ઘર ઘર રમીએ

હું બોલાવું તું આવ આપણે ઘર ઘર રમીએ

એકલા થાકી જવાય ચાલને ઘર  ઘર રમીએ

મનને મનાવ્યું, દિલને સમજાવ્યું આપણે ઘર ઘર  રમીએ

એકલતા કેમ દૂર થાય ચાલને ઘર ઘર રમીએ

યાદોથી ભીંતો ધોળાવી આપણે ઘર ઘર રમીએ

હોંશભેર આંગણું સજાવ્યું ચાલને ઘર ઘર રમીએ

તારા પગરવનો સાદ સુણાય આપણે ઘર ઘર રમીએ

કાને વહાલ ભર્યા શબ્દ અથડાય ચાલને ઘર ઘર રમીએ

ભૂલકાંઓથી ઘર ગુંજાય આપણે ઘર ઘર રમીએ

તારી યાદોંથી હૈયું ભિંજાય ચાલને ઘર ઘર રમીએ

વહાલની હેલીમાં ભાન ભૂલાય આપણે ઘર ઘર રમીએ

7 thoughts on “ઘર ઘર રમીએ

  1. ‘ચાલો ઘર ઘર રમીએ.’
    એવું આપણે બધા બાળપણમાં નદીને કાંઠે કે તળાવને કાંઠે
    કાદવ કે રેતીનું ઘર બનાવી બોલતા હશું.
    ‘ઘર’ શબ્દ યાદ આવે અને તરત ત્રિભુવન વ્યાસની અને
    મણિલાલ દેસાઈની કવિતા યાદ આવે છે.

  2. પ્રવિણાબેન નમસ્તે. કુશળ હશો. લાગે છે કે તમે ફક્ત રચનાનું મથાળું જોઈને એ કહેવા માંગો છો કે મેં તમારી રચના ચોરીને મારા બ્લોગ પર પ્રકાશિત કરી છે. લાગે છે તમે એ લિન્ક ખોલીને મારી રચના વાંચી નથી. ફક્ત શિર્ષક જોઈને જ તમારું અનુમાન કરી લીધું છે. જો તમે જોયું હોત તો ત્યાં મારી રચનાની નીચે જ “ઘર ઘર રમીએ” વિષય પર લખાએલ લેખ અને કવિતાની લિન્ક આપેલી છે જેમાં એક લિન્ક તમારી રચનાની પણ છે જ. મારી ગઝલનો રદીફ “ઘર ઘર રમીએ” છે એટલે ગઝલનુ શિર્ષક એ રાખ્યું છે. શિર્ષક સિવાય તમારી રચના અને મારી રચના એકદમ અલગ છે. કૃપા કરી થોડો સમય ફાળવીને નીચેની લિન્ક ખોલીને જોઈ લેશો તો તમારો સંદેહ દૂર થઈ જશે. આભાર.

    https://jagadishchristian.wordpress.com/2010/05/02/%e0%aa%98%e0%aa%b0-%e0%aa%98%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%80%e0%aa%8f/

Leave a comment