

આજે સાવરણી આનંદથી ઝુમી ઉઠી વેક્યુમ ક્લિનરે હાર મારી. ડૂસકાં ભરીને
રડી રહ્યું હતું. વેક્યુમ ક્લિનરે ખૂબ દલીલ કરી, હારી થાકીને પગે પડ્યું.
સાવરણી તારી આગળ હાર માની લઉં છું. મને કહે હું શું કરું કે લોકો મારો
ઉપયોગ કરે. તને ખબર છે મારા ઉપયોગથી લોકોનો સમય કેટલો બચે છે ?
સાવરણીએ લાંબો શ્વાસ લીધો. ‘લે જરા પાણી પી અને મારી વાત શાંતિથી
સાંભળ.’
ધમ ધમ કરનાર વેક્યુમ ક્લિનરને શાંતિ શબ્દ પસંદ ન આવ્યો.
‘જો તારે શાંતિ ન રાખવી હોય તો આપણે અંહી વાતને પૂરી કરીએ’.
વેક્યુમ ક્લિનરને થયું સાવરણી રિસાઈ જશે.
‘ ના, લે હું શાંતિથી બેસીશ, બસ.’
‘ સારું, સહુથી પ્રથમ અમારા ભારતમાં વાત કરું તો તારી કિંમત જો’?
કિંમતની વાત આવી એટલે વેક્યુમ ક્લિનરનું મ્હોં સિવાઈ ગયું. ચાલ એ
વાત તારી માની લંઉ.
હવે સાવરણી તું મારી વાત સાંભળ. આજકાલ પતિ અને પત્ની બંને નોકરી
કરતા હોય છે. તેમની પાસે સમય ક્યાં હોય છે’ ?
સાવરણીને થયું આ વાત તારી સાચી છે. ‘કિંતુ જો બન્ને જણ નોકરી કરતા હોય તો
કામ, કામવાળી કરે. કામવાળીને ભલભલા અમીર લોકો વેક્યુમ ક્લિનરને હાથ પણ
લગાડવા દેતાં નથી’.
” બગાડી નાખે તો ” ? કદાચ ઘરમાં હોય તો પોતે કોઈ કોઈ વાર વાપરે ખરાં.
ચાલ, પૈસાની વાત બાજુએ મૂકીએ. ‘તારા ઉપયોગથી ખૂણામાં સંતાયેલો કચરો
મોજ કરે હું તો બધે બરાબર પહોંચી વળું. જેને કારણે રસોડામાં કીડી અને વાંદાની
ફોજ ફૂટી નિકળે. ‘
વેક્યુમ ક્લિનર કહે,’ મારા જુદા જુદા નાના અટેચમેંટ હોય છે. જે ખૂણા સાફ કરી શકે
છે. ‘
હા, તારી વાત સાચી છે. પણ મારા જેવું કામ ન કરી શકે.
‘હવે જો, ભારતમાં વિજળી ઘરે ઘરે પહોંચી છે પણ ‘પાવર કટ’ શબ્દ સાંભળ્યો છે’?
જેને કારણે તારી હાજરી હોવા છતાં લોકો મને શોધવા મંડી જાય છે.
‘તું અવાજ કેટલો કરે છે. ‘ ઘરમાં વડીલ કે નાના બાળક આરામ કરતા હોય ત્યારે વગર
અવાજે મારી મદદથી ઘર સાફ કરી લે છે. ‘
‘તારું વજન જોયું છે ?’ ભલે હવે નાના અને હલકાં બજારમાં મળે છે, છતાં તું મારી
બરાબરી નહી કરી શકે. જેના ઘરમાં નોકર ન હોય તે સ્ત્રીને સરસ મજાની કસરત થઈ
જાય છે. બેસીને પલંગ તેમજ સોફા નીચેથી કચરો વાળવો સહેલો પડે. મોટી ઉંમરની
સ્ત્રી હોય તો હવે લાંબી ડાંડીવાળી સાવરણી પણ મળે છે. ‘
હા, ૨૧મી સદીમાં તારો વપરાશ ભલે વધ્યો હોય પણ મારી હાજરી તો રહેવાની.
મારા કેટલા બધા પ્રકાર પણ છે. જો કે ,તું પણ સસ્તા અને મોંઘા દામમા સઘળે
મળે છે.
છેલ્લી વાત કરી લંઊ, તને સાફ કરવાનું હોય ને તો એ માથાનો દુખાવો છે. તારી
સગવડ ભોગવવા જતાં કેટલી અગવડનો સામનો કરવો પડે છે.
‘માન લીયા કે તને પૈસાવાળાને ત્યાં કારપેટ સાફ કરવાની મજા પડે છે. ‘
એ મજા ક્યારે અવળિ નિકળે જ્યારે તને સાફ કરવાનું હોય! કેટલું ઘર મેલું કરે છે,
બધી ઊડીને જ્યાં ત્યાં આરામ ફરમાવે છે.’
હવે તો લોકો મારબલ અને લાકડાની ફર્શ બનાવતા થઈ ગયા છે. ભલે મારું સામ્રાજ્ય
પ્રવર્તતું હોય, તારી જરુરિયાત અમુક વર્ગને રહેવાની.
તારા અને મારા વચ્ચે એ એક તફાવત છે, ‘હું અત્ર તત્ર સર્વત્ર ઠેકાણે હોઉં છું. તારી હાજરી
ગણેલા લોકોને ત્યાં જણાય છે’.
સાવરણી–વેક્યુમ ક્લિનર—-લભાલાભ વ્યવહારિક👍.
Sunder. The ending is so true.
( એક સુધારો).લાભાલાભ
Pragna Vyas
11:52 AM (9 hours ago)
to me
આદિમાનવે ગુફાનો કચરો સાફ કરવા ઝાડની ડાળખીઓમાંથી સાવરણી જેવું કામચલાઉ સાધન બનાવ્યું હશે ૨૦મી સદીમાં દુનિયાભરમાં સાવરણી અને સુપડાંનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થયું હતું
જેમ્સ સ્પેન્ગલરે ૧૯૦૭માં પ્રથમ વેક્યૂમ ક્લિનર બનાવ્યું હતું.હાલ તો અમારા મિત્ર ગૂગલ એલેક્સા સાથે કનેક્ટ કરીને પણ આ રોબોટ પાસેથી કામ કરાવે છે.
..
જેને જેવી જરુરિયાત તે તેવા સાધનોથી સફાઇ કરે
………………………………………………………………
આપની વાત સાચી છે. સાવરણી જરુરિયાતમાંથી જન્મી. વેક્યુમ ક્લિનર અને રોબોટ આજના વિજ્ઞાનને આભારી છે. સહુ પોત પોતાને અનુકૂળ હોય તેનો વપરાશ કરે.
Old is gold!