આનું નામ “પ્રેમ”

જીત અને ઝરણાં કોલેજમાં ચાર વર્ષથી સાથે સાથે હતાં. જીતને પ્રથમ દૃષ્ટિએ

પ્રેમ થઈ  ગયો હતો. ચંચળ અને ચપળ ઝરણાં સહેલાઈથે પટે તેવી ન હતી. જીતે

વિચાર્યું આ ‘આંબા ઉતાવળે’ નહી પાકે. ધિરજ ધરવા તે તૈયાર હતો.

ઝરણાંને બી.કોમ. થઈ એમ.બી.એ  કરવું હતું. એકાઉન્ટીંગ એનો મનગમતો વિષય

હતો. ભણતરની સાથે કોલેજની જીંદગી પણ જીવવાની તેની તમન્ના હતી. યુનિવર્સિટી

ઓફ શિકાગોમાં હોસ્ટેલમાં રહી ભણવાનો અનેરો લહાવો માણી રહી હતી. જીત તેના ઘણા

બધા વર્ગમાં સાથે હતો. કોલેજની ટીમમાં બંને જણાં ટેનીસ સાથે રમતાં. ઝરણાં હાઈ સ્કૂલની

ચેંપિયન હતી. તેથી તેને સ્પોર્ટસની સ્કોલરશીપ પણ મળી હતી.

જીત સારો ખેલાડી હતો. શિકાગોમાંજ રહેતો તેથી અવારનવાર તેને ઘરે જવાનો મોકો મળતો.

એકવાર શિકાગો ટ્રેઈનમાં ઘરે જતાં તેણે ઝરણાંને કમપાર્ટમેંટમાં  જોઈ . હાય, આઈ એમ જીત

શાહ કરી ઝરણાં સાથે હાથ મિલાવ્યો. ઓહ, યસ આઈ એમ ઝરણાં શેઠ.

બસ ઓળખાણ થઈ ગઈ. પછી તો ધીરે ધીરે બંને જણાં ક્લાસમાં સાથે બેઠાં હોય, ટેનિસ રમતાં

હોય કે કાફેટેરિયામાં જણાય.

જીતને તો પહેલે દિવસથી ઝરણાં દિલમાં ઘર કરી ગઈ હતી. ઝરણાં હતી પણ એવી મોહક કે

કોઈને પણ ગમી જાય. સાથે સાથે તેની કપડાંની સ્ટાઈલ , બોલવાની છટા ખૂબ પ્રતિભાશાળી

હતાં. ઝરણાં અને જીત નક્કી કરી ચૂક્યા કે સ્ટડી કમપ્લીટ કરીને લગ્ન કરીશું. અમેરિકામાં રહીને

લગ્ન પહેલાં મોજ માણી ચૂકેલાં માત્ર લગ્નનો સ્ટેમ્પ મારવાનું જ બાકી રાખે છે. હવે તો માબાપને

પણ તેનો વાંધો નથી. વાંધો હોય તો”થાય તે કરી લો” એ જવાબ સાંભળવાની તૈયારી

રાખવી પડે. ઝરણાંને સરસ નોકરીની ઓફર  આવી હતી. હવે તો નવી જોબ મળતાં પહેલાં

‘મેડીકલ ટેસ્ટ’ મેનડેટોરી થઈ ગઈ છે. ઝરણાની બધી ટેસ્ટ બરાબર  આવી પણ સાથે ‘લુપસ

‘ ના સિમટમ્પ્સ જણાયા.

ઝરણા ઉદાસ થઈ ગઈ. જીત ને કઈ રીતે ખબર  આપે કે તેને ‘લુપસ’ છે. બતાવ્યા વગર પણ

છૂટકો ન હતો. બે ચાર દિવસ પછી પોતાની જાત સંભાળી અને જીતને વાત કરી. જીતતો

ખડખડાટ હસવા લાગ્યો. અરે, ડાર્લિંગ છેલ્લા ચાર દિવસથી આ તારું ઉદાસિનતાનું કારણ

હતું.

ઝરણાંએ આંખો ઢાળીને હા કહી.

જીત , હવે તો મેડિકલ ફિલ્ડ કેટલું બધું એડવાન્સ છે. તારી દવા કરાવીશું. એમાં ચિંતા શું કરેછે.

જીતના મમ્મીને ખબર પડી. તેણે જીતને ચેતવ્યો. જીત તેમનો એકનો એક દિકરો હતો. ભવિષ્યમાં

બાળક થાય કે પછી ન પણ થાય! કદાચ ખોડખાંપણ વાળું પણ અવતરે.

જીતનો એક જ જવાબ હતો આ વાત લગ્ન પછી ખબર પડી હોત તો? તે ઝરણાંને દિલોજાનથી

ચાહતો હતો. પ્રેમ જેવી પવિત્ર ભાવનાને શું ‘લુપસ’ અભડાવી શકે ?

7 thoughts on “આનું નામ “પ્રેમ”

  1. આ અંગે ડૉ ચન્દ્રવદનભાઇએ સુંદર ચર્ચા કરી છે.અમારું નમ્ર માનવું છે કે
    કેન્સર, એઇડ્સ, મલ્ટીપલ સ્ક્લીરોસીસ, લુપસ, આર્થરાઈટીસ, ડાયાબિટીસ, વગેરે જેવી ભ્રષ્ટ બીમારીઓ વખતે સાયકોલોજીકલ રિવર્સલ ચોક્કસપણે હાજર હોય છે. સંવેદના શુદ્ધિ ક્રિયાને ધ્યાનમાં રાખીને જોઈએ તો આવી બીમારીઓના ઉપચારમાં સાયકોલોજીકલ રિવર્સલ મુખ્ય અડચણ પેદા કરે છે. આવે વખતે મને શંકા ઉપજે છે કે વેસ્ટર્ન મેડીકલ સાયન્સની દ્રષ્ટિ સાયકોલોજીકલ રિવર્સલ જેવા કારણ પર પડશે કે નહિ… અને તેણે દુર કરવા માટેની અન્ય કોઈ પદ્ધતિઓ વિકસાવી શકશે કે કેમ? કારણ કે વેસ્ટર્ન મેડીકલ સાયન્સની દ્રષ્ટિ માત્ર લક્ષણો પુરતી જ સીમિત છે.
    આ સાયકોલોજીકલ રિવર્સલને અન-રીવર્સ કરવાથી ,કોઈ ચોક્કસ સમસ્યા માટે સંકલ્પ પ્રક્રિયા દ્વારા આપણા શરીરની કુદરતી રોગ પ્રતિકાર શક્તિ અને ઉપચાર શક્તિ વધારે પ્રવાહી રીતે કાર્ય કરે છે. એ ત્યારે જ શક્ય બને છે જયારે તમે તમારા શરીરની ઊર્જાના વહેણનું મહત્વ સમજો છો. જયારે તમારી બેટરી યોગ્ય રીતે ફીટ થયેલી હશે ત્યારે અન્ય શારીરિક પ્રશ્નો પણ વધારે ઝડપથી સોલ્વ થશે.
    જયારે કોઈ થેરાપીસ્ટ અને ડોક્ટર્સ કે અન્ય ઉપચારકોને પોતાના ઉપચારથી દર્દીઓને જોઈએ તેવા પરિણામો ના મળતા હોય તે સમયે દર્દીઓના સાયકોલોજીકલ રિવર્સલને અન-રીવર્સ કરવાની પ્રક્રિયા શીખવવાનો આગ્રહ રાખવો જોઈએ આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ બળવત્તર બનશે અને દર્દીઓ વધારે ઝડપથી સાજા થઇ શકશે.

  2. પ્રગ્યાજુબેનની “કોમેન્ટ​” વાંચી….જે મારા વિષે ઉલ્લેખ કર્યો એ એમની ઉદારતા, અને અન્યને રોગો વિષે વધુ માહિતીઓ મળે એવી ભાવના !
    આ પોસ્ટની વાર્તામાં “લુપસ​”નામના રોગનો ઉલ્લેખ હતો….મુખ્ય વાર્તા બે વ્યક્તિઓના “પ્રેમ​” વિષે હતી.
    આ જમાનામાં સૌ ન​વી ન​વી શોધો, તંદુરસ્તી બારે જાણ​વું અગત્યનું છે. જે કોઈને આવી ઈચ્છા હોય તેઓ તંદુરસ્તીની પોસ્ટો વાંચ​વા નીચેની “લીન્ક​” પર જ​ઈ શકે છે>>>>

    http://chandrapukar.wordpress.com/category/%e0%aa%a4%e0%aa%82%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a5-health/

    પ્રગ્યાજુબેન​, “સાયકો-થેરાપી”નો ઉલ્લેખ કરે છે…અહી એક બીજો ઉલ્લેખ​…”યુમીનોલોજી” યાને માન​વ દેહની અંદર રહેલી “રોગો નાબુદ કરવાની શક્તિ”જે ભુલાઈ ગ​ઈ હતી તે પર હ​વે વધુ ભાર અપાય છે, અને અહી જ “અલોપથી અને આર્યુવેદીક​”નું મિલન વધુ થશે, અને માનસીક રોગો પણ નાબુદ થશે !
    >>>ચંદ્ર​વદન​
    પ્ર​વિણાબેન​, એક સુંદર વાર્તા !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com

Leave a reply to neha patel જવાબ રદ કરો