શું સાચું ?

કામ પરથી આવીને ચાની લિજ્જત માણવાની આદત હતી. ઘરે આવું એટલે ચા બનાવીને શાંતિથી ઘુંટ ભરું. આખા દિવસનો બધો થાક ઉતરી જતો. નવી સ્ફૂર્તિનો સંચાર થતો. બાળકો શાળાએથી આવે અને પતિદેવ નોકરી પરથી તેમનો ઉમંગભેર ઈંતજાર કરતી. આ રોજનો નિયમ હતો. આજે જ્યારે વિચારું છું ત્યારે મનમાં એક આત્મ સંતોષની લાગણિ ફરી વળે છે. એવાંચન ચાલુ રાખો “શું સાચું ?”

પ્રજાસત્તાક દિવસ, ૨૦૨૩

આજનો મંગલકારી દિવસ ભારતની જનતાને હૈયે રમે છે. સહુને આજના દિવસની શુભેચ્છા. આપણે ૧૯૪૭ પછી ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી કરી અને હજુ ચાલુ છે. ૨૬ જાનુઆરી ૧૯૫૦ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો.રાહમાં રોડાં આવ્યા. કેટલા યુદ્ધ થયા ? છતાં આપણે હરણફાળ ભરી આગળ ધપી રહ્યા છીએ. “વૈવિધ્યતામાં એકતા” એ આપણા દેશનો મહાન ગુણ છે. તેનોવાંચન ચાલુ રાખો “પ્રજાસત્તાક દિવસ, ૨૦૨૩”

પાનખર

‘નવોઢા’ જેવી લાગતી આ પાનખરની વનરાજી ! “પીપળ પાન ખરંતા હસતી કુંપળિયા મુજ વિતી તુજ વિતશે ધીરી બાપલિયા” મારી મમ્મી આ હંમેશા ગાતી. જ્યારે સોયમાં દોરો પોરવે ત્યારે પાંચથી સાત વાર દોરો સોયના કાણામાં નાખવાનો પ્રયત્ન કરે. પછી મારી સામે જુએ, એટલે સમજી જાય કે એનું કામ થઈ જશે. ‘મમ્મી તને કાણું દેખાતું નથી ?વાંચન ચાલુ રાખો “પાનખર”

પાછી મમ્મી ગુસ્સે થઈ !

“મમ્મી હું રાતના મોડી આવીશ . “પુણ્યા મોડી આવે એટલે મમ્મી તેના જમવાની રાહ જુએ. “ પહેલા પુણ્યા અઠવાડિયામાં એકાદ દિવસ રાતના મોડી આવતી હતી. હમણાંથી ચાર દિવસ મોડી આવે છે. મમ્મીને ચાર દિવસ રાહ જોવાનું આકરું લાગતું. મમ્મી બોલે કંઈ નહી પણ દિલમાં હંમેશા શંકા કરે. જુવાન છોકરી રાતના શું કરવા મોડી આવે છે.વાંચન ચાલુ રાખો “પાછી મમ્મી ગુસ્સે થઈ !”

સા. બુ. ( સાબુ)

શબ્દ એક છે. માત્ર પહેલાં શબ્દમાં સા અને બુ પછી પૂર્ણ વિરામનું ચિન્હ છે. સાબુથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ સવારે તેના વગર તાજા અને ચોખ્ખા થવાતું નથી. પછી ભલેને તમે ‘લક્સ’ વાપરો. ‘મોતી’ વાપરો. ‘પિયર્સ’ વાપરો. અરે ‘હમામ કે લાઈફ બોય’ પણ ચાલે. શિયાળો હોય તો સાબુને બદલે ચણાનો લોટ લગાવી મોઢું સાફ કરો.વાંચન ચાલુ રાખો “સા. બુ. ( સાબુ)”

અવાચક

‘મમ્મી, પપ્પા કેમ આજે ઢીલા લાગે છ’? કામમાં વ્યસ્ત મમ્મી ક્યારેય ધ્યાન ન આપતી કે રવી કેમ આટલા થાકેલા જણાય છે. છેલ્લા બે અઠવાડિયાથી તેની તબિયતમાં ગરબડ હતી. જો કાંઇ પણ બોલે તો રોમા કાગનો વાઘ કરે . એટલે જબરદસ્તીથી મુખ પર હાસ્ય પહેરી ફરતો. જ્યારે રીના બોલી ત્યારે રોમાનું ધ્યાન ગયું. રવી દવાખાને અનેવાંચન ચાલુ રાખો “અવાચક”

ઈના**મીના

ઓળખી આપો તો સો રુપિયા ઈનામ. ટિખળી ઈના અને મીના હંમેશા સાથે હોય. બંને જણા માત્ર બે મિનિટના અંતરે જનમ્યા હતા. ભલભલા ચમરબાંધી તેમને ઓળખી શકતા નહી. શાળામાં પણ મસ્તી ઈના કરે અને સજા મીના ભોગવે. મીનાના સારા કામનો ડંકો આખી શાળામાં વાગે અને માન સમ્માન ને ઈનાને પ્રાપ્ત થાય. બેમાંથી એક પણ ક્યારે દાવોવાંચન ચાલુ રાખો “ઈના**મીના”

ગાંડુ કોણ ?

સોમો આખા ગામમાં ગાંડા તરિકે પંકાતો. ઘણિ વખત સારા મિજાજમાં હોય તો એમ લાગે , શું સોમો ખરેખર ગાંડો છે કે ગાંડા હોવાનું નાટક કરે છે. જો કે નાટક જેવો શબ્દ એને માટે વાપરવો અયોગ્ય છે. સાવ ભોળો લાગતો સોમો આવું કરી ન શકે. સોમો આમ તો કુટુંબી હતો. પાંચમી પેઢીએ સગાઈ થતી એ નાતેવાંચન ચાલુ રાખો “ગાંડુ કોણ ?”

ઘરથી દૂર**ભારતમાં*૧

૪૫ દિવસ, ખૂબ લાંબો સમય લાગ્યો. ભારતની યાત્રા યાદોથી છલકાઈ રહી. યાદો પણ કેવી થોડી મધુરી થોડી નિરાશાજનક. તમને પણ થશે ૨૧મી સદીના ભારતમાં જુવાનિયા આવું અભણ જેવું વર્તન કઈ રીતે કરી શકે. સવારનો પહોર હતો, સૂરજ હજુ વિચાર કરતો હતો બહાર દેખા દંઉ કે નહી. હા, તેનું અજવાળું પથરાયું હતું. ખુશનુમા વાતાવરણની મજા ચાખવાવાંચન ચાલુ રાખો “ઘરથી દૂર**ભારતમાં*૧”

મારું , મને , માયા અને મમતા

બાળપણમાં ભણ્યા હતા “મ મગરનો મ”. તે સમયે થતું મગર શબ્દ ખૂબ ડરામણો છે. તો આજે મારું, મને , માયા અને મમતા તેનાથી જરાય ઓછા ઉતરતાં નથી. કદાચ તમે એનાથી સંમત ન પણ થાવ. આ તો ‘વિચાર અપના અપના, ખયાલ અપના અપના જેવી વાત છે’ . જીવન હાથતાળી દઈને પસાર થઈ રહ્યું છે. કાઢ્યા એટલાવાંચન ચાલુ રાખો “મારું , મને , માયા અને મમતા”