તમન્ના

                                             

સામાન્ય જનની જેમ જીંદગી ગુજારી અસામાન્ય મરવાની તમન્ના છે. એક જીંદગી જીવવાની છે.

**

પુરૂષાર્થ અને પ્રયત્નમાં ગરકાવ થઈ શિખરને આંબવાની તમન્ના છે. સતત કાર્ય ચાલુ રાખવું છે.

**

જન્મી છું ભગિરથ ધગશ દ્વારા જન્મ સફળ કરવાની તમન્નાછે. કંઈ તો પ્રયોજન આ જન્મ પાછલ છે.

સમયનો ઉપયોગ કરવાના આગ્રહે કશુંક નવતર કરવાની તમન્ના છે. સમય ક્યારેય કસમય હોતો નથી.

શુભસ્ય શિઘ્રમ.

*

આ જીવનનો ઉદ્દેશ શોધી સર્જનહારને મળવાની તમન્ના છે. ક્યારેક તો તેને મળ્યા વગર ચાલવાનું ન્તહૉ 

*

શ્રીજીનો હાથ ઝાલી ચીંધેલ માર્ગે પ્રગતિ કરવાની તમન્ના છે. સાચો રાહ અપનાવ્યો છે. 

*

ઘરમાં શાંતિ પ્રવર્તે તેની ખેવના દ્વારા યોગક્ષેમ જાળવવાની તમન્નાછે. શરૂઆત સાચી દિશામાં કરી

છે. 

*

કલાની અભિવ્યક્તિ કાજે આગ્રહ જીવન રસમય બનાવવાની તમન્ના છે. કલા છે તો જીવનમાં ઉમંગ

ભર્યો છે,

*

હસીને જીવન ગુજરે તેવી મનોકામના પ્રજ્વલિત રાખવાની તમન્ના છે. ચાર મિલે ચોસઠ ખીલે, બરાબર યાદ

કર્યું છે.

*

કોઈને કામમાં આવી શકું તેવા કાર્યમાં એકાગ્રતા સેવવાની તમન્ના છે. સત્કર્મનું ભાથું વાટડી માટે બાંધવું

જરૂરી છે. 

*

દિલને શાતા વળે તેવા કર્મો પ્રત્યે સજાગતા કાયમ રાખવાની તમન્ના છે. “શાંતિ” દિલમાં સૂતેલી છે. બહાર શોધવા

ફાંફાં ન મારો.

*

સાહ્યબાના કાળની સાહ્યબીમાં ગુલતાન દિલમાં યાદ સંઘરવાની તમન્ના છે. મારો સાહ્બો મુજથી રૂઠ્યો ભલે હોય ,

હાજરી અનુભવું છું.

*

બિંદુમાં સમંદરની કલ્પના કરી જગે હરખવાની દિલની તમન્ના છે. બિંદુની અપાર શક્તિ સાગરને સર્જવા

શક્તિમાન છે.

*

વાણિયણ લેખિકા બની મનોમન મલકી તેમાં રાચવાની તમન્ના છે. વાણિયણને જીવવા કાજે ભાષાનું વળગણ

સાંપડ્યું.

*

મૃત્યુ ક્યારે થશે મુલાકાત, વાટડી નિરખી હરખભેર ભેટવાની તમન્ના છે. સર્જનહાર પાસે માત્ર એક અંતરની માંગ છે.

*

દરરોજ પ્રભાતે ઉગતો સૂરજ નિહાળી મસ્તક નમાવવાની તમન્ના છે. ઉગતો સૂરજ દિવસ ભરની ઉર્જા અર્પણ કરે છે.

*

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: