સિદ્ધાંત રહસ્ય

પવિત્ર એકાદશીના જય શ્રીકૃષ્ણ. **શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી.

*************************

પુષ્ટિમાર્ગિય વૈષ્ણવો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે.

શ્રી વલ્લભાચાર્યએ પુષ્ટીમાર્ગ પંથની શુભ શરૂઆત કરી

ભ્રહ્મસંબંધ પામ્યા.

તુલસીની માળા પામ્યા

“શ્રી કૃષ્ણઃ શરણં મમ” અષ્ટાક્ષર મંત્રની પ્રાપ્તિ થઈ

બ્રહ્મસંબંધ એટલે જીવે ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું અને ભગવાનની સેવા કરવી બ્રહ્મસંબંધના વિધિને દર્શાવતા ગદ્યમંત્રમાં ચોર્યાસી અક્ષરો છે.

  • ૧.

શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યાં મહાનિશિ

સાક્ષાદ ભગવતા પ્રોક્તં તદક્ષરસઃ ઉચ્યતે

  • .

શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્ય રાતે પ્રકટ થઈને ભગવાને જે સાક્ષાત કહ્યું તે અક્ષરે અક્ષર કહીશ.

બ્રહ્મસંબધકરણાત સર્વેષાં દેહજિવયોઃ

સર્વદોષનિવૃત્તિર્હં દોષાઃ પંચવિધાઃ સ્મૃતાઃ

*

બ્રહ્મ સંબંધ કરવાથી સમગ્ર દેહ અને જીવાત્માના સર દોષોની નિવૃત્તિ થાય છે, એ નિશ્ચિત છે. તે દોષો પાંચ પ્રકારના સાંભળ્યા છે.

સહજા દેશકાલોત્થા લોકવેદનિરૂપિતાઃ

સંયોગજા સ્પર્શજાશ્ચ ન મન્તવ્યાઃ કથંચન

*

લોકમાં અને વેદમાં નિરૂપણ કરેલા એવા સહજ, દેશજ, કાલજ ,સંયોગજ અને સ્પર્શ જ એવા પાંચ પ્રકારના દોષો કોઈ પણ રીતે માનવા જોઈએ નહિ.

અન્યથા સર્વ દોષાણાં ન નિવૃત્તિ કથંચન

અસમર્પિતવસ્તૂનાં તસ્માદ વર્જ નમાચરેત

*

બ્રહ્મસંબંધ કર્યા વિના અન્ય પ્રકારથી સર્વ દોષોની કોઈ પણ રીતે નિવૃત્તિ થતી નથી. તેહી અસમર્પિત વસ્તુઓનો ભગવાનને સમર્પણ ન કરેલી વસ્તુઓનો ત્યાગ કરવો.

નિવેદિભિઃ સમર્પૈવં સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ

ન મતં દેવદેવસ્ય સામિભુક્તસમર્પણં

*

બ્રહ્મસંબંધ લીધેલા ભગઅદીય જનોએ ભગવાનને સમર્પણ કરીને જ સર્વ કાર્યો કરવા જોઈએ. દેવાધિદેવ શ્રીકૃષ્ણ ભગવાનને અડધી વાપરેલી વસ્તુઓનું કદી સમર્પણ કરવું નહિ.૬

તસ્માદાદૌ સર્વકાર્ય સર્વ વસ્તુ સમર્પણમ

દત્તાપહારવચનં તથા ચ સકલં હરેઃ

ન ગ્રાહ્યમિતિ વાક્યં ભિન્નમાર્ગ પરં મતમ

*

તેથી ભક્તે પ્રત્યેક કાર્યમાં પ્રથમ પ્રભુને સર્વ વસ્તુનું સમર્પણ કરવું. તેમ જ હરિને આપેલી વસ્તુ પ્રસાદી તરિકે ન લેવાય એવું જે વચન છે તે, તથા શ્રીહરિનું સર્વ છે તેથી તે ગ્રહણ કરવા યોગ્ય નથી એવું ‘વચન’ તે અન્ય માર્ગનો મત છે. પુષ્ટિમાર્ગનું મંતવ્ય નથી

*૭

સેવકાનાં યથા લોકે વ્યવહારઃ પ્રસિધ્યતિઃ

કાર્યં તથા સમર્પૈવ સર્વષાં બ્રહ્મતા તતઃ

*

જેવી રીતે લોકમાં સેવક જનનો પોતાના સ્વામી પ્રત્યેનો વ્યવહાર સિદ્ધ થાય છે ,તેવી જ રીતે પ્રભુને સર્વ સમર્પણ કરીને જ સર્વ કાર્ય કરવું. તેથી સર્વ વસ્તુઓનું બ્રહ્માર્પણ સિદ્ધ થાય.

*૮

ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના

ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપિ ચૈવ હિ

*

ગંગાજીમાં મળેલા અશુદ્ધ જલાદિના દોષો ગંગાજી રૂપ થઈ જાય છે અને જલના ગુણદોષોનું વર્ણન ગંગાજીના રૂપથી જ થાય છે. તે જ રીતે બ્રહ્મસંબંધ થતા જીવના ગુણદોષોનું વર્ણન રહેતું નથી, પરંતુ તેની બ્રહ્મતા એટલે નિર્દોષપણું તેમ જ સમત્વ સિદ્ધ થાય છે.

One thought on “સિદ્ધાંત રહસ્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: