માઈન્ડ સાઉન્ડ રેસોનન્સ ટેકનીક

22 08 2012

(M S R T )  MIND    SOUND  RESOSANCE  TECHNIQUE

“માઈન્ડ સાઉન્ડ રેસોનન્સ ટેકનીક” આધુનિક જમાનાની “યોગ”ની ખૂબ નવિન પદ્ધતિ છે.

જેનાથી જીવનમાં ધ્યેય પ્રાપ્તિ , એકાગ્રતા અને સમ્ગ્ર બદનમાં આરામની અનિભૂતી થાય

છે. સ્વાસ્થ્ય સુંદર રાખવા માટેની આ કળા જીવનમાં ચેતના જગાવે છે.

આ એક જાતની “અવાજ’ની થેરપી છે. અવાજના માધ્યમ દ્વારા થતો સમસ્ત અસ્તિત્વમાં

આભાસ. જેના દ્વારા તન બદનમાં ખૂબ શાંતિ પ્રવર્તે છે. ઘણા ખરાં અસહ્ય દર્દોને સહ્ય બનાવી

શકાય છે.  શાંત નિર્મળ ચિત્તે આખી પ્રક્રિયા દરમ્યાન થતા અનુભવનો સુંદર અહેસાસ માણો.

“રેસોનન્સ” એટલે જ્યારે વાજિંત્રના સૂર-તાલ- મળે ત્યારે મન કેવું તેમાં તરબોળ થઈ જાય

જ્યારે  શબ્દ ‘અ’ નું ઉચ્ચારણ થાય ત્યારે કમરથી નીચેના ભાગમાં  તેનાં સ્પંદનનો અનુભવ

થાય.

જ્યારે ‘ઉ’ ઉચ્ચારીએ ત્યારે કમરથી ગળા સુધીનો ભાગ સ્પદંનનો અને નાજુકતાનો અનુભવ

પામે.

જ્યારે “મ’ ને ઉચ્ચારીએ ત્યારે સમગ્ર મસ્તિષ્કના ભાગમાં જાણે કોઈ મસાજ ન કરતું હોય

તેવું ભાસે.

શરત એટલીજ કે ચિત્ત સંપૂર્ણ શાંત  હોવું જોઈએ.

“અ’ ની માત્રા ખૂબ જ નીચી મતલબ લઘુ હોય.

“ઉ” મધ્યમ સૂરમાં

“મ” ઊંચા સૂરમાં અનુભવાય.

શામાટે દૃઢ મનોબળ દ્વારા સંકલ્પ કરવાનો?

મન બંધન તથા મોક્ષનું કારણ છે. જો મનથી સંકલ્પ કરીએ તો

આપણી વિચાર  ધારામાં ઘણો ફરક પડે છે. મન કાલ્પનિક

દશામાં રા્ચે છે. આપણી પાસે નક્કી કરવાનું વાહન છે. આપણે

મનના ગુલામ થવું છે કે તેના ઉપરી ? ખોટા વિચાર નિરાશાની

ગર્તામાં ધકેલે છે. ઉંચા વિચાર પ્રગતિના સોપાન સર કરવામાં

સહાયભૂત થાય છે.

શરૂઆત

૧.  શવાસનમાં સૂઈ જાવ.

૨. મન અને દિમાગ એક્દમ શાંત રાખો

૩. આંખ બંધ.

૪. શ્વાસ ઉપર ધ્યાન કેંદ્રિત કરો.

૫. ઊંડા શ્વાસ લેવના અને છોડવાના.

પ્રાર્થનાઃ-   મૃત્યુન્જય  મંત્ર

————————-

ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ

ઉર્વારૂકમેવ બન્ધનાત મૃત્યોર્મુક્ષિય મામૃતાત

ૐ શાન્તિઃ શાન્તિ; શાન્તિઃ

૧.  અઃ  શબ્દનું ઉચ્ચારણ ત્રણ વખત કરવું.

૨.  ઉઃ- શબ્દનું  ઉચ્ચારણ  ત્રણ વખત કરવું

૩.  મઃ- શબ્દનું ઉચ્ચારણ  ત્રણ વખત કરવું.

૪. ‘અ, ઉ, મ’- નું ઉચ્ચારણ ત્રણ વખત કરવું. જાણે “ઑમ” બોલતા હોઈએ.

માથાથી પગ સુધી તેના સ્પદંન પહોંચશે. સારા બદનમાં તેનો અનુભવ થશે.

ત્રણ વખત.

શરીરને મન સાથે તેનું સંકલન માણો.સ્પંદનોનો અનુભવ કરો.

૫.આહતઃ

————

લાંબો શ્વાસ લઈને

” અ” બોલી તેને અનુભવો.

અનાહતઃ

———–

લાંબો શ્વાસ લઈ “અ” બોલો પણ અવાજ કર્યા વગર.

આહત

લાંબો શ્વાસ લઈ

“ઉઃ” બોલો

અનાહત

લાંબો શ્વાસ લઈ

“ઉ’ મુખમાંથી અવાજ કર્યા વગર.

આહત

“મ” લાંબો શ્વાસ લઈ બંને હોઠોંને સાથે રાખી અવાજ કરો.

અનાહતઃ

” મ” લાંબો શ્વાસ  લઈ બંને હોઠોંને સાથે રાખી અવાજ કર્યા વગર મ બોલો.

ત્રણે વખત આ રીતે કરી હવે આગળ વધીશું.

૬.આખો શ્લોક  ત્રણ વખત. ત્યાર પછી

-આ શ્લોક ની એક એક લાઈન

એક વખત  ‘આહત’

——————-

બીજી વાર “અનાહત”

—————————————–

૭ઃ  “‘ઑમ” નું ઉચ્ચારણ ‘નવ ‘ વખત ” અનાહત”

———————————————————

૮.અજપાજપ

———–

આ સ્થિતિમાં “ઓમ”નું ઉચ્ચારણ શાંત ચિત્તે કરવાથી સ્પંદનો આખા શરીર પર

વ્યાપત થઈ ફેલાશે. અને શાંત પણે વિરમી જશે. બસ શાંત ચિત્તે ‘ઑમ” મનમાં

બોલવાનું

નવ વખત.

૯.સંપૂર્ણ મૌન

—————–

૧૦,  રીઝોલ્વ. ( દૃઢ મનોબળ દ્વારા નિર્ધાર)

ટુંકો અને આંબી શકાય તેવા પ્રગતિના પથનો !

૯ વખત  બોલવાનો. મનમાં.

—————

પ્રાર્થના

———–

સર્વે ભવન્તુ સુખિનઃ

સર્વે સન્તુ નિરામયાઃ

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ

મા કશ્ચિત દુઃખભાગભવેત

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ