સહુને મહા શિવરાત્રીની શુભ કામના
ભોલેનાથ સહુનું કલ્યાણ કરે.
આજના દિવસે આપણને સહુને ભાવે ભાંગ.
ભાંગઃ
સામગ્રીઃ
૧. એક કપ બદામનો ભૂકો.
૨. એક કપ વરિયાળીનો ભૂકો
૩. ત્રણ ‘ટી સ્પુન” એલચીનો ભૂકો
૪. ૧/૪ કપ મરીનો ભૂકો
૫. ૧/૨ કપ ખસખસ
૬. અડધું વાટેલું જાયફળ
રીત
બધો મસાલો ભેગો કરી એકદમ જીણો વાટવો.
મેંદાની ચાળણીથી ચાળવો.
રાતના મસાલો ડૂબે તેવા પાણીમાં પલાળવો.
આઠ ઔંસના ગ્લાસમાં એક ‘ટી સ્પુન” ના હિસાબે દુધમાં
મેળવી મીક્સરમાં હલાવવું. એક ગ્લાસ દીઠ પાંચ ‘ટીસ્પુન’
ખાંડ નખવી. જેટલું વધારે હલાવશું તેટલું સ્વાદિષ્ટ
લાગશે.
ચાલો ત્યારે મહાશિવરાત્રી પર ભાંગની મઝા માણીએ.
શિવરાત્રીને દિવસે પીવા માટે તૈયાર કરવાનો પૂરતો
સમય આપ્યો છે. બાનાવો અને આસ્વાદ માણો .