“સેન્ડી”

‘સેન્ડી’તેં વરતાવ્યો ચોમેર કાળો કેર

ન્યુયોર્ક ન્યુજર્સીની ના રહી ખેર

શું તેં કે વાયરાએ પીધોતો દારૂ

રાહમાં આવે વિચાર્યા વગર ‘મારુ’

તું શું આવી સંગે બરબાદી લાવી

ચારે તરફ નજર કરું પાણી પાણી

મકાન ડૂબ્યા ગાડીઓ ડૂબી ટૂટ્યા ઝાડ

રહેતાં જ્યાં માનવી ત્યાં ભંગારના પહાડ

પીવાને પાણી નહી ઘરમાં વિજળી નહી

હોસ્પિટલમાં દરદીની સારવાર શક્ય નહી

રામ જાણે અંતે તું ક્યાં જઈ ઠરી

જ્યાં જ્યાં નજર ઠરે બરબાદી ભરી

યાદ રહે તું શેર તો અમેરિકા સવાશેર

સાથ સહકાર મહેનતથી થાશું પગભેર

One thought on ““સેન્ડી”

Leave a comment