યોગ-સાધના

 

sutras sutras

 

 

 

 

 

 

******************************************************

યોગ-સાધના – 1                              

ઋષિ પતાંજલી શેષનાગનો અવતાર માનવામાં આવે છે.  તેમણે

૪૦૦૦ વર્ષ પૂર્વે “યોગ સૂત્રો”  આપણને આપ્યા. ‘યોગ’ આપણે ત્યાં આદિ અને

સનાતન કાળથી ચાલ્યો આવે છે. વેદ, ઉપનિષદ સર્વેમાં તેનું ઉચ્ચ સ્થાન છે.

‘યોગી’  શબ્દ કોઈ પણ ભારતિયથી અજાણ્યો નહી હોય. આજ કાલ પશ્ચિમમા

તેનો વાયરો વાયો છે. તેમણે બધા સૂત્રો એકત્રિત કરી ચાર ભાગમાં વહેંચી

દીધા.

સમાધિ પાદ (૫૧ સૂત્ર),  સાધના પાદ (૫૫ સૂત્ર),  વિભૂતિ પાદ

(૫૬ સૂત્ર)  અને  કૈવલ્ય પાદ (૩૩ સૂત્ર).  કુલ મળીને   ૧૯૫ સૂત્ર તારવ્યા.

સૂત્ર એટલે શું? સૂત્ર એટલે ‘દોરો’. જે ખૂબ નાજુક છે કિંતુ એક બીજાને

સાંકળવાનું કાર્ય અતિ સહેલાઈથી કરે છે. મોતી ને જો દોરોમાં પરોવીએ

તો સુંદર માળા તૈયાર થાય. તે પ્રમાણે માત્ર થોડા કિંતુ સરળ શબ્દોથી

‘સૂત્ર’  તૈયાર થાય અને ગુઢ વાત સમજાવી જાય.

योग किसे कहते है

युज्यते अनेन इति योगः

જે જોડે છે તેને યોગ કહેવાય છે.

આત્માને પરમાત્મા સાથે, શરીરને મન સાથે, વિ.

શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે

योगः कर्मषु कौशलम

કાર્યમા પ્રવીણતા અને ચોકસાઈ તે યોગ કહેવાય.

योगः समत्वम उच्यते

યોગી સમતા પૂર્વક બોલે છે.

ઋષિ વશિષ્ઠ કહે છેઃ

मनः प्रशमनोपायः योग इत्याभिधीयते

યોગ એ સુંદર કળા છે જેનાથી મન પર અંકુશ આવે છે.

સ્વામિ વિવેકાનંદના મત અનુસારઃ

“દરેક આત્મામા પવિત્ર શક્તિ છે. તેનો સાક્ષાત્કાર કરવા માટે આંતરીક અને

બાહ્ય પ્રયત્નો કરવા જોઇએ. તે કાર્ય, ભક્તિ, આધ્યાત્મિક યા માનસિક પ્રયત્નથી

સફળ થાય છે.”

શ્રી અરવિંદ કહે છેઃ

સંપૂર્ણતા પ્રાપ્ત કરવા કાર્યરત રહેવાની શક્તિ  દરેક વ્યક્તિ ઈશ્વર દત્ત છે.

યોગ નું મૂળ સાંખ્ય ફિલસૂફીમાં છે. તે ઘણી બધી દિશા સાંકળી લે છે. જેમે કે

શારિરીક આસન, શ્વાછોશ્વાસ, ધ્યાન, શુધ્ધીકરણ, આધ્યાત્મિક તથા ભક્તિ વિ. વિ.

જેનાથી માનવી સ્વાસ્થ્ય અને સમતા પામવા શક્તિમાન બને છે

યોગ-સાધના- 2

૨૧મી સદીનો જો સહુથી પ્રચલિત શબ્દ હોય તો તે યોગ છે.

આજે પૂર્વમા જુવો કે પશ્ચિમમા, નાના યા મોટા, જુવાન કે આધેડ

દરેકને મુખેથી આ શબ્દ સાંભળવા મળશે. આપણા ભારતની ૠષિ

પરંપરાથી ચાલી આવતી આ યોગની વિદ્યા ઘણી પ્રાચીન છે. આપણા

મહાન ઋષિ પતાંજલીએ તેને એકત્ર કરીને સુંદર રીતે વિવરણ કર્યું છે.

યોગનું અધ્યયન માનવને ઉચ્ચસ્તર પ્રાપ્ત કરવામા સહાય ભૂત થાય છે.

કઠ ઉપનિષદ, શ્વેતાસ્વતર ઉપનિષદ,તૈત્રિય અને મૈત્રિયાની ઉપનિષદમા

પણ યોગનું સુંદર  આલેખન છે. યોગ એ આપણા પ્રાચીન ભારતનો વૈભવ

છે. ઋષિ પતાંજલીએ તેને સુંદર રીતે પ્રસ્તુત કરી માનવ જાતને અર્પણ કર્યું.

તેનો ચોકકસ સમય કહેવો મુશકેલ છે.

ચાલો ત્યારે યોગ વિશેના તેમના સૂત્રો વિશે જાણીએ. તૈયાર થઈ જાવ.

સૂત્રઃ  ૧.

અથ યોગાનુશાશનમ. अथ योगानुशासनम्

યોગનો અર્થ થાય છે ‘જોડવું‘.

અર્થઃ

હવે યોગની રીતની શરૂઆત.

સૂત્રઃ ૨.

યોગ ચિત્ત વૃત્તિ  નિરોધઃ योग चित्त वृत्ति निरोध:

અર્થઃ

યોગથી મગજમાં ચાલતા વિચારો પર  નિયંત્રણ આવે છે.

સૂત્રઃ ૩.

તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ.तदा द्रष्टु स्वरूपे अवस्थानम्

અર્થઃ

ત્યારે માનવને પોતાના અસલ સ્વરૂપનું ભાન થાય છે.

સુત્રઃ ૪.

વૃત્તિ સારૂપ્ય ઇતરત્ર. वृत्ति सारूप्य इतरत्र

અર્થઃ

જ્યારે તે યોગમાં આરૂઢ નથી હોતો  ત્યારે તે વિચારોમાં મશગુલ હોય છે.

સૂત્રઃ ૫.

વૃત્તય પંચતય્યઃ ક્લિષ્ટ અક્લિષ્ટઃ वृतय पंचतय्य: क्लिष्ट अक्लिष्ट:

અર્થઃ

પાંચ જાતના વિચાર મનમાં ચાલતા  હોય  છે. કોઈક દુઃખ પહોંચાડે છે, કોઈ  દુઃખ પહોંચાડતા નથી

યોગ સધના-૩

સૂત્રઃ ૬

પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રા-સ્મૃતયઃ

प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः

અર્થ.

પાંચ જાતના વિચાર ના તરંગ છે, સાચું જ્ઞાન,

ખોટું જ્ઞાન,(જડતા) વિકલ્પ, નિદ્રા અને યાદદાસ્ત.

વિચાર પોતે દુખદાયક આ સુખદાયક હોવા કરતા

તે જે સાથે તાણી લાવે છે તે હાની કરતા હોય છે. જેવું

કે અજ્ઞાન, બંધન યા તો બૂરી આદત.

સૂત્રઃ ૭

પ્રત્યક્ષાનુમાનાગમાઃ પ્રમાણાનિ

प्रत्यक्षानुमानागमाः प्रमाणानि.

જે સાચું જ્ઞાન છે તે જ્ઞાનેન્દ્રિય દ્વારા

મળે છે. ઓ તેમાં કોઈ ભેળસેળ યા

પૂર્વાગ્રહ ન ભળ્યા હોય તો. દાઃતઃ આપણા

વેદ, ઊપનિષદ, ગીતા, રામાયણ વિ. વિ.

સૂત્રઃ ૮     વિપર્યયો મિથ્યાજ્ઞાનમતદ્રૂપપ્રતિષ્ઠમ

विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम

જ્યારે ખોટા જ્ઞાનના પાયામાં વસ્તુ

પ્રત્યેનો અભિગમ તથા સ્વભાવ કારણ-

ભૂત  હોયછે. દાઃતઃ અંધારામાં દોરડાને

સાપ માનવો.

સૂત્રઃ ૯  શબ્દજ્ઞાનુપાતી વસ્તુશૂન્યો વિકલ્પઃ

शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः

જ્યારે શબ્દ સ્થળ અને પ્રસંગ અનુચિત

ન હોવાસર વિકલ્પ પેદા થાય છે.

ઘણી વખત કહેનારના કહેવાનો અર્થ

સાંભળનાર પોતાની રીતે ઘટાવે છે.

ત્યારે વિકલ્પ ઉત્પન્ન થવાનો ભય રહેલો

હોય છે.

સૂત્રઃ ૧૦  અભાવ પ્રતિયયાલમ્બના વૃત્તિર્નિદ્રા

अभाव-प्रत्ययालम्बना वृत्तिर्निद्रा

નિદ્રા એ તો શૂન્યતા પૂર્ણ વિચારોની

હારમાળા છે. સ્વપ્ન વિનાની નિદ્રા

એ મનનો સુંદર અભિગમ છે. તેને

યોગની પરિસ્થિતિ સાથે ન સરખાવી શકાય.

યોગ સાધના- ૪

સૂત્રઃ ૧૧ અનુભૂતવુષયાસમ્પ્રમોષઃ સ્મૃતિઃ

अनुभूतविषयासम्प्रमोषः स्मृतिः

જ્યારે પદાર્થ સામે આવે ત્યારે ભૂલાય

નહી પણ અંતરમા તેની યદ તાજી થાય.

યાદદાસ્ત એ વિચારોનો પ્રકાર છે. જેમકે

ઘણી વાર સ્વપના દ્વારા સ્મૃતિ પમાય છે.

સૂત્રઃ  ૧૨  અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ

अभ्यास्वैराग्याभ्यां तन्निरोधः

અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેના

પર અંકુશ લાવી શકાય છે.

સૂત્રઃ ૧૩  તત્ર સ્થિતૌ યત્નો અભ્યાસઃ

तत्र स्थितौ यत्नो अभ्यासः

વારંવાર તેનું શિસ્તબધ્ધ આચરણ

કાયમ માટે મનના વિચારો પર

અંકુશ આણે છે.

સૂત્રઃ ૧૪     સ તુ દીર્ઘકાલનૈરન્તર્યસત્કારાસેવિતો દ્રુઢભૂમિઃ

स तु दीर्घकालनैरन्तर्यस्त्कारासेवितो द्रढभुमिः

લાંબા કાળ દરમ્યાન વિના વિઘ્ને અને પૂર્ણ પણે

દિલ  મૂકીને અભ્યાસ કરવાથી તે દઢતા પૂર્વક સ્થિર

થાય છે.

સૂત્રઃ ૧૫  દષ્ટાનુશ્રવિકવિષયવિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ

दष्टानुशविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम

અનાસક્તિ એ પોતાની શક્તિ છે. જોએલી અને સાંભળેલી

ઈછાઓથી મુક્તિ. ઈચ્છા ઉપર નિયંત્રણ આવે ત્યાર પછી

આધ્યાત્મિકતા આચરવી અનુકૂળ પડે. મન તેનાથી અશાંત

અને આળું બને છે. તેથી ઈચ્છા પર અંકુશ આવશ્યક છે.

યોગ સાધના—૫    

સૂત્રઃ  ૧૬  તત્પરં પુરૂષખ્યાતેર્ગુણવૈતૃષ્ણયમ

तत्परं पुरूषख्यातेर्गुणवैतृष्ण्यम

આત્મજ્ઞાનથી કુદરતના અસ્તિત્વ વિશે

જાણવા ઉત્કંઠા રહેતી નથી. એ સહુથી

ઉત્તમ અનાસક્તિ છે.

અનાસક્તિ એ સ્વાર્થ વૃત્તિ નથી. આત્માની

પહેચાન એટલે અહંકાર અને ‘હું’ પણાનો ત્યાગ.

સૂત્રઃ ૧૭  વિતર્કવિચારાનન્દાસ્મિતાનુગમાત સમ્પ્રજ્ઞાતઃ

वितर्कविचार्नन्दास्मितानुगमात सम्प्रज्ञातः

એકજ પદાર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી

ચાર તબક્કામાંથી પસાર થાય છે પરીક્ષા,

વિવેક,આનંદ્થી ભપૂર શાતિ અને સ્વપ્રત્યે

સજાગતા.

સૂત્રઃ ૧૮ વિરામપ્રત્યાભ્યાસપૂર્વઃ સંસ્કારશેષઃ અન્યઃ

विरामप्रत्याभ्यासपूर्वः संस्कारशेषः अन्यः

એકગ્રતાની અન્ય પધ્ધતિ છે જેમા અંતર

કોઈ પદાર્થ ઉપર કેંન્દ્રિત હોતું નથી.

માત્ર અંતરના કોઇ ખૂણે તેની છાપ સંઘરાયેલી

હોવાથી શેકાલા બી સમાન.  જેની સતત હાજરી

મનના તરંગોમા અનાસ્ક્ત રીતે સંતાયેલી જણાય.

પ્રકૃતિથી પર તેનું અસ્તિત્વ હોય. આ છે યોગનો

આખરી તબક્કો. જન્મો જનમ તે સંસ્કાર માનવમા

રહેલા જણાય છે.જ્યારે આ સંસ્કાર સમાપ્ત થાય

પછી જનમ લેવો પડતો નથી. આ સંસ્કાર એટલે

આપણા પૂર્વ “કર્મો”.

સૂત્રઃ ૧૯ ભવ-પ્રત્યયો વિદેહ- પ્રકૃતિલયાનામ

भव-प्रत्ययो विदेह-प्रकृतिलयानाम

જ્યારે આવું કેન્દ્રિયકરણ અનાસક્તિ

અને અજ્ઞાન સાથે સંકળાયેલું હોતું નથી

ત્યારે જનમ અને મરણથી પર થઈ

કુદરતમા વિલિન થઈ જાય છે. મન

અને દર્પ ઉપરનો સંયમ કુદરત સાથે

ઐક્યતા અર્પણ કરે છે. આત્મા સાથેનું

મિલન જ મોક્ષ નું કારણ છે,

સૂત્રઃ ૨૦  શ્રધ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક

યોગ સધાના  -૬

સૂત્રઃ ૨૧ તીવ્રસંવેગાનામાસન્નઃ

तीव्रसंवेगानामासन्नः

‘યોગ’ કરવામાં સફળતા જલ્દી પ્રાપ્ત થાય છે જો

તે ખૂબ દિલમૂકીને અને તીવ્રતાથી કરવામા આવે તો.

સૂત્રઃ ૨૨  મૃદુમધ્યાધિમાત્રત્વાત્તતો અપિ  વિશેષઃ

मृदुमध्याधिमात्रत्वात्ततो अपि विशेषः

કયો માર્ગ અપનાવ્યો છે, સફળતા તેના

પર આધારિત છે. સરળ, અધવચ્ચેનો કે

તીવ્ર.

સૂત્રઃ ૨૩  ઈશ્વરપ્રણિધાનાદ્વા

ईश्वरप्रणिधानाद्वा

ઈશ્વર ઉપર ભક્તિભાવ દ્વારા એકાગ્રતા પ્રાપ્ત

થાય છે.

સૂત્રઃ ૨૪ ક્લેશકર્મવિપાકાશયૈરપરામૃષ્ટઃ પુરૂષવિશેષ

ઈશ્વરઃ

क्लेशकर्मविपाकाशैरपरामृष्टः पुरूषविशेष

ईश्वरः

ઈશ્વર એ ખાસ હસ્તી છે જે અજ્ઞાન યા તેની

છાયાથી અલિપ્ત છે. કર્મ અને સંસ્કારથી પર છે.

અંહી ઋષિ પતાંજલિ પહેલી વાર ઈશ્વરનું સંબોધન

કરી તેનું માહત્મ્ય બતાવે છે. જે સર્જનહાર, ચાલક

તથા સંહારક છે. ઈશ્વર એ જ બ્રહ્મન જેનું પ્રકૃતિ

દ્વારા દર્શન.

સૂત્રઃ  ૨૫  તત્ર નિરતિશય સર્વજ્ઞત્વબીજમ

तत्र निरतिशय सर्वज्ञत्वबीजम

જેનામા અગાધ જ્ઞાન છે, અન્યમા માત્ર

‘બીજ’ જેટલું છે.

ઇતરેષામ

श्रध्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञा-पूर्वक

इतरेषाम

એકાગ્રતાથી   આધ્યાત્મિકતામાં સંપૂર્ણાતા

શ્રધ્ધા,શક્તિ,યાદદાસ્ત,પ્રજ્ઞા અને

તેજસ્વીતા  દ્વારા પ્રાપ્ત થાય છે.

શ્રધ્ધા એટ્લે અંધ વિશ્વાસ નહી. શક્તિ

એટલે આળસપણાનો અભાવ, જેનાથી

જીવનમા માર્ગ દર્શન પ્રાપ્ત થાય.

પ્રજ્ઞા અને તેજસ્વિતા વધે.

યોગ  સાધના

સૂત્રઃ ૨૬ સ પૂર્વેષામપિ ગુરુઃ કાલેનાનવચ્છેદાત

स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात

તે ગુરુના ગુરુ છે. જે આદિ ગુરુ તરીકે ઓળખાય છે.

જેને સમયની મર્યાદા કે બંધન નથી. ઋષિ પતાંજલી

કહે   છે ,ગુરુના ગુરુ સમયના બંધનથી પર છે.

સૂત્રઃ ૨૭  તસ્ય વાચકઃ પ્રણવઃ

तस्य वाचकः प्रणवः

શબ્દ જે પ્રણવ દ્વારા પ્રસ્તુત થાય છે.

‘ઓમ’ ના ધ્વનિમા આંદોલિત છે.

સૂત્રઃ ૨૮ તજ્જપસ્તવર્ત્ધભાવનમ

तज्जपस्तवर्धभावनम

આ ‘શબ્દ’નું વારંવાર રટણ કરવું. ધ્યાનમા

બેસી તેના અર્થનો સંદર્ભ જાણવો. (ઓમ)

‘ઓમ’ના નાદનું માહત્મ્ય અવર્ણનિય છે.

સૂત્રઃ ૨૯ તત પ્રત્યકચેતનાધિગમો અપ્યન્તરાયાભાવશ્ચ

तत प्रत्यकचेतनाधिगमो अप्यन्तरायाभावश्च

જેનાથી ‘આત્મન’ વિષે નું જ્ઞાન પ્રપ્ત થાય છે.

તે માટેના વિરોધોનું શમન.કરવામાં સાર્થક છે.

ઓમ માં ‘અ’ એ મૂળ અક્ષર છે. જે તાળવાના

કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વગર બોલી શકાય

છે. ‘મ’ બોલતી વખતે બંને હોઠોનું મિલન અનિવાર્ય

છે. ‘ઉ’ મુખના મૂળથી શરૂ થઈ અગ્રભાગ સુધી ફેલાય છે.

આમ ‘ઓમ’ શબ્દ સર્વ ભાગમા પ્રવર્તે છે. અવાજ માટે

વપરાતા દરેક અવયવ (મુખના) ‘ ઓમ’ ના ઉચ્ચાર

માટે વપરાય છે. ‘ઓમ’ એ પવિત્ર શબ્દ છે. તેની દૈવી

શક્તિનો પ્રતાપ અલૌકિક છે. વારંવાર તેનું રટણ અને

તેમાં મગ્ન થવું યા ધ્યાન કેંન્દ્રિત કરવું શુભ પરિણામ

લાવે છે. ‘જપ’માં લીન થવાથી મગજ શાંતિને પામે છે.

તેમા આત્મસાત થવાથી ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ સરળ

બને છે.

સૂત્રઃ ૩૦    વ્યાધિ-સ્ત્યાન-સંશય-પ્રમાદાલસ્યાવિરતિ-ભ્રાન્તિદર્શના-

લબ્ધભૂમિકત્વાનવસ્થિતત્વાનિ ચિત્તવિક્ષ્રેપાસ્તે અન્તરાયાઃ

व्याधि-स्त्यान-संशय-प्रमादालस्याविरति-भ्रान्तिदर्शना-

लब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्ते अन्तरायाः

બિમારી, માનસિક આલસ્ય, શંકા, ઉત્કંઠાનો અભાવ, બેચેની,

કામુકતા, ખોટા વિચાર, એકાગ્રતાનું ખંડન અને ચંચળતા વિ.

જ્ઞાનમાં બાધા રુપ છે.

જ્ઞાનના માર્ગને રૂંધનારા આ સર્વ રસ્તા છે.

યોગ સાધના -૮

સૂત્રઃ ૩૧  દુઃખ દૌર્મનસ્ય અંગમેજયત્વ-શ્વાસપ્રશ્વાસા

વિક્ષેપસહભુવઃ

दुःख-दौर्मनस्य अंगमेजयत्व-श्वासप्रश्वासा

विक्षेपसहभुवः

દુઃખ, નિરાશા, શરીરમા કંપન (ધ્રુજારી) અને શ્વાસ-

ઉચ્છવાસમાં અનિયમિતતા જેવા અવરોધો તેની સાથે

જ આવે છે.

તમસ નું પ્રાધાન્ય ઓગળી જાય અને રજસ યા

સાત્વિકતા પ્રવર્તે.

સૂત્રઃ  ૩૨  તત્પ્રતિષેધાર્થમેકતત્વાભ્યાસઃ

तत्प्रतिषेधार्थमेकतत्वाभ्यासः

એક માત્ર સત્યની ઉપાસના ધ્યાનપૂર્વક

કરવાથી તેમને હટાવાય છે.

દાઃતઃ દસથી પંદર ત્રણ ફૂટના ખાડા કરવાથી

પાણી ન મળે. કિંતુ ત્રીસ ફૂટ એકજ ઠેકાણે

ખોદવાથી પાણી મળવાની શક્યતા ઘણી જ

વધારે હોય.

સૂત્રઃ  ૩૩   મૈત્રી-કરૂણામુદિતોપેક્ષાણાં સુખદુઃખ પુણ્યાપુણ્ય

વિષયાણાં ભાવનાત શ્ચિત્તપ્રસાદનમ

मैत्री-करुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्य

विषयाणां भावनातश्चित्तप्रसादनम

અવરોધ વગરની માનસિક શાંતિ ત્યારેપ્રાપ્ત થાય,

સુખી સાથે  મૈત્રીભાવ, દુખી સાથે કરૂણા, ગુણિયલ

સંગે ભાવના અને દુષ્ટ પ્રત્યે ઉપેક્ષિતતા કેળવી

શકીએ.

કોઈની સફળતાની અદેખાઈ ન કરવી.  કોઈના

સુખે સુખી અને દુખે દુખી. કોઈના અવગુણ ન જોતા

તેના ગુણની કદર કરવી. બુરાઈને સજ્જનતાથી

જીતવી.

સૂત્રઃ ૩૪  પ્રચ્છર્દન-વિધારણાભ્યાં વા પ્રાણાસ્ય

प्रच्छर्दन- विधारणाभ्यां वा प्राणास्य

મગજને શાંત કરવા માટે શ્વાસ અને ઉચ્છવાસ

પર નિયંત્રણની આવશ્યકતાની વાત અંહી  ઋષિ

પતાંજલી કરી રહ્યા છે. જોકે શ્વાસથી શરુઆત થાય

કિંતુ સાધનાના મર્ગની મુસાફરી તદ્દન અલગ છે.

સૂત્રઃ ૩૫   વિષયવતી વા પ્રવૃત્તિરૂત્પન્ના મનસઃ સ્થિતિનિબન્ધિની

विषयवती वा प्रवृत्तिरूत्पन्ना मनसः स्थितिनिबन्धिनी

આ રીતની એકાગ્રતાથી માનવ મનની  અદ્ભૂત શક્તિ

પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવી શકે છે.

જેમકે નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી

સુગંધનો અનુભવ કે જિહ્વાગ્રે ધ્યાન કેન્દ્રિત કરી સ્વાદ

ઉપરની દૈવીશક્તિને પામવી.

માનવ પોતાની આંતરિક શક્તિ દ્વારા ઇંન્દ્રિયો

પર અંકુશ મેળવવા માટે શક્તિમાન છે. મન ને

વશ કરી તે દ્વારા ઈશ્વર મેળવવાનો માર્ગ સરળ

બની શકે છે.

 યોગ સાધના—૯

સૂત્રઃ ૩૬   વિશોકા વા જ્યોતિષ્મતી

विशोका वा ज्योतिष्मती

મગજને આત્માની જ્યોતિ પર કેન્દ્રિત કરવાથી એકાગ્રતા પ્રાપ્ત

થાય છે જે દુઃખથી પર છે.

સાધુ સંતોનું માનવું છે કે હ્રદયકમળ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી

ધ્યાનમા સરી પડવું આસાન છે. જેનાથી દિવ્ય આત્મજ્ઞાન સરળતાથી

પ્રાપ્ત થાય છે.

સૂત્રઃ ૩૭   વીતરગ વિષયં વા ચિત્તમ

वीतराग विषयं वा चित्तम

અથવા તો સ્વયં પ્રકાશિત આત્માનું ધ્યાન કરવું જે વિકાર મુક્ત છે.

જેવાકે બુધ્ધ, રામકૃષ્ણ જેઓ બ્રહ્મનને પામ્યા છે. એઓ ઈંન્દ્રિયના

ગુલામ નથી. કેવો અદ્ભૂત અનુભવ હશે?

સૂત્રઃ  ૩૮  સ્વપ્નનિદ્રાજ્ઞાનાલમ્બનં વા

स्वप्ननिद्राज्ञानालम्बनं वा

અથવાતો મગજને સ્વપ્નના અનુભવ પર કેન્દ્રિત કરો.

સ્વપ્નમા કોઇ સાધુ સંત યા ઈશ્વરનો અનુભવ. આ સ્વપ્નની

અનુભૂતિ ,આનંદ અને મધુર સ્મ્રૂતિ જાગ્રત અવસ્થામા પણ

યાદ કરવાની મજા આવશે.

સૂત્રઃ ૩૯ યથાભિમત ધ્યાનાદ્વા

यथाभिमतध्यानाद्वा

અથવાતો મગજને કોઈ દૈવી આકાર, જેવા કે રામ

ક્રૂષ્ણ કે ગણપતિ યા ૐ પર કેન્દ્રિત કરો. તેની અસર

પણ ખૂબ સુંદર થશે. હકિકત સઘળે પ્રવર્તે છે. માત્ર આપણા

હ્રદયના તાર સંધાવા જોઈએ.

સૂત્રઃ ૪૦ પરમાણુ-પરમમહત્ત્વાન્તોSસ્ય વશીકારઃ

परमाणु-परममहत्त्वान्तोSस्य वशीकारः

યોગીનું મગજ કોઈ પણ પદાર્થ પર કેન્દ્રિત થઈ

શકે. તેની વિશાળતા કે બારિકાઈમા કોઈ ફરક પડતો

નથી. ( નાનામા નાનો અણુ કે વિશાળ બોંબ).

યોગીનો અર્થ છે કે જેણે ધ્યાન કેન્દ્રિત કરવાની કળામા

પારંગતા પ્રાપ્ત કરી છે.

યોગ સાધના—-૧૦

સૂત્રઃ  ૪૧ ક્ષીણવૃત્તેરભિજાતસ્યેવ

22 thoughts on “યોગ-સાધના

  1. આમ જોવા જઈએ તો “કૃષ્ણં વંદે જગત ગુરૂ” . ‘ગીતા’ નો અભ્યાસ કરો. ‘યોગ’ દ્વારા ખૂબ શાંતિ મળશે. “આપણને આપણી સાથે રહેતા નથી ફાવતું” ! કાયમ બીજાની જરૂર પડે છે. આ બધું જેટલું લખવું સહેલું છે તેટલું આચરણમાં મૂકવું અઘરું છે. “સ્વની સાથે મૈત્રી કેળવો’. અભ્યાસની સતત જરૂર રહે છે.

    પ્રયત્ન સતત કરવો .

Leave a comment