ખરખરો કરવા આવજો

Go to fullsize image

બુધ્ધિની જોડિયા બહેનનું   ઉઠમણુ ****************************

  આજે સામાન્ય બુધ્ધિનું ઉઠમણું
  જો કે તે દરેકમા હોય છે પણ જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે ભલભલા
ગોથું ખાય છે.
એ દરેકમા જન્મતાની સાથે હોય છે પણ ક્યારે વિદાય થાય છે તેનો ખ્યાલ
રહેતો નથી.
 તેનો ઉલ્લેખ કોઈ ચોપડામા પણ નથી.
  જયારે જરૂર હોય ત્યારે તે વહારે ધાય છે.
 જીંદગીમા ધાર્યું મળવું એ જરૂરી નથી.
  છતાં પણ જીંદગી જીવવા જેવી બનાવે છે.
 જીંદગીના વળાંક યા ટેઢામેઢા રસ્તા પર સહાય કરે છે.
 આવક જાવકનો હંમેશા હિસાબ રાખી સરવૈયુ કાઢે છે.
 નાની મોટી માંદગીમા સમતા ધારણ કરવામા સહાય રૂપ થાય છે.
 બાળકોની જવાબદારીમાંથી છટ્કી શિક્ષકને જવાબદાર ગણવાની
ભૂલ સુધારે છે.
શિક્ષણને બદલે ખોટે રસ્તે જતા બાળકોને સીધા દોર કરે છે.
 વકિલો અને ડોક્ટરોની ચુંગલમાથી છોડાવવા દોર ઢીલો મૂકે છે.
 સત્ય, વિશ્વાસ અને શ્રધ્ધા તેના અંગ અંગમા પ્રસરેલા છે.
 અહં અને અંધશ્રધ્ધાથી જોજન વેગળી છે.
 ધર્મ ગુરૂ અને મંદિર જ્યારે દુકાન બને છે ત્યારે તેને
અસહ્ય વેદનાનો અનુભવ થાય છે!
.

3 thoughts on “ખરખરો કરવા આવજો

  1. સુંદર

    મૃત્યુ અંગે ઘણું ચિંતન થયું છે
    પણ સૂફી સંતોની વાત તો કાંઈ ઔર જ હોય છે
    તેમા સંત રાબિયાની આ ચિંતન કણિકા સ્મૃતિમા જડાઈ ગઈ…

    હે પ્રભુ,
    હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
    તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
    અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
    તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
    પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
    તારી ભક્તિ કરતી હોઉં
    તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
    વંચિત ન રાખીશ.

  2. જીંદગીમા ધાર્યું મળવું એ જરૂરી નથી.
    છતાં જીંદગી જીવવા જેવી બનાવે છે જીવ.

    તારી ભક્તિ કરતી હોઉં તો તું ,
    તારા સ્વરૂપથી વંચિત ન રાખીશ મને.

    Dear Pravina and Pragnaben,
    both thoughts are good for life.

    Rajendra Trivedi, M. D.
    http://www.bpaindia.org

Leave a reply to dhavalrajgeera જવાબ રદ કરો