નથી કહેવાતું

flow of river

નથી રે કહેવાતું રે નથી રે સહેવાતું

જીવનના વહેણને નથી રે સચવાતું

મનની વાતો મનમાં સદા ઘુમરાતી

સાથી વિના કોને તારે કહેવાની

મૌન રાખી પ્રભુને વિનંતિ કરવાની

જીવનના વહેણને નથી રે સચવાતું——-

વહેણને તારે સદા દિશા સૂચવવાની——

સંસારના વાયરાતો સદા લહેરાતાં

કિનારે ઉભા રહી ધજા ફરકાવતા

તેમાં લેપાઈ તારે મલિન ના થવાનું

જીવનના વહેણને નથી રે સચવાતું——-

વાયરાને જાવા તારે મારગ દેવાનો———-

ધિરજ અને સમતાનો આશરો લેવાનો

પ્રેમની ગંગા ને વહેતી મૂકવાની

સ્વાર્થની કેડી તારે છાંડી જવાની

જીવનના વહેણને નથી રે સચવાતું

માયા મમતાની રાહ હવે બદલવાની

જીવનના વહેણને નિરખી રહેવાનું

3 thoughts on “નથી કહેવાતું

Leave a comment