સ્વનિરીક્ષણ

જો જીવન સુખપ્રદ અને શાંતિમય જીવવું હોય તો સ્વનિરીક્ષણ એ ઉત્તમ માર્ગ છે.

અનુકૂળ સંજોગ અને સ્વભાવ હોય તો આપણે સુખી અને જરા અણગમતું યા મનને્

પ્રતિકૂળ અનુભવ થાય કે તરત આપણે દુઃખી. જાણે મુસિબતના પહાડ ન ટૂટી પડ્યા

હોય. આપણે નસિબદારં છીએ કે સંઘર્ષ અને વિપત્તિઓ સાથે પાનો પડ્યો નથી.

બાકી નાની મોટી તકલિફો ન આવે તો જીવન કોને કહેવાય?

જેમ માનવ શરીરમાં પાંચકોષ છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય

કોષ અને આનંદમય કોષ. તે પ્રમાણે સ્વનિરીક્ષણની ભૂમિકાના પાંચ સ્તર આ પ્રમાણે છે.

પ્રથમ સ્વયં સંચાલિત જેવા કે શ્વાસ લેવો, લોહીનું ભ્રમણ, પાચન તંત્ર વિ.

બીજું જે આપણા જીવનને ગતિે.પ્રદાન કરે છે. જેવા કે ભૂ્ખ, ઉંઘ, પોષણ વિ.

ત્રીજું કેંદ્ર છે ભાવ,ગમો અણગમો,હર્ષ શોક, પ્રેમ,મૈત્રી વિ.

ચોથું કેંદ્ર છે માનસ કેંદ્ર જે નિર્ણય કરે, સ્મૃતિમાં સંગ્રહ કરે. આલોચના કરે. સારા નરસાનું

શિખવે.

પાંચમું કેંદ્ર છે જાતીયતાનું ,યૌવન પાંગરે, યોગ્ય સમયે સક્રિય બને.

પાંચમું કેંદ્ર જરા અવળચંડુ છે.પહેલી ચાર પ્રક્રિયા નિયમિત થાય તેની જાણેઅજાણે નોંધ લેવી

જરૂરી છે.હું અને મારું આમાં ધીરે ધીરે ગૌણ બનતું જાય છે. વિચારોનું દમન નહી નિરીક્ષણ

આવશ્યક છે. સત્યની પિછાન થાય છે.’અહંકાર અને હું’ યુક્તિબાજ છે.ફરી ફરી ઉછાળા મારે છે.

પરિસ્થિતિનો સામનો કરવો યા તેના પ્રત્યાઘાત રૂપે આચરણ કરવું બંને સમયે જો સ્વનિરિક્ષણ

કરવાની આદત હશે તો ઘણાં સંકટો ટાળી શકાય. વરના એવે કિનારે આવી હોડી લંગારવી

પડે, ન હંકારાય ન તેને છોડી સફર આગળ ધપાવાય. આ સમસ્યા મારી તમારી સહુની છે.

જેની પાસે અત્યંત ધન છે, ધોળું યા કાળું જે સમાજમાં ઉજળા દેખાય છે.

પણ અંદરથી સત્ય પિછાનતા હોય છે. તેમનો અંતરાત્મા તેમના યોગ્ય યા અયોગ્ય વર્તનથી

પરિચિત હોય છે. તેવા માટે સ્વનિરીક્ષણનો પ્રશ્ન ઉદભવતો નથી. સાવ સાદુ કારણ છે , તે

અવાજને જબરદસ્તીથી દાબી દીધો હોય છે. જે કાને અથડાઈને હવામાં ઓગળી જાય છે.

સ્વનિરિક્ષણની સુંદર રીત જીવનમાં ખોટાં નિર્ણયો લેતાં અટકાવે છે. અન્યાયનું આચરણ કરતાં

અવરોધે છે. સારા નરસાનું સતત ભાન કરાવે છે. માનવ પોતાની વિવેકબુદ્ધિને અનુસરે છે.

પ્રેમને પિછાને છે. એક હ્રદયમાં પ્રેમ અને ઘૃણા બંને સહ અસ્તિત્વ નામુમકિન છે. આ એક

એવો ગુણ છે જે હ્રદયને પ્રેમ, શાંતિ અને આનંદનો અહેસાસ કરાવશે.

આપણી સહુની અંદર ક્રોધ અને અસંતોષ છુપાયેલાં છે. સમય, સ્થળ અને સંજોગ અનુસાર

દેખા દે છે. જો તેના પર સંયમ પ્રાપ્ત કરવો હોય તો એક માર્ગ છે. સ્વનિરિક્ષણનો !

3 thoughts on “સ્વનિરીક્ષણ

Leave a comment