સત-ચિત-આનંદ
સ્ચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું છે. તો આ સત, ચિત અને આનંદ શું છે?
૧ઃ સત
જે ત્રણેય કાળમાં અસ્તિત્વતા ધરાવે તે સત. ત્રણ કાળ એટલે ભૂત,
વર્તમાન અને ભવિષ્ય. તેમાંકોઈ પણ પરિવર્તન નથી. જે નિત્ય છે.
જેનો આધ્યાત્મ શાસ્ત્રમાં સતને ‘સત્તા ‘ તરીકે ઓળખવામાં આવે છે.
૧.પરમાર્થિક સત્તા
૨.વ્યવાહારિક સત્તા.
૩.પ્રતિભાસિક સત્તા.
આત્મા સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો સાક્ષી છે. જેત્રિકાળ
અબાધિત છે. જેને પરમાર્થિક સત્ય પણ કહેવાય છે,
૨.વ્યવહારિક સત્તા.
સંસાર કે જગતનો વ્યવહાર્ચલાવવા જે ઉપયોગી છે તે. જેનું ઉપાદાન
કારણ માયા છે. તેમની સત્તા ત્રણે કાળે નથી. બ્રહ્મજ્ઞાન થતાં તેનું
મિથ્યાત્વ જણાય છે. જીવન વ્યવહાર ચલાવવા માતા,પિતા, ગુરુ,
શિષ્ય જેવી ઉપાધિ અને અન્યત્ર સંબંધિઓ જેવાં આરોપણ શરીર
પર્થાય છે. જે જ્ઞાન કાળે બાધિત છે.
૩. પ્રતિભાસિક
કોઈ સત્તા કે અસ્તિત્વ માત્ર એકજ અનુભવકાળે જણાય. ‘મૃગજળ’
નજદિક જવાથી તે જણાતું નથી. સ્વપ્ન સમયે જે જણાય તે પ્રતિભાસિક
છે.
કાળાતીત કાળથી પર એ સત્ય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે.
૨.ચિત
આત્મા જ્ઞાન સ્વરૂપ એટલે ચિત સ્વરૂપ.જેના દ્વારા જ્ઞાન
થાય,વસ્તુ જણાય કે પ્રકાશિત થાય એ જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન
બે પ્રકારનું છે. સ્વરૂપ જ્ઞાન અને વિશેષ જ્ઞાન.આત્માનું
ચિત રૂપી જ્ઞાન સ્વરૂપ અવિનાશી છે. વિશેષ જ્ઞાન આકાર
પર આધારિત છે.
૩.આનંદ
આત્મા આનંદ સ્વરૂપ એટલે સુખ સ્વરૂપ છે. જે સુખ સ્વરૂપ
હોય તે આનંદ સ્વરૂપ કહેવાય.તેસ્થિર્નિત્ય અને અવિનાશી
છે. જીવ માત્ર પ્રેમમાં પડેલો છે. દરેક સહુથી વધુ પોતાની
જાતને ચાહે છે. સ્વયંનું ચેન, અનુકૂળતા, સ્વમાન ,પ્રતિષ્ઠા,
સગવડ, ખ્યાતિ, વૈભવ ગમે છે. આત્મ પ્રેમ સહજ છે. આત્મા
પ્રેમ સ્વરૂપ એ તેનો સ્વભાવ છે. માટે જ તે આનંદ સ્વરૂપ
કહેવાય છે.
અતિ સુન્દર આત્મ ચિન્તન.
દરેક સહુથી વધુ પોતાની
જાતને ચાહે છે. સ્વયંનું ચેન, અનુકૂળતા, સ્વમાન ,પ્રતિષ્ઠા,
સગવડ, ખ્યાતિ, વૈભવ ગમે છે. આત્મ પ્રેમ સહજ છે. આત્મા
પ્રેમ સ્વરૂપ એ તેનો સ્વભાવ છે. માટે જ તે આનંદ સ્વરૂપ
કહેવાય છે.
wahhh aakhi vat no sachcho marm aama aavi jay che..khub saras…manan karva jevi vat..bahar to kyay satsang sambhadva nathi jai sakatu..bachchao na tiffin ne badhu ghar na kam karvama..pan gare betha betha aatlu aatma nu gyaan male te o evu lage jane ghar ma gangaa aavi gai…thankss shabd pan nano pade em che..man khush thai gayu sachche…