ભૂલો** ભુલો

થયેલી કે કરેલી ભૂલોનો જો સરવાળો કરશું રો સાગર જેવડો મોટો કાગળ પણ નાનો પડશે. માનવ છીએ ભૂ થાય એ સ્વાભાવિક છે. તેથી કાંઇ તેનો ડુંગર ઓછો ખડકાય.

હું, તો એ વાત ને ક્યારની ભૂલી જીંદગીમાં આગળ કદમ ભરી રહી છું. આશા છે તમે પણ એ વાત ને વિસારે પાડી હશે. હવે જીવનમાં આવતા ઝંઝાવાતો બહુ અસર કરતા નથી. નાના મોટા અવરોધો તો આવ્યા કરે. કુદરતે નાની ઉમરમાં બહુ મોટી થપાટ મારી છે. ખાડા, ટેકરા, જંગલ કે ઝાડી, વરસાદ કે બરફ કુદરતી તત્વો સમય, સમય પર પોતાનો પરચો બતાવી જાય.

ભૂલો દ્વારા શન કરવું પડતુમ દર્દ ત્યારે વિરામ પામે છે જ્યારે તેમાંથી મળતો સંદેશ આપણે સાંભળીએ છીએ. “ભૂલો” દ્વારા સર્જાતું પરિવર્તન જિંદગીભર યાદ રહી જાય છે. જે આગળ વધવાની નિશાની છે.

શામાટે દિમાગમાં ભુસું ભરી રાખ્યું છે. ભુસી નાખો ! નવું પ્રેરણાદાયક છે તેનો સંગ્રહ કરો. ગયો સમય પાછો આવવાનો નથી. સમય રેતીની માફક હાથમાંથી નહી, જીવનમાંથી સરી જાય છે. નાની નાની વાતોનું વતેસર ન કરો.

કરેલાં ઉપકાર હમેશા મગજમાં અડ્ડો જમાવીને બેઠા હોય છે. ઉપકારનો ભાર વેંઢારવો આસાન નથી ઉપકાર હંમેશા યાદ રાખો. આજ તેને આધારિત છે. દિમાગમાં વેર ભાવનાને તિલાંજલી આપો. આજે કદાચ તે વાહિયાત લાગશે. સમય આવ્યે તેની કિંમત સમજાશે ત્યારે જીવનમાં ખૂબ મોડું થઈ ગયું હશે.

મનને હમેશા કેળવવું રહ્યું ! ગઈ ગુજરી ભૂલી જઈ હ્રદય નિષ્પાપ બનાવવું મનનો મહેરામણ ઉછળશે ! શાંતિ પ્રસરશે. જીવનમાં આંધિ આવે કે તૂફાન હ્રદય વિચલિત નહિ થાય. જીવન છે ચાલ્યા કરે. શાને વિચારો પ્રદૂષિત કરવા ?

માનવી તારી શું તાકાત ? તારું અસ્તિત્વ કેટલું ? તારું કદ કેવડું ? તું ભલેને દાવો કરે પણ તે પોકળ સાબિત થાય. પાંચ , પચાસ માણસ જય જયકાર કરે એટલે તને ગર્વ થાય. તને ખબર છે એમાં કેટલા સ્વાર્થ પર આધારિત છે. સાગરના તરંગ પર લખેલું નામ કેટલો વખત વંચાશે ? બસ એટલો સમય પણ જો તારા અસ્તિત્વનો અહેસાસ થાય તો ઘણું ! રેતીમાં પગલું કેટલો સમય જણાશે. કુદરતનું આપેલું આ જીવન સાર્થક કરી દરેક મુસાફર ચાલવા માંડે છે.

અરે ગાંધીજી જેવા ગાંધીજીના પણ અનેક દુશ્મન હતાં ! એટલે તો ગોળીથી વિંધાયા. આજે જર્મનીમાં ‘હિટલર’ની પૂજા કરનારા હજુ હયાત છે. માનવીનું અકળ મન અદભૂત છે તેમાં શંકાને સ્થાન નથી. જે તને આજે તાજ પહેરાવશે તે વ્યક્તિઓ તને હડધૂત કરતાં પળનો પણ વિલંબ નહી કરે !

શામાટે મનના તરંગ કાબૂમાં નથી રહેતાં? ગમો ઘડી ભરમાં અણગમો બની જાય છે. નવું મળતા જૂના વિસરાઈ જાય છે. યાદ રહે, જુનું તે સોનું, નવું તે હીરા ! જો જો ભૂલમાં ન રહેતાં, ‘હીરાને જડવા સોનાની જરૂર પડે છે’ ! તેવી જ રીતે બાંધેલા સંબંધો કદી કુટુંબની વ્યક્તિની તોલે ન આવી શકે. ખરું પૂછીએ તો દરેક વ્યક્તિ પોતાનું આગવું સ્થાન ધરાવે છે ! કોઈ એકબીજાની જગ્યા છિનવી શકતા નથી. છિનવવી તો બાજુએ રહી બદલી પણ શકતા નથી ! કેવા ભયંકર પરિણામ આવે ! કેવો ખતરો પેદા થાય ! ” મા, માની જગ્યાએ યોગ્ય અને શ્રેષ્ઠ છે. પત્ની, તેની જગ્યાએ શોભાયમાન છે” !

આ ચંચળ મન પર અભ્યાસ દ્વારા સંયમ પ્રાપ્ત થાય. મનને મર્કટ એટલે તો કહેવાય છે. નિર્મળ મન, ઝિલ જેવું શાંત મન. પછી જુઓ મનનો ચમત્કાર. મન , અમન બનશે. તેને કોઈ ખટરાગ પસંદ નહી આવે ! સંસ્કારના બીજ વૃક્ષ બનીને ફાલશે. કોઈ પણ વ્યક્તિ યા સંજોગ પ્રત્યે તેનામાં પક્ષપાત નહી જણાય. પ્રશંશા કે નિંદા તેને ઉદ્વેગમય નહી બનાવે ! મન , વિચાર અને કર્મનો ત્રિવેણી સંગમ મધુરું દ્ર્શ્ય ખડું કરશે !

ચંચળ મનને નિત્ય નવિન ગમે. જેમ નાનું બાળક એકના એક રમકડાંથી કંટાળી જાય તેમ મનુષ્ય સ્વભાવ એકેની એક વ્યક્તિથી ધરાઈ જાય. તેને વૈવિધ્યતાની આદત પડી ગઈ છે. વાત વિસારે પડી જાય છે કે ‘નવું નવ દિવસ’. આ સત્ય મિત્રતાને, નજીકના સંબંધ ધરાવતી વ્યક્તિઓને સંપૂર્ણ પણે લાગુ પડે છે. ખરું જોતા એ બેમાંથી કોઈની પણ અવગણના કરવી હિતાવહ નથી. એ તો ખજાનો છે. જેનું ખૂબ સાવચેત પૂર્વક અવલોકન કરી સાચવવાનો છે.

આ જીવન ખૂબ સુંદર છે. સુંદરતાનો અનુભવ ચારેકોર પ્રસરાવવો રહ્યો. જીવન પથ પરના મુસાફર ક્યારે નિયત સ્થળે પહોંચશે કોને ખબર છે ? ડગ આગળ ભરતા જવા, પાછળ નિશાની ન છ્ડતાં દરેક પગલું ભુંસવું રહ્યું. મનમાં ઉમંગ ભરી મંઝિલ પર પ્રયાણ જારી રાખવું.

“મન મંદિર છે”.

મનથી ‘નમ’.

One thought on “ભૂલો** ભુલો

  1. જે લોકો ભૂલો કરીને કશું જ બોધપાઠ મેળવતા નથી, તેઓ ક્યારેય સફળ થઈ શકતાં નથી. એક જ ભૂલ સતત કરવામાં આવે છે તો તે ભૂલ વધારે મોટી બની જાય છે. એટલે ભૂલોથી બોધપાઠ લઈને આગળ વધશો તો સફળતા મળવાની શક્યતાઓ વધી શકે છે.                                   જો તમને લાગે કે તમે તમારી વાણી કે વર્તનથી કોઈક ને દુઃખી કર્યા છે કે લાગણી ને ઠેસ પહોંચાડી છે અને ખરેખર પ્રાયશ્ચિત થતું હોય તો શક્ય એટલી શીઘ્ર અને દિલ થી થી ક્ષમા માંગવી જોઈએ

Leave a comment