યોગ’ ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય

Go to fullsize image

       : 1 :

‘યોગ’  નો અભ્યાસ અને તેનું આચરણ સમજીને કરવામા આવે તો તે ખૂબ ઉપયોગી પૂરવાર થયેલું છે. તેના નિયમિત આચરણથી તંદુરસ્તી જળવાય છે.આજકાલની બજારમા મળતી દવાઓ જે તરત રોગને દબાવવામા સફળ

છે કિંતુ તેનાથી થતા લાંબા ગાળાના ગેરફાયદાથી સર્વેજણા વિદિત પણ છે. મિત્રો જે થોડીઘણી જાણકારી ‘યોગ’ના અભ્યાસ દ્વારા મેળવી છે તે અંહી પ્રસ્તુત કરીશ. એક વાત કબૂલ કરવી રહી કે એક વર્ષના અભ્યાસ દ્વારા ખૂબ

ફરક  સમજાયો છે.

જીવનમા શિસ્ત અને સ્વાસ્થ્ય બને પ્રાપ્ત થયા છે. આવા  સુંદર નિર્ણયની પ્રેરણા કરવા કાજે ઈશ્વરનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. પરિવારની સંમતિ અને અનુકૂળતા પણ એટલાજ મહત્વના હતા.

બસ આટલી પ્રસ્તાવના દ્વારા હવે ઇંતજાર કરજો ,  વધુ આવતી મુલાકાતે.

                                                         ૐ

    : 2 :

    આજે આપણે વાત કરીશું ‘ડાયાબિટીસ’ જેને ગુજરાતીમા ‘મધુપ્રમેહ’નું નામ આપ્યું છે. લોહીની અંદર ખાંડનું પ્રમાણ વધારે થઈ જાય ત્યારે આ દર્દ છે એમ જાણવું. જેનાથી જીવનમા ઉથલ પાથલ મચી જાય છે. જેનાથી શરીરમા કાંતો જરુર કરતા વધારે ‘ઇનસ્યુલીન’ ઉત્પન્ન થાય છે યા તો લોહી ગ્રહણ કરીશકે એના કરતા ઓછું.
 આ દર્દ બે પ્રકારનું છે
૧. ઇન્સ્યુલીન ઉપર આધાર
 ૨.  ‘ઇન્સ્યુલીનની જરૂરત ન હોય
 મધુપ્રમેહમા ‘પેન્ક્રિયાસ અને પીટ્યુટરી ગ્લાન્ડ” બે ની કામ કરવાની અશક્તિ જણાય છે. ઇન્સ્યુલિન એ ખૂબ શક્તિશાળી ‘હોર્મોન’ છે જે હોજરીમા ગ્લુકોઝનો સંગ્રહ કરી તેનું ‘ગ્લાયકોઝોનમા’ રૂપાંતર કરે છે.  હરએક વ્યક્તિમા ‘મધુપ્રમેહની’ અસર અલગ અલગ હોઈ શકે.

 મધુપ્રમેહ થવાના ચિન્હો

૧. વધારે પડ્તી વાર બાથરૂમ જવું (રાતના મોટેભાગે)
૨. ખૂબ પાણીની તરસ લાગવી.
૩. જેનાથી ગ્લુકોઝ મુત્ર દ્વારા વહી જાય.
૪. મિઠાઈ ખાવાની ઉત્કંઠા
૫. વજન ઉતાવું , શારિરીક અશક્તિ
૬. પગનો દુખાવો
૭. દૃષ્ટિમા ઝંખપ
૮. બેધ્યાનપણું
૯. કોમામા ચાલ્યા જવું
૧૦. કામવાસનામા શુષ્કતા

તપાસ અને પરિક્ષણ

 ૧.  મૂત્રની તપાસ
૨. લોહીની તપાસ
 અ. ભુખ્યા પેટે
   બ. જમીને

 યોગના પ્રયોગઃ

 ૧. સિથીલીકરણ વ્યાયામ.
  અ. અગ્નિસાર ક્રિયા જેનાથી પેનક્રિયાસ કામ કરતું થાય.
બ. વમન ધૌતિ (અઠવાડિયામા બે વાર) જેનાથી પેનક્રિયાસ સતેજ થાય
ક. પરિવૃત્ત ત્રિકોણાસન.
ડ. અર્ધ મત્સેન્દ્રિયાસન
ઈ. વક્રાસન
આ પાંચ ઉપાયથી ‘અન્નમય કોષ’  સરસ રીતે કાર્ય કરે છે.
૨. જ્યારે શ્વાસ લેવામાં અનિયમિતતા જણાય ત્યારે ‘પ્રાણમય કોષ’  તકલીફમા જાણવો. જેના માટે
 અ. વિભાગીય શ્વા્સનો પ્રબંધ કર્યો છે.
 બ. કપાલભાંતિ
 ક. ભસરિકા
 ડ. પ્રાણાયામ   જેનાથી ચીંતા દૂર થાય છે. (સ્ટ્રેસ)
૩.મનોમય કોષ કાજે
  અ. ભજન
 બઃ સત્સંગ
 ક. પ્રાર્થના   આ બધાની સુંદર  અસર પૂરા શરીર ઉપર થાય છે.
૪. વિજ્ઞાનમય કોષઃ
 પોતાની જાતનું નિરિક્ષણ કરવું. વિવેક બુધ્ધિનો ઉપયોગ કરવો. સારા પ્રવચનો સાંભળવા. ડોકટરની સલાહ સૂચન અને   વડીલની શિખામણ ભરી વાત સાંભળવી.
૫. આનંદમય કોષઃ
   અ. કર્મયોગ દ્વારા કાર્યમા પ્રવૃત્ત રહેવું.
  બ. ખુશખુશાલ વાતાવરણ મા રહેવું.
  ક. શાતિ પૂર્વક આરામ ભોગવવો.
 ૬. શિથિલીકણ વ્યાયામ;
 ૧. જગ્યા ઉપર દોડવું
 ૨. આગળ અને પાછળ વળવું
૩. ધનુરાસન
 ૪.પવન મુક્તાસન
 ૫. સૂર્ય નમસ્કાર
 ૬. સલભાસન
 ૭. મત્સ્યાસન
 ૮. ઉષ્ટ્રાસન
 ૯. શવાસન
 ૧૦. વારાફરતી, સૂઈને પગ ઉંચા કરવા
 ૧૧ બંને પગ સાથે ઉંચા કરવા
 ૧૨. નાડી શુધ્ધિ પ્રાણાયામ
 ૧૩. ‘ૐ; નું ધ્યાન
 ૧૪. નાદ અનુસંધાન
     અ અ અ
    ઉ ઉ ઉ
   મ મ મ
  ૧૫. ભ્રમરી પ્રાણાયામ
  યાદ રહે આ આસન અને પ્રાણાયામ ખૂબ શાંત ચિત્તે કરવા.  આસન કરતી વખતે ધ્યાન શ્વાસ ઉપર કેંન્દ્રિત કરવું.  ક્યાંય પણ પ્રશ્ન હોય તો પૂછશો. મારી શક્તિ પ્રમાણે સંતોષ કારક જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.    ફાયદો થશે એની ના નહી    કિંતુ નુકશાન તો નહીજ થાય તેવું દાવા સાથે કહું છું.

               ૐ

યોગના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય  :   ૩  

કમર અને પીઠના દુખાવાનું દર્દ

 પીઠનો દુખાવો થવાનું મુખ્ય કારણ છે ખોટી રીતે ઉભા રહેવાની તથા બેસવાની ટેવ. વધારે પડ્તી  માનસિક ચિંતા યા શારીરિક   લક્ષણ કામ.  વધતી ઉમર ને કારણે પહોંચેલો ઘસારો પણ દુખાવાનું કારણ હોઈ શકે.
      એક દુખાવો એવો હોય છે જે એક્સ રે યા લોહીની તપાસ દ્વારા ખબર પડે.  બીજો દુખાવો જે કામ યા નોકરી પરની એવી ખાસિયત ને આધારિત હોય છે. ઘણીવાર દુખાવો એવા કારણસર હોય કે જે કળવું કઠિન છે.
      કરોડરજ્જુ જે બોચીની પાછળથી શરૂ થઈ કમર સુધી જાય છે.  સી૧ થી  સી૭   ગળાના મણકા  (સર્વાઈકલ)  ટી૧ થી ટી ૧૨  છાતીના  મણકા (થોરાસીક)  એલ૧ થી એલ ૫ કમરનો ભાગ (લમ્બર)   ૫   સેક્રમ

એસ ૧ અને એસ ૨  પેલ્વીસ     ૫    પૂંછડીના   ( કોકીકસ)

    દુખાવાના પ્રકારઃ

    ૧.   મણકાનું ખસી જવું (સ્લીપ ડીસ્ક)
    ૨.  ગળામા મણકાનો દુખાવો.
  ૩.  અકસ્માતથી થતો દુખાવો.(વ્હીપ્લીશ ઇન્જારી)
 ૪.   ગળાના મણકામા સોજો (સ્પોન્ડીલોસીસ)
 ૫.  ચીંતા ને કારણે થતો દુખાવો.
 ૬. ડોક હલાવવાથી થતો દુખાવો
 ૭.  ખુંધ તથા આગળ યા પાછળ વળતા દુખાવો.
  આ દુખાવો ઘણી વાર વહેલી સવારે થાય યા ઉભા રહેવાની ખોટી    ટેવ ને લીધે પણ થાય.

    ઈલાજઃ

  •    આરામ, ચત્તાપાટ સૂવાનું
  •    દવાનો સહારો
  •   શસ્ત્રક્રિયા
  •   લોહચુંબકની પધ્ધતિ.
    યોગ દ્વારા માત્ર તેનો ઇલાજ જ નથી થતો પણ તેના મૂળના ઉંડાણ સુધી પહોંચી તેનો જડમૂળથી નાશ કરે છે.
 અન્નમય કોષ”
  તમારી પોતાની શક્તિનો ખ્યાલ રાખી વજન ઉચકવું. આગળ તથા પાછળ ખૂબ સાવધાની પૂર્વક વળવું. આંચકા લાગે એવા પ્રયોગો ન કરવા.
‘ લમ્બર સ્ટ્રેચ’ એ ખૂબ સુંદર આસન છે. શવાસનમા સૂઈ બે પગ ઘુંટણથી  વાળી પગ અને મોઢું વિરુધ્ધ દિશામા રાખવા. આંખો બંધ અને શ્વાસ ઉપર ધ્યાન કેંદ્રિત કરવું. પછી પગ તથા મોઢાની દિશા બદલવી.  દરેક વ્યક્તિ પોતાના શરીરની મર્યાદાથી માહિતગાર હોય છે.
 પ્રાણમય કોષઃ
     શ્વાસની અનિયમતતા , ચિંતાને કારણે પ્રાણવાયુ પીઠના હાડકામા બરાબર પહોંચતો ન હોવાથી દુખાવો રહે. પ્રાણાયામ નિયમિત કરવો.
કપાલભાંતિ હરગિઝ નહી. “પ્રાણિક એનરજાઈઝીંગ ટેકનીક”  છે જેનાથી ખૂબ રાહત થાય છે. તે ટેકનીકનું પાલન કરવાથી મેટાબોલીક રેટ ઘટે છે અને ‘પ્રાણ’ નો પ્રવાહ સરળ બને છે જેનાથી દુખાવો કાબૂમા આવે છે.
   મનોમય કોષઃ
    ૐ ની સાધના અને ‘નાદ અનુસંધાન’ કરવાથી દુખાવો ઘણૉ સહ્ય બને છે અને સતત મહાવરાથી ધીરે ધીરે નાબૂદ થાય છે. પીઠનો યા કમરના દુખાવાનું મુખ્ય કારણ ખોટી રીતે ઉભા રહેવાની તથા વળવાની ટેવ છે.
  વિજ્ઞાનમય કોષઃ
સારું વાંચન, આનંદમય વાતાવરણ અને કોઈ પણ જાતની ભીતિ યા લઘુતા ગ્રંથિનો  ત્યાગ.
  આનંદમય કોષઃ
  કર્મ કરતા રહેવું. એવું કાર્ય જેમા નિજાનંદ પ્રાપ્ત થાય. ખુશનુમા વાતાવરણમા હરવું ફરવું.ચિંતા ને તિલાજલી.
   કમર તથા નીચેની પીઠના દુખાવાના આસન.
 ૧. હાથના આંગળા ભીડી સામે તથા ઉપરની બાજુ શ્વાસની       આવન જાવનના તાલ સંગે લઈ જવા.    (હેન્ડ સ્ટ્રેચ બ્રિધિંગ)
    ૨. પગ વાળીને ‘લમ્બર સ્ટ્રેચ’ બ્રિધિંગ’
    ૩. પવન મુક્તાસન
     ૪. સેતુબંધ આસન
     ૫. ‘ડોરસલ સ્ટ્રેચ’
      ૬.  શશાંક આસન બ્રિધિંગ
       ૭.  ભુજંગ આસન
      ૮.  સલભાસન   વારાફરતી પગ ઉપર લાવી શ્વાસની સાથે તાલ   મિલાવવો.
      ૯.  બાજુ પર સૂઈ પગ ઉચકવો.
      ૧૦. વિપરીતકરણી આસન
     ૧૧.    પરિવૃત્ત ત્રિકોણાસન
      ૧૨.   વક્રાસન
       ૧૩. અર્ધકટિ ચક્રાસન
       ૧૪.  અર્ધચક્રાસન

  ગળાના દુખાવા માટેઃ

       ૧. હાથના આગળાને વારાફરતી હલાવવા.
       ૨.  હાથની મુઠ્ઠી વાળી ઉપર નીચે કરવી.
     ૩.   હાથની કલાઈ ધીરે ધીરે ફેરવવી, ઉપર નીચે કરવી. વિ.
     ૪.    ખભા ઉપર નિચે કરવા, ગોળ ફેરવવા
      ૫. ધીરે ધીરે ડોક ઉપર,નીચે તથા ગોળ ફેરવવી.
એક વાર ડાબી બાજુથી શરૂ કરવું ને પછી    જમણી બાજુથી.

     પ્રાણાયામ

     નાદ અનુસંધાન
     ધ્યાનમા નિયમિતતા
    “ૐ” ધ્વનિનો ઉચ્ચાર
      “મ” ધ્વનિનો ઉચ્ચાર
      નાડી શુધ્ધિ પ્રાણાયામ
       દુખાવો ન હોય તે સમયે ‘કપાલભાંતિ’ કરાય  પણ યાદ રહે એકદમ ટટ્ટાર બેસવું.
                                  ૐ

 [ 4 ]  યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય——-૪

સાંધાનો દુખાવો

       સાંધાના ઘસારાથી થતા દુખાવાને લીધે થતા દર્દને સંધિવા પણ કહેવાય છે. સાંધા પર થોડો સોજો પણ જણાય અને હાથ તથ પગના આંગળા જકડાઈ જાય. હાડકાં તો સખત હોય પણ જ્યાં બે હડકાનું  જોડાણ હોય ત્યાં   જ્યારે દર્દ થાય ત્યારે તે રોજિંદા કામકાજ્મા દખલ રૂપ જણાય.

 સાંધાના  પ્રકાર

  •    જેનું હલન ચલન ન થઈ શકે.
  •   થોડું હલન ચલન થાય
  •   સરળતાથી હાલી ચાલી શકે.
  •    મિજાગરાના સાંધા જેવાકે કોણી, આંગળા
  •    દડાનો સાંધો (ખભામા)
  •    લપસણો સાંધો (કલાઈનો)
  •  બે મણકાની વચ્ચેનો સાંધો

સાંધાનું દર્દ થવાના બે કારણ છે.

૧. આધિજ અને ૨. વ્યાધિજ
    આધિજ ચિંતાને કારણે.
  વ્યાધિજ નું કારણ ચિંતા નથી.
     ચિંતાને કારણે મસલ્સમાં દુખાવો થાય. બદન ટૂટે વિ.
  વધતી જતી ઉમરને કારણે થતું સાંધાનું દરદ એનું મુખ્ય કારણ   છે શરીરને પહોંચેલો ઘસારો. સ્નાયુ   ઘસાયા હોય. મસલ્સ નબળા થયા હોય વિ. જેને અંગ્રેજીમા ‘ઓસ્ટિયો આરથ્રાઈટીસ” કહેવાય છે. ઘુંટણ અને થાપામાં થતો દુખાવો મુખ્ય છે. અગત્યનું કારણ છે વધતી જતી ઉમર અને તેનાથી થયેલો ઘસારો.
             ‘સંધિવા’ જેનથી સાંધામાં દુખાવો રહે છે. જો તેની સારવાર સમયસર ન થાય તો સાંધા પર સોજો આવે અને  એકદમ નબળા કરી નાખે. સ્ત્રીઓમાં આનું પ્રમાણ પુરુષો કરતાં વધારે જણાય છે.       ઘણા દુખાવા અત્યંત અસહ્ય પણ હોય છે. કરોડરજ્જુમાં એક જાતનો દુખાવો થાય છે જેને ‘સ્પોન્ડીલીટીસ” કહે છે.

  લક્ષણઃ

  સાંધામાં દુખાવો જેથી હલનચલનમાં પડતી તકલીફ.   સાંધાના હલનચન મર્યાદિત.   સોજો સાંધા ઉપર.
  ઠંડીમા અને વહેલી સવારે અસહ્ય વેદના.   સાંધો  પાસે લાલાશ યા તાવનો અનુભવ.   સાંધાના દુખાવા પર ઋતુની અસર.

  ચકાસણીઃ

  લોહીની તપાસ.
  એક્સ રે દ્વારા તપાસ
  આરથ્રોસ્કોપી
  ટીશ્યુ ટેસ્ટ

દવાદારૂથી ઈલાજઃ

 દાક્તરની સલાહ મુજબ દવા અને આરામ.   જેનાથી દર્દ દબાય છે,
એન્ટીબાયોટિક્સ.   તેલનું માલિશ.   અલટ્રાસાઉન્ડ   કુદરતીઉપચાર દ્વારા

  યોગ દ્વારા.

 અન્નમય કોષઃ
 સિથિલકરણી વ્યાયામ
સાંધાને ઢીલા કરી સ્થિતિસ્થાપક બનાવે છે.
 શક્તિવિકાસક સૂક્ષ્મ વ્યાયામ
સાંધાની આજુબાજુની પેશીઓ મજબૂત કરે છે.
લોહીનું ભ્રમણ નિયમિત કરે છે.
યોગના આસન, ક્રિયા અને ખાવાની નિયમીતતા
પ્રાણમય કોષઃ
પ્રાણનું સંચાલન નિયમમા ન હોય ત્યારે શ્વાસની આવન જાવન પર અંકુશ નથી રહેતો. પ્રાણાયામ તેને તાલ બધ્ધ ચલાવે છે.
“પ્રાણિક  એનરજાઈઝેશન ટેકનિક” ખૂબ લાભદાયી છે. સૂર્ય અણુ લોમ વિલોમ, ચંદ્ર અણુલોમ વિલોમ,  યોગિક શ્વાસ, કપાલાભાંતિ વિ. રાહત આપે છે. શિતકારી, શિતલી અને સદંતા પ્રાણાયામ.
મનોમય કોષઃ
ૐ સાધના, સાયકલિક સાધના, મગજને ખૂબ શાતિ અર્પે છે.
ભક્તિ આનંદની દાતા છે. ધારણા અને ધ્યાન ખૂબ ઉપયોગી સાબિત થયા છે. જલતા દીવા સમક્ષ યા ‘ૐ’ ની સમક્ષ બેસીને ધારણા અને ધ્યાન કરવું. શરણાગતિ નો રસ્તો અપનાવવો. જેનાથી ઘણો ફરક મહેસૂસ થાય છે.
વિજ્ઞાનમય કોષ;
  સંસાર અને ભૌતિકતા પાછળની આંધળી દોટ ધીરી કરવી. ખુશનુમા વાતાવરણ સારા શરિર ઉપર ચમત્કારિક અસર ઉપજાવે છે. સંતોષ અને આનંદ જીવનમા સુંદર સ્વાસ્થ્યની ગુપ્ત ચાવી છે.
આનંદમય કોષઃ
  કર્મયોગ એ ખૂબ અકસીર પૂરવાર થયો છે.. कर्मण्यवाधिकारस्ते मा फलेषुकदाचन

યોગના આસન સંધિવા માટે.

૧. પગના આંગળા એક પછી એક બંને દિશામા ફેરવવા
૨. પાંચેય આંગળા આગળ પાછળ વાળવા.
૩. આખા પગ ગોળ ગોળ ફેરવવા, વાળવા (પંજો)
૪. ઘુંટણમાંથી વાળવા.
૫. ઘુંટણની ઢાંકણી ડાબી અને જંમણી ફેરવવી.
૬. બંને પગ વાળીને પતંગિયાની જેમ ઉપર નીચે કરવા,
૭. કલાઈમાંથી હાથ ઉપર નીચે કરવા અને બંને બાજુ ફેરવવા.
૮. ગળાની બધી કસરત કરવી, ફેરવવાની આગળ અને પાછળ
૯. હાથના આંગળા છૂટા તેમજ સાથે ફેરવવા અને વાળવા.
૧૦. કોણીમાંથી વાળીને ગોળ ફેરવવા.
૧૧. કમર પર બે હાથ રાખી પાછળ વળવું.
૧૨. ખુરશી વગર હવામા ખુરશી પર બેસીએ તેમ બેસવું.
૧૩. બે પગ જમીન પર રાખી બેસવું. વગર ટેકે
૧૪. અર્ધ કટિ ચક્રાસન
૧૫. પાદ હસ્તાસન
૧૬. અર્ધ ચક્રાસન
૧૭. ભુજંગાસન
૧૮. સલભાસન
૧૯. ધનુરાસન
૨૦. સર્વાંગાસન
૨૧. મત્સ્યાસન
૨૨. હલાસન
૨૩. વિપરિત કરણી
૨૪. શશાંક આસન
૨૫. અર્ધમત્સેન્દ્રિયાસન
૨૬; ઉષ્ટ્રાસન
૨૭;  કપાલભાંતિ
૨૮’  વિભાગિય શ્વસન
૨૯ચંદ્ર અણુલોમ
૩૦ ૐ ધ્યાન
૩૧ઃ શિતલી, શિતકારી પ્રાણાયમ
૩૨ સદંતા પ્રાણાયામ
૩૩ નાદ અનુસંધાન
૩૪ નાડી શુધ્ધિ પ્રાણાયામ

યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય —-   ૫

 

રૂઝ લાવવાની કુદરતી ક્રિયા

માનવ શરીરની રચના ખૂબ કરામત ભરેલી છે.  શરીર પર પડતા ઘાવ વગર દવાએ પણ મટી શકે છે. શરીરના મૂળભૂત તંત્રો જેવા કે રૂધિરાભિસરણ, પાચન , શ્વસન, સ્નાયાવિક અને પ્રતિ  રક્ષક તંત્ર. આ બધા તંત્રની કાર્યક્ષમતા વધારવા બીજા બે તંત્ર છે સ્વાસ્થ્યપ્રદ તંત્ર અને આસ્થા તંત્ર.

માનવ શરીરમા કોઈ પણ વ્યાધિ થાય તો તેમાંથી પુનઃસ્વાસ્થ્ય થવાની કુદરતી શક્તિ શરીરમાં જ છે. વિશ્વાસ સાથે કાર્ય આસ્થા તંત્ર દ્વારા ચાલે છે. પ્રાણાયામ દ્વારા આંતરિક શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવામા આવે ત્યારે સારવાર પરિપૂર્ણ બને છે. દર્દ પ્રત્યેની જાગૃતિ અડધી સમસ્યા હલ કરે છે. પ્રાણાયામ કરતી વખતે દર્દ મહેસૂસ થતા ભાગનું આસ્થાપૂર્વક ખ્યાલ કરી લાંબા શ્વાસની આવન જાવન બંધ આંખે શાંત મનથી કરવામાં આવે તો દર્દમા રાહત્નો અનુભવ થાય છે. શવાસનમાં સૂઈ, સર્વે અંગો સિથિલ કરી શાંત ચિત્તે

અ  કારા

ઉ  કારા

મ  કારાનું

ગુંજન કરવાથી રાહતનો અનુભવ થાય છે. ૐ નું ઉચ્ચારણ ડુંટીમાંથી કરી અંતરિક્ષને આંબવાનો પ્રયત્ન કરી જુઓ. આસ્થા અને એકાગ્રતા દર્દ શમન માટેના અકસીર ઈલાજ છે. આશા, શ્રધ્ધા, પ્રેમની ભાવના, ઉંડા શ્વાસ સ્વાસ્થ્ય માટે અતિ મહત્વના છે. મનની શાંતિ, ચંચલતા પર અંકુશ ખૂબ અગત્યના છે.  પરોપકારી મનોભાવ સ્વાસ્થ્ય પ્રાપ્તિની ગતિ તેજ બનાવે છે. આધુનિક તબીબી વિજ્ઞાન ધીરે ધીરે તેની તરફ ઝુકતું જાય છે. તેથી તો કહેવાય છે ડોક્ટરનો દર્દી પ્રત્યેનો અભિગમ અને તેમનો માનવીય વ્યવહાર અડધી લડાઈ જીતવામા કામયાબ પૂરવાર થઈ છે.

પ્રાણાયામ

૧. નાડી શુધ્ધિ

૨. સૂર્ય નાડી ભેદન

૩. ચંદ્ર નાડી ભેદન

૪. શિતલી

૫. શિતકારી.

૬. સદંતા

૭. ભ્રમરી

૮. કપાલભાંતિ

૯. ભ્રસરિકા

૧૦. યોગીક શ્વસન

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

11 thoughts on “યોગ’ ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય

  1. yog hoy tya rog n hoy, yog ane bhog hmesha durna dungar che.yogthi bhal bhala rog dur thay che jo tene smji vicharine yog kro.yog krti vakhte tamru dhyan shwas-uchswas par hovu jaruri che + jo tame atrmukhi thaw to rogi bhuj jaldithi swstha thay che.ema bijo faydo ekagrata vadhe to tame sarjnatmka pan bani shko. pragati tamra hathma che. jago aals chdo himtwan bano. tmej tamaru bhlu ke sukh nirman kri shko cho.

  2. aum, khubsaras mahiti badal abhar,hu yog teachar chhu 3 year thi free ma yog centre chalavu chhu 350-400 sugar vala ne 150 ni under sugar aavi gayu chhe b.p. vala ne pan khub labh thayo chhe maro 1 month ma 9 k.g. ane 1 year ma 20 k.g. weight loss thayo tonsil vagar opd mati gayel chhe maru jivan yogmay chhe bas “karo yog raho nirog”aapni pase thi khub saras mahiti mali

  3. YOGG -AASAN KARVA JOIE DWARAA SARO SWASTH MEDAVAVAA MA SAHAAYATAA MALE CHHE PAN LOG BOOKS ANE TV JOI YOG NA PRAYOG ANE AASAN KARE KHARAA PAN AARAMBHE SHURA HOI CHHE .
    KHAREKHAR TO VYAKTI E AASAN ANE YOG VACHCHE TAFAAVAT SAMZHI JAANI PACHHI YO

  4. બહુ જ સુંદર રીતે સવિસ્તાર સમજાવ્યું છે. ગઈ કાલે નજર ફેરવી, આજે વાંચ્યો અને આવતીકાલે ફરી વાંચીશ. કારણ એ જ કે વધુ સારી રીતે સમજી શકું.

Leave a comment