રોનકની કફોડી હાલત——-૮

૮. રોનકની કફોડી હાલત
=================

રોનકને ભાન આવ્યા પછી એક વાર રોહનને મળવા હોસ્પિટલમાં ગઈ હતી. હજુ તેનું

દિમાગ કબૂલ કરતું ન હતું કે આ શું થઈ ગયું ? ગોવાનો મઝેદાર દરિયો. બીચ ઉપર

બધા મિત્રોએ કરેલો બિનદાસ આનંદ. રોહન સાથે માણેલી ગોવાની ચાર દિવસની છૂટ્ટી.

ફેની પીને ડાન્સ ફ્લોર પર મચાવેલી ધુમ.રોહન અને રોનક પરીઓના દેશમાં વિહરી રહ્યા

હતાં. ભણવામા એવા મશગુલ હતા કે મીઠી વાતો કરવાનો સમય ન હતો. અરે, રોનકને

રોહનના માતા પિતા સાથેની મુલાકાત પણ હજુ ગોઠવાઈ ન હતી. ગોવાથી પાછા ફર્યા

પછી સહુ પ્રથમ રોહનના માતા પિતાને મળવાનું હતું. રોનકે તેમની ખૂબ વાતો સાંભળી

હતી.પ્રત્યક્ષ મળી તેમના આશિર્વાદ લેવા હતાં. ત્યાં અચાનક આ શું થઈ ગયું?

હે,’રોહન શામાટે મને હેરાન કરે છે? હું તારી મમ્મીને બધું જ કહી દઈશ’.રોનક

ઉંઘમાં બોલી રહી હતી.

રોહન,’હા,તારે જે ફરિયાદ કરવી હોય તે કર. મારી મમ્મી તારો જ પક્ષ લેવાની.

મને પાકી ખાત્રી છે.

મમ્મી બરાબર જાણે ને તેના રોહનને’ કંઈક અવળચંડાઈ કરી હશે !’

રોનકઃ ‘અરે, જ્યારે તું બાટલીથી દૂધ પીતો હતો તે અને આજે તું

બાટલીથી બિયર પીએ છે.એ બંને રોહનમાં આસમાન જમીનનો તફાવત

છે.તારી મમ્મી એ બરાબર જાણે છે.

રોહનઃ” હું તને ખુશ રાખવાનો જેટલો પ્રયત્ન કરું છું તે તને ઓછો જ પડે છે!”

‘જા તારાથી થાય તે કરી લે હું તો આ લાંબો થઈને સૂતો !’

રોનક,’એય,રોહન ચાલ પકડી આપે તો એક ગાલ ઉપર—- આપીશ.’

રોહન, ‘ જો ગાલ ઉપર આપવાની હોય તો હું મહેનત નથી કરતો. બાકી ચપટી

વગાડતામાં તને પકડી આપું પણ શરત એટલી કે હોઠ ઉપર આપવી પડશે-‘—-

—.પપ્પી—

રોનકઃ” અત્યારે તો એ નામુમકીન છે. જલ્દી જલ્દી ઘોડે ચડીને આવીશ અને મને

ડોળીમાં બેસાડીને લઈ જઈશ તો પછી જરાય આનાકાની નહી કરૂં, મારા રાજ્જા !”

રોહનઃ ‘ તો આ લે કંકોત્રી તારી પસંદની છપાવવી છે એટલે નમૂના લઈને આવ્યો છું.’

રોનકઃ ‘તું તો છૂપો રૂસ્તમ નિકળ્યો’.

રોહનઃ ‘હજુ તેં મારા બધા ચરિત્ર ક્યાં નિહાળ્યા છે.’ લગ્ન કરીને તને લઈ જઈશ પછી

જોજે મારી અવનવી રીતો.’તને હું ખૂબ પ્યાર કરીશ’.યાદ રહે, તારો સંપૂર્ણ પ્યાર પામીશ.’

રોનકઃ ‘હું તો તારી જ છું. તને ખૂબ સુખ આપીશ. તારા મમ્મી પપ્પાને પણ આદર અને

પ્રેમ આપવામાં જરાય પાછી પાની નહી કરું.

રોહનઃ ‘ચાલ હવે બહુ થયું હું જાંઉં.’

રોનકઃ ‘હવે પાછો ક્યારે મળીશ.”

ગીતા, રોનક બેટા કોને આવજો, આવજોની બૂમ પાડે છે.’

રોનકઃ ઉંઘમાં ‘મમ્મી,રોહન જાય છે તેને આવજો કહીને એક મિનિટમાં આવું છું’

ગીતા, રોનક, બેટા જાગ સવાર પડી.

મમ્મીઃ તું કેમ સમજતી નથી, રોહન જતો દેખાય ત્યાં સુધી મારી ઉભા રહેવાની ટેવ શું

તને ખબર નથી?’

ગીતાઃ બેટા, તું શું કહે છે ? ઉઠ, રોહન આજે નવ મહિનાથી તને ક્યાં મળવા આવ્યો છે?

રોનક ચમકી, એકદમ સફાળી પથારીમાં બેઠી થઈ ગઈ અને હિબકાં ભરીને રડવા લાગી.

મમ્મીઃ’ તું શું વાત કરે છે. હમણાંતો હું તેને બારણામાં વળાવીને આવી. મમ્મી આજે તેના

હાથમાં શું હતું તું જાણીશ તો તારા માનવામાં નહી આવે?’

મા, આજે તે ‘લગ્નની કંકોત્રીના નમૂના લઈને આવ્યો હતો. મને કહે કે, તું સુંદર

અને તારી મનગમતી કંકોત્રી મને બતાવ . હું મારી મમ્મીને કહીશ મને આ પસંદ છે.

બોલ રોનક તારી પસંદ એ મારી પસંદ સાચી વાત ને ? કહી રોહને મજાનું આલિંગન

આપ્યું.’

ગીતાબહેન પાસે આનો જવાબ ન હતો. રોહન રોજ રોનકના સ્વપનામાં આવતો.તેમના

વચ્ચેની વાતો રોનક મમ્મીને સંભળાવતી. ગીતા બહેનથી દીકરીની આવી હાલત જોવાતી

ન હતી પણ લાચાર હતા.

કઈ રીતે રોનકને સમજાવવી.ગીતા અને ગૌતમ બંને જણ ખૂબ ચિંતામાં જણાતા.

રોનક માત્ર એક જ વાર રોહનને જોવા ગઈ હતી. રોહનના માતા પિતા શું કરે ?’ રોનકને

જોઈ ખુશ થઈ આશિર્વાદ આપે કે તેને ગળે લગાડે!’

રોહનને પથારીમાં આવી હાલતમાં જોઈ તેનું હૈયું ધડકવાનું ભૂલી ગયું. તે પથ્થરશી ત્યાં

ઉભી રહી. સારું હતું કે ગીતા અને ગૌતમ દીકરીની સાથે હતા. ખૂબ પ્યારથી સમજાવીને

રોનકને લઈને ઘરે આવ્યા.

ત્યારની ઘડીને આજનો દિવસ ,રોનક ફરી રોહનને મળવા ન હોસ્પિટલ ગઈ કે ન ગઈ કદી

તેને ઘરે. રોહન રોજ તેને સ્વપનામાં આવતો. ખિલખિલાટ હસાવતો અને ખોબલે ખોબલે

પ્યારની વર્ષા કરતો. તેના પ્યારમાં ભિંજાવાની રોનકને ખૂબ મજા આવતી.

રોનકને ભાન જ ન હતું કે રોહન પથારી વશ છે. નથી આંખ ખોલતો કે નથી કોઈને ઓળખતો !

રો્નક રોજ રાતના રોહનના સ્વપના જોતી અને તેની સાથે મોજ માણતી.ગોવાથી આવ્યા પછી

૨૪ કલાક ગોવાની વાતો કરતાં થાકતી નહી. પરીક્ષા આપીને ફરવા ગયા હતાં.એટલે ભણવાની

કોઈ લમણાઝીક હતી નહી. દિવસ આખો તૈયાર થઈ ગાડીમાં ડ્રાઈવર સાથે ફરવા નિકળતી. તેને

લાગતું રોહનને તેને ઘરેથી લઈ બંને જણા ફરવા નિકળ્યા છે. લગ્ન કરતાં પહેલાં રોહનને જાણવા

અવનવા સવાલો પૂછતી. તેની આદતોથી માહિતગાર થતી. પોતે જ સવાલ પૂછતી અને હસી હસી

ને જવાબ આપતી. અરે, ડ્રાઈવર્પણ ‘રોનક બિટિયાની’ આ આદતથી પરેશાન હતો. તેને ખૂબ

લાગણી

પૂર્વક બધે લઈ જતો. નાનપણથી મોટી થઈ ત્યારથી જ આ ડ્રાઈવર ખાસ રોનકનો હતો. ખૂબ

વિશ્વાસુ જાણે ઘરનો સદસ્ય ન હોય !

રોનક, રોહન સાથે નથી એ માનવા જ તૈયાર ન હતી. ગીતા બહેન કાંઈ પણ કહેવા જાય કે તરત

જ ” મમ્મી, એવું ન બોલ ને ! રોહનને નહી ગમે.; મમ્મી હું અને રોહન હજુ બારેક મહિના ફરીશું.

મઝા કરીશું પછી લગ્નની વાત.’ કહીને એવું શરમાઈ જતી કે ગીતા બહેન તેને કાંઈ કહી શકતા

નહી.

ગૌતમ અને ગીતા બંને જાણતા હતાં કે રોનક માનવા જ તૈયાર નથી. રોનકને તેની શમણાંની

દુનિયામાં આનંદ લુંટવાની આદત પડી ગઈ છે. જરાપણ રોહનની વાત કાઢે કે તરત જ “હેં,

મમ્મી શામાટે પરણવાની ઉતાવળ કરે છે? રોહનને જરા પગભર થવા દો ને ! હું તો પપ્પાની

ફેક્ટરીમાં કામ કરવાની છું.રોહન સ્થાયી થાય પછી પરણશું !

ગીતા અને ગૌતમ બંને જાણતાં હતાં કે રોહન, હજુ આંખો પણ ખોલતો નથી! ખોરાક પ્રવાહી

નળી વાટે માણસો દ્વારા લે છે! એમની અર્ધ પાગલ, રોહનના પ્યારમાં ગળાડૂબ દીકરી તેની

સાથે સંસાર માંડવાના સ્વપના સજાવી રહી છે.’ રોનક સ્વપના સજાવી રહી હતી કે પછી

પાગલ થઈ ચૂકી હતી. તેની માનસિક સમતુલા કઈ દિશા તરફ વળી ચૂકી હતી તે કળવું

મુશ્કેલ હતું ?

રીના પોતાનો ‘કનૈયા કુંવરને’ ભાનમાં આવવાના ઇંતઝારમાં દિવસ રાત તેની પાછળ

મંડી હતી. ગીતા ‘લાડકવાઈ’ કુમળી ગુલાબ સમાન દીકરીને સમજાવવાનાં ઠાલા પ્રયાસ

આદરી રહી હતી.એક માનો’વહાલસોયો’ દીકરો જ્યારે બીજી માની ‘તુલસી ક્યારા’સમાન

પવિત્ર લાડલી દીકરી. કેવું ભાવિ,બંનેને નિરાધાર કરી તમાશો નિહાળી રહ્યું હતું. બંને જણા

અનજાણ હતા ‘કાલે શું થશે.? માત્ર પ્રયત્ન નિઃસ્વાર્થ પણે કરી રહ્યા હતા.

આજે સવારના રોનક ઉઠી, તૈયાર થઈ અને એકદમ ચીસ પાડી.’મમ્મી તને કેમ ખબર

પડતી નથી, આજે મારે સવારે વહેલા નિકળીને એરપોર્ટ જવાનું હતું,’

ગીતાઃ ‘ કેમ બેટા આજે શું છે?’

રોનકઃ ‘મમ્મી, આજ કાલ તું બધું ભૂલી જાય છે.આજે હું, રોહન અને વર્ગના મિત્રો ગોવા

જઈએ છીએ.’

ગીતા, સમજી ગઈ પાછું ‘રોનકના મન પર ગોવાનું ભૂત સવાર થયું છે.’પાછી ગાડી

અને ડ્રાઈવર લઈને એરપોર્ટ જશે.રોહનને ત્યાં નહી જુએ એટલે રડશે અને ડ્રાઈવર

તેને પાછો ઘરે લાવશે !આવી રીતે જાય ત્યારે એકલી જ જાય. મમ્મી કે પપ્પા કોઇ

સાથે ન જોઈએ.

આવા સમયે ગીતા શાંત થઈ જતી. કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર રોનક જે કહે તે

સાંભળી લેતી. દીકરીનું આવું દુઃખ કઈ ‘મા’ સહન કરી શકે! ડોક્ટરોને પૂછી પૂછીને

થાકી. એક જ જવાબ મળતો, સમય વિતશે અને રોનક ભૂલી જશે. પણ ક્યારે?

મોટો મસ પ્રશ્ન ઘુરકિયા કાઢી રહ્યો હતો ?

દિલ પર લાગેલી ચોટ દેખાય નહી. અરે લોહી પણ નિકળે નહી. છતાં એવી ગહરી

હોય કે તેનો અંદાઝ લગાવવો મુશ્કેલ બની જાય. ગીતા અને ગૌતમ વિચારવા લાગ્યા

દીકરીને લઈને સ્વિટ્ઝરલેંડ ફરી આવે. લગભગ વરસ થવા આવ્યું હતું. બંને ભાઈ અને

ભાભી પણ રોનકની આવી હાલત જોઈ શકતા નહી. કહે, અરે લાખો રૂપિયા આપી દઈએ

જો રોહન સાજો થતો હોય તો !

રોનકને કેવી રીતે સમજાવવી? તેના પાગલપણાને હકિકતથી કેવી રીતે મેળાપ કરાવવો?

ગીતા અને ગૌતમ થાકી ગયા હતાં. દીકરી પરેશાન હતી તેનું દુખ , ઉપરથી તે માનવા જ

તૈયાર ન હતી કે રોહન ખાટલામાં પડ્યો છે. તેને ઓળખવાનું તો બાજુએ રહ્યું હજુ આંખ

પણ ખોલતો નથી. એવી કોઈ જાદુની લાકડી કે ચિરાગ હાજર ન હતા જે તેના રોહનને

સડાક દઈને ઉભો કરી દે! ઘરનાં સહુ તેને ખુશ રાખવાના બધા પ્રયત્નો કરી ચૂક્યા. પણ

પહેલાં પ્રેમમાં પાગલ ‘રોનક’ ક્યાં કશું સાંભળવા કે માનવા તૈયાર હતી!

સ્વિટ્ઝરલેંડ જવાની તૈયારી થઈ ચૂકી. રોનકને બરફ પડતો જોવો ખૂબ ગમતો. પેરિસ

પણ ફરવા જવાનું નક્કી કર્યું. રોનક કઈ રીતે પાછી હતી એવી હસતી રમતી થાય તેના

પ્રયાસ રૂપે પ્લેનમાં બેસાડી માતા પિતા તેને લઈને નિકળ્યાતો ખરા. કેટલી સફળતા

મળશે એ વીશે શંકા હતી.

સ્વિટઝરલેંડ આવી પહોંચ્યા. રોનક ખુશ ખુશાલ હતી. સ્નોથી છવાયેલ પર્વતો જોઈ

પાગલ થઈ ગઈ. પપ્પા અને મમ્મીને આશા બંધાઈ. ઠંડીને કારણે ગરમ કપડાંમાં

સજ્જ થઈ ફરવા નિકળી પડી. તેને સ્કી કરવાનો ખૂબ શોખ હતો. ત્રણેક વાર અંહી

આવી ચૂકી હતી. ભારતમાં પણ કાશ્મીર અને સિમલા જતી ત્યારે ખૂબ મોજ માણતી.

વાતાવરણ જ આખું અલગ હોવાથી ઘડીભર રોહન વિસરાયો. પપ્પા મમ્મીની આશા

ઠગારી નિવડી. બે દિવસ પછી અચાનક ઉંઘમાંથી જાગી, “મમ્મી મારો સેલ ફોન ક્યાં

છે ? ક્યારની ઘંટડી વાગે છે પણ મને જડતો નથી. ”

મમ્મી, ‘બેટા સેલ ફોન અંહી ક્યાં આપણે લાવ્યા છીએ !’

રોનક, ‘કેમ મમ્મી, રોહનનો ફોન આવે તો મારે વાત ન કરવી હોય?’

ગીતા, બેટા રોહનનો ફોન અંહી કેવી રીતે આવશે? આપણે તો હજારો માઈલ દૂર છીએ.’

રોનક, ‘શામાટે આપણે અંહી આવ્યા’ ?

ગીતા અને ગૌતમ બંને સાથે બોલી પડ્યા.’બેટા તું એંજીનિયર થઈ ગઈ તેથી આતો તારી

‘ગ્રેજ્યુએશન ગિફ્ટ’ છે.’

રોનક, ‘તો પછી રોહનને પણ સાથે લાવ્યા હોત તો તેને પણ મઝ આવત ને ‘

ગીતા, ‘હા બેટા બીજી વાર તેને પણ સાથે લઈને આવીશું.’

રોનકને એકદમ ભિન્ન વાતાવરણ અસર કરી ગયું.કુદરતને ખોળે ફરવાની ખૂબ મઝા આવી.

ઉનાળાનો સમય હતો તેથી ઠંડી સહન થાય તેવી હતી.સુંદર રળિયામણી જગ્યા, કુદરતનો

ખોળો અને શરીરમાં લખ લખું લાવે તેવી ગુલાબી ઠંડી. ગીતા અને ગૌતમ પણ રોનકમાં

આવેલા ફેરફારને આવકારી રહ્યા. રોનકતો જાણે આખી બદલાઈ ગઈ. આખો દિવસ સૂનમૂન

બેસી રહેતી હતી તેને બદલે મુખ પર હાસ્ય અને ગાલ ગુલાબી. આવા મનમોહક વાતાવરણમા

રોહને સ્વપનામાં આવવાનું બંધ કર્યું.

ગીતા અને ગૌતમે વિચાર્યું રોનકની બે બહેનપણીઓને ભારતથી બોલાવીએ તો કેવું? મોટી

વહુને મન હતું કહેવાનું પણ બોલી ન હતી . એકદમ કહે ‘મમ્મી તમે ચિંતા ન કરતાં, દસેક

દિવસમાં તમારી સાથે હશે. રોનકની બે બહેનપણીઓ તૈયાર થઈ ગઈ. સ્વિટ્ઝરલેંડ અને

પેરિસ ફરવા મલતું હોય તો કોણ ના પાડે!

રોનક તો રોશની અને ઝરણાને જોઈને ખુશ ખુશ થઈ ગઈ. બસ હવે તો પૂછવું જ શું ? ક્યારેક

છોકરાઓની અને તેમાંય રોહનની વાત નિકળતી ત્યારે બંને જણા સિફતથી વાત બદલી

કાઢતા. પંદરેક દિવસ થઈ ગયા અને પેરિસ જવાનો દિવસ આવ્યો.

આજે અચાનક ગોવાની વાત નિકળી. ત્યા રોહન સાથે માણેલી મઝાની વાત કરતાં

રોનક થાકતી નહી. અચાનક બોલી અરે ‘રોહન હોસ્પિટલમાં હતો હવે તેને કેમ છે?’

ઝરણા કહે એને તો ડોક્ટરે હજુ પથારીમાંથી ઉઠવાની રજા નથી આપી.

રોશની બોલી ‘અમે અંહી આવતા પહેલાં તેને મળવા ગયા હતાં.’

રોનક, ‘અરે હું તો તેને મળવા જઈ ન શકી, પપ્પા અને મમ્મી ખૂબ ઉતાવળમાં અંહી

રજાની મઝા માણવા મને અંહી લઈને આવ્યા.

ખેર ,’મુંબઈ પહોંચ્યા પછી તેને મળવા જઈશ અને અંહીની વાતો કરી તેનું દિલ બહેલાવીશ.

આમ ગમે ત્યારે વાતનો વળાંક રોહનની વાત પર આવી અટકી જતો. જોકે સમય, સ્થળ, સંજોગ

અને આજુબાજુનું મનમોહક વાતાવરણ રોનક પર સારી અસર કરી રહ્યું હતું.

‘રોહન વાતનું મધ્યબિંદુ બનતો પણ બિંદુને કોઈ દિશા ન હોય તેમ સરર કરીને સરી પડતો.’ ગીતા

અને ગૌતમ રોનકમા આવેલા ફેરફારની સહર્ષ નોંધ લેતાં. વારંવાર વિચાર ડોકિયા કરી જતો કે કેવી

રીતે રોહનની સ્મૃતિનું રોનકને વિસ્મરણ થાય. જો કે આ વાત બનવી અસંભવ હતી તે ગૌતમભાઈ

સારી રીતે જાણતા હતા. આશાનો તંતુ પકડીને ધિરજ ધરી બેઠાં હતા. અનહોની કો હોની કરવાનો

તેમનો ઈરાદો કેવી રીતે પાર પડે તેના વિશે હરદમ વિચારતા.

કોલેજ શરૂ થવાના દિવસો આવ્યા. ઝરણા અને રોશનીને ‘માસ્ટર્સ’ કરવું હતું તેથી મહિનો

સાથે ગુજારી પાછા મુંબઈ આવ્યા. ગૌતમભાઈને બંને દીકરાઓ હતા તેથી ધંધાની ચિંતા

ન હતી. વહુઓ પણ ખૂબ સમજદાર અને શુશીલ હોવાને કારણે ઘરની કોઈ ચિંતા ગીતાબહેનને

ન હતી. તેઓ ને ઘરે જવાની જરાપણ જલ્દી ન હતી. રોનકને પણ અંહી આનંદ પ્રાપ્ત થતો.

રોનક,’મમ્મી ઓ મમ્મી જો તો ખરી આ રોહન મને શું કહે છે’.

ગીતા બહેન દોડતા અવ્યા.જરા ગભરાયેલાં પણ હતાં.વહાલથી રોનકની બાજુમાં બેસીને કહે,

‘બેટા શું વાત છે? સપનામાં શું તને રોહન આવ્યો?’

રોનક,’હા,મમ્મી મને કહે છે.’રોનક જો આપણી મૈત્રી અને પ્યાર ખૂબ સુંદર હતાં. હવે જ્યારે હું

તને ઓળખી પણ નથી શકતો તો બહેતર છે તું મારી યાદોનું પ્રેમથી સિંચન કરજે.’ મને યાદ કરીને

તારી જીંદગી ખૂબ મઝાથી જીવજે.’

ગીતા બહેન બોલ્યા, ‘જો બેટા રોહન કેટલો શાણો છે.તેને તારા પ્રત્યે સાચી લાગણી છે.’

રોનક,’ પણ મમ્મી હું તેને કેવી રીતે ભૂલી જાંઉં.મા, તને ખબર છે ? કોલેજમાં હંએશા

અમે સાથે ને સાથે રહેતાં. બધા લેક્ચર્સમાં બાજુમાં બેસીને ભણવાનું. અરે,અમારી

ફાઈનલ વખતે આડી અવળી નહી માત્ર ભણવાની વાતોને જ મહત્વ આપવાનું. ‘

ગીતા બહેન,’ બેટા એમાં જ તારું અને રોહન બંનેનું ક્ષેમ કુશળ છે.’

રોનક,’ હેં મા પહેલી અલૌકિક દોસ્તી અને સુહાનો પ્યાર ભૂલવા આસાન છે? અમે બંનેએ

સાથે સોહામણા સ્વપના નિહાળ્યા છે. અમારી દુનિયા કેવી હશે તેના સુંદર ચિત્રો

બનાવ્યા છે. અમે બંને જણા એવું જીવન જીવવાના હતા કે બસ કહીને રોનકની આંખો

ભરાઈ આવી. ‘

ગીતા બહેન, ‘ બેટા ભૂલવાના નહી , તેના મીઠા સંસ્મરણો પર યાદોના ફૂલ ચડાવવાના.’

રોનક,’ તો શું મા, હું એ પ્રેમને અંતરના મંદિરમાં સંઘરી તેની પૂજા કરું.’

તેને હંમેશા નવપલ્લવિત રાખું. એ એવો પ્રેમ છે જે કદી મુરઝાશે નહી.

રોહન, હમણાંથી રોજ મને સ્વપનામાં આવી પ્રેમ પૂર્વક સમજાવે છે.’

ગીતા બહેન,’ આજે રોનક સાથે પેટ છુટ્ટી વાતો કરવામાં ગુંથાયા. તેમના

દિલમાં રોહન માટે અનહદ પ્રેમ હતો. આજે તેમાં અનેક ગણો વધારો થયો.

સુખી સંસ્કારી કુટુંબનો રોહન અનજાણતા અકસ્માતનો ભોગ બન્યો. તેના

માતા પિતાની હાલત જોઈ ગીતા બહેનની આંખમાંથી બે આંસુડા સરી પડ્યા.

રોનક ન જૂએ તેમ લુછી તેને વહાલ કરી ઉઠાડી અને કહ્યું જા બેટા, સ્કી કરી

આવ તારું મન પ્રફુલ્લિત થશે.

રોનક સ્કી કરવા જવા તૈયાર થઈ. છેલ્લા પાંચેક દિવસથી દરરોજ વહેલી પરોઢમાં

રોહન શમણામાં આવતો અને વહાલથી રોનકને સમજાવતો. આમ તો બંને જણા વચ્ચે

હજારો માઈલનું છેટું હતું.

કાગનું બેસવું ને ડાળનું પડવું. સ્કી કરતાં પાછો ક્યાંકથી રોહનનો વિચાર દિમાગમાં

ઝબક્યો અને રોનક સમતોલપણું ગુમાવી બેઠી. એ તો નસિબદાર કે કોલોરાડોથી

સ્કી કરવા આવેલા રોબે તેને જોઈ અને તેની પાછળ જઈ સહારો આપ્યો અને

બચાવી લઈ સંભાળીને સ્કીના સ્લોપ પરથી તેને નીચે લઈ આવ્યો. રોનકને ખ્યાલ

પણ ન રહ્યો કે પળવારમાં શું બની ગયું. ખૂબ ગભરાઈ ગઈ હતી.આટલી ગભરાહટ

તો એને ગોવાના

અકસ્માત વખતે પણ નહોતી થઈ.ગોવાના અકસ્માતમાં તે ઉછળીને પડી.ભાન ગુમાવ્યું

અને જ્યારે ભાનમા આવી ત્યારે ચોટને કારણે કશી ખબર પડી ન હતી.

આજના અકસ્માતમાં ગોટીલા ખાધાં પગે બાંધેલી સ્કીને કારણે આડી અવળી બરફમાં

ફંગોળાઈ રહી હતી. રોબે તે જોયું.તે સ્કીમાં ખૂબ કુશળ હતો તેથી તેની પાસે પહોંચ્યો

અને બચાવી. ધિરજ આપી સંભાળીને સ્લોપ પરથી નીચે લઈ આવ્યો.

અંહીના આહલાદક વાતાવરણમાં રોનક ગુંથાઈ ગઈ હતી. પ્રેમ,પાણી અને પ્રકાશ

પોતાની મેળે રસ્તો શોધી લે છે. અકસ્માત પછી રોનક ,રોબને ઘણી વખત મળતી.

બંને જુવાન હતા.રોનકને ઘરે પહોંચાડી હતી તેથી રોબ તેનું ઘર ક્યાં છે તે બરાબર

જાણતો હતો.ગૌતમ અને ગીતા જ્યારે પણ રોહનની વાત નિકળે ત્યારે કહેતાં ‘બેટા,

એ તારો કોલેજ કાળનૉ મિત્ર હતો. હવે તેના સાજા થવાના ચિહ્નો ખૂબ જૂજ છે.

તેની મીઠી યાદ હૈયામાં સંઘરી રાખ.

બેટા, જે વસ્તુ શક્ય બનવાની નથી તેને વળગી રહેવું તેના કરતાં તારા ભવિષ્યનો વિચાર કર.

અમેરિકા જા, માસ્ટર્સ કર .’

રોનકને રોહન સાથેની મૈત્રી અને પાંગરેલો પ્રથમ પ્યાર યાદ આવતાં. દિમાગ દલીલ કરતું

શું ‘રોહન સ્વપનો સાકાર કરવા શક્તિમાન છે ? જવાબ આપવાને બદલે આંખમાંથી બે અશ્રુ

સરી પડતાં. દિલ અને દિમાગની દલીલમાં દિમાગ દોડતું અને દિલ હાર માની ચૂપ થઈ જતું.

ધીરે ધીરે રોનક મનને મનાવી રહી હતી. જો કે રોહન તેને માર્ગ દર્શન પુરું પાડવામા સહાય કરતો

રોહન, રોહન, રોહન રોનકનું અંતર ચિલ્લાઈ ઉઠતું . ત્યારે રોહન કહેતો ” સાંભળ લાગે છે આપણી

લેણા દેણી પૂરી થઈ. જે સુંદર મનભાવન સમય આપણે સાથે ગાળ્યો તે સ્વપ્ન સમાન છે. બસ

હું તને આઝાદ કરું છું.તારા માટે વિશાળ ગગન છે. ખુશીથી તેમાં વિહાર કર. હા, મને ભુલીશ નહી !

મારી સુહાની યાદ અંતરમાં ધરબી દે ! કોઈવાર સળવળે તો તેના પર સંસ્મરણોના બે ફુલ ચડાવજે.”

રોનક, ‘રોહન શું તું મને સાચી સલાહ આપે છે ? બસ આપણી મૈત્રી અને સંગ આવા અલ્પજીવી જ

હતા. ! ખેર, મને તારો સુહાનો સાથ સાંપડ્યો એ બદલ હું તારી ઋણી છું. સદા પ્રાર્થના કરીશ અને

તારું ક્ષેમકુશળ વાંછીશ.”

રોહન, બસ આ મારી અંતરની ઇચ્છા છે.’ રોહનની રોજની સમજાવટ ધીરે ધીરે રોનકના દિમાગમાં

ઘર કરી ગઈ. રોહન રોજ શમણાં સજાવતો. પ્યારથી મનાવ્તો. કદી હસાવતો કદી સતાવતો અંતે

રોનકે મનને મનાવ્યું . રોહનના પ્યારની જીત થઈ .એના વગર છૂટકો પણ ન હતો. ટેલિપથી

માનીએ કે ન માનીએ જરૂર એકબીજાને પહોંચે છે. એ તો જેના અંતર મળ્યા હોય તે જાણે. પ્રેમમાં

ઉત્થાન છે પતન નહી. બેભાન પથારી ગ્રસ્ત રોહન ધીરે ધીરે રોનકને તૈયાર કરવામાં સફળ થયો.

તેણે રોનકને દિલોજાનથી ચાહી હતી. પ્યાર હંમેશા આપવામાં છે. પ્રિય પાત્ર ખુશ રહે તેનાથી

અધિક ખુશી બીજી શું હોઈ શકે ? માત્ર રોનકની ઈચ્છા હોત તો કદાચ તે એક ડગલું આગળ ન

ભરી શકી હોત ! પ્રબળ ઈચ્છા અને માનસિક સમતુલનતાને કારણે રોહનની પ્રગતિ ધીરી

પણ સતત હતી. સવારે ઉઠે ત્યારે રોનકના મુખ પર સુંદર હાસ્ય જણાતું. પરિસ્થિતિને અપનાવી

હવે તેણે આગળ ધપવાનો નિર્ણય કર્યો.

પવિત્ર પ્રેમ સામે વાળી વ્યક્તિની શુભકામના કરે છે. સ્વાર્થની માત્રા તેમાં લવલેશ જણાતી નથી.

અરે પ્રેમ પાત્રના અવગુણ પણ નજરે પડતા નથી. સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રેમી એક બીજાને સમર્પિત

થઈ આનંદના અવધિમાં વિહરેછે. આજે, રોહન જાનની બાજી ખેલી રોનકને મનાવવામાં સફળતા

પ્રાપ્ત કરી રહ્યો છે.’

રોનકઃ ‘ મમ્મી, હજુ આપણે કેટલા દિવસ અંહી રોકાવાના છીએ. મહિનો ઉપર થઈ ગયો ! ચાલોને

આપણે પાછાં ઘર ભેગાં થઈએ. ગીતા રોનકના શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. તેનામા આવેલો આકસ્મિક

ફેરફાર ગમ્યો. ગીતા, ‘ બસ બેટા તારા પપાને કહી પાછા જવાની ટિકિટ મંગાવી લઈએ.’ આજે તેમને

ખૂબ સંતોષ થયો કે રોનકે જાતે પાછા જવાની વાત ઉચ્ચારી. હરખભેર ગૌતમભાઈની પાસે પહોંચી જવા

માટેનો બંદોબસ્ત કરવાનું જણાવ્યું.’

ગીતા અને ગૌતમભાઈએ રોહનનો મનોમન આભાર માન્યો. ગૌતમભાઈને રોહન આંખોમાં વસી ગયો હતો.

વિધિના લેખ કોણ મિથ્યા કરવા શક્તિમાન છે? તેમને રાજેશ અને રીના પર શું વિતતું હશે તે વિચાર પણ

અસ્વસ્થ બનાવી મૂકતો. ખેર, આવા સંજોગોમાં રોનકનું ધ્યાન રાખવા કમર કસી હતી. જેનું પરિણામ શુભ

આવ્યું. —————

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: