આચાર્ય ચરણકમલેભ્યો નમઃ
गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः
गुरूःसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरूवे नमः
***********************************
શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો
હૈયામાં બિરાજો મુજને સત્ય સમજાવો — શ્રી મહાપ્રભુજી
સત્ય સમજાવી મારા હાથ લેજો ઝાલી
હૈયામાં બિરાજી જ્ઞાનનો પેટાવજો દીવી —શ્રી મહાપ્રભુજી
રાહ બતાવ્યો સાદ સુણી દોડી દોડી આવી
કંઠી પહેરી પુષ્ટીમાર્ગે આંખ મુંદી આવી– શ્રી મહાપ્રભુજી
તમારા દર્શન કાજે આજે ચંપારણમાં આવી
અભિલાષા પૂરી થઈને શિતળતાને પામી —શ્રી મહાપ્રભુજી
યમુનાષ્ટકની ઘેલી આજે શરણે તમારે આવી
શ્રી કૃષ્ણ શરણં મમનો મંત્ર રહી ઉચ્ચારી —શ્રી મહાપ્રભુજી
સેવાની હું રીત ન જાણું દાસી છું અજ્ઞાની
વિનવું તમને શીશ નમાવી કરો કૃપા તમારી —શ્રી મહાપ્રભુજી
તમારો મહિમા પેલા વૈષ્ણવજન સહુ જાણે
કરૂણાના સાગરે ડૂબી તેની કૃપા પ્રેમે માણે—શ્રી મહાપ્રભુજી
***
પુષ્ટિમારગના પ્રણેતા
કંઠી દઈ બ્રહ્મસંબંધ બંધાવનારા
‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ અષ્ટાક્ષરનો મંત્ર આપનારા
શ્રી વલ્લભને વારંવાર પ્રણામ