ચીંથરેહાલ

કથીર જેવું રૂપ છે તારૂં કથળી ગયેલાં હાલ

એક મારી દૃષ્ટી એવી મુજને લાગે તું ધનવાન

વહાલી દિલથી હું ધનવાન

**

ચીંથરેહાલ ભલે તારી સાડીને પોલકાની બાંય

જવાની તારી ડોકિયા કરતી માંહી ના સમાય

વહાલી દિલથી હું ધનવાન

**

ખૂબીઓથી એવી ભરપૂર કે મ્હોંમાં નાખશો હાથ

આંખ થશે કોડા જેવી નિહાળી ટપકી પડશે લાળ

વહાલી દિલથી હું ધનવાન

**

ખાડાટેકરાં જેવું જીવન, ચિંથરા જેવી જવાની

પૂછ્યા વગર કદી ન પીંધું તેં ગોળીનું પાણી

વહાલી દિલથી હું ધનવાન

**

માત પિતાની સેવા કાજે ન જોઈ સવાર સાંજ

અડધામાંથી અડધો દઈ તું સૂતી ભૂખી ડાંસ

વહાલી દિલથી હું ધનવાન

*

ઉજાળ્યું જીવન મારું દીધાં સુહાના બે બાળ

સાચી શિક્ષા દીધી જો જે મધુરું ઉગે પ્રભાત

વહાલી દિલથી હું ધનવાન

4 thoughts on “ચીંથરેહાલ

  1. ધનથી ગરીબ રહો પણ દિલથી રહેજો ધનવાન
    કારણ કે,
    કાચા મકાન માં લખેલું હોય છે ‘ ભલે પધાર્યા ‘
    જ્યારે મહેલ માં લખેલું હોય છે ‘ રજા સિવાય અંદર આવવું નહીં “

Leave a comment