| રોજ ઝરૂખામાં બેસવાની સુંદર આદત આજે પણ ચાલુ છે. ઝરૂખામાં બેસીને બહારની દુનિયાને નિહાળતાં ક્યારે ભીતરમાં સરી જવાય તેનો ખ્યાલ નથી રહેતો. બાળપણના એ દિવસો હતા રોજ અરબી સમુદ્રના મોજાં નિહાળતી. તેનો સુંદર અવાજ મને કર્ણપ્રિય હતો. પૂનમની રાતના તેના ઘૂઘવતાં મોજાનો અવાજ કાને સુરીલો લાગતો. અમાસની રાત નિરવ શાંતિ માં ખોવાઈ જતી. સમયનું ભાન પણ ન રહેતું.
આમને આમ દિવસો, મહિના અને વર્ષોના વહાણા વાઈ ગયા.આજે જીવનના સંધ્યા ટાણે બેસું ઝરૂખામાં અને અંદર ઉતરી તલાશ કરું . આ ઘુઘવાટ હવે શાંતિ માં પરિણમ્યો છે. બસ કેવી રીતે સમાજ ઉપયોગી કાર્ય કરું, તેના વિચારોમાં ખોવાઈ જઉં છું. એકાંત સાથે ગાઢ મૈત્રી નો અનુભવ કરું છું. ભીડમાં ખોવાઈ જાઉં છું. જીવનના દરેક તબક્કા દરમિયાન જુદા જુદા અનુભવ માંથી પસાર થવાનો લહાવો માણ્યો છે. જીવનસાથી નો સંગ મધદરિયે ગુમાવ્યો છતાં વિયોગના આઘાતમાંથી બહાર આવી જીવન સફળ કરવાનો નિર્ધાર કર્યો. પ્રેમાળ બાળકોની પ્રગતિ જોઈ સંતોષની લાગણી અનુભવી.
જીવન દરમિયાન કરેલી ભૂલોની માફી માગી. ઈશ્વરને પ્રાર્થના કરી, શેષ જીવન સરળતાથી, કોઈ પણ જાતના બેહુદા વિચારો નહીં કરવાનો નિશ્ચય કર્યો. ‘બેટા તું નોકરી પર જા. હું છું ને ઘરમાં પછી શાની ચિંતા કરે છે?’ નંદા એ સાક્ષી ને કહ્યું. નંદાને નિવૃત્તિમાં પ્રવૃત્તિ મય જીવન ફાવી ગયું હતું. હવે ન નોકરીએ જવાનું કે ન કોઈના લંચ બોક્સ તૈયાર કરવાના. ઘરમાંથી બધા આઠ પહેલા વિદાય થઈ જાય. પછી નિરાંતે ચા બનાવે અને છાપું લઈને વાંચવા બેસે. રોજ ‘સુડોકૂ’ સોલ્વ કરવાનું. જમ્બલ વર્ડસ બનાવવાના ખૂબ ગમતું. દિમાગી કસરત મળે એ નફામાં.
નંદા, સંતોષી સ્ત્રી હતી શ્લોક અને સાક્ષીના આનંદ માટે સઘળું ઉદાર દિલે કરતી. તેમાં તેને આનંદ પ્રાપ્ત થતો. નંદા હંમેશા વિચારતી, દીકરો વહુ જાય પછી તેને બધી સ્વતંત્રતા મળતી, દીકરા વહુ માટે સવારના નાસ્તાની તૈયારી તેના માટે આનંદનો વિષય હતો.
અચાનક વિચાર સ્ફૂર્યો, ૨૧મી સદીમાં માનવી ‘પૈસાને’ આટલું બધું મહત્વ કેમ આપતો હશે? હા,તે જીવન જરૂરિયાતની વસ્તુ છે ! તેમાં શંકાને સ્થાન નથી ?કિંતુ સારા ચારિત્ર સમાન કોઈ પવિત્ર ધન નથી. માણસ પૈસા થી ધનવાન કહેવાય તેના જેવી કોઈ કરુણતા નથી. જે દિવસે પૈસા માનવને માપવાનું બેરોમિટર ગણાશે તે દિવસે આ ધરા પર અમાસના અંધારા છવાશે. મહાપુરુષો, ઋષિઓ તેમના ચારિત્રને કારણે શોભાયમાન છે. જેને કારણે સદીઓ અને યુગો પછી પણ તેઓ પંકાય છે.પૈસો યા લક્ષ્મી ચંચળ છે.
પૈસા વગરના માનવ કંગાલ નથી ગણાતો. ચારિત્ર વગરનું માનવ કશી કિંમત નથી. ચારિત્ર કોઈ પણ ભોગે સુરક્ષિત હોવું જોઈએ. ચારિત્ર હીન માનવ ભલેને પૈસામાં આળોટતો હશે તો પણ તેની કશી કિંમત નહી હોય. સામાન્ય માનવ, તેની પાસે સવારે ખાધા પછી રાત્રે મળશે કે નહીં એવો પ્રશ્ન ઉભો હોય છતાં તે જો ચારિત્રવાન હશે તો આદર પામશે. પૈસો સર્વસ્વ છે એ વિચાર અસ્થાને છે.
ધનવાનો ખુલ્લે આમ જાણતા હોય છે કે ‘આ હું નથી બોલતો પૈસો બોલે છે !’તેમને આદર અને સન્માન માત્ર સ્વાર્થ સાધવા પૂરતા હોય છે. સ્વાર્થ સર્યો અને ‘હું કોણ તું કોણ ‘જેવા હાલ થાય છે. જો પૈસા સાથે ચારિત્રનું બળ હોય તો ‘સોનામાં સુગંધ’ જેવું લાગે. જે દિવસે પૈસાથી માનવીની કિંમત તેના પૈસા ને કારણે અંકાશે ત્યારે એ સમાજ ક્યાં જઈને અટકશે એ ગહન પ્રશ્ન છે ! પૈસાથી બધું ખરીદી શકાય ? ઉંઘ અને શાંતિ પૈસો કદી મેળવી નહીં આપે ! ચારિત્રની વાત બહુ દૂર રહી. મનુષ્ય પ્રયત્ન દ્વારા કેળવેલી સજાગ વૃત્તિથી ચારિત્રનું રક્ષણ કરવું. પૈસો તો હાથનો મેલ છે.
સાક્ષી ને સવારે વહેલું જવાનું હોવાથી સવારે કામ નો બધો ભાર નંદાએ સ્વચ્છાએ સ્વીકાર્યો હતો. સાક્ષી અને સૌરભ બંને સાથે કામ પર જવા નીકળતા.સાક્ષી પાસે કમ્પ્યુટરની માસ્ટર્સની ઉપાધિ હતી. નોકરી ખૂબ સમય માંગી લેતી હતી. દિમાગ પણ ખૂબ વ્યસ્ત રહેતા ઘરે આવે ત્યારે થાકેલી હોય. મજાની વાત તો એ છે કે ઘરનું કામ તદન અલગ હોવાથી તેના મગજને સુકુન મળતું. ખૂબ હોંશ પૂર્વક ઘરના કામમાં લાગી જતી. સૌરભ જોતો કે ઘરે આવીને સાક્ષીમા પાસેથી કામ લઈ લે છે.
સાક્ષી પ્રગતિના શિખરો સર કરતી તેમાં નંદાનો સંપૂર્ણ સાથ અને સહકાર હતો. વારંવાર તે જણાવતી પણ ખરી. પોતાની જાતને ભાગ્યશાળી માનતી.
નંદા હંમેશા વિસ્મયપૂર્વક તેને નિહાળી રહેતા. ‘અરે બેટા જરા શ્વાસ ખા, શાંતિથી પાણી પી. હું તારી ચા બનાવી લાવું છું. પછી નિરાંતે કામ શરૂ કર.’
મમ્મી, તમને ખબર નથી દિવસભરની મગજમારી પછી આ કામ મને ખૂબ ગમે છે. મારો થાક ઉતરી જાય છે. તમારી પ્રેમ ભરી વાતો અને શ્લોક ની સંમતિ મારા પ્રગતિનું કારણ છે. નંદા એકીટશે સાક્ષીને નીરખી રહી.
શ્લોક બારણામાં ઊભા રહી આ સંવાદ સાંભળ્યો.
| |
આપણા જીવનમાં જ્યારે આપણે કસમયે અંગતને ગુમાવીએ છીએ ત્યારે લાગે-‘કેમ સમજાવું બધાને, કે મારા હોવાનો એહસાસ ખોયો છે.”આધ્યાત્મિક રીતે જોઈએ, તો આપણા સુખી-દુઃખી હોવા પાછળ આપણી ચાલાકી કે સમય સૂચકતા ખાસ જવાબદાર હોતી નથી. જેને શાંત ચિત્તે સાક્ષીભાવે અન્ય કોઈને જવાબદાર બનાવ્યા વગર સહન કરી લેવા એ જ એકમાત્ર ઉપાય છે
અને એટલે જ સુખ-દુઃખના એહસાસમાં સમતાભાવ રાખીને -‘મમ્મી, તમને ખબર નથી દિવસભરની મગજમારી પછી આ કામ મને ખૂબ ગમે છે. મારો થાક ઉતરી જાય છે. તમારી પ્રેમ ભરી વાતો અને શ્લોક ની સંમતિ મારા પ્રગતિનું કારણ છે. નંદા એકીટશે સાક્ષીને નીરખી રહી. શ્લોક બારણામાં ઊભા રહી આ સંવાદ સાંભળ્યો’
આ પ્રકારે ક્ષણે ક્ષણ બદલાતી પરિસ્થિતિમાં સાક્ષી ભાવે અને પ્રેક્ષક નજરે જીવી જવા જેવું છે.
પ્રેરણાદાયી વાત બદલ ધન્યવાદ
ખૂબ સુંદર મનને શાંતિ આપે તેવો ચિંતન લેખ! ઘણો ગમ્યો,