટીએ નક્કી કર્યું. ‘

જાસુસી કરવા માંડીકે હરિશભાઈ ક્યાં જાય છે અને કોને મળે છે.   આવા બધા કારસ્તાન ઘરમા કહે તો ગુસ્સો સહન

કરવાનો વારો આવે, કિંતુ પરિણામ સફળ આવે ત્યારે ધીરે રહીને મમ્મીને શાન બધું જણાવતી. સોનમને, શાન બહેન

પણીને મદદ કરે તેમાં વાંધો ન હતો. તેને પોતાના લોહી તથા તેની સમજદારી પર ગર્વ હતો. શાનને સમઝાવતી

‘બેટા વગર વિચાર્યું કામ ન કરીશ કે જેથી મારે ,તરા પપ્પાને અને તારા ભાઈલાને નીચું જોવાનો વારો આવે,”.

હરિશભાઈને પાઠ ભણાવવા ત્રિપુટી કામે લાગી ગઈ. હિનાએ સાફ શબ્દમાં જણાવ્યું તેને હરિશ ઉપર પ્યાર છે.

વધુ પડતા બે નંબરના પૈસાને કારણે તે આડે રસ્તે ચડી ગયો છે. હા, તને સીધે રસ્તે લાવવા કાજે હું કાંઈ પણ

કરવા તૈયાર છું. જીવનમાં પ્રથમ પ્યારની મહેકનું વર્ણન કરવું અશક્ય છે.

નાની ઉમરમા થતો પ્યાર આંખની ભ્રમણા છે. કિંતુ સમઝદારી દ્વારા પાંગરેલું

પ્યારનું પુષ્પ તેની સુંગધ જીવનભર ફેલાવે છે. આ કાંઈ કાગળનું ફુલ નથી. તે કદી મુરઝાતું નથી. દિવસે દિવસે

ખીલે છે. તેનું સૌંદર્ય અંગ અંગમાંથી પ્રગટે છે. જીવન પ્યારનું પરિણામ છે. પ્યારને સસ્તો સમઝવાની ભૂલ કદી

ન કરનાર હિનાએ, પોતાનો પ્યાર મેળવવા  કમર કસી. તેમાં સહકાર સાંપડ્યો શાન, સુલુ અને નેહાનો————–

એક ડગ ધરા પર 13

શાન, સુલુ અને નેહા ત્રણેય ગહન વિચારમા ગરકાવ થઈ ગયા. સાપ મરે નહી

અને લાકડી ટૂટે નહી. એ ઉક્તિ પ્રમાણે હિનાના પ્યારમા જરા પણ અવિનય ન વરતાય

તેનો ખ્યાલ જરૂરી હતો. હિના હરિશને દિલોજાનથી ચાહતી હતી. તેને હરિશને માત્ર પાઠ

ભણાવવો હતો કે પત્નીના પ્રેમ આગળ બીજા બધા સંબધ ફીકા છે. વળી તેને સારા દિવસ

ચડ્યા હતા તે શાન, સુલુ અને નેહા સિવાય કોઈને ખબર ન હતી.

સુલુનો અવાજ ખૂબ કોમળ અને સામી વ્યક્તિને ગમે તેવો હતો. હિના પાસેથી

ફોન નંબર લીધો અને પછી ફોન દ્વારા ઇ-મેઈલ પણ લીધો. હવે હરિશને પાઠ ભણાવવાનો

હતો. ઇ-મેઇલ સુલુનો પણ વાતચીતનો દોર બધો હિનાએ સંભાળી લીધો. જયારે પુરુષ પત્ની

છોડી બીજી સ્ત્રી પાછળ પાગલ થાય છે ત્યારે મોહમા અંધ થઈ સારા નરસાનું યા સત્ય અસત્ય

વચ્ચેનું અંતર વિસરી જાય છે.  તેની વિવેક બુધ્ધી ગિરવે મૂકે છે.

ન કરવાનું કરે અને ન આચરવાનું આચરે. સારું હતુ કે અનજાણતા સામે

પક્ષે તેની પત્ની જ હતી. હિનાએ તેને બરાબર સાણસામા ફસાવ્યો. સરસ મઝાનો વખત જોઈ

એવી પરિસ્થિતિ ઉભી કરી અને સમાજમા બદનામી વહોરવાને બદલે હરિશના ઘરવાળાઓ

હિના ને ઘરે તેડી લાવ્યા. હિનાના પેટે ચાડી ખાધી. મિંયા પડ્યા પણ ટંગડી ઉંચી. હિનાનો

આદર કરવાને બદલે હરિશતો ઇ-મેઇલ વાળીની પાછળ ગાંડો થયો હતો.   હિના વર્તનદ્વારા

હરિશની દુખતી  રગ દબાવતી રહી. હરિશની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ હતી.

હરિશ બાળક પોતાનું હોવા છતા હિનાને પ્યાર દાખવી શક્તો નહી અને ઇ-મેઇલવાળીને

ભૂલી શકતો નહી.

હિનાને એકવાર ત્રણે બહેનપણીઓ મળવા આવી. ઘરમા કોઇ હતું નહી તેથી બિન્દાસ

વાતો કરીને પરાક્રમ પર હસી રહ્યા હતા. વાતોમા એવા મશગુલ હતાકે માથુ દુખવાને બહાને

વહેલા ઘરે આવેલા હરિશ પર કોઇનું ધ્યાન ગયું નહી. હરિશે વાત થોડી સાંભળી અને ચાલાકી

પુર્વક આખી વાતનો તાળો મેળવી લીધો.  ગોદડું ઓઢીને સૂઈ ગયો. બહેનપણીઓ ગયા પછી

હિના સૂવાના પલંગ પર હરિશને જોઈ ચોંકી ઉઠી. ચહા બનાવીને લઈ આવી. ખબર પણ ન

પૂછ્યા.  હરિશે નાટક ચાલુ રાખ્યું. મનમા થયું ‘શામાટે સાચું ગુલાબ છોડી હું કાગળના ફુલ

ઉપર મોહ્યો.’ ઇ-મેઇલનું નાટક જે મહિના સુધી ચાલ્યું હતું તેમા પોતાની નબળાઈ છતી

થઈ પણ હિનાનું વિશુધ્ધ અંતર તેના પર જાદુઈ અસર કરી ગયું. માફી માગવાની ઈચ્છા

અહંની આગમા ધુંવા થઈ ગઈ. હિનાને થયું પુરુષની જાત છે કબૂલ નહી કરે. ખેર માફ કરી

દંઉ. સ્ત્રીના હ્રદયની વિશાળતા અને પવિત્રતાનો અંદાઝ પુરુષ જાત કદી નહી લગાવી શકે?

હરિશના બદલાયેલ વર્તનને ધ્યાનમા લઈ એક રાત હિના ઘટૉસ્ફોટ કરવા જતી

હતી ત્યાં બત્તી બુઝાવી હરિશે તેને પડખામા લઈ કંઇ પણ ન બોલવા મજબૂર કરી. ઘણા

વખત પછી આનંદ મિશ્રિત પ્રેમ પામવા હિના સમર્થ બની અને પોતાના પ્યારની જીત

બદલ પ્રભુનો મનોમન આભાર માનવા લગી. ક્યારે આંખ મળી ગઈ તેનો પણ ખ્યાલ ન

રહ્યો અને વહેલી સવારે ઉદરમા પાંગરી રહેલ પારેવડાની હિલચાલની મોજ માણી રહી.

હરિશને શરમના માર્યા તે વાત કરી તેને પણ આનંદમા ભાગીદાર બનાવ્યો.——–

હિના અને હરિશનું મધુરું મિલન જોઇને ચાંદ વાદળોની પાછળ છુપાઈ ગયો.

બાળક રૂપી કડી એવી તો મજબૂત હોય છે કે પતિ પત્નીને સ્નેહની સાંકળમા જકડી

રાખવા સમર્થ બને છે. શાન અને મંડળી ખુશ થયા.પરાક્રમની વાત શાનના માતા

પિતાએ જાણી ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું.  શાન જેવી સુંદર અને શુશીલ

દિકરી પામવા માટે મનોમન.- પ્રભુનો આભાર માન્યો.

એક ડગ ધરા પર—-૧૪

રવીવારનો દિવસ હતો ગયા અઠવાડિયેજ પરીક્ષા પૂરી થઈ હતી તેથી શાન આજે

નિરાંતે કમપ્યુટર પર રમત રમવાનો આનંદ માણી રહી હતી. અચાનક  તેની નજરે

એક સમાચાર પડ્યા. એક પળતો તેને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો કે  જે વાંચી

રહી છે તે સત્ય છે ? તેના મોઢાના રંગ રૂપ , હાવભાવ બદલાયા.  થર થર ધ્રુજવા લાગી.

તેની મમ્મી શાનને નાસ્તો કરવા બોલાવવા આવી હતી તે પૂતળાની માફક શાનને જોઈ

રહી. તરતજ તેને બાથમા લઈ બોલી ‘શાન બેટા શું થયું?’  શાને આંગળી વડે સમાચાર

તરફ તેની માનું ધ્યાન દોર્યું.

કમપ્યુટર સમાચાર માં વિડિયો હતી, એક પતિ પોતાની પત્નીને દહેજની રકમ

ન લાવવા બદલ જીવતી સળગાવી રહ્યો હતો ! શાનનું દિમાગ બહેર મારી ગયું.  ૨૧મી

સદીમા હજુ આવું પાશવી કૃત્ય પુરુષ કરી શકે છે તે કેમે કરી માનવા તૈયાર ન હતી.

તે ઘટના સ્થળ આમ તો એકાંત જગ્યા હતી પણ ભલું થજો કેમેરા વાળા સેલફોનનું કે

કોઈ રડ્યો ખડ્યો ત્યાંથી પસાર થતો હશે તો ઝડપાઈ ગયો. સમાચાર સ્થાનિક હતા.

શાનને વિચાર સ્ફૂર્યો થયું લાવને એ બહેનને હોસ્પિટલમા મળી આવું. જો

કે એ બહેન ક્યાં કેવી હાલતમા છે તે હકિકત મેળવવી મુશ્કેલ કાર્ય ન હતું. શાન  જેનું

નામ એક વિચાર કરે તેને અમલમા મૂકવા કદી પાછી પાની ન કરે. ઘરેથી કંઈ પણ

કહ્યા વગર નિકળી ગઈ. જેમ સાચો હીરો કદી પોતાનું મોલ ન કહે, ભલે શાન ઉંમરમા

તો હજુ ૨૦ ની પણ ન હતી કિંતુ તેની ઈરાદા અને મનસૂબા ખૂબ દ્રઢ હતા. સ્કૂટર પર

બેસી આવી પહોંચી.  તેની સખી છું કહી હોસ્પિટલમા પહોંચી ગઈ. નસિબ જોગે દાઝેલી

સ્ત્રીની હાલત ખૂબ ગંભીર ન હતી. તેના પિયરિયા બહારગામ હતા તેથી તે સ્ત્રીને શાન

આવી તે ગમ્યું. જો કે પરણી હતી તેથી સ્ત્રી કહેવાય બાકી તેની ઉંમર માત્ર ૨૨ વર્ષની

હતી. તેના પતિને પોલિસ અટકાયતમા રાખ્યો હતો. શાને તેને સાંત્વના આપી, મદદ

કરવાની તૈયારી દાખવી.

પરિસ્થિતી કાબૂમા હતી તેથી વિગતે વાત જાણી. શાન વિચરી રહી આતો કોઈ રીતે

ચલાવી ન લેવાય. ભણેલી ગણેલી છોકરીઓ કમાય પણ ખરી. ઘરની જવાબદારી પ્રેમે

ઉપાડે તો આનાથી વધારે પરણનાર પુરુષ શેની આશા રાખે. માત્ર તેની પુરુષ જાત છે,

શું એ જ મુદ્દો અગત્યનો છે. અરે, ત્યાંજ તો એ ભૂલ ખાય છે કે તેને જનમ આપનાર તેની

“મા” એક સ્ત્રી છે! જો કે બધા પુરુષ એવા હોય એવું માનવા શાન તૈયાર ન હતી. તેના

પિતા, દાદા, નાના અને કુટુંબીજનો ખૂબ જ સંસ્કારી હતા. કઈ રીતે સીમાને સમજાવે

કે તારું સ્ત્રીત્વ હણાયા વગર માનભેર  જીવન કેમ જીવવું. જો કે અત્યારે સમય અને

સ્થળ બંને યોગ્ય ન હતા તેથી    તેના પ્રત્યે હમદર્દી જતાવી પોતાનું નામ ફોન નંબર

આપી વિદાય થઈ. રમાના માતા પિતા આવી ગયા હતા તેથી તેણે રાહતનો દમ

ખેંચ્યો અને સ્કૂટર ઘર તરફ મારી મૂક્યું.———————એક ડગ ધરા પર—-૧૪

જો અંહીઆ સુધીની નવલકથા આપને પસંદ પડી હોય તો આખી વાંચો—-

એમેઝોન.કોમ પર ઉપલબ્ધ છે.

બીજી  નવલકથા “જાગીને જોંઉ  તો”  પ્રગટ થઈ  ચૂકી છે.

એમેઝોન.કોમ પર ઉપલબ્ધ છે.

આભાર

પ્રવીણા અવિનાશ કડકિઆ

Advertisements

21 responses

30 01 2010
amritc

ઓહ..યસ..હવે આખી વાર્તા વાંચી..સરસ..અભિનંદન પ્રવિણાબેન…
ખૂબ લખતા રહો એવી શુભેચ્છાઓ સાથે

22 05 2011
ramesh parbat verat

hi im ramesh verat

25 09 2011
Raksha

It is nice way to cover all aspects women are facing by this writing. Keep up!

30 04 2012
એક ડગ ધરા પર ! « ચંદ્ર પુકાર

[…] જવું હોય તો,એની “લીન્ક” છે >>>> https://pravinash.wordpress.com/eka-dagdhara-pa/ આશા છે કે તમોને આ મારી પ્રગટ કરેલી […]

1 05 2012
SARYU PARIKH

પ્રિય પ્રવિણાબહેનને અભિનંદન. એક project પૂરો કર્યાનો આનંદ.
નવલકથાનુ શિર્ષક, અને વાત કહેવાની રીત સુંદર છે.
મનાનંદ માટે લખતા રહેવાની શુભેચ્છા.
સરયૂ પરીખ

15 05 2012
suresh


1.સુરેશ જાની| April 30, 2012 at 12:50 pm

પ્રવીણાબેનને અભિનંદન . અને આ સમાચારની જાણ કરવા માટે તમારો આભાર.

15 05 2012
dhavalrajgeera

.dhavalrajgeera | April 30, 2012 at 2:49 pm

જાણ કરવા માટે આભાર,
પ્રવીણાબેનને અભિનંદન.

15 05 2012
pragna

.
3.pragnaju | April 30, 2012 at 3:47 pm

પ્રવીણાબેનને અભિનંદન.

15 05 2012
ramesh patel

.nabhakashdeep | મે 1, 2012 at 11:33 pm

સમાજની વ્યથા અને ઉત્થાનને વણતી કથાનાકને શબ્દ દ્વારા જીવંત રૂપ
અને હૃદયના ભાવોને વણવા એ કૌશલ્ય માગી લેતું કાર્ય છે. સુશ્રી પ્રવિણાબેન
ને ખૂબખૂબ અભિનંદન. ડોશ્રી ચંદ્રવદનભાઈના આ ઉમદા સહયોગ માટે
તેમને પણ સાનંદ અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

15 05 2012
ashok patel

5.અશોકકુમાર દેશાઈ – ‘દાદીમા ની પોટલી’ | મે 2, 2012 at 1:54 am

સુશ્રી પ્રવિણાબેન ની નવલકથા અંગે પ્રસ્તાવના સ્વરૂપ ટૂંકમાં પણ સુંદર જાણકારી આપવા બદલ તમોને અભિનંદન સાથે સમાજની વ્યથાનેવણતી કથાનાકને શબ્દ દ્વારા અભિવ્યક્તિ કરી અને પોતાની ઉર્મીઓને વ્યકત કરવા જે કોશિશ કરેલ છે તે બદલ સુશ્રી પ્રવિણાબેન ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ

15 05 2012
chandravadan

It is nice to know of your Book here on your Blog,Pravinaben !
But, I had published a Post on it on my Blog Chandrapukar. Those you wish to read that Post can do so by the LINK>>>>

http://chandrapukar.wordpress.com/2012/04/30/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%a1%e0%aa%97-%e0%aa%a7%e0%aa%b0%e0%aa%be-%e0%aa%aa%e0%aa%b0/
Hope to see the Readers to my Blog via this Link !
Chandravadan Mistry
Avjo !

25 08 2012
patel bhargav

i pray to god ……..my first daby is girl……..

25 08 2012
pravina

Wish you all the best.

27 08 2012
પ્રવિણ શ્રીમાળી

પ્રવીણાબેનને અભિનંદન, નવલકથાનુ શિર્ષક સરસ છે .સમાજની વ્યથા અને ઉત્થાનને વણતી કથા છે.ડો શ્રી ચંદ્રવદનભાઈના આ ઉમદા સહયોગ માટે
તેમને પણ અભિનંદન.

26 10 2012
aataawaani

પ્રવિણા બેન તમે મારી” અમેરિકન વહુ અને ભારતીય સાસુ “વાંચી અને તમારી ઓળખાણ થઇ હું બે હદ ખુશ થયો . હું મને મારી પ્રગતિમાં ફાળો આપનાર સ્ત્રીઓને પ્રથમ સ્થાન આપું છું .સ્ત્રી શક્તિનો જય જય કાર હો .મેં મારા બ્લોગમાં અરબ કન્યાના પ્રેમની વાત લખી છે .વાંચી જોજો તમને ગમશે .

26 12 2012
bhavna

very nice way to express feelings of girls.
i feel proud as woman
nice story mem.
i hv baby girl first.
and i dont wnt other child after her.becoz i love girl

22 04 2013
maheshkumar harjivanbhai dave

પ્રવિણાબેન સાંપ્રતઘટનામાં સ્રીઓની મનોદશા ગર્ભથી નિરૂપણ કર્યું છે.ધન્યવાદ.

9 05 2013
Manibhai Patel

READ THE FIRST 5 CHAPTERS OF THE BOOK SUGGESTED BY YOU.PLEASED.WISH TO READ MORE AT TIMES…THX..M.

27 09 2013
Dhiren

naval katha saras chhe. amazon.com ni direct link mokalo to saru. Search ma nathi maltu

27 09 2013
pravina Avinash

createspace.com

Book is available on this web link.

Thanks a lot. Two more with God’s grace are finished.

1 એક ડગ ધરા પર

2. જાગીને જોંઉ તો

૩ સંઘર્ષની સોડમાં

આભાર

pravina Avinash

26 08 2016
aataawaani

આખો નિબંધ વાંચ્યો ખુબ ગમ્યો . ખુબ મજા આવી ઘણું જાણવા મળ્યું .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: