જનની જન્મભૂમિ તારા ચરણોંમા શત શત વંદન
હા, વતનથી દૂર વસું છું. તેની મધુરી યાદ શ્વાસ
ઉચ્છવાસમાં સમાયેલી છે.
તારી ગરિમાના ગાન કરતાં જિહ્વા થાકતી નથી
કલમમાં ગુંજાઈશ નથી.
છતાં પણ પ્રયત્ન કરીરહી છું.
૧.જે દેશમાં અંહિસાના હથિયાર વડે પૂ,ગાંધીબાપુની દોરવણી હેઠળ
૧૯૪૭માં આઝાદી પ્રાપ્ત થઈ.
૨. લોખંડી સરદાર વલ્લભભાઈના કુશળ કાર્યથી ભારત એકત્ર થયું.
૩. જે દેશમાં હિંદુ, બૌધ્ધ, શિખ અને જૈન ધર્મનો ઉદય થયો.
૪. આખી દુનિયામાં મુસલમાનોની વસ્તી છે તે બીજા નંબરે
ભારતમાં છે.
૫. ૨૦૦૦ વર્ષથી જ્યાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ વસે છે.
૬.આઝાદી મેળવ્યા પછી જ્યાં ત્રણ મુસ્લિમ પ્રમુખ ચુંટાઈને આવ્યા.
હાલમાં વડાપ્રધાન શીખ છે. હાલમાં પ્રમુખ પદ એક સ્ત્રી શોભાવી રહી
છે.
૭. છેલ્લા પ્રમુખ શ્રી અબ્દુલ કલામ આઝાદ તો વિજ્ઞનાની દુનિયાના
પ્રસિધ્ધ વિજ્ઞાની હતા.
૮. જ્યાં ઈકોનોમિક પ્રગતિ કૂદકે અને ભૂસકે વધી રહી છે.
૯. કરોડો લોકો જ્યાં દર વર્ષે ગરીબાઈના પંજામાંથી બહાર આવી રહ્યા છે.
૧૦. સિનેમાના માધ્યમ દ્વારા કરોડો લોકોમાં આશા અને પ્રગતિનાં સિંચન
થઈ રહ્યા છે.
૧૧. હાડમારી અને ખુમારી જ્યાં હાથમાં હાથ ભરાવી કદમ મિલાવી રહ્યા છે.
૧૨. કમપ્યુટર અને દાક્તરીના ક્ષેત્રે જે દેશના રહેવાસીઓ સમગ્ર વિશ્વમાં મશહૂર
છે.
૧૩. અખિલ વિશ્વમાં જ્યાં લોકશાહી પ્રવર્તે છે. ( મોટામાં મોટી)
૧૪. આતંકવાદના ઓળા હેઠળ સંયમ પૂર્વક વર્તન કરી પ્રગતિના સોપાન
સર કરી રહી છે.
૧૫. પારસી કોમ દુધમાં સાકર ભળે તેમ રહી ઉન્નતિના શિખરો સર
કરવામાં સફળ રહી છે.
૧૬. નેતાજી સુભાષચંદ્ર બોઝ જેમણે આઝાદી અપાવવામાં કોઈ કસર છોડી ન હતી.
ગુમનામીમાં ખોવાયા, આપણા ઈતિહાસમાં અમર થઈ ગયા.
૧૭. સ્વામી વિવેકાનંદ ભારતનો ડંકો વગાડ્યો. નાની ઉંમરમાં વિદાય લીધી અણમોલ
સ્થાન પ્રાપ્ત કર્યું.
*****
૧. એજ જન્મભૂમિ આજે પોતાના કુપુત્રોને હાથે વેરવિખેર થઇ રહી છે.
—